એક પૂનમની રાત - પ્રકરણ-13 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-13

એક પૂનમની રાત - પ્રકરણ-13

એક પૂનમની રાત 
પ્રકરણ-13
દેવાંશને સિદ્ધાર્થ એનાં મિત્રમાં ઘરે મિલીંદનાં ઘરે અલકાપુરી સોસાયટી મૂકવા માટે આવે છે. એ લોકો હજી વાતો કરી રહ્યાં હોય છે અને મોટેથી ધબાક કરતો અવાજ આવે છે અને એ લોકો ચમકીને અવાજ આવ્યો એ તરફ જાય છે અને જુએ છે તો મીલીંદ ત્યાં તરફડતો હોય છે. 
દેવાંશ મીલીંદનાં નામની ચીસ પાડીને એની પાસે જાય છે. એનું માથુ ફાટી ગયું હોય ચે એ કણસતો હોય છે મીલીંદનાં દેહમાંથી એનો જીવ નીકળી જાય છે. દેવાંશથી રડતાં રડતાં ચીસ પડાઇ જાય છે. મીલીંદ મીલીંદ સિધ્ધાર્થ પણ આશ્ચ્રર્ય અને આધાતથી જોઇ રહે છે. 
મીલીંદનાં મંમી અને એની દીદી અને અન્ય સગાવ્હાલા મિત્રો દોડીને ત્યાં આવી પહોચે છે તેઓ ખૂબ આક્રંદ કરી રહ્યાં હોય છે. મીલીંદની વંદના દીદી દેવાંશ પાસેથી મીલીંદને એનાં ખોળામાં લે છે અને રડતાં રડતાં બોલે છે અરે મીલીંદ આવુ કેવી રીતે થયું ? કેમ આવું કર્યુ એની મંમી યશોદાબેન પોકે અને પોકે રડે છે. બધાને ખૂબજ આશ્ચ્રર્ય હોય છે મીલીંદે આમ ટેરેસ પરથી ભૂસ્કો કેમ માયો ? કેવી રીતે પડી ગયો. 
સિધ્ધાર્થને આશ્ચ્રર્ય હતું એમણે એમની પોલીસની ડયુટી બજાવતાં પૂછ્યું મીલીંદ કેવી રીતે આમ પડી ગયો ? એની મંમીએ રડતાં રડતાં કહ્યું અરે એતો આ દેવાંશની રાહ જોઇ રહ્યો હતો એ ખૂબ ખુશ હતો એ શા માટે કૂદી પડે ? ચોક્કસ કોઇએ... પછી અટકી ગયાં. એની વંદના દીદીએ કહ્યું. મીલીંદ ખૂબ ખુશ હતો એણે દેવાંશની રાહ જોતાં કંઇ લીધું પણ નહોતું બધાં મ્યુઝીક અને ડાન્સ કરી રહ્યાં હતાં. અચાનક ચીસ સંભળાઇ અમે નીચે જોયું તો ... મીલીંદ... 
સિધ્ધાર્થે વાત સાંભળીને કહ્યું આ સ્યુસાઇડ હોય એવુ લાગે છે પહેલાં એનું પોસ્ટમોર્ટમ કરાવવુ પડશે પછી બધી તપાસ થશે એમ કહીને એમણે ફોન કર્યો ત્યાં કાળુભા-મનીશ અને ભાવેશ બધાં ત્યાં દોડી આવેલાં એ લોકોનો આ જોઇને ડઘાઇજ ગયાં હતાં. કાળુભા બોલ્યાં આજે આ બધું શું થવા બેઠું છે ? અને સિધ્ધાર્થની સામે જોવા લાગ્યાં. 
સિધ્ધાર્થે બધાને આશ્વાસન આપતાં કહ્યું તમે બધાં શાંત થાઓ આજે થવાનું હતું થઇ ગયુ છે. પછી કાળુભા અને ભાવેશને કહ્યું તમે ટેરેસ પર જઇને તપાસ કરી આવો. ત્યાંજ મીલીંદનાં પાપા ભવાનસિંહ રડતાં રડતાં આવ્યાં એમણે ડ્રીક લીધેલું હતું તેઓ ત્યાં વરન્ડાનાં પગથિયા પર બેસી પડેલાં એમણે કહ્યું આમ મારાં દીકરાને શુ થઇ ગયું. આતો શુભ પ્રસંગમાં આવો કારમો સમય જોવાનો આવ્યો. એમને એમનો જમાઇ અભિષેક સાંત્વન આપી રહેલો. ભવાનસિંહે કહ્યું હજી એ જીવતોજ હશે પહેલાં એને હોસ્પીટલ લઇ જાઓ એમ્બુલ્ન્સ બોલાવો અથવા ગાડીમાં લઇ જાઓ એને કંઇ થવું ના જોઇએ. 
સિધ્ધાર્થે બાજી સંભાળતાં કહ્યું વડીલ તમે શાંત થાઓ અમે હોસ્પીટલ લઇ જઇએ છીએ અને ત્યાંજ એમ્બુલન્સ આવી ગઇ. સિધ્ધાર્થે ફોન કરેલો તાત્કાલીક એલોકો આવી ગયાં. સિધ્ધાર્થે મનીષને કહ્યું તું અને દેવાંશ મીલીંદને લઇને હોસ્પીટલ પહોંચ્યો હું આવું છું એમ કહીને મીલીંદને હોસ્પીટલ લઇ જવાની તૈયારી કરી. 
સિધ્ધાર્થે વિક્રમસિંહને ફોન કર્યો અને આખી વિગત સમજાવી. વિક્રમસિંહને આધાતજ લાગ્યો. એમણે કહ્યું આવુ કેવી રીતે બને ? હું ત્યાં આવું છું કહીને ફોન મૂક્યો. 
એમ્બ્યુલન્સ મીલીંદનાં શબને દેવાંશ-મનીષ અને અભિષેક ભાવે અને વંદનાદીદીને લઇને હોસ્પીટલ લઇ જવા નીકળ્યાં.
સિધ્ધાર્થે એનાં ઘરનાં અને સગાવ્હાલા જે પાર્ટીમાં આવ્યાં હતાં બધાં સાથે પૂછપચ્છ કરવા માંડી કે શું થયું હતું એ માહીતી એક્ઠી કરવા માંડી. 
ત્યાં થોડીવારમાં વિક્રમસિંહ આવી ગયાં. એમણે ભવાનસિંહ સાથે વાત કરી આશ્વાસન આપ્યું પણ બધાંને ખૂબ આધાત લાગેલો હતો. યશોદાબેનનું રડવાનું શાંત નહોતું થતું. સિધ્ધાર્થે વિક્રમસિંહજીને કહ્યું હું ટેરેસ પર નિરીક્ષણ કરીને આવું છું અને તેઓ ટેરેસ પર ગયાં. 
ટેરેસ પર બધું શાંત થઇ ગયું હતું બધે લાઇટો-સીરીઝ બધુ ચાલુ હતું સંગીત પીરસનારાં બધુ આટોપી રહેલાં. કાળુભા અને ભાવેશ જ્યાંથી મીલીંદ પડ્યો હતો ત્યાં બારીકાઇથી જોઇ રહેલાં. પાર્ટી શુભ પ્રસંગની હતી બધી વાનગીઓ અને ડ્રીંક એમનાં એમ પડેલાં. સિધ્ધાર્થે જોયુ કે સોફ્ટ અને હાર્ડડ્રીંક ની બધી બોટલો હતી બધાં મિત્રો અને સ્નેહીઓએ એની રંગત માણી હતી સિધ્ધાર્થે મ્યુઝીક પાર્ટીવાળા સાથે પૂછપચ્છ કરી તો જાણવા મળ્યુ કે પાર્ટી 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ હતી બધાં ખૂબ આનંદમાં હતાં બધાં ડ્રીંક લઇ રહેલાં ડાન્સ ચાલુ હતો. 
મીલીંદનાં હાથમાં ગ્લાસ હતો પણ એ દેવાંશની રાહ જોઇ રહેલો એ પણ ડાન્સ કરી એનાં દીદી અને બનેવી સાથે આનંદ કરી રહેલો. ચાલુ ડાન્સે એ ગ્લાસ લઇને બહાર જોયા કરતો હતો કદાચ દેવાંશની રાહ જોઇ રહેલો. અને બધાં ગીત સંગીતમાં બીઝી હતાં બધાં ટીખળ અને મસ્તી કરી રહેલાં અને અચાનક આ લાઇટની સીરીઝ ખેંચાઇ કદાચ મીલીંદનાં પગમાં ભરાઇ હતી અને પછી ચીસ જેવો મોટો ધબાકો થયો અને રંગમાં ભંગ પડ્યો. 
કોઇને કંઇ ખબર ના પડી કે અચાનક શું થઇ ગયું અને અને બધાએ ઉપરથી નીચે જોયું ત્યારે ખબર પડી કે મીલીંદ તો નીચે પડી ગયો છે ? એણે ભૂસ્કો નથી માર્યો અકસ્માતેજ આ કાળી ઘટના ઘટી છે પણ ખબર ના પડી કે આ 2 થી 2।। ફૂટની પાળી પરથી ફંગોળાઇને એ નીચે કેવી રીતે પડી ગયો ?
બધાની સિધ્ધાર્થે જુંબાની લીધી વાતો સાંભળી બધાં એક સરખીજ વાતો કરી રહેલાં. સિધ્ધાર્થને આશ્ચ્રર્ય થયું કે આ નવી નવાઇની વાત છે કેવી રીતે બન્યુ ? જેનાં મોઢે સાંભળવાનું હતું એ તો જીવતો નથી રહ્યો. પછી બધાં ફોટા પાડીને વિગતો એકઠી કરી અને સિધ્ધાર્થે નીચે આવ્યો અને વિક્રમસિંહજીને કહ્યું સર આ કોઇ અકસ્માતે આવુ થયું લાગે છે. બધાંએ એકસરખું નિવેદન આપ્યું છે હું હોસ્પીટલ પહોચું છું ત્યાં પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવે વધારે ખ્યાલ આવશે. 
વિક્રમસિંહે ઘરનાં બધાને આશ્વાસન આપ્યુ અને કહ્યું હું પણ આવું છું ચાલો હોસ્પીટલ જઇએ. 
સિધ્ધાર્થ અને વિક્રમસિંહ સીટી હોસ્પીટલ પહોંચ્યાં. ત્યાં મીલીંદનો મૃતદેહ અંદર લેવા ગયો હતો હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. 
વંદના દીદી દેવાંશને વળગીને ખૂબ રડી રહેલાં. દેવું આ શું થઇ ગયું મારો એકનો એક ભાઇ આમ મને છોડીને ચાલ્યો ગયો. કંઇ દુઃખ તક્લીફ નહોતી આમ કુદરતે આવો કારમો ઘા કેમ કર્યો. સિધ્ધાર્થ એ લોકોને જોઇ રહેલો. સિધ્ધાર્થની આંખોમાં પણ આંસુ ઘસી આવ્યાં. એણે પછી અભિષેકને બાજુમાં બોલાવીને પૂછ્યું. તને છેલ્લે મીલીંદને કેવી રીતે જોયેલો ? એ ટેરેસમાં ક્યાં હતો ?
અભિષેકે આંખો લૂછીને કહ્યું અમે બધાં પાર્ટી કરી રહેલાં મીલીંદ અમને કોન્ગ્રેચ્યુલેશન કહી ડ્રીંક લઇને બંન્નેને પીવરાવી એણે એક સીપ લીધી અને કહ્યું. જીજા મારો ખાસ મિત્ર દેવાંશ આવેજ છે મેં ફોન કર્યો છે. એ આવે પછી અમે ખૂબ ધમાલ કરીશું પાર્ટીને ચાર ચાંદ લગાવી દઇશું. એ આવે પછી મજા આવશે. એમ કહી ડાન્સ કરતાં કરતાં વારે વારે ટેરેસથી બહાર જોઇ રહેલો. 
અમે લોકો ગીત સંગીત ડાન્સમાં પરોવાયેલા હતાં. પાપા-મમ્મી ત્યાં બેઠાં હતાં એકબાજુ એ લોકો પણ તાળી પાડીને એન્જોય કરતાં હતાં. બધાંજ ખૂબ મસ્તીમાં હતાં. 
ત્યાં લાઇટની એક સીરીઝ ખેંચાઇ ત્યાં તડતડ એવો અવાજ આવ્યો અને પછી મીલીંદની ચીસ સંભળાઇ બસ. અને જોયું કે મીલીંદ નીચે પડ્યો છે તરફડે છે બધાને અમને એજ આશ્ચ્રર્ય છે કે એ પાળી વટીને નીચે કેવી રીતે પડ્યો કારણકે એ બાજુ બીજી કોઇ હાજર પણ નહોતું. બધાંજ પાર્ટી એન્જોય કરી રહેલાં. 
સિધ્ધાર્થે કહ્યું ઓકે તમે વંદના બહેનને સંભાળો દેવાંશ પણ ખૂબ ડીસ્ટર્બ છે.. અને વિક્રમસિંહ સામે જોઇને કહ્યું આ બધુ કંઇ સમજાય નહીં એવું છે. સર આજે આખો દિવસ આવો ગયો. ત્યાં ડોક્ટરે બહાર આવીને સિધ્ધાર્થેને બોલાવીને કહ્યુ સર.. આ રીપોર્ટ.. પણ આમાં..... 
વધુ આવતા અંકે - પ્રકરણ - 14Rate & Review

Paresh Patel

Paresh Patel 1 week ago

Raymal Bhai Dangar
Krina patel

Krina patel 3 weeks ago

Deepa Shah

Deepa Shah 4 weeks ago

Sonal Parmar

Sonal Parmar 4 months ago