Rakshash - 14 in Gujarati Horror Stories by Hemangi Sanjaybhai books and stories PDF | રાક્ષશ - 14

રાક્ષશ - 14

દ્રશ્ય ૧૪ -
" આ શું નવી જગ્યા છે. કોની ઝુંપડી છે આ ભયાનક જંગલ માં મનું તું અહી રહેતો હતો."
" પ્રાચી આ એ રાક્ષસ ની ઝુંપડી છે."
" એ રાક્ષસ ના રેહવા ની જગ્યા પર લઈ ને આવાની ની શું જરૂર હતી અમારે તો પાછુ રિસોર્ટ માં જવાનું હતું."
" જાનવી પણ આ જગ્યા પર ઘણી વસ્તુ એવી છે જેને જોઈ ને તમને રાક્ષસ ના પાછલા જીવન વિશે ખબર પડશે અને એની મદદથી આપડે તેને રોવાનો કોય રસ્તો શોધી શકીશું."
" શું છે અહીંયા જેને જોઈ ને અમને એના પાછલા જીવન વિશે ખબર પડે."
" ચાલો ઝુંપડી માં તમને બતાવું."
આટલું બોલી તે પ્રાચી, જાનવી અને હારીકા ને આગળ કરે છે તે પાછળ થી બાજુ માંથી એક લાકડી ઉઠાવી ને મારવા નો પ્રયત્ન કરે છે પેહલો વાર તે જાનવી ના માથા પર કરે છે જેનાથી તે ત્યાં બેભાન થયી જાય છે.
" જાનવી....જાનવી...શું કરે છે મનું તે જાનવી ને કેમ માર્યું."
પ્રાચી ની વાત પૂરી થયા એની પેહલા તે એની સામે લાકડી લઇ ને ઉભો થયી લાકડી થી પ્રાચી ના માથા પર મારવા જાય છે પણ હારીકા હાથ થી લાકડી પકડી એની હાથમાંથી છીનવી ને એજ લાકડી એના માથા પર મારે છે અને ત્યાં મનું નીચે પડી જાય છે. હારીકા તેની નજીક જઈ ને બીજો વાર તેના પગ પર કરે છે અને પછી તો જાનવી ની હાલત જોઈ ને આક્રોશ માં આવેલી હારીકા એક પછી એક લાકડી થી મારી મારી મનું ને અધમારો કરી ને જાનવી ના જોડે જાય છે.
" જાનવી.....જાનવી......બેભાન છે ભાનમાં આવે તેની રાહ જોઈ શકાય એમ નાથી રાક્ષસ આવે એની પેહલા આપડે અહીથી પાછું રિસોર્ટ માં જવા માટે નીકળવાની જરૂર છે."
" આનું શું કરવાનુ છે. અહી મૂકીને જતા રહીએ બાકી નું કામ રાક્ષસ કરશે."
" ના હું તમારા કામ માં આવીશ મારી પાસે રાક્ષસ ની બધીજ માહિતી છે પણ હું એટલો શક્તિશાળી નથી કે હું તેને મારી શકું માટે હું મારા જીવ ને બચાવવા બીજા માણસ અને પ્રાણી ને એની ઝુંપડી આગળ મૂકી ને જવું છું જેથી મારો જીવ અત્યાર સુધી બચ્યો છે. હું બધું સાચે સાચું તમને કહીશ પણ મને અહી મૂકીને ના જશો."
" પેહલા અહીથી બહાર નીકળવાનો રસ્તો બતાવ પછી વિચારીએ તારું શું કરવાનુ છે."
" આહિથી આગળ જસો તો નદી આવે છે અને ત્યાંથી પૂર્વ દિશામાં ચાલવાથી રોડ આવશે જેની સાથે તમે રિસોર્ટ સુધી પોહચી જસો હવે તો મને સાથે લઈ જવાના."
" પ્રાચી તું જાનવી ને તારી પીઠ પર ઉઠાવી ને આગળ ચલ હું આ રાક્ષસ ના પૂજારી ને લઈ ને તારી પાછળ આવું છું."
" તું આને કેવી રીતે લઈ ને આવીશ. કોઈ ભરોસો નથી આ માણસ નો ક્યારે આપડી પર હુમલો કરે કે પછી ક્યારે એ ભાગી જસે એ નક્કી નઈ."
" મારા હાથે માર ખાધા પછી એની પાસે ભાગવાની તો શક્તિ બચી નથી અને મારા સામે એની કોય ચાલાકી ચાલવાની નથી એ જંગલ માં હવે વધારે અસુરક્ષિત છે તો મને નથી લાગતું કે કોઈ આવા વિચાર એના મનમાં આવશે."
" જેવું તને યોગ્ય લાગે હું જાનવી ને લઈ ને આગળ વધુ છું તું પણ ચલ હવે સમય બગાડવો નથી."
પ્રાચી પોતાની પીઠ પર જાનવી ને ઉઠાવા જાય છે ને જાનવી ભાનમાં આવી બોલે છે. " પ્રાચી શું કરે છે તું તો નીચે પાડીશ મને પણ સાથે લઈ ને પાડીશ. તારા માં એટલી ક્ષમતા છે કે મને ઉઠાવી ને ચાલવા નો પ્રયત્ન કરે છે."
" જાનવી હું બચી ગઈ મને લાગ્યું કે હું તને ઉઠાવા ની સજા થી આજે ભગવાન ઘરે પોહચી જવાની પણ તે બચાવી લીધી."
જાનવી માથું પકડી ને પ્રાચી ના સહારે આગળ વધવા લાગી એમની પાછળ આવતી હારીકા ને જોઈ જાનવી બોલી. " આપડે મનું ને આગળ રાખવાની જરૂર છે તે પાછળ થી હુમલો કરે તેની પેહલા આપડે તેને રોકવા તૈયાર રહીશું. અને બચાવ માટે કોય લાકડી કે પત્થર તૈયાર રાખો જેનાથી બચાવ કરી શકાય."
" હારીકા આજે જાનવી ને રાક્ષસ થી વધારે મનું ની બીક લાગે છે તે ને સારો અનુભવ થયી ગયો."
" હા પ્રાચી એને મને માર્યું જેના કારણે મારું માથું દુખે છે અને શું ખબર કે તે ફરી આવું નઈ કરે."
__

" મયંક શું લાગે છે જાનવી ક્યાં હસે આપડે શું કરીશું હવે."
" સમીર સર હું સમજુ છું ત્યાં સુધી જાનવી મેડમ જંગલ માંથી બહાર આવાનો રસ્તો શોધતા જ હસે આપડે એમને રોડ આગળ શોધવાની જરૂર છે."
" મયંક રોડ પર શું શોધવાનુ. મને લાગે છે આપડે જંગલમાં શોધીએ જેથી જલ્દી મળે."
" શું ખબર અત્યાર સુધી તો જાનવી મેડમ કદાચ પાછા રિસોર્ટ પોહચી ગયા હોય."
" એવું હોય તો સારું એ કોય સુરક્ષિત જગ્યા પર છે તે જાણીને મને મનમાં શાંતિ થશે."
" હજુ તમે એવું વિચારો છો કે રિસોર્ટ કે પછી કોય પણ જગ્યા આ જંગલ ની સુરક્ષિત હોય મને નથી લાગતું કે આપડે અહી સુરક્ષિત છીએ."

Rate & Review

Nayana Nakrani

Nayana Nakrani 9 months ago

Sejal Bhimani

Sejal Bhimani 10 months ago

Minaz Shaikh

Minaz Shaikh 10 months ago

Nirav Chauhan

Nirav Chauhan 10 months ago

Vipul Petigara

Vipul Petigara 10 months ago