Rakshash - 23 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 23

દ્રશ્ય ૨૩ -
" મનુ વિચારી ને બોોલ સમીર ને કઈ નઈ થાય મને વિશ્વવાસ છે..... તું ઈર્ષા કરે છે."
" હા થોડી ઘણી ઈર્ષા છે મને પણ હું જે કઈ કહું છું એ ઈર્ષા ના કારણે નથી કહેતો પણ એજ જે સત્ય છે જો સમીર અને નિખિલ રાક્ષસ ના રહસ્ય ને જાણવા માટે ગયા છે તો એમનું પાછું આવવું મુશ્કેલ છે હું આટલા વર્ષ થી અહી ફસાયો છું પણ મે ક્યારે એની નજીક જવાનો કે એના રહસ્યો જાણવાનો વિચાર કર્યો નથી."
" શું સાચે સમીર રાક્ષસ ના વિશે જાણવા ગયો છે કેયુર.... બોલ ને..."
" હા કાલે મે જ્યારે રાક્ષસ ને તમારી પર હુમલો કરતા જોયો હતો ત્યારે એની પાછળ અંધારા માં કોય વ્યક્તિ હતી એને રાક્ષસ ને મનું ને મારવા થી રોકવા મટે બૂમ પાડી ને રોક્યો હતો. એ વ્યક્તિ ને શોધવા માટે સમીર સર અને નિખિલ સર ગયા છે."
નિખિલ અને સમીર જંગલ માં ગુફા આગળ આવી જાય છે.
" નિખિલ શું આપડે અંદર જવું જોઈએ.....શું ખબર રાક્ષસ અંદર હોય ને આપણને મારવા માટે તૈયાર પણ હોય."
" સમીર જો રાક્ષસ અંદર હસે તો હું એને રોકવાનો પ્રયત્ન કરીશ અને તું પાછળ જોયા વિના દોડી ને ગાડી સુધી પોહચી જજે અને પછી રિસોર્ટ. હા બધાને ઘરે લઈ ને જવાની જવાબદારી મારા પછી હું તને આપું છું.'
" નિખિલ હું તારી સાથે રહી ને રાક્ષસ ને રોકિશ આપડે બંને સાથે ઘરે જઈશું."
" શું હસે આ ગુફા માં...."
" એ તો અંદર જાઇ ને ખબર પડશે."
" નિખિલ.....કોણ છે.....ત્યાં"
" સમીર ડરીશ નઈ....કોય નથી આબધી લાશો છે "
" કેટલા બધા લોકો છે અને જો લોકો ના શરીર ને કેવી રીતે ગોઠવ્યા છે શું કરે છે આ રાક્ષસ બધા ના શરીર ને આમ ગોઠવી ને."
" મને લાગે છે કે આગળ કઈક હસે...ચલ આગળ જઈ એ."
" નિખિલ...નિખિલ....."
" સમીર મે મોબાઈલ ની લાઈટ કરી છે જો કઈ નથી......આ...આ..."
" નિખિલ દોડ...મારો હાથ પકડી ને મારી સાથે દોડ."
" ના સમીર તું જઈ ને રિસોર્ટ માં બધા ને બચાવ હું આને રોકુ છું."
સમીર ગુફા માંથી દોડી ગાડી માં આવે છે અને રિસોર્ટ તરફ જાય છે પણ રસ્તામાં એની પર રાક્ષસ હુમલો કરે છે અને એની ગાડી નો અકસ્માત થયી જાય છે.
નિખિલ અંધારા માં મોબાઈલ ની લાઈટ ને આધારે મોબાઈલ પકડી ને ઉભો થાય છે તો એની સામે એક બડી ગયેલા શરીર વાળી વ્યક્તિ ઊભી હોય છે જે બોલવાની જગ્યાએ જાનવર ના જેમ બૂમો પાડે છે જે નિખિલ ને પકડી ને અંદર ખેચી જાય છે.
" મને મારીશ નઈ.........હે ભગવાન બચાવિલે ...ભગવાન."
નિખિલ ના સામે ઊભી રહેલી એ ભયાનક વ્યક્તિ પોતાની સ્વરૂપ બદલી ને એક વૃદ્ધ માણસ બની જાય છે અને એને કહે છે.
" કહ્યું હતું કે ચાલ્યા જાઓ અહીંયા થી આ જગ્યા તમારી માટે નથી પણ મારી વાત માનવા કોય તૈયાર ના હતું."
" કોણ છે તું અને તારા શરીર ને આમ બદલી શકે છે....શું છે તું....અહીંયા શું કરે છે.....આ લાશો...."
" હું કોણ છુ એ થી વધારે તારે તારા જીવ ની ચિંતા કરવી પડે."
એ વ્યક્તિ એની નજીક જાય એની પેહલા નિખિલ એની આંખ માં માટી નાખી ને દોડી ને તે ગુફા માંથી બહાર આવી જાય છે. ત્યાં સ્વરૂપ બદલી ને ફરી થી એ વ્યક્તિ એની સામે આવે છે.
" નિખિલ....નિખિલ....હું સમીર તું બચી ને બહાર આવી ગયો. હું તારી રાહ જોઈ ને અહીંયા ઉભો હતો મને વિશ્વાસ હતો કે તું બચી ને તે જાનવર ના હાથ માંથી આવીશ...અરે શુ જોવે છે ચલ રિસોર્ટ પાછું જવાનું છે."
નિખિલ થોડીવાર એની સામે જોઈ રહ્યો અને પછી એને ધક્કો મારી ને ફરી થી દોડવા લાગ્યો.
" નિખિલ...નિખિલ...શું થયું...."
નિખિલ આગળ દોડે અને એની પાછળ સમીર ના રૂપ માં એ વ્યક્તિ હતી. રોડ પર આવી ને તેને સમીર ની અકસ્માત વાળી જગ્યા મળી અને તે સમીર ને ત્યાં જોઈ ને ચોકી ગયો. સમીર ને ખસેડી ને તે એની સીટ પર બેસી ગયો અને ગાડી ચાલુ કરી. પણ એની સામે રાક્ષસ આવી ને ઉભો થઇ ગયો. નિખિલ વિચાર્યા વિના રાક્ષસ ને ગાડી થી અથડાવી ને ત્યાંથી રિસોર્ટ તરફ જવા લાગ્યો. ગાડી થી અથડાઈ ને રાક્ષસ નીચે પડ્યો અને થોડી વાત પછી ઉભો થયી ને ગુફા તરફ જવા લાગ્યો.
" મયંક...મયંક સમીર ને લઈ ને અંદર નર્સે પાસે જા....જલ્દી કર..."
" નિખિલ સર તમને પણ ઘણું વાગ્યું છે...શું થયું તમારી સાથે...."
" હાલ નઈ....પેહલા સમીર ને ભાનમાં આવાદે."
" હા સમીર સર જેવું તમે કહો પણ શું થયું.....સમીર સર ને ઘણું વાગ્યું છે જાનવી મેડમ ને જાણ થશે તો ચિંતા માં આવી જસે."
" જાનવી ને બોલાવી લાવ મારે એની સાથે વાત કરવી પડશે એ સમીર ને આમ જોઈ ને શકે."