Sajan se jut mat bolo - 11 books and stories free download online pdf in Gujarati

સજન સે જૂઠ મત બોલો - 11

પ્રકરણ- અગિયારમું/૧૧

સાઉથ ઇન્ડિયન જેવી ગોઠણથી સ્હેજ નીચી વ્હાઈટ લૂંગી પર ઘેરા લીલા કલરનો ફૂલ સ્લીવ રેશમી ઝબ્ભો, પાણીનું ટીંપુ પડતાં જ લસરી પડે એવી કાચ જેવી લીસ્સી ઝગારા મારતી ટાલ, અને ઘાતકી હુમલામાં નીકળી ગયેલા ડોળાની જગ્યાએ ફીટ કરેલી આર્ટીફીશીયલ કાચની બિલાડા જેવી આંખ, વાન એવો કાળો કે અંધારામાં દાંત સિવાય કશું જ ન દેખાય. ગળામાં ભપ્પી લહેરી તેની સામે ગરીબ લાગે એટલું ઠઠાડેલુ સોનું. પહેલી નજરે જોતાં એવું લાગે કે, કોઈ આફ્રિકન મેલ એ અને સાઉથ ઇન્ડિયન ફીમેલ પર મસ્તીમાં કરેલી જબરી બળજબરીનો આઠમાં અજૂબા જેવો આવિષ્કાર છે.


બિલ્લુભૈયાના કોલ પરથી ઇકબાલના થોબડા પર બદલાયેલાં તેવર જોઇને સપના થોડી એ રીતે ઘભરાઈ કે, છેલ્લી ઘડીએ કોઈ અણધારી રેઇડ પડે એવો કોઈ કારસો તો નથી રચાયો ને. છતાં ચહેરાના હાવભાવ બદલ્યા વગર હસતાં હસતાં સોફા પર
બેસતાં બિન્દાસ થઈને બોલી,

‘માફ કરજો, ઈકબાલ શેઠ પણ તમને જોઈએ એવું લાગે છે કે, આઠ દસ કન્ટ્રીઝના પાસપોર્ટ તો વગર અરજી કે મરજી વગર તમને આપી જ દેવા જોઈએ.’
આટલું બોલી સપના હસવાં લાગી.

લાઈટ સ્કાયબ્લ્યુ કલરના સ્કીન ટાઈટ જીન્સ પર ડાર્ક મરુન કલરનું સ્લીવલેસ શોર્ટ ટોપ, મંત્રમુગ્ધ કરી દેતી આલ્હાદક પરફ્યુમનો મધમાટ, રતુંબડા હોંઠો પર લાઈટ પિંક કલરની લિપસ્ટિક, તેની મારકણી અદાથી ગરદનને સ્હેજ હળવો ઝટકો મારી, ખુલ્લાં કેશને સપના તેના ડાબા ખભા પર લેતાં ઈકબાલ મનોમન બોલ્યો..
‘ધંધે કી કસમ અગર આજ બિલ્લુ બીચ મેં નહીં આતા તો..ઇસ કમસીન ખીલતી કલી કો ફૂલ બના દેતા.’
વારંવાર હેન્ડબ્રેક મારવાં છતાં’યે ઇકબાલની તીરછી અને છીછરી નજર સપનાના બદન પર જે રીતે સરી જતી હતી તેની નોંધ ઇકબાલ કરતાં સપના બરાબર લઇ રહી હતી. છતાંયે તે બે-ખોફ હતી બિલ્લુના ભરોસે.

‘ક્યા કુછ સોચ રહે હો, યા ખોજ રહે હો ?’ સપનાએ પુછ્યું
‘તને જોઇને વિચારું છું કે, કોને દાદ આપું... ડીલને, દિમાગને કે તારા જીગરને ?

‘તમારે કોની પાસે કામ લેવાનું છે, ? બેધડક સપનાએ પૂછ્યું.
‘એ નક્કી કરવું જ મુશ્કિલ છે. અચ્છા, તું કંઈક લઈશ... ગરમ કે ઠંડુ ?
ઇકબાલે પૂછ્યું.
‘હું તો લઇ જ રહી છું.. રાહતનો શ્વાસ તમારો જીવ અધ્ધર કરીને.’
એ પછી હસતાં હસતાં આગળ બોલી..
‘મારી જોડે બંધ અક્કલના તાળાની કુંચી છે.. તમને માફક આવે તો ટ્રાય કરો..’
એમ કહી સપનાએ તેના હેન્ડબેગ માંથી બે પાનના બીડા બહાર કાઢતાં એક ઇકબાલની સામે ધર્યું અને એક ભરાવ્યું તેના ડાબા ગલોફામાં પછી બોલી...

‘લ્યો ઠપકારો.... ખાઈ કે પાન બનારસ વાલા.. ખુલ જાયે બંધ અક્કલ કા તાલા.’

‘કાકાકા.....કામ કરવાનું પણ છે, અને કામ કઢાવવાનું પણ છે, પણ ગમ્મત કરતાં કરતાં રમત રમીએ એ પહેલાં તો ગેમ ઓવર થઇ ગઈ, એટલે હવે વાત નહીં બને છોકરી.’ મોં માં પાનનો ડૂચો ભરવાતાં ઈકબાલ બોલ્યો..

સપનાના રૂમમાં દાખલ થતાં જે કોલ આવ્યો તેના પરથી અંદાજ લગાવતાં સપનાને થયું કે કંઇક આડું ફાટ્યું છે અથવા કંઇક રંધાઈ રહ્યું છે. એટલે દાણો દબાવતાં પાનની પિચકારી સાથે ઇકબાલના પેટમાં પડેલી ગુંચ જેવી ચૂંકને ઓકાવવા માટે ચહેરા પર અતિ આશ્ચર્યના ભાવ સાથે સપના બોલી..
‘કેમ શું થયું ? મારું થોબડું પસંદ ન પડ્યું કે મારી ભાષા ? કે મારા હાલચાલ ?

‘બે બિલાડી વચ્ચે અચાનક કૂદી પડેલો વાંદરો. બિલ્લુ બનારસી.’ એવું મનોમન બોલ્યાં પછી ઇકબાલ બોલ્યો..

‘જો સપના હું જે હનીટ્રેપનું રેકેટ ચલાવું છું, તેમાં મારા શિકાર માટે તું એ હદે પરફેક્ટ છે કે, કોઈપણ ચમરબંધીની ઔલાદ તેના હથિયાર હેઠા મૂકીને તારી સામે પળમાં પાલતૂ ગલુડિયાની માફક તારા તળિયાં ચાટવા તલપાપડ થઇ જાય. કયું કી તેરે પાસ શકલ, સૂરત, શબાબ ઔર શાતિર દિમાગ ભી હૈ. પર...’

‘પર..? પર ક્યા ? તમને સપના પર ભરોસો નઈ કે...’ બોલી સપના હસવાં લાગી.

સોફા પરથી ઊભો થઇ બાલ્કનીમાં જઈ પાનની પિચકારી માર્યા પછી બોલ્યો..

‘લડકી.. હમારે ધંધે મેં ભરોસા તૂટને સે પહેલે બંદૂક સે ગોલી છૂટ જાતી
હૈ સમજી..પર જિસકી આંખો મેં ડર કા ખોફ મર જાતા હૈ ઉસકો મારના આસાન નહીં હોતા. ઔર તેરી આંખો મેં દેખ કે લગતાં હૈ તું જાન હથેલી પે લે કે ઘૂમતી હૈ.’

‘અરે ક્યા.. ઈકબાલ મિયાં... આપ કી બાતોં સે તો ઐસા લગતા હૈ જૈસે કી નિકાહ સે પહેલે હી તલ્લાક હો ગયા.’ સપના બોલી..

‘બસ કુછ ઐસા હી સમજો... ક્યું કી..?’ આટલું બોલી ઈકબાલ અટકી ગયો..
‘તમને કબજિયાતની તકલીફ લાગે છે, આટલો મોટો ઇસ્યુ ઇન્સ્ટોલમેન્ટમાં કેમ આવે છે ? ભલે જે બગડવાનું હોય ઈ બગડી જાય આંખ મીંચીને એક વાર બળ કરીને...તમ તમારે બઘડાટી બોલાવી દયો.. એટલે..વા સાથે વાતનો પણ છુટકારો થઇ જાય.’
સપના બોલતાં તો બોલી ગઈ પણ હવે ધોધ જેવું હાસ્ય રોકવું કેમ કરીને ? એટલે... ફટાફટ સામેના વોશરૂમની અંદર જઈ હથેળીથી મોં દાબી અને ઝડપથી ફ્લશ ઓન કર્યા પછી મનોમન બોલી..
‘બિલ્લુભૈયાએ નોટબંધીમાં બંધ થઇ ગયેલી ખોટી અને અઘરી નોટ જેવી, પસ્તીમાં આપો તો પણ કોઈ ફદિયું ન આપે એવી ખોટી પ્લાસ્ટિકની પિસ્તોલ જ ભેગી કરી છે કે શું ?’

થોડીવાર પછી હળવા હાથે ચહેરા પર દુપટ્ટો ફેરવી ફ્રેશ થવાનો ડોળ કરતાં બહાર આવીને બોલી..

‘લાઇફમાં પહેલી વાર ઝબરી ફીલિંગ આવી હો...જેન્ટ્સ વોશરૂમનો લાભ લેતાં.’
બોલ્યાં પછી સપના મનોમન હસવાં લાગી..

‘તેરે ઔર મેરે કિસ્સે મેં ઐસા હૈ સપના, કી.. મિયાં બીવી રાઝી હૈ, પર કાઝી નારાઝ હૈ તો ક્યા કરે ?.’ ઈકબાલ બોલ્યો.

‘કાઝી ? કૌન કાઝી ? ક્યા નામ હૈ ઉસકા ?’
સપનાને લાગ્યું કે, હવે રાઝનો પર્દાફાશ થઈને રહેશે.
‘જિસકી મરજી કે બગૈર ઇસ રિયાસત કા પત્તા ભી નહીં હિલતા...વો બિલ્લુ બનારસી.’
ઇકબાલ બોલ્યો.
એક જ સેકન્ડમાં સપનાના શાતિર દિમાગમાં આ ચંડાળ ચોકડીની એક બીજાની પીઠ પાછળ રમાતી ડબલ ક્રોસિંગ નહીં પણ ત્રિપલ એક્સ જેવી ક્રોસિંગ ગેમની ચોપાટના ચોકઠાંની ચાલ ગોઠવાઈ જતાં સપના હસવાંનો ડોળ કરતાં બોલી..

‘ઇકબાલ મિયાં આપકે તારીફ કે કસીદે સૂન કે તો મેં તો આપકો દુનિયા કી ટોપ કી તોપ સમજાતી થી, પર આપ કા કલેજા તો ..દિવાલી પર પટાખે ફોડને વાલે બચ્ચો કી પિસ્તોલ સે ભી છોટા નિકલા રે..’

ખુદના દરબાર જેવા નિર્ભય સ્થાન અને સિંહાસન જેવી બેઠક પર રોફ જમાવીને બેસેલાં અંધારી આલમમાં નામ માત્રના કહેવાતા કિંગ ઇકબાલ મીર્ચીને મામૂલી લાગતી સપનાએ છોડેલા વ્યંગબાણથી મરચાં લાગતાં તુંડમિજાજી મગજને અકળાવતી પરિસ્થિતિથી પર અંકુશ ગુમાવતાં સ્હેજ ડોળા પોહળા અને કરડાકી ભર્યા અવાજમાં બોલ્યો..

‘એ... છોકરી...તારી જીભડી કાબૂમાં રાખજે હો..નહીં તો ઘડીકમાં તુષાર કપૂરની બહેન બનાવી દઈશ.. પછી... આઆ..આ યે... ઓઓઓ..ઓ યે કરતી રેજે.’

‘ગુસ્તાખી માફ.’ એટલું બોલી સપનાએ બે ઘડી ચુપ રહીને વિચાર્યું કે, હવે ગધેડા જેવા વાલિયા લુંટારાના આધુનિક અવતારને મરા મરા બોલતો કરવા તેની આગળ એકાદ ગાજર લટકાવવા કરતાં આખે આખા ગાજરના ખેતરમાં જ લઇ જવો પડશે.
એટલે ચતુરાઈથી ચાલ ચાલતાં પાસા ફેંકતા પહેલાં સ્હેજ સોફા પર ત્રાંસી થઈ, પગ પર પગ ચડાવીને એ રીતે બેસી કે ઇકબાલ સપનાના સ્કીન ટાઈટ જીન્સ પરથી તેની ભરાવદાર જાંઘનું ઘૂંટણથી લઈને નિતંબ સુધીનું સાઈઝનું પરફેક્ટ માપનું ચિતરામણ આંકતા ઈકબાલના ચરિત્રહીન ચરિત્રના ચિત્તને ડામાડોળ કરવા માટે પર્યાપ્ત હતું.

હળવેથી એક હાથ તેની જાંઘ પર ફેરવતાં અને એક હાથે ચપટી વગળતાં વગળતાં સપના બોલી...
‘યું...યું.. ચૂટકી બજા કે આપકી સારી ઉલઝને હવા મેં ઉડા દૂ.. યું..’
અગર આપકો મેરે સાથ કામ કરને કે લિયે રાઝી હૈ તો... વરના મેં ચલી અપને ગાંવ વાપસ. બોલો ‘હાં’ યા ‘ના’.
બેધડક સોફા પરથી ઊભાં થતાં સપના બોલી.’
માત્ર બે ફૂર દૂર ઉભેલી સપનાની પાંચ ફૂટની કાયામાંથી ફાટફાટ થતાં ભરપુર જોબનની જવાળાથી ઈકબાલના પંડમાં થયેલા બત્રીસ કોઠાના દીવડાથી ઇકબાલ મિયાં ખુદ મીંદડી થઈને સપનાના શરણે થતાં બોલ્યો..

‘હાં.. પર તું બૈઠ તો સહી.’
એટલે સપના મનોમન બોલી... હવે આ ચુસાઈ ગયેલા તોતાપુરી જેવા આમના છોતરાં કાઢીને એવો જ્યુસ કાઢીશ કે, તેની પેઢીનો આખરી વારીસ બનાવી દઈશ.

‘અચ્છા ઇકબાલ શેઠ સબ સે પહેલે યે બાત કન્ફર્મ કરો કી, બંધ કમરે મેં ઇસ વક્ત હમારી બાતેં કૌન કૌન સૂન રહા હૈ યા સૂન શકતા હૈ ? ફરી એ જ કાતિલ અને મારકણી અદામાં સોફા પર બેસતાં સપના બોલી.

‘સિર્ફ હમ દોનો... ‘હું ને તું, બીજું કોણ ? નવાઈ સાથે ઇકબાલે પૂછ્યું.
‘તમારાં અને મારા મોબાઈલ... અને આ પારકી પંચાતની પંચાયત અને અદેખા પડોશી જેવા સી.સી.ટી.વી. કેમેરા ટીંગાડ્યાં છે તેનું શું ?

ખિસ્સામાંથી તેનો મોબાઈલ કાઢી સ્વીચ ઓફ કરી, તેના રૂમનું સી.સી.ટી.વી. યુનિટ પણ ઓફ કરતાં બોલ્યો ‘ લો અબ બોલો.’
વાંદરો આટલી જલ્દી ટોપી ઉતારી નાખશે એવી સપનાને ખબર નહતી. એ પછી તેનો ખુદનો મોબાઈલ પણ બંધ કરતાં બોલી..
‘સૌથી પહેલી વાત કે, મને તમારું નામ સમીર પાસેથી જાણવા મળ્યું...મેં બિલ્લુભૈયાને તમારા વિશે કશું જ નથી પુછ્યું પણ, સમીરે તમારો કોન્ટેક્ટ કરવવા માટે બિલ્લુભૈયાની રજામંદી જોઈશે એટલે તમારા અને મારા વચ્ચે બિલ્લુ ભૈયા છે, બસ.’


‘કિતને સાલ સે હો ઇસ દહેશતકી દુનિયા મેં ?’ સપનાએ પૂછ્યું

‘પંદ્રહ સાલ સે’ ઇકબાલ બોલ્યો.

‘ઔર ડર કા દુસરા નામ ‘ઇકબાલ મિર્ચી.’ યે નામ કો બનને મેં કિતને સાલ લગે ? ફરી સપનાએ પૂછ્યું
‘દો સાલ.’ બિયરનો ઘૂંટ ભરતાં ઇકબાલે જવાબ આપ્યો..
‘સિર્ફ દો સાલ...? ઔર અબ તક બિલ્લુભૈયા કી ઉંગલી પકડ કર ચલ રહે હો ?
આટલું બોલી સપના તાળીઓ પાડવા લાગી.

‘દુઃખતી રગ દબાતા ધીમા રાગમાં ઈકબાલ બોલ્યો..
‘ક્યોંકી...ઉસકી પહેચાન ઉપર તક હૈ. મેરા ફિગર કે સાથ કામ કરતાં હૂં, વો જીગર કે સાથ કામ કરતાં હૈ બસ.’

‘ઉપર તક પહેચાન..? આટલું બોલી સપના હસવાં લાગી. એટલે ઇકબાલ બોલ્યો..
‘ઇસમેં હસને વાલી કૌન સી બાત હૈ ? અન્ડરવર્લ્ડ કા હર એક આદમી, ઔર પ્યુન સે લે કે પ્રાઈમ મીનીસ્ટર તક સબ યે બાત જાનતા હૈ.’

પાંચથી સાત પળ સુધી ઇકબાલ સામું જોઈ રહ્યાં પછી સપના ઊભા થતાં બોલી..


‘જો ઇકબાલ શેઠ...મેં ઠહેરી ગાંવકી ગંવાર છોરી. ઇતના જાનતી હૂં કી, જાનવર હો યા ઇન્સાન જબ તક બચ્ચે છોટે હો તક તક હી ઉસે મુંહમેં નિવાલા ડાલકે ખિલાતે હૈ. છોટા બચ્ચા જબ બીના કિસી સહારે કે ચલના શીખ જાતા ફિર ઉસે કિસી કી ઉંગલી પકડને કી જરૂરત નહીં પડતી. તુમ્હારી શાન-ઓ-શૌકત,નામ ઈજ્જત ઔર ડર કે સલ્તનત કો દેખકે મુજે હંસી ઇસ બાત પર આ રહી હૈ કી એક ગાંવ કી એક નાદાન લડકી કે સાથ હાથ મિલાને કે લિયે ‘ ઇકબાલ મિર્ચી’ કો બિલ્લુ ભૈયા કી ઈઝાઝત લેની પડેગી. ?
‘જિસ ‘ઇકબાલ મિર્ચી’ કા નામ સુનતે હૈ, બડે બડે તુર્રમ ખાં કે પતલૂન ગીલે હો જાતે હૈ વો ‘ઇકબાલ મિર્ચી’ કબ તક ફટા જોલા લે કે, પુરાના ડમરું બજા કર, પાલતૂ નેવલે ઔર સાંપ કા ખેલ દિખા દિખા કર મદારીકા કિરદાર નીભાએગા ?

‘અગર મિર્ચી ન લગે તો એક આખરી ઔર પતે કી બાત બોલું..? સપનાએ પૂછ્યું.

‘આગ સે તેજ મિર્ચી કે જાયકે કો મુંહ લગાનાને કે લિયે.. વાહ... સે આહ.. તક કા સબ્ર ચાહિયે. ઈર્શાદ.’ ઇકબાલ બોલ્યો

એ પછી સપનાએ તેના જીન્સના પોકેટમાંથી એક કોરો કાગળ કાઢ્યો અને એક રૂપિયા બે હજારની કડકડતી કરન્સીની નોટ કાઢી ઇકબાલ સામે મૂકતા પૂછ્યું..

‘આ કોરા કાગળની શું વેલ્યુ ? શું કિંમત ? કેટલું વજન ? અને શું ઓળખ ?
‘ઝીરો..નથીંગ ?

‘અને આ બે હજારના કાગળની નોટનું ? સપના બોલી..
‘આ કડકડતી કરન્સીની તો સુંગંધ જ તેની પહેચાનના પરિચય માટે કાફી છે.’
અચ્છા, અને આવી નોટોથી તમારી પાસે કુબેર જેવડો ખજાનો ભર્યો હોય તો ?
સપનાએ પૂછ્યું..
‘તો.. તો.. સર્વ સત્તાધીશ અધિકારી પણ જાહેરમાં તેની પહેચાન ભૂલીને મારીને સામે હાથીની સુંઢ માફક તેના હાથ અને પાડા જેવી પૂંઠ ઝુકાવીને સૌ સૌ સલામ ભરે.’

તો હમણાં તમે જે બોલ્યાંને કે.. ‘બિલ્લુભૈયાકી ઉપર પહેચાન હૈ.’ અબ પહેચાન શબ્દ કી અસલિયત ઔર માયને સમજ મેં ગયે આ ગયે કી ઔર સમજાઉં ? ઇસ કરારી નોટકો કો અંધા ભી દેખ શકતા હૈ ઔર બહેરા ભી સૂન શકતા હૈ.’

એ પછી સપના ઉભાં થઇ ડાબા પગને ઘૂંટણથી સ્હેજ વાળી જમણા પગને સીધો રાખી, કમરને સ્હેજ જમણી તરફ લઇ જઈ, કમર પર ડાબા હાથની હથેળી મૂકતાં જમણા હાથની હથેળીની પહેલી આંગળી તેના રસીલાં હોંઠ પર મૂકી સ્હેજ કમરથી ઝૂકીને બોલી...

‘ઔર મેં તો...કાફી કરારી ભી હૂં, તેજ કટારી ભી હૂં... ઔર...પૂરી કુંવારી ભી હૂં... તો મેરી પહેચાન કહાં તક હોગી યે સોચ લીજીયે ઇકબાલ શેઠ ?

કુનેહથી કરેલા કત્લ જેવી કાતિલ કામણગારી અદાથી જે રીતે સપનાએ તેના માદક સ્વરમાં સ્ફોટક અને ઉત્તેજક નિવેદન આપ્યું તે સાંભળીને કડક મિજાજના ઇકબાલના
દિમાગ સિવાયના દરેક અંગે અંગ કડક થઇ ગયાં.


-વધુ આવતાં અંકે,.