Chakravyuh - The Dark Side Of Crime (Part-7) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યૂહ - The Dark Side Of Crime (Part-7)

ચક્રવ્યૂહ - the dark side of crime part-7

" હેલ્લો, મારું નામ રાઘવ છે." પેટ્રોલ પંપ પર જઈ ત્યાંના મેનેજર પાસે જતાં રાઘવ બોલ્યો.
" હા મિ. રાઘવ બોલો શું કામ છે?" મેનેજરે રાઘવ ની તરફ નજર નાંખતા રાઘવ ને પૂછ્યું..
" શું હું આપનું શુભ નામ જાણી શકું?" રાઘવે મેનેજર ને પૂછ્યું.
" મારું નામ દેવેન્દ્ર શર્મા છે." મેનેજરે રાઘવને તેનું નામ જણાવતાં કહ્યું.
" જુઓ mr દેવેન્દ્ર હું વકીલ છું મારે એક મર્ડર કેશ ની બાબતમાં આપની મદદ જોઈએ છે." રાઘવે તેની પાસે પડેલી ખુરશી પર બેસતાં દેવેન્દ્ર ને કહ્યું.
" મર્ડર! મર્ડર કેશમાં હું આપની શું મદદ કરી શકું?" દેવેન્દ્ર એ રાઘવ ની વાત સાંભળી પૂછ્યું.
" એક્ચ્યુલી, mr દેવેન્દ્ર મારો એક ક્લાયન્ટ છે જેનાં પર મર્ડર નો આરોપ છે અને તે અહીં પેટ્રોલ પુરાવા આવ્યો હતો બે દિવસ પહેલાં. એનું એવું કહેવું છે કે જ્યારે તે બાથરૂમ કરવાં ટોયલેટ માં ગયો ત્યારે એની સાથે કંઈક એવું બન્યું કે તેને ત્યાંથી કંઈજ યાદ નથી, તો મારે સીસીટીવી ફૂટેજ ચેક કરવી છે બે દિવસ પહેલાંની, જેથી તે દિવસે શું બન્યું હતું તે હું સ્પષ્ટ જાણી શકું." રાઘવ એ દેવેન્દ્રને પૂરી વાત સમજાવતાં કહ્યું. પછી દેવેન્દ્ર રાઘવને સીસીટીવી ફૂટેજ બતાવે છે, તેમાં રાઘવને વિનય ટોયલેટ તરફ જતો દેખાય છે અને પાછો ફરતો પણ દેખાય છે પણ બીજું કઈ શંકાસ્પદ જણાતું નથી. પછી તે દેવેન્દ્ર પાસેથી ફૂટેજ ની કોપી લઈ ત્યાંથી નીકળે છે.
" હેલો રાઘવ કેટલે છે? હું તારી ક્યારની રાહ જોઉં છું." રાઘવ એ ફોન રિસીવ કરતાં જ સામા છેડે થી એક મધુર અવાજ રાઘવ નાં કાને પડ્યો.
" સોરી અંજલી હું એક કેશમાં વ્યસ્ત છું મારી પાસે ટાઈમ ખૂબ ઓછો છે જેથી હું તને મળવાં નહીં આવી શકું પ્લીઝ સોરી." રાઘવ એ અંજલિને તેનું ન આવવાનું કારણ જણાવતાં કહ્યું. ફોન પર નો તે મધુર અવાજ રાઘવ ની ગર્લફ્રેન્ડ અંજલી નો હોય છે.
" ઠીક છે રાઘવ, પણ સાંજે મને જરૂર મળજે મારે તને કંઇક જણાવવું છે." અંજલી એ રાઘવ ને કહ્યું અને ફોન કટ કરી દીધો.
અંજલી નો ફોન કટ થતાં જ રાઘવ સીધો કામિની ના ઘરે જાય છે, ત્યાં જઈ તે કામિની ના ઘરની તપાસ કરે છે, છેલ્લે તે કામિનીના રૂમ તરફ જાય છે, કામિનીના રૂમને પોલીસે કોર્ડન કરી હોય છે જ્યાં કોઈને પણ જવાની મનાઈ હોય છે, રાઘવ સંભાળીને અંદર પ્રવેશે છે અને અંદર શું બન્યું હશે તેની કલ્પના કરે છે અને પછી રૂમની બરાબર તપાસ કરે છે. રાઘવ લગભગ એક કલાક સુધી ત્યાં તપાસ કરે છે પણ એક વીઝીટીંગ કાર્ડ સિવાય તેને કંઈ હાથ લાગતું નથી.
અચાનક તેની નજર બાજુમાં પડેલ ટેબલ પર જાય છે, ટેબલ પર કોઈ ના માંથા નો વાળ પડેલ હોય છે જે ઉઠાવી રાઘવ તેની બેગ માં મૂકે છે અને કામિનીના ઘરેથી નીકળી ઘરે જાય છે સાંજ પડતાં રાઘવ અંજલી ને મળવાં માટે જાય છે.

# # # # # #

" શંભુ ચાલ આપણે કામિની અને વિનય ના મિત્રો સાથે થોડી પૂછપરછ કરી લઈ એ. બીજી કોઈ ખાસ માહિતી મળી જાય તો કેશ આપણી પકડમાં આવી જાય." દવે એ આરામ પુરો કરી પોતાની ચેર પરથી ઊભાં થતાં શંભુ ને કહ્યું. દવે ની વાત સાંભળી શંભુ તૈયાર થઈ ચોકીની બહાર નીકળી ગાડીમાં બેસી ગાડી સ્ટાર્ટ કરે છે.
" પણ સર આપણે પૂછપરછ તો કરી હતી તો ફરીથી?" દવે ને ગાડી માં આવી બેસતાં ગાડી ચલાવતાં શંભુ બોલ્યો.
" હા શંભુ બીજીવાર, ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ માહિતી આપણને એક જ વારમાં નથી મળતી જેને માટે આપણે બીજો, ત્રીજો એમ પ્રયાસ કરવાં પડતાં હોય છે સમજ્યો." દવે એ શંભુ ની સામે જોઈ શંભુ ને સમજાવતાં કહ્યું.. પછી તેઓ એક પછી એક વિનય અને કામિનીના મિત્રોને મળી પૂછપરછ કરે છે.
" સર હવે કામિની ફક્ત એક જ ફ્રેન્ડ બાકી છે, બાકી આપણે 7 થી 8 મિત્રો ને મળ્યા પણ કોઈ ખાસ માહિતી મળી નહીં તો આની પાસે શું મળશે સર? ટાઈમ બગાડવા નો કોઈ મતલબ નથી ચાલો પાછાં સ્ટેશન મને તો બહુ ભૂખ લાગી છે." શંભુ એ ગાડી તરફ જતાં પોતાનો થાક વ્યક્ત કરતાં દવે ને કહ્યું.
" શંભુ આપણું કામ ઈન્વેસ્ટીગેશન કરવાનું છે અને જ્યાં સુધી કોઈ વસ્તુ કે માહિતી હાથ ન લાગે ત્યાં સુધી આપણે શાંતિથી બેસી ન શકીએ સમજ્યો અને 1 હોય કે 1000 પણ આપણે તપાસ કરવી પડે માટે ચલ એ કામિની એક મિત્ર નાં ઘરે." દવે એ શંભુ ની વાતથી ગુસ્સે થઈ શંભુ ને ધમકાવતા કહ્યું. દવેની વાતથી ડરતાં શંભુએ ગાડી સ્ટાર્ટ કરી કામિનીની છેલ્લી મિત્રના ઘરે લઈ લીધી પણ દવે ને ત્યાંથી પણ કોઈ ખાસ માહિતી મળતી નથી.
" બસ સર ખુશ મેં તમને કહ્યું હતું કે આપણ ને કંઇજ જાણવાં નહીં મળે, પણ તમને તો ડયુટી ની પડી છે." બરાબર થાક અને ભુખ નાં કારણે શંભુ એ દવે ને કહ્યું. પછી ગાડી પોલીસ સ્ટેશન તરફ લઈ જાય છે.
" એક કામ કર શંભુ ગાડી આગળની હોટલ પર ઉભી રાખ ત્યાં જમીને જ જઈએ." શંભુ ની વાત સાંભળી પોતાની ભૂલ સમજાતાં દવેએ શંભુ ને કહ્યું. દવેની વાતથી ખુશ થઈ શંભુ એ તરત જ ગાડી આગળની હોટલે ઉભી રાખે છે પછી બંને ત્યાં જમીને પાછા પોલીસ સ્ટેશને જાય છે.

# # # # # #

" મુકુંદ રાઘવ બોલું તારું એક કામ હતું?" રાઘવે તેનાં મિત્ર મુકુંદ ને કોલ કરતાં કહ્યું.
" બોલને રાઘવ તારા માટે ક્યાં ના છે, તારા માટે તો તારો આ દોસ્ત હંમેશા કામ કરવા તૈયાર છે." મુકુંદ એ રાઘવને પ્રત્યુતર આપતા કહ્યું. રાઘવ અને મુકુંદ ને ખાસ મિત્રો છે. મુકુંદ એક ડોક્ટર છે, રાઘવે તેને કામિનીના ઘરેથી મળેલ વાળને ફોરેન્સિક કરાવવું હતું. તો ફક્ત મુકુંદ જ તેની મદદ કરી શકે એમ હતો.
" યાર આ એક સ્ત્રીનો વાળ છે, તે કઇ સ્ત્રીનો છે? તે વાળ કામિનીનો છે કે નહીં ? તે ચેક કરવું છે અને હા અર્જન્ટ છે." રાઘવે પોતાનો પ્રોબ્લેમ બતાવતા મુકુંદ ને કહ્યું સાથે તેને માહિતી વધુ ઝડપે જોઈએ છે તે પણ જણાવ્યું.
" હા તો હું હમણાંજ તારાં ઘરે થી તે વાળ લઈ જઈ એની તપાસ કરીને કાલ બપોર સુધીમાં તને રિપોર્ટ આપી દઈશ." મુકુંદે રાઘવ ની વાત સાંભળી રાઘવ ને જવાબ આપતાં કહ્યું.
" થેન્ક્સ મુકુંદ" મુકુંદ નો આભાર વ્યક્ત કરતાં રાઘવે કહ્યું.
" એમાં શેનું થેન્ક્સ મિત્ર ના કામમાં નહિ આવું તો પછી કોના કામમાં આવીશ." મુકુંદે રાઘવને કહ્યું પછી ફોન કટ કરી રાઘવને ઘરે આવી તે વસ્તુ લઈ તેની લેબ પર લઈ જઈ તેના આસિસ્ટન્ટ ને તેનો રિપોર્ટ કાઢવાનું કહે છે.

# # # # # #

" તો ફાઇનલી આજે આ વિનય ને સજા અપાવવાનો દિવસ આવી જ ગયો." કામિનીના મર્ડર કેસની તારીખ નો દિવસ હોવાથી દવેએ શંભુ ને કહ્યું પછી, તેઓ વિનયને લઈને કોર્ટ જવા માટે નીકળે છે. આ તરફ રાઘવ પણ કોર્ટ જવા નીકળે છે, વિનય નાં માતા પિતા પણ કોર્ટમાં પહોંચી જાય છે. બધાને હવે ઇંતેજાર હોય છે તો ફક્ત કોર્ટમાં કેસ ચાલું થાય એનો બધાં જ કોર્ટરૂમમાં હાજર થઈ ગયાં હોય છે, ફક્ત જજના આવવાની રાહ જોઈ રહ્યાં હોય છે થોડી જ વારમાં જજ હાજર થાય છે.
" કેસ નંબર 4428 કામિની મર્ડર કેસ વિનય શાહને વિટનેસ બોક્સમાં હાજર કરવામાં આવે." જજે પોતાનું સ્થાન ગ્રહણ કરતાં ટેબલ પર પડેલ ફાઈલ હાથમાં લઈ ફાઈલ પરના કેસ નંબર ને વાંચતા આદેશ કર્યો જજ નો હુકમ સાંભળી દવે વિનયને વિટનેસ બોક્સ માં હાજર કરે છે. અને આગળની કાર્યવાહી ચાલું થાય છે.


To be continued............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.