Monster - 2 in Gujarati Horror Stories by Hemangi Sanjaybhai books and stories PDF | રાક્ષશ - 2

રાક્ષશ - 2

દ્રશ્ય બે -
" તો હવે શું કરવાનો વિચાર છે. બીજો કોઈ રસ્તો છે ત્યાં જવાનો."
"જાન મે ગૂગલ મેપ માં જોયું બીજો એક રસ્તો છે ત્યાં જવાનો."
" સમીર કેટલા વાગે નીકળવાનું છે."
" બસ મારી જાન નાસ્તો કરી ને તૈયાર થઈ જાય ત્યારે... અને હસી ને એની ગાલ પર પોતાની આંગળીઓ ફેરવી સમીર બોલ્યો" હું બાથ લઇ ને તૈયાર થાઉં તું નાસ્તો કરી લે."
જાનવી અને સમીર તૈયાર થઇ ને સવાર ના દસ વાગે ઘરે થી પોતાની કાર લઈ ને નીકળે છે. હિન્દી ગીતો ની બીટ પર ત્રણ કલાક નો રસ્તો કપાઈ ગયો હવે તે બ્રિજ ની આગળ આવ્યા એ જ બ્રિજ હતો જે તૂટી ગયો હતો.
" સમીર અહીંયા તો બ્રિજ તૂટી ગયો છે ક્યાંથી જવાનું છે ."
"જાન તરી બાજુ જો નાનો રસ્તો દેખાય છે ત્યાંથી જવાનું છે."
" તું મજાક કરે છે અરે આ રસ્તો ક્યાં પૂરો થાય છે એ પણ તને ખબર છે."
" હા મે મેપ માં બધું જોઈ લીધું છે તું બસ શાંતિ થી આરામ કર."
" ધીમે થી કાર ચલાવ એક બાજુ નદી છે અને બીજી બાજુ જંગલ ને ખડા છે તું આવા રસ્તા પર કેવી રીતે ડ્રાઇવ કરીશ."
" જાન ડરવાની જરૂર નથી જો સામે બીજો બ્રિજ આવી ગયો હવે એનાથી આપડે નદી પાર કરી ને બીજી બાજુ જવાના."
" સમીર તું જરા એ બ્રિજ ને જો જૂનો અને તૂટેલો તને લાગે છે એ ગાડી સાથે આપડું વજન ઉઠાવી શકશે."
" હા જૂનો છે પણ મને લાગે છે મજબૂત છે આપડે બીજી બાજુ સેહલાયી થી પોહચી શકીશું. જો કાર જાય એટલી જગ્યા છે તું આંખો બંદ કરી દે આપડે બે મિનિટ માં બીજી બાજુ હસુ."
" ના... મને બીક લાગે છે ..."
" અરે પાગલ હવે આંખો ખોલ જો આપડે બીજી બાજુ પણ અવિ ગયા મારી ક્યૂટ જાનવી.
" હદ છે તને અત્યારે તને હું ક્યૂટ લાગુ છું. હું પાગલ નથી તું છે."
" હવે થોડા આગળ જઈશું એટલે પાછો મેન રોડ અવિ જસે તો ખાલી એટલી બધી ડરતી હતી. અને હું તારી સાથે તો હતો પછી તારે એટલી ચિંતા શું હતી."
" તારા કારણે તો એટલી ચિંતા કરવી પડી.....ઊભોરે...કોઈ બૂમો પડે છે.....કોઈ નો અવાજ આવે છે."
" જાનવી હવે મને ડરાવાનું... કોઈ અવાજ નથી આવતો મને."
" સમીર કોઈ ને બૂમ પડી હેલપ... મે સાંભળ્યુ છે... જો ફરી કોઈ ને બૂમ પડી."
" હા જાનવી કોઈ ને મદદ ની જરૂર લાગે છે ચાલ નીચે ઉતરની ને જોયિએ કોને મદદ ની જરૂર છે."
"સમીર જંગલ માંથી અવાજ આવતો લાગે છે વધારે દૂર થી નથી આવતો. તું એક કામ કર ડાભી બાજુ જા હું સીધી જવું છું એમ જલ્દી મદદ થશે."
" ના તું મારી સાથે જ રે આપડે જોડે શોધી શું..... જો જાનવી ફરી બૂમ પડી સામે થી અવાજ આવતો લાગે છે ચાલ એ બાજુ.... અરે ભાઈ તું ખડા માં કેવીરીતે પડ્યો અને તું ઠીક છે ઉભો રે હું તને હાથ આપુ તું હાથ પકડી ને બહાર આવી જા..... મારું નામ સમીર છે અને આ મારા પત્ની જાનવી."
" થેનક્યું હું કાલ રાત્રે આ ખડા માં ફસાયો હતો અને મને લાગ્યું કે કોઈ મને બચાવા નઈ આવે. અરે હું તો ગાંડો છું મારું નામ પણ નથી કહેતો.... મારું નામ ગગન."
" ગગન હું જાનવી તું જંગલ માં કેવી રીતે આવ્યો એકલો જ આવ્યો છે."
" હા હું એકલો આવ્યો છું અહીં નજીક માં એક નવો રેસોર્ડ બન્યો છે તેમાં હું પાર્ટી માં આવ્યો છું અને કાલે સવારે હું ટ્રેકિંગ માટે આવ્યો હતો રસ્તો ભૂલી ગયો એટલે જંગલ માં ખોવાઈ ગયો."
" અરે ગગન અમે ત્યાં જવાના છીએ તું પણ અમારી સાથે આવ... જાનવી સુ કેહવુ છે."
" સમીર એમાં મને શું પૂછવાનું અરે ગગન ની હાલત જો એની મદદ કરવી એ આપડી ફરજ છે."
" ઠીક છે ગગન.. ચાલ ભાઈ અમારી સાથે તું થાકી ગયો લાગે છે ગાડી માં પાણી પડયું છે હું તને ત્યાં જઈ ને આપુ."
" હા મે રાત કેવી રીતે નીકાળી છે મારું મન જ જાણે છે. મને એવું લાગતું હતું કે કોઈ પણ મારી મદદ કરવા નઈ આવે."
" ગગન લે પાણી પિલે અને ગાડી માં આરામ કર રિસોર્ટ આવે એટલે ઉઠાડીશ પાછળ ની સીટ તરી તું સૂઈ જા એમાં..જાન તું પણ થોડી વાર આરામ કરીલે હું તને ઉઠાડી શ."
ગાડી સમીર રિસોર્ટ ના પાર્કિંગ માં પાર્ક કરી ને જાનવી અને ગગન ને જગાડે છે તેના મિત્ર નિખિલ ને કોલ કરી ને ગગન ની માટે મેડિકલ ટીમ ને બોલવાનુ કહે છે. નિખિલ આવી ને મદદ કરે છે. ગગન ને ડોક્ટર ની પાસે મોકલે છે
" સમીર યાર તે તો મારા રિસોર્ટ નું નામ બચાવી લીધું મે કાલ રાત્રે મારી રિસોર્ટ ના વર્કર ને મોકલ્યા હતા પણ કોઈ ગગન ને શોધી ના શક્યું."
" હા જંગલ માં જૂના બ્રિજ ની પાસે હતો જે અહીંયાથી વધુ દૂર છે માટે તારા કર્મચારી ને ગગન ને શોધવામાં મુશ્કેલી પડી."
" નિખિલ અને સમીર તમે મિત્રો પછી વાત કરો મને અમારા રૂમ ની ચાવી આપો મારે રૂમ માં જઈ ને ફ્રેશ થઈ ને રાત્રે પાર્ટી ની તૈયારી પણ કરવાની છે. સમીર તું તારા મિત્ર જોડે બેસી ને વાત કરી શકે છે..."
"જાનવી ના સમીર ને પણ આરામ કરવા ની જરૂર છે અને ડ્રાઈવ કરી ને થાકી ગયો હસે હું પણ કામ માં બીઝી છું લો તમારા રૂમ ની ચાવી ડાભી બાજુ છેલ્લો રૂમ એની બાલ્કની નું વ્યુ તમને ગમશે હું રજા લવું."
આભાર માની ને સમીર અને જાનવી પોતાના રૂમ બાજુ જવા લાગ્યા. અને જાનવી બોલી " સમીર તે ગગન ની આંખો જોઈ હતી"
" ના મે આવું કંઈ ધ્યાન થી જોયું નથી શું થયું."
" એની આંખો અલગ લાગતી હતી."Rate & Review

Shahejad Bhatthi

Shahejad Bhatthi 8 months ago

Nayana Nakrani

Nayana Nakrani 10 months ago

Ravirajsinh Sodha

Ravirajsinh Sodha 10 months ago

Hema Patel

Hema Patel 11 months ago

Pragnesh Desai

Pragnesh Desai 12 months ago