Chakravyuh - The Dark Side of Crime (Part -9) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part -9)

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part -9)

" હા બોલ મનોહર." તે સ્ત્રી જે પેલાં ૪૦ વર્ષના પુરુષ સાથે ફરતી હતી તેણે ફોન રિસીવ કરતાં કહ્યું.
" કેવું ચાલી રહ્યું છે આપણું કામ?" સામા છેડેથી એક ભરાવદાર અવાજ સ્ત્રી ના કાને પડ્યો.
" યસ ડિયર ! આપણું કામ બરાબર ચાલે છે અને આપણું મહોરું બરાબર કામ માં આવ્યું છે." તે સ્ત્રીએ મનોહરને જાણ કરતાં કહ્યું.
" તેને કોઈ શક તો નથી થયોને?" મનોહરે તેને પૂછ્યું.
" ના-ના જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો નહીંજ." પોતાનો રૂઆબ બતાવતા તેણી બોલી. " હવે હું ફોન મૂકું છું, બાય ડિયર." પછી તેેેેણી એ ફોન મુુુકી દીધો.
## ## ## ##

આ તરફ સમગ્ર ન્યૂઝ ચેનલમાં કામિનીના કેસની ચર્ચા ચાલી રહી હતી, તેમાં જણાવવામાં આવી રહ્યું હતું કે વિનયે જ તેનું મર્ડર કર્યુંં છે. વિનયના માતા-પિતા અત્યારે ઘરેે બેસી સમાચાર જોઈ રહ્યા હતા.
" મને તો લાગે છે કે આ બધું વિનયે જ કર્યું છે, તમે જોયું નહીં પેલો વકીલ કોર્ટમાં શું કે કહેતો ." વિનય ના મમ્મી એ રડતાં રડતાં તેનાં પપ્પાને કહ્યું.
" તું શાંતિ રાખ અનિતા બધું જ ઠીક થઈ જશે." વ્રજેશભાઈ એ અનિતા બહેનને ચુપ કરાવતાં કહ્યું.
## ## ## ##

" મારી પાસે છ દિવસ છે, મારે બરાબર તપાસ કરવી પડશે, મારે કંઇક તો શોધવું જ પડશે જેનાથી મને થોડો વધારે સમય મળે આ કેસમાં." રાઘવે અંજલી નાં ખોળામાં માથું રાખીને અંજલી ને કહ્યું.
" રાઘવ તને નથી લાગતું કે તે વિનય ગુનેગાર છે? બધાં જ પુરાવા તેના વિરોધમાં છે, અને આજકાલ નાં યુવાનોને આક્રમકતા વધારે હોય છે જેથી તેઓ પોતાનાં મન પર કાબૂ નથી રાખી શકતાં, તેથી ઘણી વખત એવું બનતું હોય છે કે આ આક્રમકતા ના લીધે તેઓ ઘણો મોટો અપરાધ કરી બેસતાં હોય છે." અંજલિએ રાઘવ ના માથાં પર હાથ ફેરવતાં રાઘવને કહ્યું.
" અંજલી મેં વિનય ની આંખો માં જોયું છે તે સત્ય કહી રહ્યો છે. તેને ફસાવવામાં આવી રહ્યો છે અને હું વિનય ને છોડાવી ને જ રહીશ." રાઘવે અંજલી નાં ખોળામાંથી માથું હટાવી બેઠા થતાં બોલ્યો.
" રાઘવ ઘણીવાર આંખો ખોટું બોલતી હોય છે." અંજલી એ રાઘવને જવાબ આપતાં કહ્યું.
" તારી વાત બિલકુલ સાચી છે અંજલી પણ મારે આ કેસમાં સાચા અપરાધી ને પકડવો છે." રાઘવે અંજલિના ગાલ પર હાથ ફેરવતાં કહ્યું. પછી તે અંજલી ની રજા લઇ ત્યાંથી ઘરે જવા નીકળે છે અને ઘરે જઈને સુઈ જાય છે.
બીજા દિવસે સવારે તૈયાર થઈને રાઘવ ફરી પાછો તપાસ કરવાં નીકળે છે. પહેલાં તો તે કામિનીના ઘરે જાય છે, ત્યાં તે કામિની નાં ઘર ની બહાર ના અને અંદર ના ચારે ફરતાં અલગ અલગ એંગલથી ફોટા પાડે છે, એ કામિનીના ઘરમાં અંદર પ્રવેશવા અને બહાર જવા માટે ના કેટલા રસ્તા અને દરવાજા છે તેની પણ તપાસ કરે છે, પછી તે ત્યાંથી નીકળી સીધો જ તેનાં મિત્રો પાસે જાય છે અને કામિનીના નંબર પર આવેલાં બીજા કોલની તપાસ કરાવે છે.
# # # # #
" શંભુ તાજો થઈને આવ્યો છે ને આજે, આ નપુંસક ને ડંડા મારીમારી ને એનાં મોઢેથી મર્ડર કરવાં નું કારણ જાણવાનું છે." દવે એ શંભુ ને ઉદ્દેશીને કહ્યું.
" હા સર." શંભુ પોતાનાં કમરે બાંધેલો બેલ્ટ સરખો કરતાં બોલ્યો. પછી બંને કોટડી માં પ્રવેશે છે.
" હા તો બોલ તે કામિની નું મર્ડર શાં માટે કર્યું?" દવેએ વિનય ના માથાનાં વાળ ખેંચી તેનું માથું પોતાની નજીક લાવતાં વિનય ને પૂછ્યું. વાળ ખેંચાવાથી વિનયની આંખમાંથી પાણી નીકળી આવ્યું.
" સર મારો જવાબ એક જ છે મેં કામિની ને નથી મારી." વિનયે મહાપરાણે જવાબ આપતાં દવે ને કહ્યું.
" તું એમ નહિ માને? શંભુ ચાલુ કર ત્યારે." વિનય ની વાત સાંભળી દવે એ શંભુ ને ઇશારો કરતાં કહ્યું. દવેનો ઇશારો મળતાં જ શંભુ એ તેના કમરેથી બેલ્ટ કાઢી વિનય ને મારવાનું શરૂ કર્યું, લગભગ બે કલાકથી પણ વધુ સમય સુધી વિનય ને માર્યો વિનય નું શરીર અત્યારે માર સહન કરી શકવાની હાલતમાં પણ ન હતું તોય શંભુ તેને મારી રહ્યો હતો.
" બસ કર શંભુ આ એમ નહિ માને એક કામ કર જા મીઠું લેતો આવ." દવેએ શંભુ ને રોકતાં કહ્યું. દવે ની વાત સાંભળી શંભુ એ એક કોન્સ્ટેબલને કહી મીઠું મંગાવ્યું. પછી વિનય ના હાથ પગ બાંધી તેના શરીર પરના ઘા પર મીઠું લગાવ્યું, દર્દના કારણે વિનય ચીસો પાડવા લાગ્યો દર્દ સહન ના થતા બેહોશ તે થઈ જાય છે.
" સાલો કેટલો નઠોર છે." દવેએ કોટડીની બહાર નીકળતાં શંભુ ને કહ્યું.
" સાહેબ આની પાસેથી બોલાવવું મુશ્કેલ લાગે છે."
" શંભુ એક કામ કર જીપ નીકાળ આપણે તપાસ કરવી પડશે." દવેએ શંભુ ને ઓર્ડર આપતાં કહ્યું. દવે અત્યારે ખૂબ જ ગુસ્સે હતો, શંભુ ફટાફટ જીપ નીકાળે છે. તેઓ કામિનીના ઘર તરફ જાય છે.
" સર અહીં તો આપણે તપાસ કરી હતી." શંભુએ દવેને કહ્યું.
" શંભુ કદાચ આપણને કંઈ જાણવાં મળે, આજુબાજુ માં જઈ તપાસ કરીએ એક કામ કર તું પેલાં સામે ના ઘરો એ તપાસ કર હું આ બાજુ માં તપાસ કરું." દવે એ શંભુ ને કહ્યું.
" કામિની નું મર્ડર થયું ત્યારે તમે ક્યાં હતા? અને તમને ક્યારે ખબર પડી?" દવે એ મકાન નંબર 12 B માં તપાસ કરતાં પૂછ્યું.
" સર હું તે દિવસે ઘરમાં જ હતી જ્યારે બહાર હોહાપો થયો ત્યારે મને ખબર પડી." જમનાબેન નાં પડોશીએ જવાબ આપતાં કહ્યું. પછી દવે ને ખાસ માહિતી ન મળતાં તે ત્યાંથી નીકળી બીજા મકાનમાં જાય છે, આ તરફ શંભુ પણ સામેની લાઈનમાં તપાસ કરે છે, પણ કંઈ જાણવાં મળતું નથી હવે એક જ મકાન બાકી રહી ગયું હોય છે. દવે તે મકાનમાં જાય છે તે મકાન કામિનીના મકાનની વિરુદ્ધ લાઈનમાં હોય છે ત્યાંથી કામિની નું ઘર સ્પષ્ટ જોઇ શકાય છે.
" તમે મર્ડર ના દિવસે ક્યાં હતા? અને તમને ક્યારે ખબર પડી?" દવેએ તે ઘરમાં પ્રવેશતા ઘરમાં હાજર સ્ત્રી ને પૂછ્યું. દવે ની વાત સાંભળી તેમના કપાળે પરસેવો વળી ગયો. " તમે ડરશો નહીં તમે જે કંઈ જોયું હોય એ અમને જણાવો."
" તે દિવસે હું મારા ઘરમાં જ હતી, ઉપરના માળે હું ઘરની સાફ-સફાઈ કરી રહી હતી, મારી નજર કામિની ની બારી પર પડી મેં જોયું કે કોઈ એની સાથે જબરદસ્તી કરી રહ્યું હતું તેણે કામિનીને ખૂબ જ મારી પછી તેણે કામિનીનું ખૂન કરી નાખ્યું."
" તમારું નામ." દવે એ તેમનું નામ પૂછ્યું.
" મારું નામ સવિતાબેન."
" આ વાત તમે પહેલાં કેમ ના જણાવી?"
" સર હું ડરી ગઈ હતી."
" ઠીક છે, તમે આ બધું કોર્ટમાં કહેશો?"
" હા સર હું જરૂર કોર્ટમાં આ વાત જણાવીશ." દવે સવિતાબેન પાસેથી માહિતી લઈ ત્યાંથી નીકળે છે.
" શંભુ વિનય નો કેસ હવે આપણી પકડ માં છે." દવે એ ગાડીમાં બેસતાં શંભુ ને કહ્યું. દવે ની વાત સાંભળી શંભુ ગાડીને પોલીસ સ્ટેશન તરફ લઈ જાય છે.આ તરફ રાઘવ મુકુંદ ને શોધવાનો પ્રયત્ન કરે છે પણ મુકુંદ તેને મળતો નથી મુકુંદ તો ઠીક તેના કામનો પુરાવો પણ મળતો નથી જે તેનાં માટે મુશ્કેલ હતું, આ બધાની વચ્ચે રાઘવ થોડી ઘણી કામની માહિતી એકઠી કરે છે આમને આમ કેસ ની તારીખ આવી જાય છે
" સર આજે તો આનો ફેંસલો થઈ જવાનો." શંભુ એ વિનય ને હથકડી પહેરાવતાં કહ્યું. પછી તેને જીપ માં બેસાડી કોર્ટ જવા માટે નીકળે છે ઘડિયાળ માં દોઢ વાગ્યો હોય છે, કલાક પછી તેમનાં કેસ નો સમય હોય છે 02.00 બધાં જ કોર્ટમાં આવી જાય છે અને કેસ ની કાર્યવાહી ચાલુ થવાની રાહ જુએ છે, બરાબર 2:30 વાગે તેમનો કેસ નંબર બોલાય છે.
" કેસ નંબર 4428 કામિની મર્ડર કેસ." કેસ નંબર બોલાતાં દવે વિનયને લઈને કોર્ટ રૂમ માં પ્રવેશે છે સાથે સાથે રાઘવ તથા જશવંત અને તેનો સહભાગી પણ અંદર આવે છે, આ સિવાય કેસના કેટલાક ગવાહ, વિનયના માતા-પિતા તથા કામિનીના માતા-પિતા પણ આવે છે. થોડી જ વારમાં જજ આવી તેમનું સ્થાન ગ્રહણ કરે છે.





To be continued.............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.