Chakravyuh - The Dark Side of Crime (Part-22) in Gujarati Detective stories by Kalpesh Prajapati KP books and stories PDF | ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-22)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-22)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-22)


" તો પછી વિનયે કામિનીનું મર્ડર કેમ કર્યું? જેવું કે આ વીડિયોમાં દેખાય છે." આદિત્ય ની વાત સાંભળી રાઘવે આદિત્યને વીડિયો બતાવતાં પુછ્યું. રાઘવ અત્યારે આદિત્ય પાસેથી નાના માં નાની વાત કઢાવવા માંગતો હતો.
" તમે લોકો પૂછપરછ કરો હું ચા પીને આવું, તમારે કોઈને ચા પીવી છે?" શંભુએ આદિત્ય અને રાઘવ ની વચ્ચે ચાલી રહેલી પૂછપરછમાં દખલ કરતાં પૂછ્યું.
" શું છે યાર શંભુ તારે? દેખાતું નથી તને, વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે અને તું વચ્ચે બોલે છે તારે જે કરવું હોય તે કર પણ મહેરબાની કરીને તું વચ્ચે ના બોલ." શંભુની દખલગીરી ને કારણે ગુસ્સે થયેલાં રાઘવે વિડિયો રેકોર્ડિંગ બંધ કરી ગુસ્સો કરતાં શંભુ ને કહ્યું. " દવે યાર તું આને સમજાવને." રાઘવ ની વાત શંભુ એ હસી માં કાઢી નાંખતા રાઘવ એ દવેને ક્હ્યું.
" શંભુ તારે ચા પીવી હોય તો તું પીતો આવ અને મારા માટે લેતો આવજે." રાઘવ ની વાત સાંભળી દવેએ શંભુને કહ્યું. રાઘવને અત્યારે દવે પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ તેને આદિત્યની પૂછપરછ કરવી હતી માટે તે વિડિયો રેકોર્ડિંગ ચાલું કરી પૂછપરછ ચાલુ કરે છે.
" મને નથી ખબર? હું નથી જાણતો વિનયે આવું કેમ કર્યું?" આદિત્ય એ રાઘવને કહ્યું.
" શું મતલબ તમે નથી જાણતાં! તમે તો કહો છો કે જે પ્રમાણે વીડિયોમાં દેખાઈ રહ્યું છે તે પ્રમાણે તમે વિનયને કરવાં કહ્યું હતું તો પછી,?"
" મતલબ હું નથી જાણતો કે તેણે આવું કેમ કર્યું?" આદિત્ય એ રાઘવને કહ્યું.
" એવું બને ખરું કે બીજા કોઈએ તેને એમ કરવાં કહ્યું હોય તો?"
" ના એવું બને જ નહીં." રાઘવ આનાથી આગળ બીજું કંઈ પુછે તે પહેલાં જ આદિત્ય એ રાઘવને જવાબ આપતાં કહ્યું.
" તમે એવું શેના આધારે કહી શકો?" આદિત્યનો જવાબ સાંભળી રાઘવ એ આદિત્યને પૂછ્યું.
" કેમ કે જ્યારે મેં વિનય ને પેટ્રોલ પંપ પર થી સંમોહિત કર્યો ત્યારથી કામિનીના ઘરે આવ્યો ત્યાં સુધી મેં તેનો પીછો કર્યો હતો." રાઘવ નાં સવાલનો જવાબ આપતાં આદિત્ય બોલ્યો.
" ઠીક છે હું અત્યારે જાવ છું, કોર્ટમાં તમારી જરૂરત પડશે તો તમને બોલાવીશ." રાઘવ એ ત્યાંથી ઊભાં થતાં આદિત્યને કહ્યું અને વિડિયો રેકોર્ડિંગ બંધ કર્યું. એટલામાં શંભુ ચા લઈને આવે છે પછી દવે ચા પીને શંભુ અને રાઘવ સાથે ત્યાંથી નીકળે છે, દવે રાઘવને તેની ઓફિસે ઉતારી પોલીસ સ્ટેશન જાય છે. રાઘવ ઓફિસમાં બેસી આદિત્ય અને તેની વચ્ચે થયેલ વાતચીત સાંભળી રહ્યો હતો, તે ત્યારબાદ ઘણીવાર સુધી આદિત્ય દ્વારા કહેવાયેલી વાતો ને વિચાર કરતો હતો. જેવીકે,
" જો આદિત્યએ વિનયને ફક્ત ડરાવવા જ મોકલ્યો હતો તો વિનયે કામિનીનું મર્ડર કેમ કર્યું?"
" શું વિનયને બીજા કોઈએ સંમોહિત કરી ને આવું કરાવ્યું હશે?"
" શું આદિત્ય ખોટું બોલી રહ્યો હતો?"
" વિનય દ્વારા કરવામાં આવેલ મર્ડર નું વિડીયો કોણે ઉતાર્યું? અને વિડિયો પુરું છે કે અધુરું?" રાઘવ ઘણાં ટાઈમ સુધી વિચાર્યા કરે છે અંતે તેનું મગજ ચકરાવે ચઢતાં તે ફ્રેશ થવા જાય છે. ફ્રેશ થઇ ને આવી તે પાછો બેસી ટી.વી ચાલુ કરે છે ટી.વી જોતા અચાનક એને કંઈક યાદ આવે છે.
" અરે હા! ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ હતી, જેણે કામિની નુ મર્ડર કર્યું છે કદાચ એ વ્યક્તિ કોઈ સ્ત્રી જ હતી જેનો વાળ મને ત્યાંથી મળ્યો હતો, મતલબ એ મર્ડર વિનયે નથી કર્યું." રાઘવ મનમાં જ વિચારવા લાગ્યો. પછી રાઘવ ત્યાંથી ઘરે જવા માટે નીકળે છે, ઘરે જઈ તે અંજલિને મળવાં માટે જાય છે અને આજની રાત તે અંજલિ નાં ઘરે જ વિતાવે છે.

############

રાઘવ બીજા દિવસે સવારે ઉઠી તૈયાર થઇ ચા-નાસ્તો કરે છે. લગભગ સવારનાં દસ વાગ્યા હોય છે ઘડિયાળ માં ટાઈમ જોઈ તે પોલીસ સ્ટેશને વિનય ને મળવાં માટે નીકળે છે. રાઘવ 20 જ મિનિટમાં પોલીસ સ્ટેશને પહોંચી જાય છે અને વિનયને રાખેલ કોટડી માં જાય છે.
" રાઘવ સર! કેવું છે તમને હવે?" રાઘવને તેની કોટડીમાં પ્રવેશતાં જોઈ વિનયે રાઘવ ની ખબર પૂછતાં કહ્યું.
" સારું છે, તું ચિંતા ના કરીશ હવે તને કંઈ જ નહીં થવા દઉં." રાઘવે વિનય ની પાસે જઈને બેસતાં કહ્યું.
" સર તમે ખોટું આશ્વાસનના આપશો, મને ખબર છે કે કામિની નુ મર્ડર મેં જ કર્યું છે. તે વીડિયોમાં સાફ દેખાઈ રહ્યું હતું કે મેં કામિનીનું ગળું કાપી હત્યા કરી છે." વિનયે રાઘવ ની વાત સાંભળી રાઘવ ને કહ્યું વિનય અત્યારે પોતાની જાતને અપરાધી માંની રહ્યો હતો.
" એવું નથી વિનય, હું સાચું કહી રહ્યો છું. તું મને એ જણાવ કે તું જ્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવવા ગયો ત્યારે તે આ વ્યક્તિને ત્યાં જોયો હતો?" રાઘવે વિનયને આદિત્ય નો ફોટો બતાવતાં વિનય ને પૂછ્યું.
" હા હું જ્યારે ટોયલેટમાં ગયો હતો ત્યારે આ વ્યક્તિ અંદર હતો, તેની સાથે થોડી વાતચીત થઈ પછી શું થયું તે મને નથી ખબર પણ જ્યારે મારી આંખો ખુલી અને જોયું તો હું કામિનીના રૂમમાં હતો અને મારા હાથમાં ચક્કુ હતું, મારા કપડાં લોહી થી લથપથ હતાં, મારી સામે કામિની ની લાશ પડી હતી હું ગભરાઈ ગયો અને ત્યાંથી ભાગી ગયો." રાઘવ દ્વારા બતાવવામાં આવેલ ફોટો જોઈ વિનયે યાદ કરતાં રાઘવને કહ્યું.
" તે ત્યાં કામિનીના રૂમમાં બીજા કોઈ વ્યક્તિને જોયો હતો, કોઈ પુરુષ કે કોઇ સ્ત્રી? તમારાં બે સિવાય કોઈ ત્રીજું હોય એવું?" વિનય ની વાત સાંભળી રાઘવે વિનયને સવાલ કર્યો.
" ના સર ત્યાં રૂમમાં કોઈ જ નહોતું." વિનયે ઘણું વિચાર્યા બાદ રાઘવને કહ્યું.
" યાદ કરવાની કોશિશ કર વિનય."
" ના સર મને બરાબર યાદ છે કે ત્યાં રૂમમાં કોઈ જ નહોતું."
" ઠીક છે ત્યારે કાલે તૈયાર થઈ જજે, તારે હવે બહાર નીકળવા નો વારો છે." રાઘવ એ ત્યાંથી ઊભાં થતાં વિનયને કહ્યું અને પછી તે ત્યાંથી નીકળી તેની ઓફિસે જાય છે.
" હા બોલ દવે!" રાઘવ એ ઓફિસમાં પહોંચી ફોન રિસીવ કરતાં કહ્યું.
" રાઘવ, આદિત્યનું કોઈએ મર્ડર કરી નાખ્યું." દવેએ રાઘવ ને માહિતી આપતાં કહ્યું જે સાંભળી રાઘવ ને બે ઘડી તો ચક્કર આવી ગયાં.
" કેવી રીતે? અને ક્યારે?" પોતાની જાતને સ્વસ્થ કરતાં રાઘવ એ દવેને પૂછ્યું.
" લગભગ કાલે રાત્રે એક થી બે ના ગાળામાં કોઈએ તેનું ગળુ દબાવી મારી નાંખ્યો છે." દવે એ રાઘવને વધુ માહિતી આપતાં કહ્યું અને ફોન કટ કરી દીધો. રાઘવ ફોન મૂકી ને થોડી વાર તો સૂનમૂન બેસી રહ્યો અને વિચારવા લાગ્યો કે સારું થયું તેણે આદિત્ય નાં પૂછપરછ નું વિડિયો રેકોર્ડિંગ કરી લીધું નહિતર એ તેનાં હાથમાં રહેલી છેલ્લી તક પણ ગુમાવી દેતો.
" કોણે કર્યું આદિત્ય નું ખૂન? શું બીજું કોઈ છે આની પાછળ?" રાઘવ મનમાં જ વિચારવા લાગ્યો. ફરી પાછો તે કેસ ની ફાઇલો લઇને તપાસ કરવાં લાગે છે, તે કેસમાં મળેલાં તમામ પુરાવાઓ, માહિતી ઉપરાંત કેટલાક ફોટાઓ તથા વિડીયો વારંવાર જોયા કરે છે પણ તેને કંઈ ખાસ મળતું નથી. વિનયને કામિની નું મર્ડર કરતો વિડીયો જોઈને તેને લાગ્યું કે તે વિડીયો અધૂરો છે, "કોઈએ વિડીયો પુરો નથી ઉતાર્યો, મતલબ કોઈએ જાણીજોઈને વિડીયો ઉતાર્યો છે અને એ પણ અધુરો, મતલબ કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં હતી જેણે કામિનીનું મર્ડર કર્યું છે, પણ તે કોણ હતું? કદાચ આદિત્ય એ વાત જાણતો હતો એટલે જ તેનું ખૂન થઈ ગયું." રાઘવ વિચારોમાં ખોવાયેલો હોય છે એટલામાં તેનાં ફોનની રીંગ વાગે છે.
" હા બોલ અંજલિ." રાઘવે ફોન રિસીવ કરતાં કહ્યું. તે અંજલિ નો ફોન હતો. આજે રાઘવે અંજલિ સાથે બહાર ફરવા જવાનો હતો પણ આદિત્ય નાં સમાચાર સાંભળી રાઘવ એ વિશે ભૂલી ગયો હતો. જેથી તેની રાહ જોઈને બેસેલી અંજલિએ તેને ફોન કર્યો.
" ક્યાં છે રાઘવ આવવાનું નથી તારે? હું ક્યારની તારી રાહ જોઈને બેસી છું?" રાઘવ ની રાહ જોઈને ગુસ્સે ભરાયેલી અંજલિએ રાઘવ ને પૂછ્યું.
" માફ કરજે અંજલિ ખરેખર એક સમસ્યા થઈ ગઈ હતી. હું હમણાં જ આવું છું." રાઘવે અંજલિ નો ગુસ્સો સમજાતાં તેણે અંજલિને માફી માંગતા કહ્યું અને ફટાફટ અંજલિને લેવાં માટે તેનાં ઘરે જાય છે. રાઘવને ખબર હતી કે અંજલિ તેનાં પર ગુસ્સે હતી જેથી તે તેને મનાવવા માટે એનાં માટે ગુલાબનું ફૂલ અને એની મનપસંદ ચોકલેટસ લઈને જાય છે.
" આવી ગયો તું? મારે ક્યાંય નથી જવું હવે." રાઘવને આવેલો જોઈ ગુસ્સે ભરાયેલી અંજલિ બોલી અને તે તેનાં રૂમમાં ચાલી ગઈ રાઘવ પણ તેની પાછળ પાછળ તેનાં રૂમમાં જાય છે.
" મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે." રાઘવ એ ઢીંચણે બેસી પોતાનાં બે કાન પકડી અંજલિ ની માંફી માંગતા કહ્યું પછી તેણે અંજલિને ગુલાબનું ફૂલ અને તેની મનપસંદ ચોકલેટસ તેને આપે છે. રાઘવને ખબર છે કે અંજલિ તેનાંથી વધારે ગુસ્સે ક્યારેય રહી શકે એમ નથી. રાઘવ અંજલિ નાં ઘરે બપોરે જમીને પછી રાઘવ તેની ઓફિસે પાછો જાય છે, ઓફિસે જઈ ફરી પાછો તે કેસ વિશે વિચારવા લાગે છે.





To be continued............


મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો

Mo:-7405647805

આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.

Rate & Review

Asha Dave

Asha Dave 2 years ago

Ict

Ict 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Parash Dhulia

Parash Dhulia 2 years ago

Bhumi Patel

Bhumi Patel 2 years ago