Rakshash - 6 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 6

દ્રશ્ય છ -
જાનવી ગગન ને ભીીડ માં શોધી ને પાસે ગઈ.
" ગગન તારા કોટ પર કઈક છે શું છે તે અને તું અત્યાર સુધી ક્યાં હતો મે તને કેટલો સોધ્યો મને દેખાયો નહિ."
" આવું તું મને કયા હકથી પૂછે છે અને એટલું પર્સનલ થવાની જરૂર નથી હું મારા મિત્રની સાથે હતો અને હું તને કેમ જવાબ આપુ તમે મારી મદદ કરી છે એનો હું આભારી છું મારા મિત્ર નથી કે કોઈ ખાસ નથી.....પાર્ટી ની મજા બગડી ને મૂકી છે."
" જાનવી.... જાનવી... શું થયું તું અચાનક મારી બાજુ માંથી ગાયબ થઈ ગઈ મને ચિંતા થવા લાગી."
" પ્રાચી પેલો છોકરો દેખાય છે. જેને વ્હાઈટ કોટ પેર્યો છે અને ગ્રીન જેવી આંખો છે તેને જોઈ ને મને એવું લાગે છે કે તે આ બધું કરે છે."
" જાનવી કોઈ પ્રૂફ વગર કોઈ ની પર આરોપ ના મુકાય અને તું એટલી જલ્દી નક્કી ના કરી શકે જોયા અને જાણ્યા વિના."
" પ્રાચી એ કાલે જંગલ માં મળ્યો હતો એની આંખો પણ આપડા થી અલગ છે અને તેની કોટ પર લાલ રંગ નો ડાગ છે એટલા બધા પ્રૂફ તો છે"
" ના પેહલા આપડે ખાત્રી કરવી પડશે પછી આપડે નક્કી કરી શકાય."
" શું કરીશ ખાત્રી કરવા માટે એને પૂછીશ કે ભાઈ તું કોણ છે તે બધાને માર્યા છે. તું કેમ બધાને મારે છે."
" વાહ જાનવી... સાચે હું સીધી જઇ ને પૂછી લવું..."
" પ્રાચી... પ્રાચી.. ઊભી રે અરે આમ સીધું કઈ ના પૂછાય."
" સોરી હું તમને ડિસ્ટર્બ કરવા માટે આવી પણ મારે પૂછવું હતું કે શું તમારી અંખો નો રંગ સાચે ગ્રીન છે."
" શું... મારી આંખો.... ના ના એતો લેન્સ છે મને અલગ રંગ ની આંખો ગમે છે એટલે હું લેન્સ લગાવું છું."
" ઓહ.. મને પણ ગમે છે મને આ કંપની નું નામ અને બાકી ની વિગત મોકલજો... આ મારું કાર્ડ છે એમાં મારો નંબર છે.. થેનક્યું."
" અરે ના એતો મે ઓનલાઇન મંગાવ્યા છે....."
" સોરી મારી મિત્ર મારી રાહ જોવે છે... ઓકે..બાય.."
" અરે મેડમ મારું નામ ગગન છે તમારું નામ......"
" જાનવી તારા કારણે એ ચિપકુ જોડે મારે વાત કરવી પડી તેને લેન્સ પેહર્યાં છે. હવે તો શાંતિ થયી એ બૂમો પડી ને મારું નામ પૂછતો હતો મારા પતિ નું હાલ અવસાન થયું છે અને હું અહી શું કરું છું."
" બસ બસ પ્રાચી હવે રડીશ નઈ... મને તેને જોઈ ને એવું લાગ્યું કે તે જ...પણ જવાદે હવે મનમાં કોઈ શંકા નથી."
" જો સમીર અને હારીકા આવ્યા છે ચલ ત્યાં."
જાનવી દોડતી સમીર ની પાસે જાય છે અને એનો હાથ પકડી લે છે.
" સમીર તું ઠીક છે. મારો જીવ તારામાં હતો શું કર્યું તમે બધાએ."
" બધાને હોલમાં લાવ્યા કોઈ બહાર નથી નિખિલ આવી ગયો?"
" નિખિલ.... મે નથી જોયો પણ જાન એતો તારી સાથે આવ્યો હતો."
" હા પણ અલગ પડી ને બધાને હોલમાં મોકલતા હતા. હારીકા તો મને મળી ગઈ પણ નિખિલ નથી મળ્યો."
" ચિંતા ના કરીશ સમીર... જાન એ આવતો હસે બધાને હોલમાં મોકલવા ક્યાંક ઉભો હસે."
" જાનવી મે બધે સોંઘ્યો પણ એ ક્યાંય નથી....હવે શું કરીશ એને કઈક થયું હસે તો."
" ચિંતા ના કરીશ એને કઈ નઈ થાય એ આવી જસે...જાન"
" સમીરભાઈ જોવો પેલા તમારા મિત્ર છે ને નિખિલ..."
" હા.. હા...પ્રાચી......નિખિલ...નિખિલ.... ક્યાં ગયો હતો તું મે તને કેટલો શોધ્યો."
" પાર્ટી માં જ્યારે મે સ્પીચ આપી હતી ત્યારે એક વૃદ્ધ માણસે આવી ને માઈક લઈને કઈક બોલતો હતો ત્યાં એનો પગ લપસી ગયો અને નીચે પડી ને બેભાન થયી ગયો હતો...."
" હા મે સાંભળ્યું હતું એના વિશે પણ શું થયું."
" સમીર હું તે વૃદ્ધ ને લેવા માટે રૂમ માં ગયો હતો તે ત્યાં ના મળ્યો. અને તેની રૂમ નો દરવાજો પણ બંધ હતો અને બાલ્કની નો દરવાજો તૂટી ગયો હતો."
" તો શું એ વૃદ્ધ ને પણ રાક્ષસ ને...."
" ના મને આવું નથી લાગતું ત્યાં કોઈ ને માર્યું હોય એવું લાગતું ન હતું રૂમ સાફ હતો."
" કદાચ તે વૃદ્ધ માણસ કઈ જાણતો હોય અને ભાગવા નો પ્રયત્ન કરતો હોય આપડે તેને શોધવો જોઈએ."
" સમીર મને નથી લાગતું આવી સ્થિતિમાં કોઈ ને અહી થી ભાગવાનું મન થાય રિસોર્ટ સિવાય બીજી કોઈ જગ્યા આ જંગલ માં સેફ નથી."
" નિખિલ છતાં પણ આપણે તેને શોધવો પડે."
" જાન તને એવું કેમ લાગે છે કે હજુ જીવે છે કદાચ તેને રાક્ષસ ને મારી પણ નાખ્યો હોય... અને આવા સમયે બહાર જવું એ યોગ્ય નથી તને કઈક થશે તો હું શું કરીએ... ના હું એ વિચારી પણ ન શકું."
" જાનવી ડરવાની જરૂર નથી તું અહી પ્રાચી અને હારીકા પાસે બેસ અમે આજુબાજુ રહીશું રિસોર્ટ થી દુર નઈ જવું."
જાનવી ના પાડી ને સમીર ને ભેટી ને કેહવા લાગી " તરે નથી જવાનું અને જાયિસ તો હું તારી સાથે આવીશ."
" રડવાની જરૂર નથી અને તું મારી સાથે પણ નઈ આવે હવે ચૂપચાપ અહી બેસ હું તારો જીવ આમ જોખમ માં ના મૂકી શકું."
" જાનવી અને સમીર તમારા બંને નો જગડો અને વાત પૂરી થઈ હોય તો હું કઈક કેહવા માગું છું.. હું તમારી સાથે આવું છું હું અહી તપાસ માટે આવી હતી."
" હારીકા તું અહી વધારે સેફ છે તારે આવવાની જરૂર નથી હું નિખિલ અને રિસોર્ટ ના બીજા વર્કર બધા સાથે જવાના."
" સમીર તું અહી રે જાનવી જોડે હું તો બહાર જવાની છું. તરી સાથે નઈ તો એકલા પણ હું બહાર જવાની."
" હારીકા ને સાથે આવું હોય તો આવવા દે સમીર તને શું પ્રોબ્લેમ છે."
" ઠીક છે એની મરજી પણ જાનવી તું અહી રહીશ અને પ્રચિબેન તમે પણ જાનવી સાથે રેહજો ..... જાનવી હોલમાં થી બહાર ના આવતી પ્લીઝ...."
" ઠીક છે તારું ધ્યાન રાખજે અને બને તેમ જલદી આવજે... લવ યૂ....."
" હા.... લવ યૂ ટુ...."