Chakravyuh - The Dark Side of Crime (Part-16) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-16)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-16)

" આદિત્ય સર આવ્યાં છે?" રાઘવે ક્લિનિકમાં આવતાં જ રિસેપ્શનિસ્ટ ને પૂછ્યું.
" ના સર હમણાં આવતાં જ હશે તમે વેઇટ કરો." રિસેપ્શનિસ્ટે રાઘવને આદિત્યની રાહ જોવા માટે કહ્યું.
" તમને વાંધો ના હોય તો હું સર નાં કેબિનમાં જઈને તેમની બુક વાંચી શકું?" રાઘવે રિસેપ્શનિસ્ટ ને પૂછ્યું.
" એવું કરવામાં સર મને બોલશે, પ્લીઝ તમે સરનો વેઇટ કરો." રિસેપ્શનિસ્ટે રાઘવને ઇનકાર કરતાં કહ્યું.
" ઠીક છે જેવી તમારી ઈચ્છા." પછી રાઘવ સામે સોફા પર જઈ બેસે છે, થોડીવારમાં આદિત્ય આવી જાય છે પછી રિસેપ્શનિસ્ટ રાઘવને આદિત્ય પાસે મોકલે છે.
" મિસ્ટર રાઘવ આવો દિમાગ ની કસરત અને યોગા કર્યા કે નહીં?"
" નહીં આજે થોડું મોડું થઈ ગયું ઊઠવામાં."
" ઠીક છે તમે બહુ જ સ્ટ્રેસ વાળું કામ ત્રણ-ચાર દિવસ પૂરતું રહેવા દો."
" સર કાલનું કંઈજ વિચારતો નથી બસ મગજને શાંત રાખવાનો પ્રયત્ન કરું છું. સર તમારી પાસે તો ઘણી બધી સાયકોલોજી ની બુકો હશે ઉપરાંત દુનિયાના મહાન સાઇકિયાટ્રિસ્ટ ની પણ બુકો હશે જેમાં ઘણું બધું જાણવાં મળી શકે.તમને તકલીફ ન હોય તો હું તમારી બુકો જોઈ શકું?"
" સ્યોર રાઘવ."
" સર મેં રિસેપ્શનિસ્ટ ને કહ્યું હતું કે તે મને બુક વાંચવા દે પણ તેમણે મને તમારાં આવવાં સુધી રાહ જોવા કહ્યું, ખેર તમારો આભાર." રાઘવે ઊભાં થઇ સામે કબાટ તરફ આગળ વધતાં આદિત્યને કહ્યું અને તેમાંથી બુકો કાઢી જોવાં લાગ્યો. રાઘવ ને આદિત્યની ઓફિસ માં તપાસ કરવી હતી જેના માટે આદિત્યનું ઓફિસની બહાર જવું જરૂરી હતું, અચાનક આદિત્યના ફોન પર કોલ આવે છે તે કોલ ઉઠાવી આદિત્ય ઓફિસની બહાર નીકળે છે, બસ આજ તક નો લાભ રાઘવ ઉઠાવે છે.
આદિત્ય ના બહાર જતાંજ રાઘવ આદિત્યના ટેબલ ની તપાસ કરવાં લાગ્યો, તેણે ટેબલ માં પડેલ બુકો તપાસી ડ્રોવરની અંદર હાજર તમામ વસ્તુઓ ચકાસી પણ કંઈ ખાસ માહિતી મળી નહીં. પછી આદિત્યના કોમ્પ્યુટર પર બેસી કોમ્પ્યુટરમાં રહેલ ફોલ્ડર અને ફાઈલો ઓપન કરી ચેક કરવા લાગ્યો પણ તેને કંઈ મળ્યું નહીં, આદિત્યના પગરવનો અવાજ સાંભળી રાઘવ તેની જગ્યા પર જઈને બેસી જાય છે.
" સોરી રાઘવ પેશન્ટ નો કોલ આવ્યો હતો, તમને કોઈ સારી બુક મળી કે નહીં?" આદિત્યએ અંદર પ્રવેશી પોતાની ચેર પર બેસતાં રાઘવ ને પૂછ્યું.
" હા આ એક બુક જોઈ થોડી સારી લાગી, તમને કોઈ આઈડિયા કોઈ સારી બુક વિશે?" રાઘવે તેનાં હાથમાં રહેલ બુક આદિત્યને બતાવતાં પૂછ્યું.
" ના રાઘવ, એ સારી બુક છે તમને આ બુક માંથી સારું જાણવાં મળશે, તે ડેનિયલ કેહમેન દ્વારા લખવામાં આવેલી છે જે દુનિયાનાં પ્રખ્યાત સાઇકોલોજી વિશેષજ્ઞ છે." આદિત્યએ રાઘવને તેના હાથમાં રહેલ બુક વિશે જણાવતાં કહ્યું. પછી રાઘવ આદિત્ય નો આભાર માની ત્યાંથી નીકળે છે, થોડીવાર પછી રાઘવ પાછો આવે છે.
" યસ મિસ્ટર રાઘવ શું થયું?" રાઘવને ફરી પાછો આવેલો જોઈ આદિત્યએ રાઘવ ને પૂછ્યું.
" સર મારો મોબાઇલ હું અહીંયા જ ભૂલી ગયો હતો આ તો એકદમ યાદ આવ્યું એટલે પાછો આવ્યો." રાઘવે અંદર આવી તેનો મોબાઈલ લેતાં આદિત્યને કહ્યું.
" ઠીક છે રાઘવ એન્જોય યોર ગુડ ડે."
" થેન્ક્સ અ લોટ સર." રાઘવે આદિત્યનો આભાર વ્યક્ત કરતાં કહ્યું પછી તે ત્યાંથી નીકળે છે, ત્યાંથી નીકળતાં તેના ચહેરા પર ચમક આવી ગઈ હતી. રાઘવે તેનો ફોન જાણી જોઈને આદિત્યની ઓફિસ માં મૂક્યો હતો તે ભૂલી ગયો નહોતો જ્યારે આદિત્યના ફોન પર કોલ આવ્યો ત્યારે રાઘવે તેનાં ફોન નો કેમેરો ચાલુ કરી આદિત્ય ની ઓફિસમાં એવી રીતે મૂક્યો કે આદિત્યની ઓફીસમાં બધુંજ દેખાય. બહાર નીકળી રાઘવે ફોનમાં થયેલું રેકોર્ડિંગ ચેક કરવા લાગ્યો, રેકોર્ડિંગ ચેક કરતાં કરતાં અચાનક તેની આંખો પહોળી થઈ ગઈ,તેના ગયા પછી તરત આદિત્ય એ સામે પડેલાં કબાટોમાંથી એક કબાટ માંથી બુક કાઢી અને પછી ત્યાં ખાલી જગ્યા માં હાથ નાંખી કંઈક વસ્તુ કાઢ્યું અને બૂક પાછી તેની જગ્યા પર મૂકી દીધી. આ રેકોર્ડિંગ જોઈ પછી રાઘવ તેનાં ઘરે જાય છે અને આગળનો પ્લાન બનાવે છે.
# # # # #

" શંભુ તે નઠોર ભાનમાં આવ્યો કે નહીં?" જોષી એ અંદર આવતાં જ શંભુ ને પૂછ્યું.
" હા સર આવી ગયો ભાન માં." જોષીને ઉદેશી ને શંભુ બોલ્યો.
" ઠીક છે હમણાં એને જમવાનું ન આપતો જ્યાં સુધી તે આપણી સામે ગુનો કબૂલ ન કરે."
" ઓકે સર." જોષી ની વાત સાંભળી શંભુ એ કહ્યું, એટલામાં દવે પોલીસ સ્ટેશન માં પ્રવેશે છે. " અરે દવે સર તમે ક્યાં ગયાં હતાં આટલાં દિવસ?" દવે ને આવતો જોઈ શંભુ એ ખુશ થતાં દવે ને પૂછ્યું.
" શંભુ થોડું પર્સનલી કામ હતું."
" અરે દવે ક્યાં ગયાં હતાં તમે?" દવે ને જોઈ જોષીએ દવે ને પૂછ્યું.
" અરે સર થોડું પર્સનલ કામ હતું." દવેએ જોષીને જવાબ આપતાં કહ્યું, જોષી પછી ઘરે જવા માટે નીકળે છે.
" શંભુ તુ મારી સાથે આવ આપણે આજે સાથે જમીએ, ઘણો ટાઈમ થઈ ગયો સાથે બેસીને જમે." દવેએ શંભુ ને કહ્યું અને તેઓ દવે ના ઘરે જવા નીકળે છે.
## ## ## ##
" હેલ્લો સરજી પપ્પુ બોલ રહા હું રાઘવ 2 દિનો સે આદિત્ય કે પાસ જા રહા હૈ." પપ્પુ એ મનોહર ને ફોન કરતાં કહ્યું.
" ઠીક હે પપ્પુ વો મેં દેખ લુંગા તું ઉસ પર નજર બનાયે રખ એસે હી મુજે જાનકારી દેતે રહેના ચલ અબ મેં ફોન રખતા હું." મનોહરે પપ્પુ ને કહી ફોન કટ કરી દીધો.
" હેલ્લો રાઘવ શું કરે છે?" દવે એ રાઘવને ફોન કરતાં પૂછ્યું.
" બસ દવે આરામ કરું છું." રાઘવે દવેને જવાબ આપતાં કહ્યું.
" આરામ! તું પાગલ થઇ ગયો છે કે શું રાઘવ, તારી પાસે આટલો મોટો ગૂંચવાયેલો કેસ છે અને તું આરામ કરે છે?" રાઘવ ની વાત સાંભળી દવે એ રાઘવને પૂછ્યું.
" એક્ચ્યુલી દવે હું મારો સ્ટ્રેસ ઓછો કરવા ડૉ. આદિત્ય પાસે ગયો હતો, તેમણે મને સલાહ આપી છે કે હું બે-ત્રણ દિવસ આરામ કરું, અને તેમણે મને યોગા અને ધ્યાન કરવાનું પણ જણાવ્યું છે, બોલો તમે ખાલીજ ફોન કર્યો હતો?" રાઘવે દવે ને પૂરી વાત સમજાવતાં કહ્યું.
" હા મેં તને એટલાં માટે ફોન કર્યો હતો કે તારે મારી સાથે આજે જમવા માટે મારા ઘરે આવવાનું છે."
" સોરી દવે, એક્ચ્યુલી હું આજે અંજલિ સાથે ડિનર કરવાં જવાનો છું."
" અરે વાંધો નહીં રાઘવ આતો મેં તને પુછવા જ ફોન કર્યો હતો આતો તું ફ્રી હોય તો, જો તારે અંજલિ સાથે પ્રોગ્રામ હોય તો એ પહેલાં, આપણે પછી મળીએ." દવે એ રાઘવને કહ્યું અને ફોન મૂકી દીધો.
" હેલ્લો જાનુ તું આદિત્યની ઉપર નજર રાખે છે ને તે કંઈ ગરબડ તો નથી કરી રહ્યો ને?" મનોહરે તે સ્ત્રી ને ફોન કરતાં પૂછ્યું.
" હા મનોહર તે અત્યારે મારા કંટ્રોલમાં જ છે, તારે કેમ આવું પૂછવું પડ્યું?"
" કેમકે રાઘવ તેને મળી રહ્યો છે એટલે એનું ધ્યાન રાખ અને એને ફોન કરીને પૂછ કે તેણે રાઘવને કંઈ જણાવ્યું તો નથી ને."
" ઠીક છે હમણાં જ એને પૂછીને તને કોલ કરું." સ્ત્રી ફોન મૂકી તરત જ આદિત્યને ફોન લગાવે છે.
" બોલ ડાર્લીંગ કેમ યાદ કર્યો?" આદિત્યએ ફોન રિસીવ કરતાં કહ્યું.
" રાઘવને કેમ મળી રહ્યો છે?"
" શું વાહિયાત સવાલ કરી રહી છે તું." સ્ત્રીની વાત સાંભળી આદિત્યએ તે સ્ત્રી પર ગુસ્સે થતા કહ્યું.
" કેમ?"
" શું કેમ એ મારી પાસે ટ્રીટમેન્ટ માટે આવે છે, તને શું લાગે છે?" તેનાં પર નારાજ થતાં આદિત્ય બોલ્યો.
" એક્ચ્યુલી મારો કહેવાનો મતલબ એવો નહોતો ડિયર, હું તો એમ પુછતી હતી કે તે કોઈ પૂછતાછ તો નથી કરી રહ્યો ને તારી પાસે?"
" ના એ મારી પાસે સ્ટ્રેસ દૂર કરવાં આવે છે."
" ઠીક છે ચલ પછી વાત કરું બાય લવ યુ." તે સ્ત્રીએ ફોન મૂકતાં આદિત્યને કહ્યું અને તરત જ મનોહર ને ફોન લગાવે છે.
" હા બોલ શું કહ્યું આદિત્ય એ?" મનોહરે ફોન રિસીવ કરતાં જ સ્ત્રીને પૂછ્યું.
" બસ રાઘવ એની પાસે ટ્રીટમેન્ટ માટે જાય છે બીજું કંઈ નથી."
" સારું પણ ધ્યાન રાખજે આદિત્યનું તે કોઈ ગરબડ ના કરી દે નહીંતર આપણે ફસાઈ જઈશું." મનોહરે તે સ્ત્રીને સાવધાન કરતાં કહ્યું અને ફોન મૂકી દીધો.
To be continued............


મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો

Mo:-7405647805

આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.