Chakravyuh - The dark side of crime (Part-5) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-5)


ચક્રવ્યૂહ - The dark side of crime (Part-5)

" દવે તુ જે કપ લાવ્યો હતો તેનાં ફિંગર અને તે મોબાઇલ પરનાં ફિંગર મેચ થઈ ગયાં છે, આ સિવાય પણ ઘટનાં સ્થળ પરથી જે ફિંગર પ્રિન્ટ નાં સેમ્પલ લેવાયાં હતાં તેની સાથે પણ મેચ થાય છે." વિધાને લેબમાં પ્રવેશી પ્રકાશ સાથે વાતચીત કરી દવેને માહિતી આપતાં કહ્યું.
" તે મારું કામ વધારે આસાન કરી દીધું. વિધાન ગુનેગાર હવે નહીં બચી શકે." વિધાનની વાત સાંભળી ખુશ થતાં દવે બોલ્યો. પછી તે અને શંભુ ત્યાંથી નીકળી સીધાજ વિનયના ઘર તરફ નીકળે છે.
" વિનય યુ આર અંડર એરેસ્ટ." વિનય નાં ઘરે પહોંચી વિનયને પકડતાં દવે બોલ્યા.
" પણ મેં શું કર્યું છે?" ગભરાઈ ગયેલાં વિનયે દવેને પૂછ્યું.
" પણ સર મારાં દીકરાએ શું કર્યું છે તો તમે એને લઈ જાઓ છો?" વિનયને પકડી ને લઈ જતાં દવેને ઊભાં રાખતાં વિનય નાં પિતા બોલ્યાં.
" તમારાં દીકરાએ મર્ડર કર્યું છે મર્ડર!" દવેએ ગુસ્સે થઈ જવાબ આપતાં કહ્યું. " શંભુ ઘર ની તલાશી લે, વિનય બોલ તે મર્ડર વેપન ક્યાં છુપાવ્યું છે? " દવેએ શંભુને મર્ડર વેપન શોધવાં જણાવ્યું અને વિનયને પૂછ્યું.
દવે નો ઓર્ડર મળતાં જ શંભુ ફટાફટ જઈ વિનય નો રૂમ તપાસે છે. શંભુ વિનય નાં રૂમમાં રહેલ કબાટ અને ડ્રોવરો તપાસે છે, શંભુને અડધાં કલાક પછી મર્ડર વેપન મળે છે તે લઈ શંભુ બહાર આવે છે અને વિનયના માતા-પિતાને બતાવી દવેને આપે છે. દવે પછી વિનય ને લઈને પોલીસ સ્ટેશન જાય છે અને મર્ડર વેપન ને તેનાં એક કોન્સ્ટેબલ ભીમ રાવ સાથે ફોરેન્સિક લેબ મોકલાવે છે.
" શંભુ આને જેલમાં નાંખી બરાબર ખાતેદારી કર અને પૂછ કે તેણે મર્ડર કેવી રીતે કર્યું?" દવેએ ખુરશી પર બેસતાં શંભુને કહ્યું. " ઉભો રે હું જ આવું?" પોતાનો વિચાર બદલાતાં દવે બોલ્યાં અને કોટડી માં પ્રવેશ કર્યો. દવે ને જોઈ વિનય થથડી રહ્યો હતો. વિનય ને ખુરશી પર બેસાડી દવે બરોબર તેની સામે બેસ્યા.
" હા તો વિનય કામિની નું મર્ડર તે કેવી રીતે કર્યું?" દવેએ વિનયને પૂછ્યું. વિનય કંઈ જ બોલતો નથી, દવે ફરીથી તેને પૂછે છે પણ વિનય કશું જ બોલતો નથી જેથી ગુસ્સે ભરાયેલાં દવે ઉભા થઈને વિનયને લાફો મારી દે છે. દવે નાં એક જ લાફા થી વિનય ના ગાલ પર દવેની આંગળીઓના નિશાન પડી જાય છે.
" તે કામિનીનું મર્ડર કેમ કર્યું?" દવેએ વિનયને ફરીથી પૂછ્યું. વિનયના હજુ પણ ચુપ રહેવા નાં કારણે દવેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા દવે એ વિનય પર લાફાઓનો વરસાદ કરી દીધો જેના કારણે વિનય નો હોઠ ફાટી જવાથી વિનયના હોઠ માંથી લોહી વહેવા લાગ્યું, વિનયના ગાલ પણ સુન્ન પડી ગયાં હતાં. દવે હજુ વધારે મારે તે પહેલા વિનય ના પિતા વકીલ ને લઈને પોલીસ ચોકીમાં હાજર થાય છે તેમને જોઇ દવે કોટડીની બહાર આવે છે.
" મારે મારા ક્લાયન્ટ સાથે વાત કરવી છે અને આપ કોર્ટના આદેશ વગર તેને હાથ પણ લગાવી નાં શકો." વકીલે તેના હાથમાં રહેલા કાગળ દવેને બતાવતાં કહ્યું. વકીલની વાતથી ગુસ્સે થતાં દવે પોતાની ચેર પર જઈ બેસી જાય છે. વકીલ અને વિનય નાં પિતા વિનય ને મળવાં માટે અંદર જાય છે, વિનય ની હાલત જોઈ વ્રજેશભાઈ રડવા લાગે છે, વકીલ તેમને બહાર બેસવા નું જણાવે છે.
" હેલ્લો વિનય મારું નામ રાઘવ જાની છે અને હું તારો વકીલ છું. તારે ડરવાની જરૂર નથી હું તને છોડાવીશ, ગમે તે થાય તેઓ ગમે તેટલો તને ટોર્ચર કરે પણ તારે ગુનો કબૂલ કરવાનો નથી અને પોલીસ તને જે કહે તે ભૂલથી પણ ના કરતો અને ગમે ત્યાં સહી કરાવે તો પણ ના કરતો નહીંતર હું પણ તારી મદદ નહીં કરી શકું. હું કાલે સવારે આવીશ મારે તારી સાથે થોડી ઘણી પૂછપરછ કરવી છે" રાઘવે વિનયને સમજાવતાં કહ્યું અને કેટલાંક કાગળ ઉપર વિનય ની સહી કરાવી અને તે કોટડીની બહાર નીકળી વ્રજેશ ભાઈને લઈને ત્યાંથી જાય છે આ તરફ દવે ને ખૂબ જ ગુસ્સો ચડ્યો હોય છે સાંજ થઈ ગઈ હોવાથી દવે પોતાનાં ઘરે જવા નીકળે છે.

@@@@@@
" શંભુ આ છોકરાને સજા થતાં કોઈ નહીં બચાવી શકે કેમકે તેણે જ આ મર્ડર કર્યું છે, બધાં જ સબૂત ચિલ્લાઈ ચિલ્લાઈને કહી રહ્યાં છે." દવેએ પોતાનાં હાથમાં રહેલ રિપોર્ટ બતાવતાં શંભુ ને કહ્યું. જેમાં વિનય નાં ફિંગરપ્રિન્ટ જે વેપન અને કામિની નાં મોબાઈલ એ સિવાય કામિનીના ઘર પર મળેલાં ફિંગર પ્રિન્ટ સાથે મેચ થાય છે. આ ઉપરાંત કામિનીની બોડી પરથી મળેલો વાળ પણ વિનયનો હતો.
" બધી વાત બરોબર, પણ સર એનું મર્ડર કરવાનું કોઈ મોટીવ તો હોવું જોઈએ ને જે હજી પણ આપણને નથી મળ્યું." શંભુ એ દવેને કહ્યું
" શંભુ મોટીવની વાત કરે છે, છે ને આપણી પાસે." દવે એ શંભુ ને જવાબ આપતાં કહ્યું. દવે ની વાત સાંભળી શંભુ વિચારમાં પડી ગયો.
" શું મોટીવ હોઈ શકે એનું મર્ડર કરવાનું?" વિચારવા છતાં ન સમજાતાં શંભુ એ દવે ને પૂછ્યું.
" એ જ કે તે છોકરી સાથે વિનય જબરદસ્તી કરતો હતો અને જ્યારે છોકરી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે વિનય એ તેનું મર્ડર કરી દીધું." દવે એ શંભુ ને જવાબ આપતાં કહ્યું પછી દવે શંભુ ને કહી ચા મંગાવે છે અને બેઠા બેઠા બંને ચાની ચૂસકી ભરતાં ભરતાં ટીવીમાં સમાચાર જુએ છે. સમાચાર માં કામિનીના મર્ડર ના ન્યુઝ બતાવી રહ્યાં હોય છે, અને તેનાં મર્ડર કેસ ની ચર્ચા ચાલી રહી હોય છે. ઉપરાંત એમાં એ પણ બતાવવામાં આવી રહ્યું હોય છે કે કામિનીના મર્ડર કેસ માં એક આરોપીને પકડવામાં આવ્યો છે જે તેનો કૉલેજનો મિત્ર છે અને બે દિવસ પછી તેને કોર્ટમાં હાજર કરવાનો છે.
" શંભુ આ ન્યુઝ વાળાં પાસે આટલી ઝડપી ખબર કેવી રીતે પહોંચી જાય છે?" સમાચાર જોતાં જોતાં દવે એ શંભુ ને પૂછ્યું.
" સર એમનો કોઈ ને કોઈ ખબરી ગમે તે વારદાત પર મોજૂદ જ હોય છે." શંભુ એ ચા નો છેલ્લો ઘુંટડો ભરી ચાનો કપ નીચે મુકતાં દવે ને કહ્યું.

To be continued.........



મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.