Chakravyuh - The Dark Side of Crime (Part-25) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-25)

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-25)


" માય લોર્ડ મિસ સંધ્યાએ આદિત્યને ફસાવી છોકરીઓનાં દેહ વ્યાપાર નો મોટો ધંધો ચાલુ કર્યો હતો, ઉપરાંત નાની છોકરીઓનું કિડનેપિંગ કરીને તેમને બહાર મોકલાવતા હતાં. તેમની વિરુદ્ધ જે કોઈ બોલવાં જતું તો તેઓ તેમને મારી નાંખવાની કે તેમની આવી બીભત્સ વીડીયો વાયરલ કરવાની ધમકી આપતાં પણ કામિનીએ સાહસ કરી તેમની આ કરતૂતોને બહાર લાવવાનું નક્કી કર્યું, જેની જાણ સંધ્યાની થતાં તેણે આદિત્યને કીધું પણ આદિત્યએ તેની વાત ન માનતાં સંધ્યાએ પ્લાન બનાવ્યો અને આદિત્ય દ્વારા વિનયની હિપ્નોટાઈઝ કરી તેને કામિનીએ ડરાવવાનું કહ્યું પણ સંધ્યા નો પ્લાન અલગ જ હતો તે કામિનીને મારી બધોજ આરોપ વિનય પર લાદવા ઈચ્છતી હતી એટલે જ તેણે આ બધું કર્યું." રાઘવે જજની સમક્ષ તેનો તર્ક રજૂ કરતાં કહ્યું. ધીરે-ધીરે હવે બધાંન પૂરી વાત સમજાઇ રહી હતી.
" આમની કાળી કરતૂતોની લીસ્ટ તો ઘણી લાંબી છે. જેમાં ડ્રગ્સ સપ્લાય, હથિયારોનું સ્મગલિંગ, બેન્કમાંથી એકાઉન્ટ હેક કરી પૈસા ઉઠાવવા, જીવતાં મનુષ્યના શરીરના અંગો કાઢી તેનો વેપાર કરવો, ખોટી કંપની ઊભી કરી તેનાં પર લોન લઈ કંપનીની ઉઠાંતરી કરવી વગેરે, જેમાં સીટી હોસ્પિટલ ના મોટા ડૉ.રીશી પ્રસાદ, બિલ્ડર અમિત ચૌધરી તથા કોર્પોરેટર ગીરધરલાલ મહેતા નો સમાવેશ થાય છે, આ સિવાય ઈસ્માઈલ જે લોકોનાં એકાઉન્ટ હેક કરતો, કાલુ ઉર્ફે હરીશ વર્મા જે ડ્રગ્સ અને હથિયારનો વેપાર કરતો આ તમામને કસ્ટડીમાં લઇ તેમનાં પર કડક કાર્યવાહી કરવામાં આવે, ઉપરાંત વિનયને ફસાવવા તથા કામિની, રેશ્મા અને જ્યોતિના મર્ડર કેસમાં સંધ્યાને દોશી માનતાં તેમને ફાંસીની સજા આપવામાં આવે છે ઉપરાંત વિનયને આ કેસમાં નિર્દોષ જાહેર થતાં તેને રિહા કરવામાં આવે છે અને સીબીઆઈ ઓફિસર જોષીને કેસ નો જલ્દી નિકાલ લાવવા બદલ કોર્ટ તેમનો આભાર માને છે‌. કેસ અહીં સમાપ્ત થાય છે." રાઘવ ની દલીલ સાંભળી તમામ પુરાવાઓ અને વિડીયો જોઈ જજે તેમનો નિર્ણય સંભળાવતાં કહ્યું.
" અરે આ શું રાઘવ? કામ આપણે કર્યું અને બધોજ જશ પેલો હરામખોર જોષી લઈ ગયો." જજની શાબાશી જોષીને મળતાં ગુસ્સે ભરાયેલાં દવેએ રાઘવ ને કહ્યું.
" દવે હશે હવે કેસ પત્યો એટલે બસ,શાબાશી કોને મળી એનાથી મતલબ નહીં રાખવાનો બેગુનાહ બચી જાય એનાથી મતલબ રાખવાનો." દવેને સમજાવતાં રાઘવ બોલ્યો પછી રાઘવ વિનય પાસે જાય છે. વિનય અત્યારે તેનાં માતા-પિતા પાસે હોય છે રાઘવ ને જોઈ વિનય બે હાથ જોડી રાઘવ નો આભાર માને છે પછી તેઓ ઘરે જવા માટે નીકળે છે. દવે અને શંભુ પોલીસ સ્ટેશને જાય છે તથા રાઘવ તેની ઓફિસે જાય છે.
" હાશ શંભુ આજે ફ્રી થયાં, એક કામ કર ૨ કપ કડક ચા મંગાવ અત્યારે ઈચ્છા થઈ ગઈ છે ચા પીવાની." દવેએ ટેબલ પર પગ લાંબા કરી આરામ કરતાં શંભુને કહ્યું. શંભુ ચાવાળા ને ફોન કરી ને બોલાવે છે, ચા વાળો ચા લઈને આવે છે પછી બંને ચા પી ને થોડી વાર આરામ કરે છે. આ તરફ રાઘવ ખુશ હોય છે તે એક બુકે અને ગિફ્ટ લઈને અંજલિ ને મળવાં માટે જાય છે.
" ઓહો શું વાત છે! આજે સામે ચાલીને વગર બોલાવે આવી ગયો સૂરજ ઉંધો તો નથી ઉગ્યો ને?" રાઘવને જોઈ અંજલિએ રાઘવને કહ્યું.
" હવે અંદર બોલાવીશ." અંજલિ ની સામે જોતાં રાઘવ બોલ્યો પછી બંને અંદર જાય છે. રાઘવ અંજલિ નાં ઘરે ડિનર કરી પછી ઘરે જવા માટે નીકળે છે આ તરફ વિનય તેના મિત્રોને મળે છે. બીજા દિવસે સવારે રાઘવ ઊઠીને ઓફિસે જાય છે અને ન્યુઝ ચાલું કરીને જુએ છે. ન્યુઝ માં અત્યારે કામિનીના મર્ડર કેસનાં ગુનેગાર અને તેમનાં ગોરખ ધંધા નાં બુલેટિન ચાલતાં હોય છે, આજનાં ન્યુઝ પેપરમાં પણ એ જ ન્યુઝ છાપેલાં હોય છે. રાઘવ ની પાસે અત્યારે કેસ ન હોવાથી તે કામિનીના મર્ડર કેસની ફાઈલ ચેક કરતો હોય છે, ફાઈલ જોતાં તેને કંઈક અજુગતું લાગે છે તરત રાઘવ દવેને કોલ કરીને પોતાની ઓફિસે બોલાવે છે.
" હા બોલ રાઘવ." ફોન રિસીવ કરતાં જ દવેએ રાઘવ અને કહ્યું.
" તું ફ્રી હોય તો હમણાં જ મારી ઓફિસે આવ." રાઘવે દવેને તેની ઓફિસે આવવાનું કહી ફોન મૂકી દીધો. દવે ને વાત ગંભીર જણાતાં તે અડધાં કલાકમાં જ રાઘવ ની ઓફિસે પહોંચી જશે એમ રાઘવને જણાવે છે. રાઘવ દવે આવે ત્યાં સુધી કામિનીના મર્ડર કેસનાં સબુત અને વિડીયો ચેક કરે છે દવે અડધાં કલાકમાં જ રાઘવ ની ઓફિસે આવી જાય છે.
" હા બોલ રાઘવ શું કામ હતું?" દવેએ ઓફિસમાં આવી ખુરશી પર સ્થાન ગ્રહણ કરતાં રાઘવ ને પૂછ્યું.
" દવે કંઇક તો ગરબડ છે આપણાંથી કંઈક ચુક થાય છે." રાઘવે દવે ને જવાબ આપતાં કહ્યું.
" ગરબડ! શેની ગરબડ અને તું શેની વાત કરે છે? મને નથી સમજાતું તું સીધેસીધું બોલ તો ખબર પડે." રાઘવ ની વાત ન સમજાતાં દવે બોલ્યો.
" એક કામ કર હું ચા મંગાવું છું, ચા પીને વાત કરીએ તને ચા વગર કંઈ જ નહીં સમજાય." રાઘવે દવે ને કહ્યું અને બે કપ ચા મંગાવી. ચા વાળો ચા આપી ગયો પછી ચા પીને દવે એ રાઘવ ને ફરીથી પુછ્યું.
" તુ શેની વાત કરે છે રાઘવ?"
" વાત એમ છે કે કોઈ ગુનેગાર હજી જાય છે જે હજુ પણ નથી પકડાયો." રાઘવે દવે ને સમજાવતાં કહ્યું. રાઘવ કેટલાંક કાગળો ફંફોસી રહ્યો હતો.
" પણ કોણ? અને તું કોની વાત કરે છે?" દવે એ રાઘવ ને પૂછ્યું.
" દવે કોઈ તો હતું જે આ બધાને પોતાની મરજી મુજબ ઓપરેટ કરી રહ્યો હતો અને એ જ આ કેસ નો મુખ્ય સૂત્રધાર છે." રાઘવે દવેને કહ્યું.
" પણ કોણ અને તું કેવી રીતે કહીં શકે?"
" અરે દવે, એ તો મને નથી ખબર કોણ પણ જો આ કેસમાં અમુક પુરાવાઓ આપણને સામે ચાલીને મળ્યાં છે."
" પણ ક્યાં પુરાવાઓ?"
" નંબર 1 સૌપ્રથમ વિનયને કામિનીનું મર્ડર કરતું રેકોર્ડિંગ જે જસવંતને મળ્યું, નંબર 2 તને જે સીડી મળી જેમાં સંધ્યા એ કામિનીનું મર્ડર કર્યું હતું તે."
" પણ આ બધું કોઈ શું કામ કરે? આનાથી કોને ફાયદો?" રાઘવ ની વાત સાંભળી દવે રાઘવ ને પૂછ્યું.
" હું નથી જાણતો કે આ બધું કોઈએ શાં માટે કર્યું પણ આ બધું કરવાથી તે પોતાની જાતને બચાવવા માંગતો હતો એ વાત નક્કી છે." દવેની વાત નો જવાબ આપતાં રાઘવ બોલ્યો.
" તો પછી તેણે વિનયને બચાવવા માટે આ બધું કર્યું કે પછી પોતાની જાતને બચાવવા માટે?" રાઘવ ની વાત સાંભળી દવે એ સવાલ કર્યો.
" તારી વાતમાં દમ તો છે દવે. જો તેણે બચવું હોત તો તે વિનય ને શું કરવાં બચાવે, તે બધાં ગુનેગાર ની જોડે તેને પણ નાં ફસાવત તેને વિનય જોડે શું લેવાદેવા?"
" એમ પણ બને કે આ કોઈ સંયોગ હોય કેમકે હવે કોઈ ગુનેગાર હોય ગેમ મને નથી લાગતું કેમકે જેમણે મર્ડર કર્યું તે પકડાઈ ગયાં." રાઘવ ની વાત સાંભળી દવે બોલ્યો.
" દવે ચલ તારી વાત માની લઈએ, તો પછી આદિત્ય નું મર્ડર કોણે કર્યુ?" સાંભળી રાઘવે દવેને સવાલ કર્યો. " ઘણાં સવાલ છે જેનાં જવાબ હજું પણ અધૂરાં છે દવે."
" હા તો કેવી રીતે મેળવી શું તેનાં જવાબ રાઘવ?" રાઘવ ની વાત સાંભળી હવે બોલ્યો.
" હું નથી જાણતો દવે પણ હું જવાબ મેળવીને જ રહીશ." રાઘવે દવેને કહ્યું. થોડી ઘણી ચર્ચા કર્યા પછી દવે રાઘવ ની અનુમતિ લઇ પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે. દવેના ગયાં પછી રાઘવ મનમાં વિચારવા લાગે છે " આ બધું કોણ કરી શકે? વિનયને કોઈ કેમ બચાવે? વિનય ને બચાવી કોઈને શું ફાયદો? આ બધું કોઈએ જાણીજોઈને કર્યું છે? શું આ બધાંની પાછળ વિનય તો નથીને? વગેરે જેવાં સવાલો રાઘવ પોતાનાં મનમાં વિચારી રહ્યો હતો એટલામાં તેનાં ફોનની રીંગ વાગી અને તેનું ધ્યાન તુટ્યું. ફોન અંજલિ નો હતો.
" હા બોલ અંજલિ." રાઘવે ફોન રિસીવ કરતાં અંજલિ ને કહ્યું
" શું બોલું? તારી પાસે તો ટાઈમ જ નથી મારા માટે." અંજલિ એ નારાજગી વ્યક્ત કરતાં રાઘવ ને કહ્યું.
" અરે હવે શું થયું પાછું તને?"
" કંઈ નહીં." અંજલિએ આટલું બોલતાં ફોન મૂકી દીધો. રાઘવ ફોન મુકીને તરત અંજલિ ને મળવાં માટે જાય છે, રાઘવ આખો દિવસ અંજલિ ની સાથે જ વિતાવે છે. રાત્રે બન્ને પિક્ચર જોવાં માટે જાય છે પિક્ચર જોઇને રાઘવ અંજલિને ઘરે મૂકીને પાછો તેનાં ઘરે જાય છે. ફરી પાછા રાત્રે ઊંઘતા મનમાં રાઘવને તે જ પ્રશ્નો આવવાં લાગ્યાં. બધું વિચારતાં વિચારતાં રાઘવ સુઈ જાય છે, સવારે ઉઠીને તૈયાર થઈને રાઘવ વિનયને મળવાં માટે તેના ઘરે જાય છે.
" રાઘવ સર, અંદર આવો." ઘરનો ડોરબેલ વાગતાં દરવાજો ખોલતાં રાઘવને જોઈ વિનયના મમ્મીએ રાઘવ ને અંદર બોલાવતાં કહ્યું.
" કેમ છો મજામાં માસી?" રાઘવે અંદર આવી સોફા પર બેસતાં વિનયની મમ્મી ની ખબર પૂછી.
" હા મજામાં, બોલો શું લેશો ઠંડુ કે ગરમ?"
" ચા બનાવો અને કાકા ક્યાં ગયા દેખાતાં નથી? વિનય પણ દેખાતો નથી?" રાઘવે ઘરમાં નજર કરતાં વિનયની મમ્મીને પૂછ્યું.
" કાકા નોકરી પર ગયાં અને વિનય તેનાં મિત્રો સાથે બહાર ગયો છે." વિનય ની મમ્મી એ રસોડામાંથી ચા બનાવતાં રાઘવને કહ્યું. થોડી જ વારમાં વિનય નાં મમ્મી ચા લઈને આવે છે અને રાઘવ ને આપે છે.
" તમારાં ઘરમાં તમે ત્રણજ વ્યક્તિ છો? વિનયને કોઈ ભાઈ-બહેન નથી?" ચાનો કપ હાથમાં લેતાં રાઘવે વિનયની મમ્મીને સવાલ કર્યો રાઘવ નો સવાલ સાંભળી વિનય મમ્મીનાં ચેહરાના હાવભાવ બદલાયાં તેમનો ચહેરો રડું રડું થઇ ગયો પછી તેમણે મૌન તોડતાં કહ્યું.
" ના અમે ત્રણ જ છીએ, વિનયની એક નાની બહેન હતી 10 વર્ષની પણ બે વર્ષ પહેલાં જ કોઈ નરાધમ એને ઉઠાવી ગયું." વિનય નાં બહેન ની યાદ આવતાં જ વિનયના મમ્મી રડવા લાગ્યાં.
" એનો ફોટો ક્યાંય દેખાતો નથી." રાઘવે વિનયની મમ્મીને થોડીવાર રડવા દીધાં પછી તેમને શાંત કરાવતાં પૂછ્યું.
" વિનયના પપ્પાએ તેની બધી જ વસ્તુઓ નષ્ટ કરી દીધી જેથી તેને યાદ કરીને અમે ક્યારેય દુઃખી નાં થઈએ માટે." વિનય ની મમ્મીએ તેમની સાડીના પાલવથી આંસુ લૂછતાં રાઘવ ને કહ્યું.
" કોણ ઉઠાવી ગયું? એનું શું થયું એની કંઈ જ ખબર નથી તમને? પોલીસે તપાસ તો કરી હશે ને?" રાઘવ એ વિનયની મમ્મીને પૂછ્યું
" સાહેબ ખૂબ જ તપાસ કરી અમે અને પોલીસે, પણ તે ક્યાંય મળી નહીં."
" ઠીક છે માસી હું જાઉં છું." રાઘવે ત્યાંથી નીકળતાં વિનયની મમ્મીને કહ્યું. રાઘવ સીધો જ પોલીસ સ્ટેશને દવેને મળવાં માટે જાય છે.


To be continued............

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.