Chakravyuh - The Dark Side of Crime (Part-11) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-11)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-11)

આ તરફ વિનય અત્યારે દવાખાનામાં હતો, તેની હાલત એકદમ નાજુક હતી ડોક્ટર તેની સારવાર કરી રહ્યાં હતાં. વિનયના માતા-પિતા પણ તેની પાસે હાજર હોય છે, રાઘવ વચ્ચે-વચ્ચે એનાં ખબર-અંતર પૂછવા આવતો હતો. લગભગ ત્રણ દિવસ વીતી ગયા વિનયના માતા-પિતા ઘરે ગયાં હોય છે, વિનયને થોડું સારું હોવાથી વિનયે જ તેમને ઘરે મોકલ્યાં હોય છે. વિનય પર નજર રાખવા મુકેલાં બે કોન્સ્ટેબલ પણ અત્યારે ત્યાં હાજર હોતાં નથી, તેવામાં જ કામિનીની ખાસ મિત્ર વિનયને મળવાં આવે છે.
" વિનય કેવું છે તને?" તેણે અંદર આવતાં જ વિનય ને પૂછ્યું.
" રેશ્મા! સારું છે મને? રેશ્માને આવતી જોઈએ વિનયે તેને પૂછ્યું. રેશમા કામીની ની ખાસ ફ્રેન્ડ હોય છે.
" હા મારે તને કંઈ જણાવવું છે પણ અહીંયા નહીં તું મારા ઘરે આવજે, અહીંયા હું તને કંઈ જણાવી શકું તેમ નથી તેના માટે તારે મારા ઘરે આવવું પડશે." રેશમા એ વિનયને જવાબ આપતાં કહ્યું પછી તે ત્યાંથી નીકળી જાય છે.
" રેશમા ને વળી શું જણાવવુંં છેે મને?" રેશમા ના ગયા પછી વિનય મનમાં વિચારતાં બોલ્યો એટલામાં વિનય ના માતા-પિતા આવી જાય છે.
આ તરફ રેશમા પોતાનાં ઘરે પહોંચે છે એટલામાં દવે તેના ઘરે પૂછપરછ કરવાં માટે આવે છે, દવે ને આવતો જોઈ રેશમા થોડી હેરાન થઈ જાય છે.
" તમે અહીં!" દવે ને આવતાં જોઈ રેશમા એ પૂછ્યું.
" હા, મારે થોડી પૂછપરછ કરવી હતી." દવે એ ખુરશી માં બેસતાં રેશમાને કહ્યું.
" શું પૂછવું છે તમારે?" રેશમા એ ગભરાયેલા સ્વરે દવે ને પૂછ્યું.
" કામિની અને વિનય વિશે." દવે એ ઊભાં થઈ રેશમા ની નજીક જતાં કહ્યું, દવે ની વાત સાંભળી રેશમા ના કપાળે પરસેવો વળી ગયો. " તુ કંઇક તો જાણે છે જે મને જણાવવા નથી માંગતી."
" સર એવું નથી."
" તું એની ખાસ મિત્ર છે તને કામિની અને વિનય વિશે ખબર ના હોય એવું બને જ નહીં, તો મહેરબાની કરીને મને કામિની અને વિનયના સંબંધ વિશે જણાવ."
" સર એ બંને એક બીજાને લવ કરતાં હતાં પણ એમની વચ્ચે એક છોકરી આવી હતી માનસી, જેના લીધે કામિનીને વિનય સાથે ઝઘડો થયો હતો." રેશમા એ દવે ને જણાવ્યું.
" તું મને પૂરી વાત જણાવ." રેશમા ની વાત ન સમજાતાં દવે બોલ્યો સાથે રેકોર્ડર પણ ચાલુ કર્યું.
" વિનય અને કામિની એક બીજાને લવ કરતાં હતાં પણ માનસી એમની વચ્ચે આવી, વાત આજથી એક મહિના પહેલાંની છે. માનસી વિનયને પસંદ કરતી હતી, માનસી વિનય ની સાથે વધુ ને વધુ ટાઈમ કાઢવાં લાગી એ વિનય ની નજીક જવા લાગી, એકવાર તો કામિનીએ વિનય અને માનસીને કિસ કરતાં પણ જોઈ ગઇ હતી જેનાં કારણે કામિનીને ખૂબ ગુસ્સો આવ્યો હતો જેથી બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. બંને છેલ્લા એક મહિનાથી એકબીજા સાથે બોલતાં પણ ન હતાં." રેશ્માએ દવે ને વિનય અને કામિની વચ્ચે થયેલ ઝઘડો અને ઝઘડાનું કારણ જણાવતાં કહ્યું.
" શંભુ મળી ગયું મર્ડર કરવાનું કારણ આવી ગઈ બકરી ડબ્બામાં." દવે એ રેશમા દ્વારા કહેવામાં આવેલ વાત સાંભળી ખુશ થતાં શંભુ ને કહ્યું.
" પણ સર વિનયે કામિની નું મર્ડર નથી કર્યું, વિનય કામિની નું મર્ડર કરી જ નાં શકે કેમકે તે કામિનીને ખૂબ જ પ્રેમ કરતો હતો." દવે ની વાત સાંભળી રેશ્મા એ દવે ને કહ્યું.
" તારા લાગવા કે ના લાગવાથી સત્ય બદલાાઈ નથી જવાનું, કામિની નુ મર્ડર વિનય એ જ કર્યું છે." રેશમા ની વાત સાંભળી દવેેેેેે એ રેશમાને કહ્યું અને તે અને શંભુ ત્યાંથી નીકળે છે. " શંભુ એક કોન્સ્ટેબલને આ છોકરી પર નજર રાખવા જણાવ, અને હા એને એ પણ કહેજે કે કોઈપણ પ્રોબ્લમ લાગે તો તરત આપણને જાણ કરે." દવે ની વાત સાંભળી શંભુ એક કોન્સ્ટેબલને રેશમા ની આસપાસ રહેવા જણાવે છે અને સાથે કહે છે કે કઈ પણ પ્રોબ્લેમ જણાય તો તરત જ તેને કોલ કરે. બે દિવસ પછી વિનય પેલાં બે કોન્સ્ટેબલ ને ખ્યાલ ન આવે તે રીતે સંતાઈને દવાખાને થી નીકળી રેશમા ને મળવાં રેશમા ના ઘરે જાય છે, રેશમા પર નજર રાખવા મુકેલાં કોન્સ્ટેબલ શંભુ ને ફોન કરીને જણાવે છે કે વિનય ના ઘરે આવ્યો હોય છે જેથી શંભુ તરત જ રેશમા ના ઘરે જવા માટે નીકળી જાય છે.
" વિનય તુ અહીં! તે આ શું કર્યું? મને હતું જ કે તું જ કામિની નો હત્યારો છે અને તે રેશ્મા નું પણ મર્ડર કરી નાખ્યું." દવે જ્યારે રેશમા ના ઘરે પહોંચ્યો ત્યારે રેશમા નુ મર્ડર થઈ ચૂક્યું હતું અને વિનયને ત્યાં જોતાં જ દવે બોલ્યો. અને વિનયને પકડી લે છે એટલા માં શંભુ પણ ત્યાં આવી પહોંચે છે. શંભુ ફોરેન્સિક ટીમ ને ફોન કરી ને બોલાવે છે એટલામાં રાઘવ પણ ત્યાં આવી પહોંચે છે.
" જોયું રાઘવ તમારા આ ક્લાયન્ટની કરતુંત." દવેએ રાઘવ ની સામે જોતાં કહ્યું તેની વાત સાંભળી ન સાંભળી રાઘવ ત્યાં થોડા ફોટા પાડી લે છે, એટલામાં ફોરેન્સિક ની ટીમ આવી જાય છે તેમણે ત્યાં હાજર વસ્તુ તથા વેપન પરથી ફિંગરપ્રિન્ટ લઈ વેપન બેગમાં મૂકે છે, ત્યારબાદ લાશના અલગ અલગ એંગલથી ફોટા પાડી લાશ ને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી દે છે, દવે વિનય ને લઈને પોલીસ સ્ટેશન જાય છે અને રાઘવ ત્યાંથી સીધો જ જ્યોતિ પાસે જાય છે.
"જ્યોતિ." જ્યોતિ ના ઘરે જતાજ જ્યોતિ ને જોઈ રાઘવ બોલ્યો.
" બોલો શું કામ હતું?" રાઘવને આવતો જોઈ જ્યોતિ એ રાઘવ ને પૂછ્યું.
" મારે તમને થોડી પૂછપરછ કરવી છે, તો એ માટે હું અંદર આવી શકું?" રાઘવે દરવાજાની નજીક જતાં જ્યોતિ ને કહ્યું.
" ઓહ! હા સોરી પ્લીઝ અંદર આવો, બેસો હું તમારાં માટે પાણી લાવું." જ્યોતિ એ દરવાજા થી હટતા રાઘવ ને અંદર આવવા કહ્યું અને રાઘવને સોફા પર બેસવાનું કહી તે પાણી લેવા માટે જાય છે. " હા તો શું પૂછવું છે તમારે?" રાઘવને પાણી આપતાં જ્યોતિ એ રાઘવ ને કહ્યું.
" વેલ એક ખરાબ સમાચાર છે તમારા માટે." રાઘવ એ પાણી પીને પાણીનો ગ્લાસ જ્યોતિ ને આપતાં કહ્યું.
" ખરાબ સમાચાર, કેવા?" રાઘવ ની વાત સાંભળી ગ્લાસ વાળી ટ્રે ને બાજુનાં ટેબલ પર મૂકતાં રાઘવ ની સામે સોફા પર બેસતાં જ્યોતિ એ રાઘવ ને પૂછ્યું.
" તમારી મિત્ર રેશમા હવે આ દુનિયામાં નથી રહી." રાઘવ એ નિઃસાસો નાંખતા જ્યોતિ ને કહ્યું, રાઘવ ની વાત સાંભળી જ્યોતિ રડવા લાગી રાઘવ તેને ચૂપ કરાવી પૂછપરછ ચાલુ કરે છે.
" હું તને જે પૂછું તેના મને જવાબ આપ જો તારે રેશ્મા અને કામિનીને ન્યાય અપાવવો હોય તો."
" હું જે જાણું છું તે બધું જ કહેવા તૈયાર છું." જ્યોતિ એ તેના અશ્રુ લુછતા રાઘવને કહ્યું.
" તને લાગે છે કે વિનય કામિની કે રેશ્મા નું મર્ડર કરી શકે?" રાધવે વિડિયો રેકોર્ડિંગ ચાલું કરતાં જ્યોતિ ને પૂછ્યું.
" ના સર બિલકુલ નહિં.*
" કામિની અને વિનય વચ્ચે સંબંધ કેવો હતો મતલબ કે કોઈ લડાઈ કોઈ ઝઘડો?"
" કામિની અને વિનય એકબીજાને ખૂબ જ લવ કરતાં હતાં પણ એક દિવસ બંને વચ્ચે ઝઘડો થયો હતો માનસી ને લઈને, કામિની એ એકવાર વિનય અને માનસીને કિસ કરતાં જોઈ લીધા હતાં જેના લીધે બંને વચ્ચે ઝઘડો થયો હતો બંને એકબીજા સાથે બોલતાં પણ નહોતા."
" તો શું વિનય એ બાબતને વધુ ગંભીર લઈને કામિની નું મર્ડર કરી શકે ખરો?"
" ના બિલકુલ નહીં, વિનય એકદમ શાંત અને સીધો છોકરો છે તે કામિની ને ખૂબ જ લવ કરતો હતો."
" રેશમા નુ મર્ડર થયું તું એના વિશે કંઈ જાણે છે?" રાઘવ દ્વારા પૂછવામાં આવેલ આ સવાલથી જ્યોતિ થોડી ડરી ગઈ.
" એક વાત છે જેની તમને કોઈને ખબર નથી." જ્યોતિ એ રાઘવને કહ્યું.
" કંઈ વાત?" જ્યોતિ ની વાત સાંભળી રાઘવે પૂછ્યું.
" કોઈ એ રેશ્માને ધમકી આપી હતી."
"શું!" જ્યોતિ ની વાત સાંભળી રાઘવ ની આંખો પહોળી થઇ ગઈ.
" હા, કોઈએ તેને ધમકી આપી હતી કે જો તે વિનયને તેના ઘર સુધી નહીં લાવે તો તે વ્યક્તિ રેશ્માને નહીં છોડે. એ કઈ વાત ની ધમકી આપતો હતો તે મને નથી ખબર." જ્યોતિ એ રાઘવને પૂરી વાત જણાવતાં કહ્યું.
" તો રેશ્માએ આ વાત પોલીસને કેમ ના કરી?, અને તને આ વાત રેશમા એ જણાવી હતી.?"
" તે વ્યક્તિ એ તેને ધમકી આપી હતી કે જો તે આ વાત પોલીસ કે બીજા કોઈને કરશે તો તે વ્યક્તિ રેશમાને જાનથી મારી નાખશે એટલે તેણે આ વાત પોલીસને ના કરી. પણ બે દિવસ પહેલાં જ્યારે હું રેશમાના ઘરે ગઈ ત્યારે તેને મને જણાવ્યુ હતું કે કોઈએ તેને ધમકી આપી છે કે જો તે દવાખાને જઈ વિનયને મળી પોતાના ઘર સુધી નહીં લાવે તો તે વ્યક્તિ તેને જાન થી મારી નાંખશે."
" તો આ બધી જ વાત તું કોર્ટમાં કહીશ." રાઘવે જ્યોતિ ને પૂછ્યું.
" હા હું આ બધું જ કોર્ટમાં કહીશ." જ્યોતિ એ રાઘવને હા પાડતાં કહ્યું પછી રાઘવ ત્યાંથી નીકળી સીધો જ પોલીસ સ્ટેશને જાય છે દવે પાસે.
" દવે મારી પાસે કંઇક છે જે તમારે જોવું જોઈએ." રાઘવે દવે ની સામેની ખુરશી પર બેસતાં દવે ને કહ્યું પછી રાઘવે તેનાં હાથમાં રહેલ કેમેરામાં જ્યોતિનું રેકોર્ડિંગ બતાવ્યું.
" મારી પાસે પણ તમારી માટે કંઈક છે રાઘવ." રાઘવ દ્વારા દેખાડવામાં આવેલ વિડિયો જોયા બાદ દવેએ તેની પાસે રહેલ વિડિયો રેકોર્ડિંગ બતાવતાં રાઘવને કહ્યું.
" પણ દવે મારુ આ રેકોર્ડિંગ આજનું છે."
" તો હું શું કરું મેં જ્યારે આ રેકોર્ડિંગ કર્યું પછી જ વિનયે રેશમા નું મર્ડર કરી નાખ્યું છે સમજ્યા રાઘવ." રાઘવ ની વાત ન માનતાં દવે બોલ્યો. દવે ની વાત સાંભળી રાઘવ ત્યાંથી નીકળી સીધો જ અંજલિ પાસે જાય છે અને સાંજ તેની સાથે વિતાવે છે ત્યાં જ રાઘવ ના ફોનની રીંગ વાગે છે.
" રાઘવ દવે બોલુ તમારી ગવાહ જયોતિ એ આત્મહત્યા કરી છે." ફોન ઉઠાવતાં જ સામે છેડે થી દવે નો અવાજ રાઘવ ના કાને પડ્યો. દવે ની વાત સાંભળી રાઘવ બે ઘડી તો સુન્ન પડી ગયો પણ પોતાની જાતને સ્વસ્થ કરતાં તરત જ તે જ્યોતિ ના ઘરે પહોંચે છે.



To be continued............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.