એક પૂનમની રાત - પ્રકરણ-33 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-33

એક પૂનમની રાત - પ્રકરણ-33

એક પૂનમની રાત 
પ્રકરણ-33
દેવું વ્યોમાનાં કહેવાથી જીપ જંગલની અંદર ગીચતામાં લઇ આવ્યો. ત્યાં વ્યોમા જાણે પ્રેમની કબૂલાત કરતી હોય એમ બધુ બોલી અને દેવાંશને વશ કર્યો બંન્ને જણાએ ફરીથી દેહથી દેહનો સુવાંળો સાથ ભોગવ્યો. દેવાંશે જીપનાં બોનેટ પરથી મોટો નાગ ઉતરતો જોયો એને થયું અહીં આવો મોટો નાગ ? એ જીપની ઉપર કેવી રીતે આવી એણે વ્યોમા સામે જોઇને કહ્યું વ્યોમા આ તારાં શરીરનો રંગ સાવ, લીલો લીલો કેવી રીતે દેખાય છે ? અને એ રંગ પણ જાણે તારાં શરીર પરથી ઉતરી રહ્યો છે. 
વ્યોમાં દેવાંશની સામે જોઇ રહી હતી એ હસી અને બોલી મારાં દેવું તેં મને આજે બે બે વાર તૃપ્ત કરી આઇ એમ સો હેપી. આઇ લવ યું... દેવાંશ થોડાં આષ્ચર્ય થી વ્યોમા સામે જોઇ રહ્યો એને કોઇ વ્હેમ પડ્યો એણે પૂછ્યું વ્યોમા... વ્યોમા... ત્યાં વ્યોમા હસતી હસતી અચાનક બંધ થઇ ગઇ અને એનાં આંખનાં ડોળા ચકળવકળ ચારે બાજુ થવા લાગ્યા ગીચ જંગલમાં એ દેવુ સાથે છે એ જોઇને બોલી અરે દેવાંશ તું અત્યારે ઘરે જવાનાં સમયે આવાં ગીચ જંગલમાં કેમ લઇ આવ્યો ? તું મારી સાથે આવું કેમ કરી રહ્યો છે ? તારું મગજ વિકૃત થઇ ગયું છે ?
વારે વારે તું મારી સાથે બળાત્કાર કરી રહ્યો છે હું તારી સાથે નહીં આવું મારે સરને કમ્પલેઇન કરવી પડશે. એ ગુસ્સામાં બોલતી બોલતી ધુસ્કે ને ધુસ્કે રડી પડી. 
દેવાંશને ખૂબ આર્શ્ચર્ય થઇ ગયું એણે કહ્યું હું તારાં પર બળાત્કાર કરુ છું ? હું તને આ ગીચ જંગલમાં લઇ આવ્યો ? આ તું શું બોલે છે વ્યોમા ? આપણે વાવના અનુભવ પછી ઘર તરફજ જઇ રહેલાં તેં મને કહ્યું દેવાંશ જીપ જંગલમાં લઇ લે તારાં કહેવાથી અને દબાણથી હું જીપ જંગલમાં લઇ આવ્યો. અંદર આવી ગયાં પછી તેજ મને કહ્યું કે હું તારાં પ્રેમમાં પડી ગઇ છું મારામાં તારાં માટે પ્રેમાગ્નિ પ્રદીપ્ત થયો છે આવીજા મને પ્રેમ કર મારો સ્વીકાર કર. અત્યારે હવે તું આવું બોલે છે ? વ્યોમા દેવાંશની સામે જોયા કર્યું. 
એણે દેવાંશને કહ્યું દેવાંશ મને તારાં માટે પ્રેમ જાગ્યો ત્યાં સુધીની વાત હુ કબૂલુ છું પણ એ પછી તે મારી સાથે જે દેહથી દેહનો પ્રેમ કર્યો એ મારી માંગણી કે સંમતિ નહોતીજ હું તારાં હોઠને સ્પર્શી મધુરસ માણતી હતી અને પછી ક્યારે હું અને તું.. પરાકાષ્ઠા પાર કર્યા પછી એ તૃપ્તિ મારી નહોતી દેવાંશ હજી પેલી... પ્રેત આપણી સાથે છે. ચોક્કસ હું એટલી અધૂરી કે કામવાસનામાં તત્તપર નથી કે વારે વારે એવું કરવા કહું તને પ્રેમ કરું છું કબુલ છે પણ પ્રેમમાં વારે વારે વાસના ભર્યો સ્પર્શ મને પસંદ નથી. 
ત્યાંજ જીપની બહારનાં ચારે બાજુના વૃક્ષોમાં પાંદડા જાણે પવનનું તોફાન આવ્યું હોય એમ હલવા માંડ્યાં. ડાળખીઓ ઉપર નીચે થવા લાગી અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય એમ ખૂબ પવન ફૂંકાયો અને અદ્દહાસ્ય સંભળાયુ એય દેવાંશ એ બીજીવાર પણ હુંજ વ્યોમાનાં શરીરમાં હતી તારાં માટેનો લગાવ અને ખેંચાણ એવું છે કે હું કાબૂ કરી શક્તી નથી એમાંય તારો સ્પર્શ તારો પ્રેમ તારું ચુંબન આહ.. મને ખૂબ પસંદ છે મારાં પ્રેત શરીરમાં પણ તું આગ લગાવી દે છે. વ્યોમાએ કબુલાત કરી ત્યાં સુધી તમારી સાથેજ હતી હું ફરીવાર એની કાયામાં પ્રવેશ નહોતી કરવાની પણ વ્યોમાની આંખમાં પ્રેમનો ભાવ જોઇ હું પણ આકર્ષાઇ ગઇ પછી તો એનાં હોઠથી મેંજ તારાં હોઠને ચુંબન કર્યા તારું એ તસતસતું ભીનું ભીનું ગરમ ગરમ ચુંબન મને વિવશ કરી નાંખી પચી તો તારું એ શરીરનું મંથન અને અંગ અંગનું ઉત્તેજીત થઇને તૃપ્ત થવું એ થઇને રહ્યું વ્યોમા તને છોડી દો તો હું તો તારી જ છું બસ મને રાત્રીનાં શરીરની જરૂર પડે વાસના સંતોષવા બાકી સદાય તારી ચોકી કરીશ તારી રક્ષા કરીશ અરે તું કહીશ એ કામ કરીશ હું તારી ગુલામ બની છું. તારાં પ્રેમે મને વિવશ કરી છે આવો પ્રેમ અને આવો સ્પર્શ આવું... તો...પેલાનું પણ નહોતું. 
દેવાંશ અને વ્યોમા પ્રેતવાણી સાંભળીને ખૂબ નવાઇ પામ્યાં અને પછી દેવાંશે કંઇક વિચાર કર્યો એણે વ્યોમાને કહ્યું તું બરાબર બેસી જા આપણે પહેલાંજ આ જંગલથી બહાર નીકળી જઇએ એમ કહીને એણે જીપ સ્ટાર્ટ કરી અને રીવર્સ કરી દિશા બદલી અને ઝડપથી જીપ શહેર તરફ લીધી. એણે જીપ ખૂબ સ્પીડમાં ચલાવા માંડી એને ને વ્યોમાને ક્યાંય સુધી ખડખડાટ હસવાનાં અવાજ આવી રહેલાં. એલોકો બંન્ને સાવ મૌન થઇ ગયેલાં. લગભગ 1 કલાક વિતી ગયો બંન્નેમાંથી કોઇ કંઇ બોલ્યુજ નહીં અને જેવું જંગલ પસાર થઇ ગયું દૂરથી શહેર નજીક આવતું દેખાયું અને દેવાંશે જીપ એક સાઇડમાં ઉભી રાખી. 
દેવાંશે વ્યોમાને કહ્યું વ્યોમાં મને માફ કર મને કંઇજ ખબર નહોતી કે તારાં શરીરમાં પેલી પ્રેત આવી ગઇ છે. તે પ્રેમની કબુલાત કરી એટલે મેં આવેશમાં આવી તારાં હોઠ ચૂમ્યાં બસ એનાંથી હું આગળ વધ્યોજ નહોતો. ત્યાં તે મને જંગલમાં જવા સૂચન કર્યું. આમાં પ્રેમમાં પ્રેત ભાગ ભજીવી ગયું. 
વ્યોમાએ કહ્યું મેં પ્રેતવાણી પણ સાંભળી છે હું પોતે શું બોલી છું એ પણ મને ખબર છે પણ હવે આપણી વચ્ચે કોઇ અગોચર શક્તિ કે કોઇપ્રેત ભાગ ભજવી ના જાય એની કાળજી રાખવી પડશે આઇ એમ સોરી દેવું. હું તને સાચેજ પ્રેમ કરું છું. પણ આમ વારે વાર વાસનાને વશ થવું મને નથી ગમતું. હવે બધાં ખૂલાસા થઇ ગયાં છે કે આમાં તું માત્ર જવાબદાર નથી. 
દેવાંશે કહ્યું હું તારા હોઠને ચૂમતો હતો ત્યારે ક્યારે પ્રેત તારામાં આવ્યું એ હવે હું કહી શકું એમ છું હું તારાં હોઠને ચુંબન કરી રહેલો ત્યારે તારો હાથ મારી કમર ફરતે આવી ગયાં તેં મને મારી અંગત જગ્યાઓએ સ્પર્શ કરવા માંડેલો તું મને વધુને વધુ ચૂસ્ત વળગી રહેલી એ પછીજ મારામાં ખૂબ ઉત્તેજના વ્યાપી ગઇ પછી મને કંઇ ખબર નથી હું મારી જાત પરથી કાબૂ ખોઈ બેઠો અને આપણાં બંન્નેના તન એકમેકમાં પરોવાયાં અને મંથન કરી રહ્યાં પછી તૃપ્તિ મળ્યાં પછી તારાં હાથ આપો આપ મારાંથી છૂટી ગયાં જાણે કામ પુરુ થયું હું હજી તારો સ્પર્શ માંણતો હતો પણ એ પ્રેત તારાં તનમાંથી નીકળી ગયું હતું. તારી આંખો જે રીતે ચકળળકળ થઇ મને ખબર પડી ગઇ કે તારામાં પ્રેતે કાયા પ્રવેશ કરેલો. 
વ્યોમાએ કહ્યું હવે તો તું મારાં શરીરથી સાવ એય લુચ્ચા નિમિત્ત પ્રેત્ બન્યું પણ તેં મને બે -બે વાર સંપૂર્ણ ભોગવી... હવે ક્યાં જુદાઇ આવે કે કોઇ શરમ ? પણ તારી પક્કડ અને પ્રેમાવેશ ખૂબ મને ગમે છે તારું એ વળગવું ચૂમવું મારાં પર તારું આવવું એક એક પ્રેમ ક્રીડા મને ખૂબ આકર્ષે છે તારાંથી હું ખૂબજ તૃપ્ત અને સંપૂર્ણ સંતૃપ્ત છું. 
દેવાંશે કહ્યું એય એય તું વ્યોમાજ છે ને ? આ બધું પ્રેત કરાવે જોઇતું આવું વર્ણન કેવી રીતે કરી શકે ? તારાં શરીર પર કાબૂ તો કોઇ બીજાનો હોય છે. 
વ્યોમાએ કહ્યું પણ માધ્યમ મારું શરીર હોય છે અને ભલે બીજાનો કાયા પ્રવેશ હોય પણ મારો જીવ મારાં સ્પંદના મારું શરીરતો અનુભવેને તને ખબર છે એને સંતોષ અને પ્રેમ આપવામાં મને પણ આપે છે. ભલે એ માંગણી મારી નથી હોતી. 
દેવાંશે વ્યોમાને પોતાના ગળે ખેચી વળગાવી અને પ્રેમ કરતાં કહ્યું મને તો સાચેજ મારો પ્રેમ મળી ગયો આઇ લવ યુ વ્યમા.. વ્યોમાએ પણ વળગી ને કબૂલાત આપતાં કહ્યું આઇ એમ બ્લેસ્ડ દેવાંશ હું ખૂબ પ્રેમ કરું છું. દેવાંશે કહ્યું હવે ઘરે ડ્રોપ કરીશ તને તું વીડીયો ફોટા ઘરે જોઇને ચેક કરજે રાત્રે વાત કરીશુ હું સૂ સૂ કરી આવું એમ કહી જીપથી નીચે ઉતર્યો. એણે ચેઇન ખોલી અને સૂ સૂ કરી રહેલો અને એની નજર પડી કે... ઓહ... ઓહ....  
વધુ આવતા અંકે - પ્રકરણ - 34

Rate & Review

Paresh Patel

Paresh Patel 1 week ago

Krina patel

Krina patel 3 weeks ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 months ago

Sonal Satani

Sonal Satani 3 months ago

Nayana Nakrani

Nayana Nakrani 3 months ago