Rakshash - 3 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | રાક્ષશ - 3

રાક્ષશ - 3

દ્રશ્ય ત્રણ -
" જાનવી તું એમ જ સ્ટ્રેસ લે છે જાન એટલું બધું વિચારીશ નઈ શાંતિ થી રૂમમાં ચલ અને આરામ કર.....લાઈટ ઓન કરું તું બેડ પર બેસ હું તારી પાછળ પિલ્લો મૂકી આપુ."
" ખબર નઈ કેમ મને માથું દુઃખાઈ છે હું થોડી વાર આરામ કરું."
" હા હું મેડીસિન આપુ તું આરામ કર... હું પરદા ખસેડી લઉં જેથી તું બાલ્કની ની બહાર નો વ્યુ જોઈ શકે....લે દવા અને પાણી લઈ ને સુઈ જા."
સમીર બાલ્કની ની બહાર ઉભો થયી ને જંગલ નો વ્યુ જોવા લાગ્યો અને જનવી ત્યાં બેડ પર સુઈ ગઈ
" સમીર આપડે પાછા કેવી રીતે જઇ શું આગળ તો રસ્તો બંદ છે. કામ પણ ચાલુ લાગે છે. અડધી રાત થયી અને મને થાક લાગ્યો."
"હા મેડમ હું તમારી ફરિયાદો સંભાળવા માટે અહી બેસ્યો છું..શાંતિ રાખ જાનવી આગળ કામ પૂરું થશે એટલે આપડે ઘરે પહોંચી જઈશું."
"અરે આ શેનો અવાજ હતો... શિયાળ નો અવાજ આવ્યો."
" હા શિયાળ નો અવાજ છે આવી ને તને ખાઈ જસે....ડરપોક"
" હા હસ હજુ હસ તને બીક નથી લાગતી."
" ના મને બીક નથી લાગતી."
" શું કીધું પેલા દિવસે કબાટ માં ગરોળી જોઈ ને કૂદી ને બેડ પર ચડી ગયો હતો અને મને ડરપોક કહે છે."
" ક્યારે મને તો યાદ નથી."
" જુઠ્ઠું ના બોલ મને બધું યાદ છે.....અરે આ શું થાય છે હવામાં આટલો બધો ધુમ્મસ કેમ છે."
" પાગલ ધુમ્મસ નથી આ ધુમાડો લાગે છે જંગલ માં કયાંક આગ લગાવી ને કોઈ બેસ્યા હસે.... આ શું છે."
" શેની વાત કરે છે... આ સાધન નો અવાજ કેમ બંદ થઈ ગયો કામ પૂરું થયું ગયું કે શું."
" મે ત્યાં બ્રિજ ની આગળ કઈક જોયું પણ ધુમાડા ના કારણે કઈ ખબર ના પડી...હું બહાર જઈ ને જોઈ ને એવું."
" ના કામ પૂરું થયું હસે ખોટું બહાર જવાની જરૂર નથી."
" આ ચીસો પાછળ ની ગાડીઓ માંથી આવતી લાગે છે જાનવી હું બહાર જઈ ને જોવું કઈક થયું લાગે છે."
" સમીર ના તું ગાડી ની બહાર નઈ જાય.....આ...શું છે કોઈ રાક્ષ્શ જેવું લાગે છે."
" જાનવી હું બહાર નઈ જવું તો એ ગાડી પર આવી કાચ તોડી બંને ને નુકશાન પોહોચાડ શે તું ગાડી માં બેસ હું બહાર જઈ તેને ગાડી થી દૂર લઈ જવાનું કરું છું."
" ના સમીર....ના...ગાડી લોક ના કર હું પણ બહાર આવું તું આવું ના કર...""
"શું થયું જાનવી કેમ ચીસ પડી ને ઉભી થયી ગયી શું તને સપનું આવ્યું."
" હા ખૂબ ભયાનક સપનું હતું... તું મારી પાસે આવ હું તને હગ કરવા માગું છું."
" શું વાત છે આવા સપના રોજ આવવા જોઈયે."
"સમીર શું ગાંડી વાતો કરે છે... મે સપના માં જોયું તું મને બચાવવા માટે રાક્ષસ જેવું દેખાતું આપડાથી બમણા કદ ના વિચિત્ર પ્રાણી સામે જાય છે."
" એર તે સપનું જોયું એમાં આટલું બધું ડરી ગઈ જો હું તારી સામે જ ઉભો છું કોઈ જાનવર કે રક્ષશ નથી."
જાનવી સમીર ને જોઈ ને ભેટી પાડી અને તેને આંખો માંથી આસુ આવી ગયા. તેનો ચેહરો ઉદાસ થઈ ગયો એની પેહલા તેને ક્યારે સમીર થી અલગ થવાનું વિચારું નહતું સપનામાં પણ નઈ
"જાનવી ચલ મારી સાથે આપડે રિસોર્ટ ફરીએ તને સરું લાગશે."
સમીર ને જણાવી નો હાથ પકડ્યો અને ઊભી કરી ને બહાર લઈ ને આવ્યો તે જાનવી ને હસાવવા માટે લોબી માં એની સાથે કપલ ડાંસ કરવા લાગ્યો. આ જોઈ ને બધા એમની સામે જોવા લાગ્ય જાનવી સર્મયી ગઈ.
એટલા માં સમીર બોલ્યો" અરે હું નિખિલ માટે સ્પેશિયલ મિઠાઈ લાવ્યો હતો એતો મે તેને આપી નઈ હું તે રૂમ માંથી લઈને ને એવું તું અહી ઊભી રે." એટલું બોલી ને તે દોડતો ત્યાંથી રૂમ તરફ ગયો. જાનવી ત્યાં ઊભી એની રાહ જોતી હતી અને તેની જીવન ની સારી યાદો ને યાદ કરી મનમાં ને મનમાં હસતી હતી. તેની બાજુમાં એક વૃદ્ધ વેટર આવી ને ઉભો રહ્યો થોડા સમય માટે એ જાનવી ની સામે વિચિત્ર રીતે જોવા લાગ્યો જ્યારે જાનવી ની નજર એની પર પડી ત્યારે તે એની નજીક આવી ગંભીર અવાજ થી બોલ્યો " તે આવે છે કોઈ નઈ બચે." અને ત્યાંથી ચાલી નીકળ્યો. જાનવી એ શબ્દો ને સિરિયસલી ના લીધા એને એની મસ્તી માં ત્યાં ઊભી રહી.
" ચાલ હવે હું મિઠાઈ લઈ ને આવ્યો."
"અરે આટલી બધી વાર કેમ કરી હું બોર થઇ ગઈ."
" આવું ના ચાલે મારી જાન બોર ના થવી જોઇએ હું ફરી ડાંસ કરું."
" ના ના બસ હવે બધા આપણા સામે જોઈ રહ્યા છે."
અંજલિ અને સમીર એ રિસોર્ટ ની સુંદરતા અને ફેસિલિટી જોવા લાગ્યા.
" જાનવી તને ખબર છે આ રિસોર્ટ ને ઓછામાં ઓછા વૃક્ષ કાપી ને બનાવાયો છે અને જે વૃક્ષ કપાયા એની જગ્યા પર બાજુ માં બીજા વૃક્ષ પણ ઉગાડયા છે."
" પર્યાવરણ પ્રેમી હવે આ રોમેન્ટિક જગ્યાને તું સામાજિક ના બનાવીશ ચલ પૂલ તરફ."
" ના તું તૈયાર થવામાં એક થી બે કલાક કરીશ તો ચલ રૂમ માં અને જામી ને પછી સાંજની પાર્ટી માટે તૈયાર થઈ જયીએ."
" સમીર મને એક વેટર ને એક અજીબ વાત કરી તેને કહ્યું તે આવે છે કોઈ નઈ બચે."
" જાનવી શું ગમે તે વ્યક્તિ ની વાત સાંભળે છે ચલ હવે મોડું થઈ જશે."
સાંજ પડી અને પાર્ટી માટે બધા ગેસ્ટ એક એક કરી ને રિસોર્ટ ની પૂલ સાઇડ અને હૉલ માં અવાનું શરૂ કરે છે પાર્ટી ની તૈયારી છેલ્લા એક અઠવાડિયાથી ચાલતી હતી. પૂલ સાઇડ પર લાઈટિંગ અને ડીજે સાથે લાઉડ મ્યુઝિક અને ત્યાં મસ્તી માં જુમતા મહેમાનો. હોલમાં ટકસિડો અને શૂટ માં વાઇન ના ગ્લાસ હાથ માં રાખી ને બીઝનેસ ની વાતો કરતા મહેમાનો. ધીમા અવાજ સાથે એક બીજાની તારીફ કરતા અને હસી ને જવાબ આપતા એ પાર્ટી ને માણતા હતા.
" જાનવી તૈયાર થઇ ચલ જલ્દી પાર્ટી ચાલુ થઈ ગઈ છે."
" સમીર હું તૈયાર છું જો બરાબર લાગુ છું ને."
" વાઉવ જાન બ્લેક બેક લેસ ડ્રેસ માં તું..... અમેઝિંગ...... બ્યુટીફુલ લાગે છે."
" હા બસ મો બંદ કર અને ચલ હવે મોડું થાય છે."
" તને નથી લાગતું તે બઉ મકે અપ કર્યો છે. કોઈ ની નજર તારા થી દુર નઈ થાય."
" તું પણ બ્લેક શર્ટ અને અને કોટ માં સારો લાગે છે હવે જેલેસ થવાનું બંદ કર."

Share