Rakshash - 7 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 7

દ્રશ્ય સાત -
" પ્રાચી તું મારી સાથે આવવા માગે છે."
" ક્યાં જવાનું વિચારે છે... જો તું સમીર ની પાછળ જવાનું વિચારતી હોય તો ભૂલી જા તેને જાણ થશે તો તારા પર ગુસ્સે થશે."
" તું આવવા નથી માગતી તો કઈક નઈ પણ હું તો જવાની છું."
" જાનવી તું મારી વાત સમજતી કેમ નથી જો તું આવું કરીશ તો મુશ્કેલી માં મુકાઈશ."
"હા ઠીક છે ચલ હું નીકળું.... તું આવતી હોય તો ઠીક નઈ તો કઈ નઈ..."
" જાનવી ઊભી રે...જાનવી... અરે આ છોકરી એટલી જિદ્દી કેમ છે મારી વાત સમજતી નથી."
" તું તો આવવાની ના પાડતી હતી કેમ આવી."
" હા વેરી ગુડ.... મારે પણ જાણવું છે આ બધું કોણ કરે છે અને હું પણ મારા પતિ ના મોત નો બદલો લેવા માગું છું પણ જ્યારે કોઈ હોલમાં નઈ હોય ત્યારે ત્યાં રાક્ષસ આવશે તો તે સમયે તેની પાછળ રહી ને એ જાણી શકીશું કે કોણ છે તે."
" જો મારા માટે એ જરૂરી નથી કે તે કોણ છે મારા માટે સમીર જરૂરી છે તું હોલમાં રહી શકે છે હું નથી રેહવાની."
" ઠીક છે હું નથી આવવાની તું એકલી જ બહાર નીકળી."
આમ કહી ને બંને અલગ થઈ જાય છે પ્રાચી પાછી હોલમાં આવે છે અને ત્યાં બધાને હોલમાં બૂમો પાડતા અને ગુસ્સા માં જોઈ ને તે હોલમાં રહેલ માઈક પકડી ને એક રાઉન્ડ ટેબલ પર ચડી જાય છે તે બોલવાનુ શરૂ કરે છે " હું જાણું છું કે તમે બધા પાછા રૂમ માં જવા માંગો છો પણ અમારી પર વિશ્વાસ રાખો હાલ રૂમ માં જવું કે આ હોલમાંથી બહાર નીકળવું તમારા જીવ ને જોખમ માં મૂકશે.... હા હા હું તમને બધું સ્પષ્ટ રીતે સમજાવું છું પણ મેહેરબાની કરી ને બૂમો માં પડશો..બહાર એક જંગલ રીંછ છે જે રૂમ માં ઘુસી ને બધાને ઘાયલ કરે છે માટે તમારી સફેટી માટે તમને અહી રાખ્યા છે હોલ થી કિચન જોડાયેલું છે તમારે કોઈ પણ વસ્તુ ની જરૂર પડે તો હોટેલ સ્ટાફ ને મદદ માટે બોલાવો હું પણ તમારી મદદ કરીશ."
" થેંક યૂ મેડમ...હું તો ભીડ ને જોઇ નિખિલ સર ની આપેલી જવાબદારી પૂરી ના કરી શક્યો તમે બધું સંભાળી લીધું."
" બધાને શાંત રાખવાનો પ્રયત્ન કરો...અને ચારે બાજુ નજર રાખજો."
એટલું બોલી ને પ્રાચી એક ખુરશી પર બેસી જાય છે અને બધા ની પર નજર રાખવા નું શરૂ કરે છે અને બીજી બાજુ એ વૃદ્ધ ને શોધતા બધા જંગલ માં આગળ ચાલી નીકળ્યા છે.
" સમીર....સમીર...મને કોઈ સાંભળે છે.હારીકા....નિખિલ...મને કહ્યું હતું કે રિસોર્ટ ની આજુબાજુ રહીશ પણ ક્યાંય દેખાતો નથી. મે ના પાડી હતી કે જંગલ માં જવાનું નથી."
" શું....જાનવી તું એકલી બોલે છે. જાનવી તું ડરી ગઈ લાગે છે."
" ના અત્યાર સુધી તો ડરી નથી પણ તારો અવાજ સાંભળી ને ડરી ગયી. હારીકા આવી રીતે એકદમ સામે આવી ને ઉભી થઇ ગઈ મને હમણાં હાર્ટએટેક આવી ગયું હોત."
" તારી બૂમો સંભળી ને મારે તારી પાસે આવું પડ્યું તને અહી એકલી મૂકીને થોડી આગળ જવું."
" એટલે તને ખબર હતી કે હું તમારી પાછળ આવવાની છું."
" હા તને મારાથી સારી રીતે કોઈ ઓળખે નઈ. તને ખબર છે ને."
" હા... સમીર ક્યાં છે. અને તું એકલી અહી શું કરે છે."
" અમે બહાર બધે જોયું પણ તે વૃદ્ધ માણસ ના મળ્યો માટે બધા જંગલ તરફ આગળ વધવાનું વિચારવા લાગ્યા. અને ત્યાં મે તને બહાર આવતા જોઈ લીધી માટે હું તારા માટે ઊભી રહી અને બીજા બધાને આગળ મોકલ્યા."
" તો સમીર જંગલ તરફ ગયો છે. ચલ આપડે પણ એમની પાછળ."
" જેવી તમારી મરજી મેડમ... સીધા જવાનું છે અને ને મારા સમાન માંથી વોકી ટોકી આપ્યું છે તેની રેન્જ માં આવીશું તો તે ચાલુ થયી ને સિગ્નલ ગ્રીન બતાવશે."
" ચાલો....એક મિનિટ આ શેનો અવાજ છે."
" લાગે છે હોલમાં થી આવે છે.. ચલ જલ્દી હોલમાં."
હાલમાં જાણે મોત નો કોઈ ખેલ ચાલતો હોય કિચન ના ખૂલા દરવાજાથી રાક્ષસ કિચન માં આવે છે અને ત્યાંથી હોલમાં આવે છે અને હોલમાં આ વાત થી અજાણ્યા માણસ શાંતિ થી ટેબલ પર હાથ ,પગ અને માથું મૂકી ને ઊંગતા છે.કોઈ પણ વ્યક્તિ ને રાક્ષસ ની જાણ થાય એ પેહલા એક પછી એક તે લોકો ને પોતાના પંજાથી મારવાનુ શરૂ કરે છે અને તેને જોઈ ને બધા ચીસો પડવાની શરૂ કરે છે જેનો અવાજ સાંભળી ને પણ તે લોકો ને સતત માર્યા કરે છે તે ત્યાં નિરાતે ઊંગતા લોકો ને ઉઠ્યા પેહલા બસ મારવા લાગ્યો. ચીસો નો અવાજ સાંભળી ને બધા એક પછી એક ઊઠવાનું શરૂ કરે છે અને બધા એક સાથે ખુરશી નાખવાની શરૂ કરે છે પણ એક નાનું બાળક ભર ઉંગમાં હતું જેને કોઈ નો અવાજ સંભળાયો નથી અને તે ભાગી શકવા ની હાલત માં નથી. એ બાળક ની માતા રાક્ષસ થી બાળક ને બચાવવા પ્રયત્ન કરે છે. અને તેની આગળ આવી ને ઉભી થઇ જાય છે.