એક પૂનમની રાત - પ્રકરણ-32 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-32

એક પૂનમની રાત - પ્રકરણ-32

એક પૂનમની રાત 
પ્રકરણ-32

દેવાંશે પેલા પ્રેતને એની સાચી હકીકત એનું સાચું સ્વરૂપ સમજાવી દીધુ કે તારામાં નરી વાસના ભરેલી છે એટલેજ તું પ્રેત થઇ છે. તેં મારો ભવ અભડાવ્યો છે એક નિર્દોષ છોકરીનાં શરીરને અભડાવ્યું છે તારી તો સદગતિ કોઇ કરાવી ના શકે એવું પ્રેત છો. 
પેલું પ્રેત ખડખડાટ હસી રહેલું એણે વ્યોમાને દેવાંશને વળગેલી જોઇ અને બોલી જો પ્રેમ અને ભય શું કરાવે ? મેં આ છોકરીનાં શરીરમાં પ્રવેશ કરીને તને પ્રેમ કર્યો તેં મને પ્રેમ કર્યો મને તૃપ્ત કરી તું પોતે તૃપ્ત થયો એમાં મેં ભવ ક્યાં અભડાવ્યો ?
દેવાંશે કહ્યું હું તને પ્રેમ નથી કરતો તેં મારાં પર કંઇક જાદુ કરેલું તે મને તારી માયા અને મોહપાશમાં લીધેલો એને વંશ થઇ મેં તને પ્રેમ કરેલો. 
પ્રેતે કહ્યું વાહ અત્યારે આ તારી મિત્ર વ્યોમા તને વળગીને ઉભી છે એ શું છે ? ભયથી થતો પ્રેમ ? એને મારો ભય છે એવું જતાવી તને વળગી છે કે તું એને રક્ષણ આપશે. ભયથી પ્રેમ.... એવીજ રીતે મેં તને પ્રેમ કર્યો તારામાં ભય હોય કે પ્રેમ.. પ્રેમ તેં પણ કર્યો. 
અમે શું કરીએ પ્રેતયોનીનાં અમે જીવ અમારે અમારી પ્રેમવાસના આવી રીતે કોઇ બીજાને માધ્યમ બનાવીનેજ સંતોષવી પડે છે હું વિવશ છું પણ આમ તમને વારે વારે વિવશ નહીં કરું. 
સાચુ કહું દેવાંશ અત્યારે વ્યોમા તને જેમ વળગીને ઉભી છે ને મને થાય ફરીથી એનામાં પ્રવેશ કરીને તને ખૂબ પ્રેમ કરી લઊં. તારાં હોઠને ફરીથી ચૂસી લઊં વાહ ? આલ્હાદક એ ક્ષણો હતી તને ભોગવાની અને પ્રેમ કરવાની આઇ લવ યુ.
વ્યોમા દેવને જોરથી વળગી પડી.. દેવ દેવ મને બચાવ આ પ્રેત સાચેજ વાસનાથી ભરેલું છે મને ડર લાગે છે પ્રેમ એ કરે છે અને શરીર મારું બોટાય છે મને ડર લાગે છે એમ કહીને એ રડવા માંડી... 
દેવાંશે મનોમન કંઇક મંત્રો ભણવા માંડ્યા. મંત્રોચ્ચારનાં અંતે એ પ્રેત તરફ આંગળી કરીને સ્વાહા એવું બોલવા માંડ્યો. 10 મીનીટનાં મંત્રોચ્ચાર પછી ત્યાં વાવમાં ધુમાડા જેવું થયું. અને અદશ્ય થઇ ગયું. 
વ્યોમાએ કહ્યું તું અત્યારે કરી શક્યો તો તારે પહેલાં આવાં મંત્રોચ્ચાર કરીને એને ભગાડવાનું હતું દેવાંશે કહ્યું એ સમયે બીલકુલ અજાણ હતો અચાનકજ એણે તારાં શરીરમાં પ્રવેશ લીધો અને મારી સાથે પ્રેમ કરવો શરૂ કરી દીધેલો એની માયાજાળમાં હું બરાબર લપેટાઇ ગયેલો ધીમે ધીમે હું પણ હોંશ ખોઇ બેઠો હતો તું તો સંપૂર્ણ એનાં કહ્યામાં હતી અને તારાં હોઠ જોઇને હું પાગલ બન્યો ખેંચાયો અને પછીતો બધુજ થઇ ગયું જે નહોતું થવુ જોઇતું... 
વ્યોમાએ કહ્યું મારાં હોઠ.. એય લુચ્ચા ફરીથી શરૃ ના કરતો. આમતો તને ઓફીસમાં જોયો એજ દિવસથી તું મને ગમવા લાગેલો પણ આકર્ષણ હતું પ્રેમ નહીં પછી તારાં ઘરે આવી.. પછી તું મને ડ્રોપ કરી ગયો તારી કાળજી અને પ્રેમથી હું ખરેખર ગઇ કાલેજ તારાં પ્રેમમાં પડી ગઇ હતી આઇ લવ યુ દેવું. અને આજે તો તેં મને આખી જોઇ લીધી મારાં અંગ અંગને સ્પર્શી લીધું. જોઇ લીધું બાકી શું રહ્યું છે ?
દેવાંશે કહ્યું એ મેં નહીં કોઇ બીજાએ કરાવ્યું જોયુ આપણે એકબીજાનાં પ્રેમથી નહી કોઇ અગમ્ય બળ અને આકર્ષ ણને કારણે કર્યું. 
વ્યોમાએ કહ્યું એકવાર અહીંથી નીકળીએ પછી વાત કરીએ નહીંતર હું વાત કરુ છું કે પ્રેત એજ નહીં સમજાય એમ કહીને હસી પડી. 
બંન્ને જણાં જીપમાં બેઠાં એને દેવાંશે જીપ ચાલુ કરી વ્યોમાએ કહ્યું જંગલનાં રસ્તે લેજે એકદમજ ઘરે નથી પહોચી જવુ પ્લીઝ. 
દેવાંશ હસી પડ્યો અને બોલ્યો ઓકે. એણે જીપ જંગલ તરફ લીધી અને બંન્ને જણાં નાં મૂક હાસ્ય વચ્ચે બરાબર ઘનઘોર વનમાં આવ્યાં. 
વ્યોમાએ કહ્યું દેવુ જીપ ઉભી રાખ હવે ચારેબાજુ ઝાડ જ ઝાડ છે બસ લીલોતરીજ લીલોતરી વનસ્પતિજ છે કેવો સુંદર પવન વાય છે. સામે મોજું તળાવ દેખાય છે મારે તને એક વાત કહેવી છે. 
દેવાંશે કહ્યું બોલ શું કહેવું છે ? નિસંકોચ કહે અને વ્યોમાએ કહ્યું હું ગઇકાલથીજ તારાં પ્રેમમાં પડી હતી અને આજે એક પ્રેતે મારાં શરીરને વશ કરી તારી પાસે પ્રેમ કરાવ્યો જેમાં એને અને તને તૃપ્તિ મળી મને નહીં હવે અત્યારે હું માંગણી કરું છું મને પ્રેમ કર આમ પણ તેં મને સાવ નિર્વસ્ત્ર સંપૂર્ણ નગ્ન જોઇ લીધી છે. મારાં અંગ અંગને સ્પર્શી ચૂક્યો છે પણ એ બધો સ્પર્શનો એહસાસ બીજાએ લીધો છે મેં નહીં.. હવે જ્યારે બધુજ થઇ ચુક્યું છે તો મને પણ તારાં માટે પ્રેમાગ્નિ પ્રદીપ્ત થયો છે દેવું મને પ્રેમ કર આવીજા... 
દેવાંશે હસતાં હસતાં વ્યોમાનાં હોઠ ને એનાં હોઠમાં લીધાં અને જીભ ફેરવતો ચૂસતો એને પ્રેમ કરવા લાગ્યો એણે વ્યોમાનાં ગળામાં ચુબન કર્યા હજી એ કંઇ કહે પહેલાંજ વ્યોમાએ એનાં વસ્ત્ર દૂર કરી દીધાં અને દેવાંશને સમર્પિત થઇ ગઇ. 
દેવાંશનો રહ્યો સહ્યો સંકોચ દૂર થઇ ગયો એણે વ્યોમાને બાથમાં લઇ લીધી એનાં અંગોને સ્પર્શીને પ્રેમ કરવા લાગ્યો. 
બંન્ને જણાં જીપમાં સૂતા સૂતા મૈથુન કરવા લાગ્યાં બધી વનસ્પતિ અને નિર્જન વિસ્તારમાં સૂમસૂમ વાતાવરણમાં બે દેહ એક થઇ ગયાં અને પ્રેમની પરાકાષ્ઠા પાર કરીને તૃપ્ત થયાં. દેવાંશે કહ્યું આ તૃપ્તિ તો તારી છે ને ? થઇને તને ?
વ્યોમાએ કહ્યું ખૂબ સરસ થઇ લવ યુ દેવું ખબર નહોતી આમ હું તને... કંઇ નહીં પ્રેમી જેવું પાત્ર છે. એટલે મને વિશ્વાસ છે કે તું મને કદી ઓછી નહીં આંકે અને દગો નહીં દે. 
દેવાંશે કીધું હું આટલું જલ્દી કોઇ સાથે શરીર સંબંધ બાંધીશ મને પણ ખબર નહોતી પણ જ્યારે તેંજ સામે રહીને પ્રેમ કબૂલ્યો છે તો મને પણ સંકોચ નથી રહ્યો કોઇ અને તને દગો દેવાનો મને વિચાર સુધ્ધાં ના આવે. 
હવે મારી માં ને કંપની મળી ગઇ આપણે આજે આ જંગલમાં માઁ વનસ્પતિનાં અને પંચતત્વની સાક્ષીમાં ગંધર્વ લગ્નજ થઇ ગયાં મધુરજની પણ માણી લીધી હવે તો બસ કાયદેસર સ્વીકાર કરવાનો બાકી આજથી તું મારી પ્રિયતમા પત્નિ અર્ધાંગિની બીજી બધીજ દુનિયાની સ્ત્રીઓ માં, બ્હેન કે દીકરીજ હશે. 
આઇ લવ યુ વ્યોમા એમ કહીને દેવાંશ અને ફરીથી વળગી ગયો. ત્યાંજ જીપનાં બોનેટ પરથી કાચ ઉપર આવીને એક મોટો નાગ જીપની નીચે ઉતરી ગયો. દેવાંશની નજર પડી એને થયું અહીં નાગ ?
એણે વ્યોમાની સામે જોયું તો વ્યોમા તો જાણે પ્રેમસાગરમાં ડુબેલી હોય એમ બેસી રહેલી એની આંખો બંધ હતી. 
દેવાંશને થયું ક્યાંક વ્યોમામાં ફરીથી પેલુ પ્રેત.. એને થયું ના ના મારા મંત્રોચ્ચાર પછી એ તો અદશ્ય થઇ ગયું હતું એણે વ્યોમાને બૂમ પાડી કહ્યું એય વ્યોમા ક્યાં ખોવાયેલી છે ?
વ્યોમાએ કહ્યું ક્યાંય નહીં બસ તારામાંજ ખોવાયેલી છું તારાં પ્રેમની આ આલ્હાદક પળોમાંજ છું હું આંખો ખોલીને એ ગુમાવવા નથી માંગતી આઇ લવ યુ દેવું. 
અને દેવે જીપ ચાલુ કરી એણે જોયું પેલો નાગ ક્યાંય દેખાતો નહોતો. વ્યોમાનું શરીર જાણે આખુ લીલા રંગનું હોય એવું દેખાતું હતું. ધીમે ધીમે એ રંગ આછો થઇ રહ્યો હતો એને વ્હેમ પડ્યો વ્યોમા સાચેજ પ્રેમની કબૂલાત કરી કે વળી પાછુ પેલું પ્રેતજ હતું ? એણે વ્યોમાને પૂછ્યું તેં જંગલમાં અંદર કેમ જીપ લેવડાવી ? વ્યોમાએ કહ્યું મેં ક્યાં કીધું ?.... 
વધુ આવતા અંકે - પ્રકરણ - 33