એક પૂનમની રાત - પ્રકરણ-48 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-48

એક પૂનમની રાત - પ્રકરણ-48

એક પૂનમની રાત 
પ્રકરણ-48
અનિકેત, દેવાંશ, અંકિતા અને વ્યોમા સામે એ અને અંકિતા ભેરોસિહ અને કાર્તિકની પાછળ ગયેલાં અને સ્મશાન સુધી ગયાં પછી એ અંક્તાને બાઇક પાસે રહેવા કહીને કબ્રસ્તાનમાં અંદર ગયો હતો. 
વ્યોમાએ કહ્યું અંકિતા સાથે આવી હતી ? સારું થયું એને અંદર ના લઇ ગયો. પણ પછીતો અંકિતાને કહ્યું હશે ને કે તે અંદર શું જોયું ? અનિકેતે કહ્યું ના એ દશ્ય જોયાં પછી થોડીવાર એ લોકોની વિદ્યી જોયા પછી મને પણ ડર લાગી ગયો હતો મેં એને એટલુંજ કહેલું ચાલ અહીથી ઝડપથી નીકળી જઇએ અહીં ઉભા રહેવામાં સલામતી નથી. 
દેવાંશે કહ્યું ઓહ સારુ થયું નીકળી ગયાં પણ તે એવું શું દ્રશ્ય અને વિધી જોઇ એ તો કહે ? અનિકેતે કહ્યું સાંભળ હવે એજ કહુ છું. કાર્તિક અને ભેરોસિહ કબ્રસ્તાનમાં પહોંચ્યા. એમની પાછળ પાછળ દબાતા પગલે સાવધાનીથી હું જઇ રહ્યો હતો. અંદર ગયાં પછી એ લોકો થોડે દૂર ગયાં ત્યાં ખૂબ આછુ અજવાળું હતું પણ ત્યાં કોઇ મોટી દાઢીવાળો મોટી આંખો વાળો માણસ બેઠો હતો કદાચ કોઇ મૌલવી હોય કે કોણ મને નથી ખબર મૌલવી આવાં કામ ના કરે કોઇ તાંત્રિક વિધી હશે મને નથી ખબર એ માણસે કાર્તિક અને ભેરોસિંહને આવકાર્યા. આ જાઓ. તુમ દોનો અકેલે હી આયે હો ના ? કે ઓર કોઇ સાથે મેં હૈ ? પેલા લોકોએ કહ્યું ના અમે બે એકલાંજ છીએ. એ સાંભળી હું ત્યાં ઝાડની ઓથે છુપાઈ ગયો. પેલો માણસ ઉર્દુમાં કંઇક ગણગણી રહેલો. પછી એ લોકો કોઇ તાજીજ કબર પાસે ગયાં. ત્યાં પેલાએ કહ્યું યે તાજા દફન કીયા હુઆ શબ હૈ એક કુંવારી લડકી કા હૈ ઉસને અપની જાન ખુદ લી હૈ... કાર્તિક બોલ્યો સુસાઇડ ? પેલાએ હકારમાં માથુ ધૂણાયુ અભી ઉસકે ઉપર કબ્રભી ચુનવાઇ નહીં ગઇ હૈ આજ હમ જો યહાં વિધી પ્રયોગ કર રહે હૈ ઉસકે સાક્ષી તુમ દોનો હી હો. તુમ્હે પતા હૈ ના. ઇસ્કા ક્યા હિસાબ આયેગા ? યે લડકીકી ઇજ્જત લુટી ગઇ થી ઉસને ફીર અપની જાન ખુદ લેલી. પૈસે લાયે હો ? મૈને સબ બદોબસ્ત કીયા હૈ દેખો ઉધર... એમ કહીને નાનું બકરીનું બચ્ચુ બતાવ્યું. એને ત્યાં બાંધી રાખેલું. 
પછી એ બોલ્યો પૂરી ક્રિયા દેખ સકોંગે ? તુમ દોનો બીલકુલ બાદમેં હીલ નહી સકતે. કાર્તિકે કહ્યું બાબા હમ પૈસે ભી લાયેં હૈ પર હમેં હમને જો માંગા હૈ મિલના ચાહીએ. એણે હિંમત કરીને કહ્યું પેલા એ મોટી આંખો કાઢીને કહ્યું ક્યા મેં યહાઁ કરબત દિખાને આયા હું મૈં હાજીર કરુંગા તુમ્હારે સામને મેરી ક્રીયાવિધીમેં કોઇ કચ્ચા નહીં રહેગા લાઓ પેહેલે પૈસે દેદો ફીર આગે કામ હોગા. 
કાર્તિકે એનાં ખીસામાંથી પૈસા કાઢીને પેલાને આપ્યાં. પેલાએ ગણ્યાં વિનાં જ ખીસામાં મૂકી દીધાં. પછી બોલ્યો અબ મેં ગીનના ચાલુ કરુંગા. ગીનના સમજતે હો ? દેખો એમ કહીને એ માટી ખસેડવા માંડ્યો કોઇ સાધન લીધું. અને ઝડપથી એણે માટી ખસેડી એમાંથી મૃત્યુ પામેલી છોકરીનો ચહેરો બહાર દેખાયો. આ બંન્ને જણાં સહેમી ગયાં. એકદમ જુવાન જોધ રૂપાળો ચહેરો હતો. પેલા વિધી કરનારો હસવા માંડ્યો પછી બોલ્યો દેખો મેરા કમાલ એમ કહી પેલી બકરીનાં બચ્ચાને લાશ પાસે લાવ્યો અને કંઇક ફરીથી ઉર્દુમાં ગણગણવા લાગ્યો એની બાજુમાં કંઇ ધૂપ જેવું કરેલું એ સાધન બકરીની આસપાસ અને ચહેરાની ચારેબાજુ ફેરવ્યું અને બકરીનાં બચ્ચાને લાશનાં ચહેરાં પાસે લાવી ધારીયા જેવા સાધન થી ફડાક દઇ બકરીનાં ગાળા પર ધા કર્યો મોટે મોટેથી બોલવા માંડ્યો બકરીનાં બચ્ચાનું લોહી પેલી લાશનાં મોઢામાં નાંખ્યુ. ફરીથી એ ઉર્દુમાં કંઇક બોલી રહેલો અને ત્યાંજ... ઓહનો મારાથી જોવાયું નહોતું હું ખૂબ ડરી ગયો મેં જોયુ કે એ લાશ એમજ હતી અને એં ચહેરા પરથી ધુમાડો નીકળ્યો અને ધુમાડામાં આખી એક સુદર છોકરીની આકૃતિ રચાઇ ગઇ. એ છોકરી સ્પષ્ટ દેખાતી હતી એ પણ ખડખડાટ હસતી હતી એનાં મોઢામાંથી લોહી નીકળી રહેલું. મારાં તો રુંવાડા ઉભા થઇ ગયાં હતાં મારાં મોઢામાંથી અવાજ ના નીકળે એટલે મેં મારાં હાથ મારાંજ મોઢે દાબી દીધેલાં. મારાં શ્વાસ ખૂબ વધી ગયાં ધબકારા કાબૂમાં નહોતાં. 
કાર્તિક અને ભેરોસિહ ફાટી આંખે જોઇ રહેલાં પેલો માણસ વિક્રૃત રીતે હસી રહેલો એ બોલ્યો બસ યે તુમ્હારા કામ કર દેગી અબ મેરે કાબૂમેં હૈ .............
અહીં બોલતાં બોલતાં અનિકેતનાં આખાં શરીરે પરસેવો વળી ગયેલો એ બોલતાં બોલતાં ધ્રૂજી રહેલો એની આંખો મોટી થઇ ગઇ હતી. દેવાંશે કહ્યું અનિકેત, અનિકેત તું અહીં મારાં ઘરમાં છે આટલો કેમ ડરી ગયો ?
અનિકેતે કહ્યું મેં મારી સગી આંખે આ બધુ જોયું. સાંભળ્યુ પછી મને એટલો ડર પેસી ગયો કે હું ચૂપકેથી ત્યાંથી બહાર આવી ગયો અને અંકિતાને કહ્યું ચાલ અહીંથી પહેલાં નીકળી જઇએ. થોડે સુધી બાઇક એમજ દૌડીને લઇ ગયો પછી સ્ટાર્ટ કરીને ત્યાંથી નીકળી ગયાં મને હજી એ ચહેરો એ બધુ સ્પષ્ટ દેખાય છે. એ બકરીનું બચ્ચુ એનું ગળુ કાપ્યુ અને એવું લોહી નીકળ્યુ હતું. ઓહ નો.. આવું કોઇ કેવી રીતે કરી શકે ? અને આ બે નરાધમોને એવું શું કામ પડ્યું ? એવાં ક્યાં કામ કરવા છે કે આવી બધી વિધી કરાવે છે ?
વ્યોમા અને અંકિતા તો થીજીજ ગયેલાં એ સાવ મૌન થઇ ગયાં એ બંન્ને જણાં ગભરાયેલાં હતાં. વ્યોમા દેવાંશને વળગી ગઇ ઓહ મને ખૂબ ડર લાગે છે પેલાએ કોને હાજર કરી હશે ? ક્યાં કામ કરવા હશે ?
અંકિતાએ ડરેલા અવાજે કહ્યું એટલેજ મેં ઘણું પૂછેલું અનિકેતને કે તેં શુ જોયુ સાંભળ્યું મને કંઇકજ ના કીધુ અત્યારે હું આ બધું સાંભળી જાણી રહી છું. 
દેવાંશે પણ વિચારમાં પડી ગયો. ઓહ આ લોકો આવુ શા માટે કરી રહ્યાં છે ? આવી કાળી શક્તિ મેળવી એમણે ક્યા કામ સાર્થક કરવા છે ? કંઇ એ લોકો મારી પાછળ તો નથી ને ? કે કંઇ બીજું પ્રાપ્ત કરવા માટે આવી હલકી કાળી વિધીઓ કરાવે છે ?
અનિકેતે કહ્યું હું પછી ત્યાં ઉભો ના રહી શક્યો આગળ એ લોકોએ શું કર્યું શું વાતો કરી નથી ખબર મને. પણ એટલું ચોક્કસ છે કે કોઇ ખાસ કામ માટેજ એ લોકોએ પૈસા ખર્ચી આવી વિધી કરી છે. એ લોકો પાસે એનાં માટે પૈસા ક્યાંથી આવ્યા ? મને લાગે છે સારી એવી રકમ ચૂકવી હશે. 
વ્યોમા કહે દેવું તારાં માટે શા માટે કરે ? કેમ આવો વિચાર કરે છે તેં એમનું શું બગાડ્યું છે ? આપણે એ લોકોને એવાં નજીકથી જાણતાં પણ નથી. એક ઓફીસમાં છીએ એટલુજ એમની સાથે માથાકૂટમાંજ નહીં પડવાનું કામથી કામજ રાખવાનું પ્લીઝ હવે વાત બદલો મારાંથી આગળ કંઇ સંભળાશે પણ નહીં. 
દેવાંશે કહ્યું અરે મારે કોઈ સાથે કોઇ દુશ્મની નથી પણ એ જે રીતે મારી સામે કાયમ ધૂરકે છે એટલે વિચાર આવેલો. પણ આપણે સાવધ રહેવું પડશે. મારી છઠ્ઠી ઇન્દ્રીય એવું કહે છે કે આપણે અઘોરીબાબા પાસે જઇને આ વાત કરવી જોઇએ અને સિધ્ધાર્થ અંકલને પણ જાણ કરવી જોઇએ એવું ના થાય કે આપણે ઊંઘતા ઝડપાઇએ. હું પોલીસનો છોકરો છું એટલે મને થાય સાવધાની રાખવીજ જોઇએ આનાં વિચાર મને આવે એ સ્વાભાવિક છે. 
અનિકેતે કહ્યું યુ આર રાઇટ દેવાંશ ભલે આપણે કોઇ દુશ્મની કે વેર કોઇ સાથે નથી પણ આપણી આસપાસ જે ઘટનાઓ બને છે એટલે સાવધાની રાખવી જરૂરીજ છે. આપણે અઘોરીજી પાસે જઇશું. અને સિધ્ધાર્થ સરને પણ બધી વાત કરીશું. એનાંથી આપણને બળ મળશે અને નિશ્ચિંત થઇ જઇશું. 
વ્યોમા અને અંકિતા બંન્નેએ કહ્યું બરોબર છે. ત્યાંજ દેવાંશની મંમીની બૂમ પડી છોકરાઓ જમવાનું તૈયાર છે આવી જાવ. સાથે મળીને જમીલો બધાં. 
વ્યોમા એકદમ ઉભી થઇ ગઇ સાથે અંકિતા પણ ઉભી થઇ બંન્ને જણાએ કહ્યું તમે લોકો આવો અમે પીરસીને તૈયાર કરીએ છીએ બંન્ને જણાં રૂમમાંથી નીકળી ગયાં. 
અનિકેતે કહ્યું દેવાંશ આ લોકો ગયાં હવે તને એક અગત્યની બીજી વાત કહું આ લોકોની સામે નહીં બોલાયેલું મારાંથી.. 
દેવાંશે કહ્યું ઓહ એવું શું છે ? હજી બાકી છે ? અનિકેત કહ્યું હું ખૂબ ડરી ગયેલો પાછા બહાર નીકળવાની તૈયારી કરતો હતો અને પેલાએ શી ખબર શું ગણગણ્યું. પેલી છોકરીનું પ્રેત છેક મારી નજીક આવી ગયેલું અને મારી સામે જોઇને બોલી કે.... 
વધુ આવતા અંકે - પ્રકરણ - 49

Rate & Review

Paresh Patel

Paresh Patel 1 week ago

ATULCHADANIYA

ATULCHADANIYA 2 weeks ago

Krina patel

Krina patel 3 weeks ago

Parash Dhulia

Parash Dhulia 4 weeks ago

Vipul Petigara

Vipul Petigara 1 month ago