A javabdari ni jang books and stories free download online pdf in Gujarati

એ જવાબદારી ની જંગ

*એ જવાબદારી ની જંગ* ટૂંકીવાર્તા.. ૩૦-૭-૨૦૨૦ ગુરૂવાર..


અચાનક આવી પડેલી આફતથી હતપ્રત થઈ ગયો મયંક...
માતા-પિતા મંદિરે દર્શનાર્થે ગયા હતા અને એક ગાડીની ટક્કર વાગતાં બન્ને રોડ ઉપર પડ્યાં...
પિતા નું માથું રોડ ઉપર અથડાતાં જ એ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા...
માતા સવિતાબેન ને હાથ પગમાં અને માથામાં વાગ્યું હતું પણ પિતાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું એ જોઈ આઘાત માં અર્ધ પાગલ જેવાં થઈ ગયાં...
મયંકે કેટલીય દવા કરાવી પણ કંઈ ફાયદો થયો નહી..
મયંક ને એકલાં હાથે ઘર સંભાળવાનું માતા નું ધ્યાન રાખવાનું અને નોકરી કરવાની આમ એ જવાબદારી નો જંગ લડતો રહ્યો....
એણે એક બહેન રાખ્યાં માતા ની દેખભાળ રાખવા પણ એ બહેન બે જ દિવસમાં ભાગી ગયા કે આમની સંભાળ રાખતાં હું ગાંડી થઈ જઈશ....
સવિતા બેન એમ તો સાવ ગાંડા નહોતાં પણ આઘાતથી સુધબુધ ખોઈ બેઠાં હતાં...
ઘણીવાર તો મયંક એમને જમાડે તો ય પૂછે તું કોણ છે???
જા જતો રહે અહીંથી...
મયંક ની આંખો અશ્રુભીની થઇ જાય પણ એ માતા ને સમજાવી ને જમાડી લેતો અને દવા ગળાવી ને સૂવડાવી દેતો...
એક પુત્ર થઈને એ પોતાની જ માતા માટે એક વડીલ તરીકેની જવાબદારી પૂરી કરતો હતો....
આમ સમય એની ગતિએ વીતતો હતો..
પણ મયંક નાં મોં પર ક્યારેય કંટાળો દેખાતો નહીં..
મયંકે ઓફિસમાં કામ કરતી લીના સાથે લગ્ન કર્યા લગ્ન કરતાં પહેલાં ઘરની પરિસ્થિતિ થી લીના ને વાફેક કરી દીધી હતી...
લગ્ન કર્યા અને હજુ એક અઠવાડિયું થયું ત્યાં તો લીના મયંકને કહેવા લાગી કે આ તારી અર્ધ પાગલ મા ને તું ગાંડા ની હોસ્પિટલમાં મૂકી આવ અથવા વૃંદાવન મૂકી આવ મને એની સાથે નહીં ફાવે....
આ સાંભળીને મયંકે કહ્યું કે આ ઘરનો દરવાજો ખુલ્લો છે તું નિકળી જા...
મારાં જીવતાં જીવ હું મારી મા ને ક્યાંય નહીં મૂકું...
લીના આ સાંભળીને પગ પછાડીને બબડતાં બબડતાં પોતાના કપડાં ની બેગ લઈને નિકળી ગઈ અને ધમકી આપી કે તને હું જોઈ લઈશ...
મયંક ચૂપચાપ ઉભો રહ્યો એ ગઈ એટલે એણે દરવાજો બંધ કર્યો તો મા રડતી હતી એણે મા ને છાની રાખી અને રસોઈ બનાવી અને જમાડી પછી પોતે જમ્યો...
એક દિવસ એ ઓફિસ થી પાછો આવ્યો તો સવિતાબેન પલંગમાં થી નીચે પડી ગયાં હતાં અને માથામાંથી લોહી નીકળતું હતું એણે બેગ છૂટી ફેંકી અને માતા ને ઉંચકીને દવાખાને લઈ ગયો...
સીટી સ્કેન કરાવ્યું માથાંમાં અંદર ઈજા થઈ હતી એટલે હવે એ હરતાં ફરતાં પણ બંધ થઈ ગયાં...
સાવ પથારીવશ...
હવે મયંક ની જવાબદારી વધી પડી...
સવારે વહેલા ઉઠીને માતા ને બ્રશ કરાવાથી લઈને નિત્યક્રમ પતાવી ને ચા, નાસ્તો કરાવે અને માતા ને નવડાવવા સુધી નાં કામકાજ કરે...
પછી પોતે સ્નાન વિધિ પતાવીને રસોઈ કરી ને માતા ને જમાડી ને ટીફીન ભરીને‌ ઓફિસ જાય...
અને ઓફિસ થી આવીને પણ પાછી એ‌ જ જવાબદારી નો જંગ...
આમ મયંક કળિયુગમાં શ્રવણ કરતાં પણ વધુ માતા ની સેવાચાકરી કરતો હતો અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતો હતો....
એણે એક બીજા ડોક્ટરને બતાવ્યું અને એમણે દવાઓ આપી અને મયંક ની સેવાચાકરી થી સવિતાબેન પાછાં હરતાં ફરતાં થઈ ગયાં....
અને એક દિવસ પોતાના પતિનાં ફોટા ને ટગર ટગર જોઈ રહ્યા હતા ત્યાં જ મયંક ઓફિસ થી ઘરે આવ્યો અને સવિતાબેન મયંક ને ભેટીને ખુબ રડ્યા અને બેભાન થઈ ગયાં...
મયંકે ડોક્ટર ને ઘરે બોલાવ્યા...
ડોક્ટરે આવીને ઇન્જેક્શન આપ્યું...
સવારે જ્યારે મયંક ઉઠ્યો ‌ત્યારે સવિતાબેન રસોડામાં ચા અને નાસ્તો બનાવતાં હતાં...
આ જોઈ ને મયંક દોડ્યો ‌અને મા ને‌ ભેટી પડ્યો અને પછી ભગવાન નો આભાર માન્યો .....
આમ મયંકની સાચી લાગણી અને જવાબદારી થી સવિતાબેન સારા અને સાજા થયાં....
ભાવના ભટ્ટ અમદાવાદ....