Highway Robbery - 2 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 2

હાઇવે રોબરી 02

સામેની ગાડીમાં સિક્યુરિટી ગાર્ડ રતનસિંહ હતો..જે જવાનસિંહને જી.પી.એસ.થ્રુ એમની ગાડી નું લોકેશન મોકલતો હતો. વસંત , જવાનસિંહ અને રતનસિંહ ત્રણે એકબીજાને ઓળખતા હતો. પણ જ્યારે આ કામનું આયોજન કર્યું ત્યારે તેમા વસંત અને જવાનસિંહ જ મુખ્ય આયોજક હતા. જવાનસિંહે બધી જવાબદારી પોતાના ઉપર લીધી હતી. અને રતનસિંહ અને બીજા બે સમાજ થી તરછોડાયેલા યુવાનો ને તેમાં સામેલ કર્યા. કોઈપણ સ્ટ્રેટેજી વસંત તૈયાર કરતો અને જવાનસિંહને કહેતો. પછી જવાનસિંહ બધાને સ્ટ્રેટેજીની જરૂરી વાતો કહેતો. જવાનસિંહ બધાને ઓળખતો અને બધા જવાનસિંહને ઓળખતા. પણ વસંતને ફક્ત જવાનસિંહ જ ઓળખતો. રતનસિંહ વસંતને ગામના વ્યક્તિ તરીકે ઓળખતો હતો. પણ રતનસિંહ ને એ ખબર નહતી કે વસંત પણ આ કામ માં સામેલ છે.અને એટલે વસંતે પોતાનો દેખાવ બદલ્યો હતો.બીજા બધાએ પણ દેખાવ બદલવા કોશિશ કરી હતી. પણ એ લોકો એ બાબત માં ગંભીર ન હતા.એક સ્પષ્ટ સુચના હતી કે બને ત્યાં સુધી ગોળી ચલાવ્યા વગર કામ કરવાનું હતું.
સામેની ગાડીની દિશા નક્કી થઈ ગઈ હતી. એટલે એ ગાડીની નજીક જવાનું હતું. ગાડી સિટીની બહાર નીકળે પછી સારી જગ્યાએ ઓપરેશન કરવામાં આવશે એમ નક્કી કરવામાં આવ્યું હતું. જવાનસિંહ ડ્રાઈવરની સાથે આગળ બેઠો હતો. વસંત બીજા બે માણસ સાથે પાછળ બેઠો હતો.
આગળની ગાડી નારોલ ચોકડી છોડી આગળ વધી. હવે વસંતે એની ગાડીની ઝડપ વધારવાનું કહ્યું.
નારોલ ચોકડી થી પાંચ કિલોમીટર દૂર ગયા પછી એ ગાડીના દર્શન થયા. જવાનસિંહે બાઈનોક્યુલર આંખે લગાવ્યું. આગળ ડ્રાઈવરની બાજુ માં બીજો એક માણસ બેઠો હતો. બાકીના ત્રણ જણ , જેમાં એક રતનસિંહ હતો એ પાછળ બેઠા હતા. એમ કુલ પાંચ માણસો હતા. એમાં એક રતનસિંહ તો જવાનસિંહનો માણસ હતો એટલે ચાર ને જ સાચવવાના હતા.
આગળની ગાડી થી અંતર રાખવાનું હતું. જેથી એમને કોઈ ડાઉટ ના જાય.
સાંજના પાંચ વાગ્યા હતા. ઉનાળાનો સમય હતો એટલે હજુ અંધારું થયું નહતું . જવાનસિંહે ડ્રાઈવરને કહ્યું ,એ ગાડી ને ઓવર ટેક કરો.આગળ જઇ કોઈ સારી જગ્યા જોઈ ઉભી રાખીએ.'
ડ્રાઈવરે ગાડી ભગાવી બીજા ચાર - પાંચ કિલોમીટર દૂર એક જગ્યાએ પહોળી જગ્યા હતી. એ જગ્યા પસંદ કરી. ત્યાં સાઈડમાં પોલીસની ટાટા સુમો ઉભી રાખી. જી.પી.એસ બતાવતું હતું કે થોડી વારમાં એ ગાડી આવવી જોઈએ. બધા નીચે ઉતરી તૈયાર થયા. બધાના હદય ધડકતા હતા. બધાએ શુ કરવાનું છે તે સમજાવી દીધું હતું.
ગાડી આવી. આગળ પોલીસ વાન ઉભી હતી. પોલીસે ગાડી સાઈડમાં લેવા ઈશારો કર્યો. ગાડી સાઈડ માં ઉભી રહી.
જવાનસિંહ ડ્રાઈવરની બાજુ માં ગયો. વસંત આગળ બેઠેલ વ્યક્તિ તરફ ગયો. શરૂઆતમાં ગાડીના કાગળિયા જોવા માગ્યા. જવાનસિંહ કાગળ લઈ ઉભો રહ્યો હતો. દરેકની પાસે ક્લોરોફોર્મની બોટલ અને એક રૂમાલ તૈયાર હતા. બધાને બેહોશ કરવાના હતા.બધા ફક્ત હુકમની રાહ જોતા હતા.
પરંતુ આગળની ગાડી માં ડ્રાઈવર ની બાજુ માં જે માણસ બેઠો હતો તે મશહૂર ડોન દિલાવર નો ભાઈ અમરસિંહ હતો.
આ ગાડી કોઈ પણ રસ્તે સહી સલામત પહોંચે તે માટે રસ્તા માં આવત તમામ પોલિસ સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. તો આ પોલીસ ક્યાંથી આવી ? કંઈક ગડબડ છે. અમરસિંહે પિસ્તોલ કાઢી તૈયાર રાખી. ત્રણ પોલીસવાલા પાછળના ત્રણ જણને અને ગાડીને ચેક કરવા પાછળ ગયા હતા.
વસંત પણ આગળની સીટ તરફ ગયો. અંદર બેઠેલ અમરસિંહે અંદર બેસી ને જ પિસ્તોલ વસંત તરફ ધરી દીધી. પાછળ બેઠેલ રતનસિંહ ને લાગ્યું કે આતો આખો પ્રોગ્રામ ચોપટ કરશે. રતનસિંહે પોતાની લાંબી 303 ગન ઉંધી કરી એ આગળ પિસ્તોલ કાઢીને બેઠેલા અમરસિંહના માથા માં જોર થી ફટકા માર્યા.બે ફટકામાં એ બેહોશ થઈ ગયો. ડ્રાઈવર ની બાજુ માં ઉભેલા જવાનસિંહે સેકંડોમાં ડ્રાઈવર ને રૂમાલ માં કાંઢેલું ક્લોરોફોર્મ વધારે સુઘાડી બેહોશ કરી નાખ્યો. રોડ ઉપર નહિવત ટ્રાફિક હતો . અને જે અવરજવર હતી , એ પણ પોલીસની કાર્યવાહી થી દુર રહેવા માંગતા હતા
પાછળ બેઠેલામાં એક રતનસિંહ પોતાનો માણસ હતો.એટલે પાછળ બેઠેલા બીજા બે ને બેહોશ કરતા વાર ના લાગી.
રોડ પર અવરજવરનું ધ્યાન રાખી , ટાટા સુમોમાં પાછળ જગ્યા કરી એ ચારે જણ ને સુવડાવી દીધા. ટાટા સુમોમાં વસંત અને રતન સિંહ ગોઠવાયા અને સામેવાળાની ગાડી જવાનસિંહે ચલાવી લીઘી. બન્ને ગાડીઓ આગળ જઈ યુ ટર્ન લઈ , પાછા નર્મદા કેનાલની આજુમાં રહેલ તૂટેલી રૂમો બાજુ લઈ લીધી. અને ત્યાં ગાડીઓ ઉભી કરી દીધી.
સૌથી પહેલા એ ચારે જણને હાથ પગ દોરડા થી બાંધી , મો પર પટ્ટી પણ મારી દીધી.સામે વાળાની ગાડી માં ઇમ્પોર્ટડ તિજોરી ફિક્સ કરેલી હતી..સાયલેન્સર વાળી પિસ્તોલ થી તિજોરી નું લોક તોડવાની કોશિશ કરી. સાયલેન્સર વાળી ગન માંથી ચાર રાઉન્ડ બાદ તિજોરી ખુલી. એમાંથી સહેજ પાતળી સાઈઝની ચાર સૂટકેશો નીકળી. જ્યારે વધારે સંપત્તિ લઈ જવાની હોય તો જ આ ગાડી નો ઉપયોગ થતો હતો. રતનસિંહ છેલ્લા ચાર મહિના થી આ ગાડીની મુમેન્ટ પર ધ્યાન રાખતો હતો.
સવારે આ ગાડી ને સાફ કરવામાં આવી હતી. રતનસિંહ ને સુચના આપવા માં આવી હતી કે આજે બહાર જવાનું છે. કાલે પાછા અવાશે. આ બાબતો પરથી રતનસિંહને સમજાયું કે આજે મોટો માલ જશે. આ બધી વાતો એણે જવાનસિંહ ને જણાવી. આ એક અનુમાન હતું. સાચું પડી શકે અને ખોટું પણ પડી શકે.
પોલીસના કપડાં બદલી એક અલગ થેલીમાં મૂકી અલગ રાખ્યા હતા. ટાટા સુમો પરથી પોલીસ લાઈટ અને સ્ટીકરો કાઢી નાખવામાં આવ્યા. હવે રૂપિયા વહેંચવાનો પ્રોગ્રામ શરૂ થયો. વસંતે કહ્યું : ' પહેલા થી નક્કી થયું તેમ વસંત અને જવાનસિંહ ના બે બે ભાગ અને બાકી ના સભ્યો નો એક એક ભાગ. રૂપિયા ગણ્યા વગર સીધા બન્ડલો જ વહેંચવા માં આવ્યા. વસંત અને જવાનસિંહ બે બે બંડલ લેતા. પેલા ત્રણ અને રતન સિંહ ને એક એક બંડલ આપતા હતા. ધારણા કરતા વધારે રૂપિયા મળ્યા હતા.
જવાનસિંહ ફિક્સ નાની તિજોરી માંથી નીકળેલી ચાર પાતળી સાઈઝ ની સૂટકેશોની અંદર હાથ ફેરવતો હતો. એને કંઇક ડાઉટ હતો. પણ તે કંઈ બોલ્યો નહિ.
વસંતે બધાને કહ્યું.' ,કોઈ ને મનદુઃખ તો નથી ને? , હોય તો અત્યારે જ કહી દો.'કોઈ ને મન દુઃખ નહતું. ધાર્યા કરતાં વધારે રૂપિયા હશે.હજુ ગણવાનું બાકી હતું. આખા બડલો ને વહેંચી લીધા હતા.
જવાનસિંહે વસંત ને કહ્યું.' ,આ ચાર સૂટકેશ મને બહુ ગમે છે. પાજી તમે લઈ જાઓ , હું રાત્રે કે કાલે આવી ને લઈ જઈશ.'
જવાનસિંહે ડ્રાઈવર ને કહ્યું , ' પાજી ને ઉતારી ને આવ..પછી આપણે જેમને બાંધ્યા છે એમની વ્યવસ્થા કરીએ. '
વસંતની એરબેગ ને મોટી કરાતી હતી. એરબેગ નો સામાન સૂટકેશ માં ભર્યો. અને બે સૂટકેશ એર બેગ માં મૂકી. અને જે સૂટકેશ માં સામાન ભર્યો હતો તે બે સૂટકેશ હાથ માં રાખી.
ડ્રાઈવર વસંતને હાઇવે સુધી લઈ ગયો ત્યાંથી થોડે દુર હોટલ આશીર્વાદ હતી. ડ્રાઈવર વસંત ને હાઇવે પર ઉતારીને ચાલ્યો ગયો. વસંત હોટલ સુધી જતા પહેલા, રસ્તામાં આવતા ખાડા મા ઉતરી ગયો. સરદારજી ના ગેટઅપ નો સામાન કાઢી બેગ માં મૂકી દીધું..ટી શર્ટ કાઢી નાખ્યું. શર્ટ પહેરી લીધો.મો પાણી થી ધોયું.
રાતના દસ વાગવા આવ્યા હતા..એરબેગ ખભે ભરાવી અને બે પાતળી સૂટકેશ હાથ માં લઇ હોટલ આશીર્વાદ સુધી પહોંચ્યો. બહાર બે ટ્રક ઉભી હતી. કોઈ માણસ બહાર દેખાતું ન હતું. અંદર ખાસી ભીડ હતી. વસંતે હોટલ માં જવાનું ટાળ્યું. એ ટ્રકની સાઈડમાં મુકેલી મોટરસાઇકલ પાસે ગયો. બે સૂટકેશને મોટરસાઇકલની બન્ને બાજુ બાંધી દીધી.એરબેગ ખભે ભરાવી.મોટરસાઇકલ ચાલુ કરી અને.એ ખેતર તરફ ચાલ્યો. ખેતર ની ઓરડી માં ગયો. સૂટકેશ અને એર બેગ સંતાડી દીધી અને પાણી પીધું અને ખાટલા માં આડો પડ્યો.
હદય હજુ જોર જોર થી ધડકતું હતું. મેઇન કામ પૂરું થયું પણ હજુ પોલીસ તપાસ હવે ચાલુ થશે.હવે શું થશે? મન વિચારે ચડ્યું.
ઉંઘ આવવા લાગી.આટલો સ્ટ્રેસ એને ક્યારેય નહોતો થયો.લગભગ અઢી કલાક પછી જવાનસિંહ આવ્યો.પાણી પીધું.ખાલી સૂટકેશો મગાવી.અને જવાનસિંહ સૂટકેશને ચેક કરવા લાગ્યો.એણે છરો કાઢ્યો અને એના તળિયા ને ચીરી નાખ્યું.
બન્ને ની આંખો અંજાઈ ગઈ.બીજી ત્રણ પાતળી સૂટકેશના તળિયાને પણ ચિરવા માં આવ્યા.બન્ને ની આંખો અંજાઈ ગઈ.ચારે સૂટકેશના તળિયા માં તળિયા ની સાઈઝ નું જાડા કપડાં નું પડ હતું.અને એમાં હીરા ગોઠવેલા હતા.....

(ક્રમશ:)