એક પૂનમની રાત - પ્રકરણ-36 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-36

એક પૂનમની રાત - પ્રકરણ-36

એક પૂનમની રાત 
પ્રકરણ-36
દેવાંશ અને વ્યોમાને વાત થઇ ગઇ. વ્યોમાએ પૂછ્યું ન્યુઝપેપરમાં કેવા ન્યૂઝ આવ્યા વાવ અંગે તને ખબર પડી ? દેવાંશે કહ્યુ મેં પેપર નથી વાંચ્યુ પણ મને ખબર પડી છે વ્યોમા તુ તૈયાર રહેજે હું અશોકનગર પાસે કોઇને મળીને આવું છું પછી આપણે પોલીસ સ્ટેશન જઇએ. અને ફોન મૂક્યો. 
દેવાંશ અશોકનગર ચાર રસ્તા પાસે જીપ એક તરફ પાર્ક કરીને ઉભો હતો અનેરર એણે જોયુ એક જીપ આવી રહી છે એણે હાથ કર્યો જીપમાંથી પણ હાથ થયો અને દેવાંશ પાસે આવીને ઉભી રહી. દેવાંશે હાથ મિલાવ્યાં અને કહ્યુ. મારો શક સાચો પડ્યો ને ? હું જે દિવસે ઘર આવ્યો ત્યારે જ મને શક પડેલો પણ કંઇ બોલ્યો નહીં પુરાવા વિના આપણું કોઇ ના માને ના સાંભળે પણ તેં આજે જે કામ કર્યુ છે એનાથી કેસ મજબૂત થઇ ગયો છે પણ તું તારું ધ્યાન રાખજે જોજો કોઇ તને નુકશાન ના પહોચાડે હવે તું આવવાનું જોખમ ના લઇશ હવે જે કરવું પડે હું જ કરીશ પણ પાકા પાયે કરીશ ચિંતા ના કરીશ. વંદના દીદી મારાં ઘરે આવેલાં મને માં એ કહ્યું. ગુસ્સામાં હતાં. કેમ એ તો એમને ખબર... પણ તું ખાસ સાવધાન રહેજે ચલ મારે અગત્યનું બીજુ કામ છે જવું પડે એવું છે. તેં મને આ પુરાવો આપ્યો એ ખૂબ જરૂરી હતો થેંક્સ. એમ કહીને દેવાંશ જીપમાં બેસી ગયો. આવનાર પણ જીપમાં બેસીને થમ્બ બતાવી નીકળી ગયો. 
દેવાંશે જીપ સીધી વ્યોમાનાં ઘર તરફ લીધી એણે રસ્તામાં એનાં બોસ કમલજીત સરને ફોન કર્યો. એક જ રીંગ ફોન ઊંચકાયો અને દેવાંશે કહ્યુ સર વાવના સમાચાર જાણીને આર્શ્ચય થયુ છે હું અને વ્યોમા ગઇકાલે ત્યાંજ હતાં અમે ઘણાં ફોટાં અને વીડીયો લીધા છે રીપોર્ટ સાથે બધાં સબમીટ કરીશ પણ સર આ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ?
કમલજીત સરે કહ્યુ દેવાંશ ખબર નથી પડી રહી પણ છેલ્લા ન્યૂઝ પ્રમાણે વાવની આજુબાજુની બધીજ ઝાડી બળીને ખાખ થઇ ગઇ છે હું તને ફોન જ કરવાનો હતો કે આજે પોલીસ પ્રોટેક્શન સાથે તું અને વ્યોમા વાવની સાઇટ પર વીઝીટ કરી લેટરેસ્ટ ફોટા વીડીયો મોકલો અને એનાં કારણ અંગેનું તારણ કાઢો કે આગ લાગવાનું કારણ શું અને અંતે જાતેજ બૂઝાઈ ગઇ છે હાલની શું પરિસ્થિતિ છે ? કેટલું નુકસાન પહોચ્યુ છે ત્યાં બધી પ્રેતની લોકવાયકાઓ હતી પણ આપણે એવાં કારણો ના આપી શકીએ પુરાવાઓ સાથે વાસ્તવિક વાતો કરવી જણાવવી પડે તું ત્યાં ગયાં પછી રીપોર્ટ કર અને આવતીકાલે ઓફીસમાં મીટીંગ એરેન્જ કરી છે એટલે તું અને વ્યોમા હાજર રહેજો. આમાં ગુપ્તચર તપાસની જરૂર પડશે તો એ પણ કરાવીશું આ આગ દવથી લાગી કે કોઇએ સમજીને આગ લગાડી છે ?
દેવાંશે કહ્યુ ઓકે સર હું બધી જ રીતે ત્યાં ઝીણવટથી અભ્યાસ કરીશ ફોટાં વીડીયો લઇશ અને રીપોર્ટ કરીશ હું સિધ્ધાર્થ અંકલની ટીમને સાથે લઇને જઇશ. વ્યોમાને ઘરેથી લઇને સીધો પોલીસ સ્ટેશન પહોચુ છું સર કાલે મીટીંગમાં રૂબરૂ વાત કરીએ બાય. એમ કહીને દેવાંશે ફોન મૂક્યો. ત્યાં વ્યોમાની સોસાયટી પણ આવી ગઇ. દેવાંશે એનાં ઘર પાસે જીપ ઉભી રાખી અને રાહ જોઇ રહેલી વ્યોમા આવી ગઇ. 
ઘરનાં વરન્ડામાંથી વ્યોમાનાં ફાધર વિનોદભાઇને દેવાંશને હાય કીધું અને કહ્યું ટેઇકકેર અને દેવાંશે થમ્બ બતાવીને વ્યોમા બેઠી એટલે જીપ રીવર્સ કરીને સોસાયટીની બહાર કાઢી લીધી. 
વ્યોમા જીપમાં બેઠી જીપ સોસાયટીની બહાર નીકળી એટલે દેવાંશની સામે જોઇ બોલી વાહ મારો દેવાંશ આજે કંઇક જુદોજ લાગે છે દેવાંશ વ્યોમાની સામે પ્રેમથી જોયું અને બોલ્યો લવ યુ ડાલીંગ કેમ કેવો જુદો એટલે ?
વ્યોમાએ કહ્યું આપણે પ્રોજેક્ટમાં સાથે કામ શરૂ કર્યુ ત્યારથી પુરાત્વખાતુ નહીં પોલીસ ખાતામાં કામ કરતાં હોઇએ એવું વધારે લાગે છે એમ કહીને હસી પડી અને બોલી સવાર પડે પોલીસ સ્ટેશન જવાનું હોય કે કોઇ કેસ ઉકેલવાનો હોય કે પછી જંગલમાં મંગલ કરવાનું હોય એમ કહીને ફરીથી હસી પડી દેવાંશે વ્યોમા સામે જોયું અને એણે જીપ ધીરી કરી અને રોડની એક સાઇડ લીધી અને વ્યોમા તરફ ઝૂકીને એક ચૂમી ભરી લીધી પછી જીપ આગળ ચલાવી. 
વ્યોમા શરમાઇ ગઇ એણે કહ્યુ તું બહુ જ લૂચ્ચો છે. પણ ખબર નથી દેવાંશ છેલ્લાં 2-4 દિવસમાંજ આપણાં જીવનમાં બહું એવું બની ગયું કે અજાણ્યાં બે વ્યક્તિ સાવ નજીક આવી ગયાં. આટલું જલ્દી આકર્ષણ અને સ્વીકાર હોય ? મને તો માન્યામાં નથી આવતું. 
દેવાંશ હસતાં ચહેરે શાંતિથી સાંભળી રહ્યો પછી બોલ્યો આપણાં જીવઆત્માને મળવાનું હશે એટલે આપણે અહીં જોબમાં મેળવી દીધાં અને તને મળી મેળવીને હું ખૂબ ખુશ છું આઇ લવ યુ વ્યોમા તું મારું વ્યોમા છે તારામાં ખોવાયેલાં રહેવું ગમે છે. અને તું મારાં જીવનમાં વ્યોમ બનીને જ આવી છું અને એમાં હું ઉડ્યા કરુ છું તારી સાથે જ. 
વ્યોમાએ કહ્યુ આ જોબમાં જીવઆત્માને તો મેળવ્યાં જ પણ મેળવ્યાની શરૂઆતમાં જ જીવ સાથે તન પણ મેળવી દીધાં કોઇને આટલું જલ્દી થતું હશે ? એમ કહીને હસી પડી. 
દેવાંશે કહ્યુ એય વ્યોમા એતો એક કારણ ઉભુ થયું કોઇએ આપણાં તનને માધ્યમ બનાવ્યુ કેમ તને કોઇ અફસોસ છે ?
વ્યોમાએ કહ્યુ અરે અફસોસ શેનો ? મને તો ખૂબજ આનંદ છે મને તારાં જેવો પાર્ટનર મળ્યો. જેમ હું તારાં માટે વ્યોમા બનીને આવી એમ તું મારો દેવાંશ દેવનો અંશ છે મારો દેવ છે એમ કહીને એ ખૂબ લાગણીશીલ થઇ ગઇ એની આંખો ભીંજાઇ અને દેવાંશને ગાલે ચૂમી ભરી લીધી આઇ લવ યુ દેવાંશ. આઇ એમ રીયલી હેપી યુ લવ યુ વી આર બ્લેસ્ડ.... 
આમ પ્રેમભરી વાતો કરતાં કરતાં બંન્ને પોલીસ સ્ટેશન પહોચી ગયાં. વ્યોમાએ કહ્યું ચાલો ઇન્સ્પેક્ટર દેવાંશ આપણું ડેસ્ટીની આવી ગયું એમ કહીને હસી પડી. દેવાંશને પણ હસુ આવી ગયુ દેવાંશે કહ્યું ચાલ પહેલાં સિધ્ધાર્થ અંકલને મળી લઇએ. 
બંન્ને જણાં પોલીસસ્ટેશનમાં સિધ્ધાર્થ અંકલની કેબીનમાં ગયાં. સિધ્ધાર્થ બંન્નેને જોઇને સ્માઇલ આપતાં ક્હયું આવી ગયા ? દેવાંશ મને તો એવું લાગે છે તમે બંન્ને જાણે મારાં સ્ટાફનાં જ છો એમ કહીને હસી પડ્યો. 
દેવાંશે કહ્યુ હાં અંકલ સાચે જ એવું લાગે છે. રસ્તામાં વ્યોમા પણ આજ શબ્દો બોલી કે આપણે સવાર પડે પોલીસ સ્ટેશન જ જવાનું હોય છે એય એવું જ બોલી છે. 
દેવાંશે સિધ્ધાર્થની કેબીનની કાચમાંથી જોયુ કે પાપ કોઇ અધિકારીઓ સાથે વાતચીતમાં વ્યસ્ત છે. 
સિધ્ધાર્થ કહ્યુ દેવાંશ વાવનું જબરૂ થયું એનીમેતે આગ લાગી એની મેતે જ બુઝાઇ ગઇ ત્યાં કેટલુ નુકશાન થયું શું સ્થિતિ છે એ સર્વે કરવા જવું પડશે તારાં બોસ કમલજીતનો ફોન હતો કે તમે દેવાંશ સાથે જજો. એટલે આપણે ચા પીને નીકળીએ ! મારે સર સાથે વાત થઇ ગઇ છે એ એમનાં કામમાં વ્યસ્ત છે.... 
દેવાંશે કહ્યુ અહીની ચા મસ્ત હોય છે ફુદીના આદુવાળી ફ્રેશ થઇ જવાય છે મંગાવો અંકલ અને મજા શું છે ખબર છે ? અહી કાચનાં મોટાં ગ્લાસમાં ચા મળે ગરમ ગરમ એટલે કોન્ટીટી અને ક્વોલીટી બંન્ને મસ્ત. 
સિધ્ધાર્થ હસી પડ્યો પછી ગંભીર થઇ ગયો અને બોલ્યો દેવાંશ તારાં મિત્ર, મીલીંદનાં કેસમાં તપાસ આગળ ચાલી રહી છે કોઇ સજ્જડ પુરાવાની શોધમાં છું આજે બપોર પછી અહીથી હું અને મારો આસીસ્ટન ફરીથી બધાનાં બયાન લેવા જવાનાં છીએ. 
ત્યાં ચા આવી ગઇ અને બધાએ ચાની ચૂસ્કી લેવા માંડી. દેવાંશે સિદ્ધાર્થ અંકલ સામે જોઇને કહ્યું મને એક મજબૂત પુરાવાની કડી મળી છે. પછી કહું.... 
વધુ આવતા અંકે - પ્રકરણ - 37Rate & Review

Paresh Patel

Paresh Patel 1 week ago

Ukabhai Ahir

Ukabhai Ahir 1 week ago

Krina patel

Krina patel 3 weeks ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 months ago

Jagdish Patel

Jagdish Patel 3 months ago