Highway Robbery - 3 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 3

હાઇવે રોબરી 03

ચારે સૂટકેસના તળિયે હીરા ગોઠવેલ હતો.જવાનસિંહે બાજુમાં પડેલી થાળીમાં બધા હીરા ભેગા કર્યાં. દોઢ થી બે ખોબા ભરાય એટલા હતા.
જવાનસિંહ : 'આનું શુ કરીશું ?'
'નક્કી થયા પ્રમાણે બધા વચ્ચે વહેંચી દઈએ.'
'ના ગુરુ , બીજા બધાના ભાગે એટલું કામનું ભારણ અને સ્ટ્રેસ નહતા.વળી જે રૂપિયા બધાના ભાગે આવ્યા તે પણ ઘણા છે.'
'તે પણ ખૂબ કામ કર્યું છે.તું અડધો ભાગ લઈ લે.'
'ના , તમે મારા અન્નદાતા છો.આ કામ તમે કેમ કર્યું એ મને સમજાતું નથી.પણ કંઈક જરૂરિયાત તો હશે જ. તમે આ રાખો.હાલ તો આનું કંઈ થશે પણ નહિ.'
' ઠીક છે.પછી પાછળનું કામ પતી ગયું?'
' એમાં થોડો લોચો પડ્યો છે.'
' શુ થયું.'
' રતનસિંહે જેને બંદુક મારી હતી.એ મરી ગયો હતો . એને ગરદન અને માથાના ભાગે વાગ્યું હતું. એના વિટનેસ એનો ડ્રાયવર અને પાછળ બેઠેલા બે જણ હતા. એ ત્રણ પોલિસને બધું કહી દે. અને તરત જ આપણે પકડાઈ જઈએ. એટલે.....'
' એટલે શું? '
' એટલે એ બન્ને ને પણ મારવા પડ્યા.'
વસંતે આંખો બંધ કરી દીધી.લૂંટ સાથે ત્રણ ખૂંન....' અને રતનસિંહ ?
' એ હાલ સલામત છે.પણ એ પેલા લોકોનો સિક્યુરિટી ગાર્ડ હતો.બધા મરી ગયા અને એ જીવે તો પોલીસ સૌથી પહેલા એને રિમાન્ડ પર લેશે.અને એ ચાર દિવસ થી વધારે ટકી નહિ શકે.પછી આપણો પ્લાન ચોપટ. એનું તમારા પર છોડ્યું છે.'
' અત્યારે ક્યાં છે એ.'
' ત્યાંજ છે. કેનાલ પાસે. મારો માણસ ત્યાં છે.'
' એક માણસને બચાવવા જઈશું તો પાંચ જણ જોખમ માં મુકાશે. તને શું લાગે છે? '
' એક સામે પાંચ જોખમ માં ના મુકાય.'
' મુક્ત કરી દો એને.'
' ઓ.કે.ગુરુ , હવે આપણે કામ વગર નહિ મળિયે. બધું સંતાડી દેજો. અને મોબાઈલ નષ્ટ કરી દેજો.'
બન્ને એ હાથ મિલાયા અને જવાન સિંહ જતો રહ્યો.
વસંતે હીરા એક પ્લાસ્ટીકની થેલીમાં ભર્યા. બીજી ત્રણ મજબૂત કોથળીઓમાં એ મૂકી ઉપર દોરી બાંધી. એ પેકેટ એરબેગમાં મૂક્યું.
વસંતે કેશ એર બેગ માં ભરી.બધો સામાન ચેક કરી લઈ લીધો.દેશી પિસ્તોલને હથોડા થી તોડી નાખી.
**************************
રાતનો એક થયો હતો.વસંત મોટરસાઇકલ ચાલુ કરી નીકળ્યો.એણે સ્મશાન સાઈડનો રસ્તો લીધો.સ્મશાનમાં સાંજે કોઈને અગ્નિદાહ આપ્યો હશે.એક જગાએ હજુ આછા અંગારા દેખાતા હતા.એણે મોટરસાઇકલ પાર્ક કરી. આજુબાજુ જોયું.કોઈ નહતું.ગામ નાનું હતું એટલે સ્મશાન માં કોઈ રહેતું ન હતું.
વસંતે આજુબાજુ માંથી થોડા લાકડા અને ઘાસ અંગારા પર નાખ્યા.પવન સારો હતો. થોડીવારમાં અગ્નિ બરાબર પ્રગટ્યો. વસંતે લૂંટ માં આવેલ ચાર બેગો , ડુપ્લીકેટ દાઢી મૂછ અગ્નિમાં નાખ્યા. બધું બરાબર બળી ગયું ત્યાં સુધી એ ત્યાં બેઠો.
***********************
બે ગામની વચ્ચે થી રેલવે લાઈન પાસ થતી હતી.બન્ને ગામ વચ્ચે એક સ્ટેશન હતું. દિવસમાં બે બે ગાડી આવતી હતી. વસંતે ત્યાં મોટરસાઇકલ ઉભી રાખી.સ્ટેશન પર કોઈ સ્ટાફ નહતો. સ્ટાફ વગરનું સ્ટેશન હતું .
વસંત અડધો કલાક ત્યાં રોકયો. અને ઘરે પાછો આવ્યો ત્યારે સવા બે થઇ ગયા હતા. એણે મોટરસાઇકલ અંદર પાર્ક કરી. મોટરસાઇકલ નો અવાજ સાંભળી રાધા જાગી ગઈ. એ પાણી લઈને આવી.
' બહુ મોડું થયું?'
' ટ્રેકટર ની સર્વીસ કરવા ગયો હતો. એમાં મોડું થયું.'
વસંત ઘણી વાર ટ્રેકટરની સર્વીસ કરવા જતો હતો. એટલે એ કંઈ નવું નહતું. વસંતે હાથપગ ધોયા. અને રાધા ખાવાનું લઈને આવી. મન ન હતું. છતાં રાધાના આગ્રહના કારણે થોડું જમી લીધું. પછી સુવા ચાલ્યો ગયો. રાધા પણ સુઈ ગઈ.
વસંત સવારે જલ્દી ઉઠી ગયો. રાધા બહાર કામ કરતી હતી. વસંતે એરબેગ માંથી તમામ રકમ કાઢી પ્લાસ્ટીકની થેલીમાં બધું પેક કરી માળિયામાં છુપાવી દીધું.
મહિનાઓ થી મગજ પર રહેલો ભાર જાણે ઉતરી ગયો.
***********************
સવારના સાત થયા હતા. દિલાવરનો ફોન અગ્રવાલ આંગડિયા પેઢીના મેનેજર પર ગયો.
' અમરનો ફોન લાગતો નથી. તમે તમારા માણસને ફોન કરી જુઓ ક્યાં પહોંચ્યા એ લોકો?'
મેનેજર રમણીકે બધાને ફોન કરી જોયો પણ કોઈનો ફોન લાગતો ન હતો. રમણીકે માલિક અગ્રવાલ સાહેબને ફોન કરી વાત કરી. આમ તો એ લોકો પહોંચી જવા જોઈએ. અને ગાડી બગડી હોય તો પણ કોઈનો ફોન તો લાગવો જોઈએ. અમરસિંહ દિલાવરનો સગો ભાઈ તો નહોતો પણ બન્ને નાનપણથી અનાથાશ્રમમાં મોટા થયા હતા. અને બન્નેનું કોઈ સગુ ન હતું. એટલે દિલાવર માટે અમર ભાઈ કરતા વધારે હતો.
બાર વાગ્યા સુધી જેટલી કોશિશ થઈ શકે એટલી કરી. આખરે થાકીને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરવામાં આવી. પોલીસ માટે બે મુદ્દાને કારણે તરત જ તપાસ કરવી જરૂરી હતી. એક તો બધાના ફોન બંધ આવતા હતા અને ત્રણ કરોડ રૂપિયા રોકડ હતા. આટલી મોટી રકમ આવી રીતે કેમ મોકલી એ પ્રશ્ન જરૂર છે પણ પહેલા ગૂમ થયેલાને શોધવા જરૂરી હતા. દિલાવરની સૂચના પ્રમાણે ફરિયાદમાં હીરાનો ઉલ્લેખ કરવામાં ના આવ્યો. અને એ ઉલ્લેખ કરવાની જરૂર પણ નહતી. હાયર લેવલ થી ફોન આવી ગયો હતો કે આ કેસ પર ગહન એક્શન લેવા અને ફરિયાદમાં ના લખાયેલી વસ્તુ જપ્ત કરી કાગળ પર લેવી નહિ.
દિલાવરે એના માણસોને કામે લગાડી દીધા હતા. અંડરવર્લ્ડનો આ માણસ કાયદેસરના ઘણા કામોની સાથે ખોટા કામો પણ ખૂબ કરતો. જેની ઘણા મોટા માણસોને જરૂર રહેતી.

*************************

બીજા દિવસે બપોર પછી ઘેટાં બકરાં ચરાવવા કોઈ ગયો હતો. એણે પોલીસ કન્ટ્રોલ રૂમ પર ફોન કરી જણાવ્યું કે નર્મદા કેનાલની બાજુ માં કોઈ ગાડીમાં કોઈ માણસ છે અને કુતરાઓ ભેગા થઈ ગયા છે.
અડધા કલાક પછી પી.સી.આર.વાન આવી. કન્ટ્રોલ ઓફીસ માં જાણ કરવા માં આવી. એક કલાક માં આખો એરિયા ધમધમી ઉઠ્યો.
ઉચ્ચ ઓફિસરો આવી ગયા.ગાડીની અંદર પાંચ ડેડ બોડી હતી. આખા એરિયાને કોર્ડન કરવામાં આવ્યો. ફોટોગ્રાફર અલગ અલગ એન્ગલથી ફોટા પાડતો હતો. એફ.એસ.એલ.ના માણસો કામે લાગી ગયા. ઘણી જગ્યાએથી ફિગરપ્રિન્ટસ લેવામાં આવી. બુટના નિશાનની પ્રિન્ટ પણ લેવામાં આવી. ટાયરના નિશાનો લેવામાં આવ્યા. ડોગ ટીમ આવી પણ એટલામાં જ ફરીને પાછી આવતી હતી મતલબ ગુનેગારો વાહનમાં આવ્યા હશે.
ફોન કરનાર શખ્સની સઘન પૂછપરછ કરવામાં આવી. પણ કઈ ખાસ માહિતીના મળી.
અગ્રવાલને ફોન કરી રમણીકને બોલાવવામાં આવ્યો. એણે બધાને ઓળખી બતાવ્યા.
દિલાવરને પણ જાણ કરવામાં આવી.
પંચનામું કરી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી.
***************************
રાત્રે દિલાવર અને આંગડિયા એસોસિએશન ના દબાણ હેઠળ કેસ ક્રાઈમ બ્રાન્ચ ના ડી.વાય.એસ.પી. શ્રી.એ.પી.રાઠોડ સાહેબને સોંપવામાં આવ્યો. રાત્રે અગિયાર વાગે બધા કાગળિયા રાઠોડ સાહેબના ટેબલ પર હતા. એમનો બધો સ્ટાફ સામે હાજર હતો.
બધા કાગળિયાઓનો અભ્યાસ કરવામાં આવ્યો.
બીજા દિવસે સવારે આઠ વાગે બધા ને હાજર રહેવાની સૂચના આપવા માં આવી.
( ક્રમશ : )