Rakshash - 1 books and stories free download online pdf in Gujarati

રાક્ષસ - 1

દ્રશ્ય એક -
"ગુડ મોર્નિંગ સમીર જલ્દી ઊઠી ને આજે તે મારા માટે સવાર નો નાસ્તો બનાવ્યો મને કૈક ગડબડ લાગે છે."
" હા જાનવી હું તને પ્રેમ કરું છું તો તું મારા માટે બે ત્રણ દિવસ નો સમય નીકળી શકે માટે તને મનાવવા માટે મે નાસ્તાથી સરું વાત કરી છે."
" હા હું સમજી ગયી પાર્ટી માં જવા માટે આટલી મેહનત કરી છે."
" મારી જાન ગ્રાન્ડ પાર્ટી છે ફોરેસ્ટ ની વચ્ચે એક દમ રોમેન્ટિક મોહોલ હસે."
"સમીર મને એ નથી સમજાતું કે કોઈ ગ્રાન્ડ પાર્ટી સહેરથી એટલી દૂર કેવી રીતે રાખી શકે?"
"જાનવી મારી જાન એ એમની પૂર્વજોની જમીન છે એની પર તેમને રેસોડ બનાવી અને તેને એક અલગ જગ્યામાં પરિવર્તન કર્યું છે નિખિલ મારો ખાસ મિત્ર છે સમાજ ને યાર. "
"હું મારું કામ છોડી ની તારી સાથે નથી આવવાની તું એકલો પાર્ટી એટેન કરી ને આવજે હું બિઝી છું."
"થોડો સમય મને આપ આ પછી હું ક્યારે પણ તને હેરાન નઈ કરું એક વાર બસ મારી સાથે આવ..જાનવી...મારી જાન...આવું કરીશ તું મારી સાથે."
"સમીર આવી રીતે સામે ના જો હું તને ના નઈ પડી શકું.."
"પ્લીઝ મારા ધરમ પત્ની માની જાઓ ને હું જાણું છું તું બીજી છે પણ બધાને સમજાવા મુશ્કેલ પડે છે તારા વિશે બધી પાર્ટી માં મને પૂછે છે હું સમજુ છું પણ બાકી ના લોકો મારી વાત નથી સમજતા અને નાની પાર્ટી માં હું તને ક્યાં હેરાન કરું છું. પણ આ પાર્ટી મારા ખાસ મિત્રની છે તને સાથે લઈ ને આવવાનું કહ્યું છે જો તું નઈ અવીસ તો બધા ને હું જવાબ નઈ આપી શકું."
"ઠીક છે હું ડેડ ને વાત કરું એ માને તો હું આવીશ...પણ ડેડ માને તો."
"જેવું તમે કહો મેડમ" અને તે ઘર નો દરવાજો ખોલી ને તેના ખભા પર હાથ મૂકી ને બંને ઘરની બહાર આવ્યા અને ગુડ બાય કીસ્સ આપી ને ગાડી માં બેસી ને અલગ અલગ દિશા માં કામ પર નીકળી ગયા.
જાનવી ના પિતા ને વેડિંગ ફેશન નામ ની કંપની છે એમનું નામ અરવિંદ ત્રિવેદી અને માતા નું નામ ભગવતીબેન ત્રિવેદી છે એમની કંપની જાનવી સંભાળે છે. અને તે હાલ ઓછું પ્રોફીટ કરવા ના કારણે જાનવી તેને પ્રોફીટ માં લાવવા માટે ખૂબ મેહનત કરે છે. અને આ પરિસ્થિતિ થી બહાર નીકળવા માટે એના પિતા તેને કંપની માં ધ્યાન આપવા માટે કેહતા હતા પણ લાંબા સમય થી એક બીજા ને પ્રેમ કરતા સમીર અને જાનવી ને એમના માતા પિતા ને પૂછ્યા વિના લગ્ન કરી લીધા જે થી જાનવી ના પિતા તેમની સાથે વાતચીત ઓછી કરે છે. અને એમનાથી રિસાયેલા છે.
જાનવી વાટિકા બિલ્ડિંગ માં પાંચમાં ફ્લોર પર એમની કંપની વેડિંગ ફેશન કંપની માં આવે છે અને પોતાનું કાર્ડ બતાવી અંદર આવે છે ત્યાં ટ્રેડિશનલ વેડિંગ માટે પાનેતર અને દેશ અને રાજ્ય ની અલગ અલગ સંસ્કૃતિ ને દર્શાવતા કપડાં જેમાં હાથ કામ વાળી સાડીઓ પણ હતી થોડી દૂર બે કેબિન હોય છે જેમાં એક જાનવી નું અને બીજું અના પિતનું છે. તે ત્યાંથી પોતાની કેબિન માં જાય છે પછી ત્યાંથી પોતાનું કામ પૂરું કરી એના પિતાના કેબિન માં જવા માટે નીકળે છે ત્યાં એમની કંપની નો કર્મચારી રોકી ને કહે છે. મેડમ આજે સર ગુસ્સા માં છે તમે હાલ ના જસો નઈ તો ગુસ્સો તમારી પર નીકળશે.
જાનવી માથું હલાવી ને હા પડે છે અને પાછી પોતાના કેબિન માં જાય છે મન માં તે પુરે પૂરી તૈયાર છે પાર્ટી માં જવા માટે તે વિચારે છે કે પાર્ટી માં પહેરવા માટે સારા ગાઉન ની જરૂર પડશે અને તે ત્યાં થી બહાર આવી ને લિફ્ટ માં સાત માં ફ્લોર પર જાય છે અને ત્યાં થી પાર્ટી માટે એક ગાઉન ખરીદી ને પછી આવે છે.
" તું મારી કંપની ડુબાડી ને રહીશ મારા હરીફ ના પાસે થી મારી દીકરી કપડા લાવે હવે મારે બીજા ગ્રાહક ને મારા શોરૂમ અને મારી કંપની માંથી ખરીદ વા માટે કેવી રીતે કેહવનુ તું ક્યારે પણ મારી વાત નથી માનતી" અરવિંદ ભાઈ ને મન માં બધી ભડાસ હતી તે જાનવી પર નીકળી અને પછી ચૂપ થઈ ને એક ચેર પર બેસી ગયા. જાનવી એમની પાસે ગઈ અને કહ્યું " મારે બે દિવસ બહાર જવું છે હું જઈ શકું?"
"ઠીક છે જા અને તું મારી વાત ક્યાં માનવાની છે " એમ કહી ને અરવિંદ ભાઈ ત્યાંથી બહાર નીકળી ગયા.
રાત્રી નો સમય હતો અને બીજી બાજુ જંગલ વિસ્તાર માં એક વ્યક્તિ ભૂલો પડ્યો હતો તે રસ્તો ભટકી ગયો હતો અને પાછા જાવા માટે તેને ફરવાનું શરૂ કર્યું પણ ક્યાંય રસ્તો ના મળ્યો પછી તે થકી ને ત્યાં એક ઝાડ ની નીચે આગ લગાવી ને સુઈ ગયો.
જાનવી હવે ઘરે પોહચી છે રાત્રે નવ વાગ્યા છે અને સમીર પેહલાથી ઘર માં આવી ગયો હતો.
જાનવી સુ કીધું ડેડ ને .
હા એમને જવાનું કીધું છે અને આજે પણ મારા પર ગુસ્સો પણ કર્યો. ક્યારે તે મારી સાથે સરખી રીતે વાત કરશે.
જાનવી... તું રડે છે. જો આવું ના કરીશ મને પણ હવે રડવાનુ
મન થાય છે. તું રડીશ તો હું પણ રડીશ.
જાનવી ને રડતી જોઈ સમીર ખાલી બેસૂરા આવજે રડવાનું સરું કરે છે અને તેને જોઈ ને જાનવી હસવા લાગે છે. સમીર તેને નજીક ખેચી ભેટી ને કહે છે " ચિંતા ના કર હું તારી સાથે છું જાન હું તને પ્રેમ કરું છું."
ડાઇનિંગ ટેબલ ની ખુરશી ખેંચી ને તેને એની પર બેસાડી ને અને રાત્રી નું જમવાનું પીરસે છે. બંને સાથે જમી ને કામ પૂરું કરી બીજા દિવસ પાર્ટી માં જવા માટે કપડા પેક કરે છે અને પછી સૂઈ જાય છે.
બીજા દિવસે સવારે સમીર ન્યૂઝ પેપર વાંચતો હોય છે અને નાસ્તો ટેબલ પર હોય છે જાનવી ઊઠી ને આળસ ખાતી નીચે આવે છે અને ત્યાં સમીર ને ટેબલ પર પેહલા થી જોઈ ને બોલે છે." ગુડ મોર્નિંગ બેબી.. "
સમીર તેને ન્યૂઝ પેપર બતાવી ને જાનવી ને કહે છે. " આપડે જે રોડ પર જાવ ના હતા તેનો બ્રિજ તૂટી ગયો છે."