Highway Robbery - 10 in Gujarati Novel Episodes by Pankaj Jani books and stories PDF | હાઇવે રોબરી - 10

હાઇવે રોબરી - 10

હાઇવે રોબરી 10

જવાનસિંહે ખૂબ વિચાર્યું અને અંતે તે વસંત પાસે ગયો.વસંત ખેતરમાં કામ કરતો હતો.થોડા ખેડૂતો પણ કામ કરતા હતા.બપોરનો સમય હતો. જવાનસિંહ કિટલી બંધ કરીને આવ્યો હતો એટલે વાત ખાસ હોવી જોઈએ. વસંતે કામ પડતું મૂક્યું. ખાટલો ઢાળ્યો.
' બેસ , કેમ આવવું થયું? '
' ગુરુ , તમે આમાં ના પડો તો સારું , ખતરા વાળું કામ છે. થોડા ઘણા રૂપિયા જોઈએ.તો કામ પતે હું તમને આપીશ.'
' જવાનસિંહ વાત આગળ વધવા દે , જો ખતરા જેવું લાગશે તો હું પાછો વળી જઈશ , તને તો વાંધો નથી ને.? '
' ગુરુ મને કંઈ વાંધો નથી , પણ કામ જોખમ વાળું છે.'
' વાંધો નહિ , હું .તું . પ્રહલાદ આપણે ત્રણ હોઈશું. રતનસિંહ સામે હશે..આપણે બીજા કેટલા માણસ જોઈશે? '
' બીજા બે કે ત્રણ ચાલશે.'
' બીજા બે તો બહુ થઈ ગયા.પણ ક્યાંથી લાવીશું?'
' એ મારા પર છોડી દો , પણ પ્લાનનું આયોજન કરવુ પડશે.'
' એક રફ પલાન મારા મગજમાં છે.આપણે એક ગાડીની વ્યવસ્થા કરીએ.જેને એ વખતે પોલીસની ગાડીનું રૂપ આપી દઈએ.આપણા માટે પણ પોલીસની વરદીની વ્યવસ્થા કરીએ. આપણે એ લોકોને કોઈ સારી જગ્યાએ પોલીસના રૂપમાં આસાનીથી ઉભા રાખી શકીશું.પછી એમને ઝબ્બે કરવાના રહેશે.સિક્યુરિટી ગાર્ડ રતનસિંહ જ હોય તો એની કોઈ ચિંતા નથી. બીજા કોઈની પાસે શસ્ત્ર હોય તો એનું ધ્યાન રાખવું પડશે.'
' એમને ઝબ્બે કઈ રીતે કરીશું? '
' એક તો શસ્ત્ર બતાવી ને. '.
' પછી?'
' કોઈ સારી જગ્યાએ એમને બાંધીને માલની વ્યવસ્થા કરી લઈશું.'
' પણ એ લોકો રસ્તામાં વિરોધ કરે તો? '
' એમને ઝબ્બે કરીએ તરત કાંતો એમના હાથ પગ બાંધી દઈએ.'
' જાહેર રોડ પર એટલો ટાઈમ ના પણ મળે.'
' તો એમને બેહોશ કરી દેવા.'
' ટોટલ કેટલી વસ્તુની વ્યવસ્થા કરવી પડશે? '
' એક ગાડી , તેને પોલીસ ગાડીનું રૂપ આપવા ગાડીની છત પર લગાડવા લાઈટ અને થોડા સ્ટીકરો , બે માણસો , પાંચ જણ માટે પોલીસ વરદી , બે ઓરિજિનલ ગન,બાકીની ડુપલીકેટ ચાલશે , એમને બાંધવા થોડા દોરડા.અને બેહોશ કરવા માટે ક્લોરોફોર્મ , અને એ લોકો ને બેહોશ કરી મુકવા સારી જગ્યા શોધવી પડશે.'
' આ બધા માટે ઘણા રૂપિયા ની જરૂર પડશે....'
' એ હું કરી દઈશ. અને એક સરદારજી ના ગેટ અપ ની વ્યવસ્થા કરવાની છે.'
' કાલથી વ્યવસ્થા ચાલુ કરી દઉં છું.'
***********************************
વસંતે બીજા દિવસે પૈસાની વ્યવસ્થા કરી.જવાનસિંહે પ્રહલાદને વચ્ચે રાખીને બે ટપોરીઓને મદદ માટે તૈયાર કર્યા. જોકે એ ટપોરીઓને બધી વાત કરવામાં આવી ન હતી. જવાનસિંહે એક જૂની પણ સારી કન્ડિશનની સુમો ગાડીની વ્યવસ્થિત કરી. જવાનસિંહે રતનસિંહની મદદથી શસ્ત્રોની વ્યવસ્થા કરી. ગાડી પર લગાડવાની લાઇટો તથા સ્ટીકરોની વ્યવસ્થા કરી.બધા માટે પોલીસના કપડાંની વ્યવસ્થા કરી.
પાંચે જણ તથા રતનસિંહ માટે કુલ છ સીમકાર્ડ થોડા વધારે રૂપિયા ખર્ચ કરી બોગસ નામે ખરીદવામાં આવ્યા. છ એ જણને એ સીમકાર્ડ આપવા માં આવ્યા. પરંતુ વસંતનો નમ્બર ફક્ત જવાનસિંહ પાસે હતો.વસંત આ કામમાં સાથે છે એ કોઈને ખબર નહતી. આ ટીમે એકબીજાના સંપર્ક માટે આ બોગસ સીમકાર્ડનો ઉપયોગ કરવાનો હતો.
નેવિગેશનની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી કે જરૂર પડે ત્યારે રતનસિંહ એનું નેવિગેશન ચાલુ કરે જે પ્રહલાદ અને જવાનસિંહ એમના ઇન્સ્ટ્રુમેન્ટ માં જોઈ શકે.
વસંત માટે જવાનસિંહ સરદારજીના ગેટઅપનો સામાન લઈ આવ્યો. વસંતે એનો ટ્રાયલ લીધો. અને પછી વસંત હમેશા બધાને સરદારજીના રૂપમાં જ મળ્યો.
કપડાંનો ટ્રાયલ થઈ ગયો. હથિયાર ચલાવવાનો ટ્રાયલ પણ મહિસાગરના કોતરોમાં કરવામાં આવ્યો.
બધાને કબજે કર્યા પછી ક્યાં લઈ જવા.એ નક્કી કરવા ઘણી જગ્યાઓ જોઈ એક જગ્યા પસંદ કરવામાં આવી.હાઇવેને ક્રોસ કરતી નર્મદા કેનાલની પરેલલ ત્રણ રૂમો નર્મદા કેનાલ બનાવતી વખતે બનાવવામાં આવી હતી. જે અત્યારે ખંડેર હાલતમાં હતી..ત્યાં કોઈની અવરજવર પણ ન હતી.
દરેકે દરેક વસ્તુનું ઝીણવટથી વસંત અને જવાનસિંહે અધ્યયન કર્યું.બન્ને ને બરાબર સંતોષ થયો.
રતનસિંહ ને જવાનસિંહે તમામ બાબત સમજાવી દીધી. રતનસિંહનું કામ ફક્ત એટલું જ હતું કે જે દિવસે વધારે માલ જવાનો હોય ત્યારે તે જવાનસિંહ અને પ્રહલાદને જણાવી દે અને એનું નેવિગેશન સિસ્ટમ ચાલુ કરી દે.રતનસિંહે કોઈને મળવું નહિ એવું નક્કી કર્યું જેથી ભવિષ્યમાં કોઈને કોઈ શંકા ના થાય.
વસંતે જવાનસિંહને સાથે રાખી ચાર વાર બધો ટ્રાયલ લીધો.બધું બરાબર હતું.અને આખરે વસંતે સરદારજીના રૂપમાં જવાનસિંહ , પ્રહલાદ અને બે ટપોરીને સાથે રાખી ફરી આખા રૂટનો અને નર્મદા કેનાલની તૂટેલી રૂમનો રાઉન્ડ મારવામાં આવ્યો. બધા ને એમનું કામ બરાબર સમજાવી દેવામાં આવ્યું.
ક્લોરોફોર્મની વ્યવસ્થા કરવામાં આવી.રૂમાલમાં નાની બોટલ માંથી પ્રવાહી કાઢી કોઈ માણસના નાક પર ઝડપ થી કેવી રીતે લગાવાય તેની પ્રેકટીસ કરવામાં આવી.
બે ટપોરીનું કામ પેલા લોકોને ઝબ્બે કરવા સિવાય ખાસ કંઈ ન હતું.બધા નિર્ણય વસંત કે જવાનસિંહ જ લેવાના હતા.
***************************

જવાનસિંહને આજે ઉંઘ નહોતી આવતી. એણે પાછું પડખું ફેરવ્યું. બધું પોતાના આયોજન પ્રમાણે થતું નથી. વસંતના આયોજનમાં ક્યાંય ખૂનખરાબાનો પ્લાન ન હતો. ફક્ત બધા ને બેહોશ જ કરવાના હતા.
પણ અમરે પિસ્તોલ કાઢી અને રતનસિંહે એને માથામાં રાઇફલ ફટકારી.અને આખું આયોજન બદલાઈ ગયું.
જવાનસિંહ વિચારતો હતો.નવી પરિસ્થિતિ પરિણામો પણ નવા લાવશે.ક્યા પરિણામો આવશે એ ખબર નહતી પણ કંઇક તો થશે જ.પણ એના છાંટા વસંત પર ના ઉડવા જોઈએ.
વારંવાર એ આખા ઘટનાક્રમ ને વાગોળતો. ક્યાંય પકડાવાનો ચાન્સ નહોતો લાગતો. છતાં જવાનસિંહ સમજતો હતો કે પોલીસ કાર્યવાહી એમના વિચારવા પ્રમાણે નથી ચાલવાની. પોલીસ કંઇક તો કરશે.
આજ પહેલા એને પકડાવાનો આટલો ડર નહોતો લાગતો. હવે કદાચ સવિતા અને બાળકોના લીધે એને ડર લાગી રહ્યો હતો. અને કદાચ વસંત.... એના અન્નદાતાના પકડાવાની દહેશતને કારણે ડર લાગી રહ્યો હતો.
( ક્રમશ : )
Rate & Review

bhavna

bhavna 8 months ago

Dipesh  Gandhi

Dipesh Gandhi 9 months ago

Anish Padhiyar

Anish Padhiyar 9 months ago

Paul

Paul 9 months ago

Shashi

Shashi 10 months ago