Rakshash - 16 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 16

દ્રશ્ય ૧૬ -
" સમીર સર કાર એકસીડન્ટ ની જગ્યા આવી ગઈ."
" મયંક આ એકસીડન્ટ ની જગ્યા જોઈ ને લાગે છે ઘણું ભયાનક એકસીડન્ટ થયું હસે. તારી ગર્લફ્રેન્ડ હજુ સુધી અહી કેમ છે."
" સમીર સર મારે પણ એને એજ પૂછવું છે કે તે એકલી અહી શું કરે છે."
" તેને કઈ થયું નથી એની તને ખાત્રી કેવી રીતે છે. તે આટલા ગંભીર એકસીડન્ટ પછી બચી હોય તેવું શક્ય નથી."
" મારું મન મને કહે છે તેને કઈ થયું નથી માટે હું એવુજ મની ને તેને શોધવા માગું છું."
". હા મારું મન પણ જાનવી માટે એવું જ કહે છે. ચલ આજુ બાજુ શોધીએ....."
સમીર અને મયંક ત્યાં મયંક ની ગર્લફ્રેન્ડ ને શોધતા હતા ને બીજી બાજુ જાનવી હારીકા અને પ્રાચી અને માનું રોડ સુધી આવી પોચ્યા હતા.
" જાનવી આ રોડ આજે મને વહલો લાગે છે ક્યારની જંગલ ના આંટા ફેરા મારી ને થાકી ગયી હતી."
" હારીકા તું મનું પર ધ્યાન રાખ તેની પર વિશ્વાસ ના રાખીશ તે ગમે ત્યારે આપણને દગો આપી શકે છે."
" પ્રાચી એ તું હતી જે મનું પર વિશ્વાસ મૂકી ને એની પાછળ ચાલી નીકળી હતી....મને તો એની કોય પણ વાત સાચી નથી તેની ખબર હતી."
" તું કેવી રીતે કહી શકે એની વાત ખોટી હતી...તને ક્યારનો એની પર શક હતો."
" જ્યારે તેને જોયો ત્યારનો....એનો ચેહરો મને જોયેલો લાગ્યો હતો પછી એની વાતો સાંભળતી વખતે મને એના વિશે યાદ આવી ગયું."
" શું યાદ આવી ગયું અને પૂરી વાત સમજાવ આમ અધૂરી વાત ના કર."
" મનું એ વીસ વ્યક્તિ માનો એક વ્યક્તિ હતો જે શરૂ વાત માં ખોવાઈ ગયા હતા અને તેને એ વિશ વ્યક્તિ ને રાક્ષસ ને બલી આપી હતી પોતાનો જીવ બચાવવા માટે."
" હા મે એ વીસ લોકો ની બલી આપી હતી પણ તું આ વાત ને કેવી રીતે જાણી ગયી એ વિશે તો મે કઈ કહ્યું નથી."
" મનું તું પોતાને ગમે તેટલો હોશિયાર માને પણ હું તારા થી પણ વધારે હોશિયાર છું. જ્યારે આપડે જંગલ માં ગામ માં હતા ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે કોઈ આપડા પાછળ આવે છે."
" જો તું પેહલા થી જાણતી હતી કોય આપડી પાછળ આવે છે તો તે મને કહ્યું કેમ નઈ અને મારે વગર જોયતો માર ખાવો પડ્યો."
" જાનવી મને માફ કરજે પણ એ સમયે મે તમને ચેતવ્યા હતા પણ તમે કોય મારી વાત સાંભળવા તૈયાર ના હતા માટે મે બધું મારી જાતે સંભાળવા નું નક્કી કર્યું."
" હા અમારી ભૂલ પણ છે અમારે આમ બેદરકારી થી કામ નહતું કરવાનુ."
" પણ આટલી બધી વાત તને ખબર હતી તો તું સ્પષ્ટ રીતે કહી શકે છે."
" પ્રાચી જ્યાં સુધી હું સમજી ત્યાં સુધી ઘણું મોડું થયી ગયું હતું અને તું અને જાનવી મનું ની વાતો સાંભળવા માં વ્યસ્ત હતા. મનું ને મળ્યા પાછી મે ઘટનાઓ ને એક પછી એક જોડી. જ્યારે મનું ને જાનવી પર હુમલો કર્યો ત્યારે હું સમજી ગઈ કે મે જે કઈ સમજ્યું તે બધું સાચું હતું. મનું ને એના પરિવાર ને પોતાનો જીવ બચાવવા રાક્ષસ ને સોંપ્યા હતા મનું ની વાત પર થી મને એ પણ સમજાયું હતું."
" તું આટલી બધી માહિતી મારા વિશે ક્યાંથી લાવે છે મારા પરિવાર સાથે ના બનાવ વિશે પણ કોય જાણતું નથી."
" મનું તું પોતાને સારો બતાવવા ઈચ્છતો હતો પણ તારી ભૂલ એ હતી કે એક વાર આ જંગલ માં આવ્યા પછી બહાર નીકળવું અશકય છે તેવું હું જાણું છું અને તું નાનો હતો ત્યારથી આ જંગલ સાથે છે. તે પેહલા પોતાનો જીવ બચાવવા એ દિવસ રાત્રે પોતાના પરિવાર ને માર્યા પાછી જે પણ તને મેડ્યું તેની બલી આપી. તું કામ કરતા એક કર્મચારી ની જગ્યા પર આવી ગયો અને પછી ત્યાંના બધા ને તે રાક્ષસ ને સોંપી ને તું અત્યાર સુધી એ રાક્ષસ જગાડી ને રાખે છે."
" જાનવી....જાનવી જો સમીર છે ત્યાં સમીર છે.....સમીર.....સમીર.."
" સમીર ક્યાં જાય છે જાનવી તને શોધવા માટે જતો લાગે છે...તમે બંને અહી ઊભા રહો હું તેને લઈ ને આવું."
" હારીકા મનું ને સાંભળવાનું કામ તારું છે તો હું સમીર ને બોલાવું છું....સમીર....સમીર."
" મયંક મને જાનવી નો અવાજ આવે છે....તે એનો આવાજ સાંભળ્યો."
" હા સર કોય નો તો આવાજ આવે છે. જાનવી મેડમ છે કે બીજું કોઈ એ નથી જાણતો."
" સમીર પાછળ વળી ને જો સમીર...."
" આતો જાનવી છે જાનવી....જાનવી....મારી જાન તને જોઈ ને મારા મન ને શાંતિ થયી."