Chakravyuh - The dark side of crime (Part-6) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-6)


ચક્રવ્યૂહ - The dark side of crime (Part-6)
" દવે મારે મારાં ક્લાયન્ટ ને મળવું છે." દવેનાં ટેબલ પાસે આવી દવે ની સામે ની ચેર પર બેસતાં કોર્ટનાં કાગળ બતાવતાં રાઘવ બોલ્યો. વકીલને જોઈ શંભુ ઉભો થઈ પોતાની જગ્યા પર જાય છે અને દવે દ્વારા ઈશારો કરતાં એક કોન્સ્ટેબલ વિનય ની કોટડી નો દરવાજો ખોલે છે.
" જુઓ મિસ્ટર રાઘવ તમે તમારો ખોટો સમય બગાડી રહ્યાં છો આણેજ મર્ડર કર્યું છે મારી પાસે પુરાવા છે." રાઘવ ને ઊભાં થઈ કોટડી તરફ જતાં તેને ઊભો રાખતાં દવેએ કહ્યું. દવે ની વાત સાંભળી રાઘવ ઉભો રહે છે.
" જુઓ મિસ્ટર દવે તમારું કામ છે પુરાવા ભેગાં કરવાં અને ગુનેગારને પકડવાનું અને મારું કામ છે નિર્દોષને સજા થતી અટકાવવી તથા ગુનેગારને સજા અપાવવાની અને હું મારું કામ ભલી ભાતી જાણું છું. તમારે મને સમજાવવાની જરૂર નથી કે કોણ ગુનેગાર છે અને કોણ નિર્દોષ." રાઘવ એ દવે ની વાત સાંભળી દવે ની નજીક જતાં તેને સમજાવતાં કહ્યું. રાઘવ ની આ વાતથી દવેને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો પણ તે કંઈ કરી શકે તેમ નહોતા તે પાછા પોતાની ચેર પર જઈને બેસી ગયા રાઘવ કોટડીમાં પ્રવેશે છે.
" હેલો વિનય કેમ છે? તને આ પોલીસવાળાએ હાથ તો નથી લગાવ્યો ને?" અંદર આવી વિનયની નજીક જઈ બેસતાં રાઘવે વિનયને પૂછ્યું અને કેટલાક કાગળ ઉપર તેની સહી કરાવી.
" ના સર થેન્ક્સ તમે જે મારાં માટે કરી રહ્યાં છો એનાં માટે." બે હાથ જોડી રાઘવ નો આભાર માનતાં વિનય બોલ્યો.
" એમાં થેન્ક્સ ની જરૂર નથી આ મારું કામ છે અને તેના માટે હું ફી લઉં છું. અને તારે ડરવાની જરૂર નથી હું તને જે પૂછું એનો મને જવાબ આપ અને તું મને બધી વાત વિગતથી જણાવ." રાઘવે વિનયને કહ્યું.
" સર હું અને કામિની એક બીજાને લવ કરતાં હતાં અમે બંને લગ્ન કરવાં માંગતા હતાં." વિનયે તેનાં અને કામિનીના સંબંધની વાત રાઘવને જણાવી
" તમે બંને એકબીજા સાથે ક્યારેય શારીરિક સંબંધ બાંધ્યો છે? " રાઘવ એ વિનયની વાત સાંભળી વિનય સામે જોતાં પૂછ્યું. " તું ડરીશ નહીં વિનય જે પણ હોય તે મને ચોખ્ખું જણાવ જેથી પાછળથી મને કોઈ જ પ્રોબ્લેમ ના થાય તારા કેસમાં." રાઘવ નો સવાલ સાંભળી ચૂપ રહેવાથી રાઘવે વિનયને આશ્વાસન આપતાં કહ્યું.
" સર હા એક બે વખત." રાઘવ ની વાત સાંભળી ખચકાતાં સ્વરે વિનય બોલ્યો.
" ગુડ! તું હત્યાનાં દિવસે ક્યાં હતો? મતલબ કે તું કામિનીના ઘરે હતો કે પછી તારા ઘરે હતો? " રાઘવ એ વિનય ને પૂછ્યું
" સર હું કામિનીના ઘરે હતો." વિનય એ રાઘવ ની નજીક જઈ તેનાં કાનમાં ધીરેથી કહ્યું.
" શું કરવાં ગયો હતો?" વિનયનો જવાબ સાંભળી રાઘવ બોલ્યો.
" સર તેનો મારા પર કોલ આવ્યો હતો, તે મારી સાથે વાત કરવાં માગતી હતી જેથી હું તેના ઘરે ગયો હતો." વિનય રાઘવના સવાલનો જવાબ આપતાં બોલ્યો.
" પછી શું થયું?"
" સર કામિનીનો ફોન મૂકી હું મારું બાઈક લઈ તેનાં ઘરે જવા નીકળ્યો. હું રસ્તામાં પેટ્રોલ ભરાવવા ઊભો રહ્યો, ત્યાં હું બાથરૂમ કરવાં ગયો પછી શું થયું મને ખબર નથી, જ્યારે હું જાગ્યો ત્યારે કામિનીના ઘરે હતો મારા હાથમાં એક ચપ્પુ હતું અને મારા કપડા લોહીથી લથપથ હતાં ત્યાં જમીન પર કામિનીની લાશ પડી હતી. એ જોઈ હું ગભરાઈ ગયો અને ઉતાવળમાં ત્યાંથી ફટાફટ નીકળીને ઘરે આવી ગયો." વિનયે રાઘવ ને પૂરી વાત જણાવતાં કહ્યું
" મતલબ શું? તને ખબર નથી કે તું કેવી રીતે કામિનીના ઘરે પહોંચ્યો? પછી શું થયું?" વિનયની વાત સાંભળી રાઘવે વિનય ને પૂછ્યું.
" ના સર મને કંઈ જ યાદ નથી." વિનય રાઘવ ને જવાબ આપતાં બોલ્યો
" ત્યાં પેટ્રોલ પંપ પર ટોયલેટમાં તારી સાથે શું થયું હતું તને કંઈ યાદ છે?" વિનયનો જવાબ સાંભળી રાઘવે વિનયને પૂછ્યું
" કંઇ ખાસ નહીં પણ જ્યારે હું ત્યાં ટોયલેટમાં ગયો ત્યારે એક વ્યક્તિએ મારી પાસે માચીસ માંગી પછી શું થયું? મને કંઈ યાદ નથી." વિનયે પોતાનું માથું પકડી યાદ કરતાં રાઘવને કહ્યું.
" એ વ્યક્તિ તને યાદ છે? " રાઘવે વિનય ને પૂછ્યું
" ના એક્ઝેટલી કંઈ યાદ નથી આવતું?" વિનયે થોડું વિચાર્યા પછી રાઘવને કહ્યું.
" તે એને ક્યારેય જોયો છે ખરા?" વિનય નો જવાબ સાંભળી રાઘવે વિનયને પૂછ્યું.
" કંઈ યાદ નથી કંઈ જ ખબર નથી પડતી." રાઘવ ના પ્રશ્નોથી ગૂંચવાતા વિનય બોલ્યો.
" ઠીક છે ચલ જવા દે એને, કામિની સાથે કોઈ ઘટનાં બની હતી પાછલાં દિવસોમાં, કે કોઈ વાતનું ટેન્શન હતું?" રાઘવે વિનય ની હાલત જોઈ ટોપીક ચેન્જ કરતાં વિનય ને પૂછ્યું
" ના સર એ તો એકદમ બરાબર હતી. પણ મેં એને કેટલાંક વખત થી થોડાં ટેન્શનમાં જોયેલી એક-બે વખત તો તે મારા પર ગુસ્સે પણ થઈ ગઈ હતી, જરૂર કોઈ ગંભીર વાત હતી નહિતર કોઈપણ કાળે તે મારા પર ગુસ્સે ના થાય." વિનયે રાઘવને જવાબ આપતાં કહ્યું
" ઠીક છે વિનય હું જાઉં છું, આપણે કાલે કોર્ટમાં મળીશું તું ડરતો નહીં અને હા જે હોય તે સાચું બોલજે." રાઘવે ઊભાં થઇ બહાર નીકળતાં વિનય ને કહ્યું અને ત્યાંથી તેની ઓફિસ જવા માટે નીકળે છે.
*************
" શું થયું સર?" રાઘવ નાં જતાં જ શંભુએ દવેને પૂછ્યું.
" કંઈ નહીં શંભુ સાલા આ વકીલ પૈસા માટે પોતાનો જમીર પણ વેચી નાંખે છે." દવેએ પોતાનો ગુસ્સો રાઘવ પર કાઢતાં બોલ્યાં. શંભુ દવે ને શાંત કરવાં ચા મંગાવે છે. ચા પીને બંને થોડીવાર આરામ કરે છે.
આ તરફ રાઘવ કેસની તપાસ કરવાં માટે લાગી જાય છે, તેની પાસે કોઈ એવા પૂરાવા નથી હોતા જેથી તે વિનયને છોડાવી શકે તેથી જ તે કામે લાગી જાય છે. એ માટે સૌ પ્રથમ તો તે તે પેટ્રોલ પંપ પર જાય છે જ્યાં વિનય પેટ્રોલ પુરાવા ગયો હતો. રાઘવને આશા હતી કે તેને પેટ્રોલ પંપ પરથી જરૂર કંઈક પુરાવા મળશે. આ તરફ ઇન્સ્પેક્ટર દવે વિનયને ફાંસીએ ચડાવવા માટે ની પૂરેપૂરી તૈયારી કરી રહ્યાં હતાં.

To be continued.........



મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.