Dhup-Chhanv - 44 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 44

ઈશાન તો ખયાલોમાં જ ખોવાઈ જાય છે કે, આ હકીકત છે કે હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું પણ ત્યાં તો ડેડ શેમ્પેઈન હાથમાં લઈને ડાઈનીંગ ટેબલ ઉપર મૂકે છે અને મોમ ડેડ બંને એકસાથે ઈશાનને ભેટી પડે છે. મોમની આંખમાં તો હર્ષનાં આંસુ પણ આવી જાય છે અને બંને સાથે ઈશાનને કહે છે કે, " બેટા તું તને નહતો ઓળખતો ત્યારથી અમે તને ઓળખીએ છીએ અને તારી પસંદ નાપસંદ અમને ન ખબર હોય તેવું કઈરીતે બને બેટા..??

અને મોમ ડેડ અપેક્ષાને પણ પોતાના બાહુપાશમાં લઇ લે છે ચારેય જણાં જાણે એકબીજાને માટે જ બન્યા હોય તેવું આહલાદક દ્રશ્ય સર્જાય છે.

અને ડેડ પછી શેમ્પેઈન ઉડાડીને આ યાદગાર પળોને વધુ યાદગાર બનાવે છે.

ઈશાનની આંખમાં પણ આંસુ આવી જાય છે અને પોતાના મમ્મી-પપ્પાને માટે તે પ્રાઉડ ફીલ કરે છે તેમજ મનોમન ઈશ્વરને પણ પ્રાર્થના કરે છે કે ભવોભવ મને આ જ મમ્મી-પપ્પા મળજો.

માતા-પિતા માટે સંતાનથી વિશેષ કંઈ હોતું જ નથી તે આ વાત દર્શાવી જાય છે.

ત્યારબાદ ઈશાનના પપ્પા ઈશાનને કહે છે કે, તે અપેક્ષાને બરાબર પૂછી તો લીધું છે ને..? એ તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર તો છે ને..?

અને ત્યારે ઈશાન પોતાના પપ્પાને કહે છે કે, " ડેડ, તેની પરમિશન લેતાં પહેલાં મારે તેના બ્રધરની પરમિશન લેવી પડશે. "

અને ઈશાનના ડેડ જરા રમૂજભર્યા અવાજ સાથે એમ કહે છે કે, " અચ્છા એવું છે..? તો ચાલો આપણે તેના ભાઈને અને ભાભીને પણ બોલાવી લઈએ "

અને ક્લેપ કરે છે એટલે અક્ષત અને અર્ચના અંદર બેડરૂમમાંથી બહાર આવે છે અને તેમને જોઈને ઈશાન તો વિચારમાં જ પડી જાય છે કે, મોમ અને ડેડે તો મારા એન્ગેજમેન્ટની બધીજ તૈયારી અત્યારે જ કરીને રાખી છે અને તે બોલી ઉઠે છે કે, " ઓહ ડેડ, આઈ સરપ્રાઈઝ્ડ તમે તો મારા માટે બધીજ તૈયારી કરીને રાખી છે " અને પોતાના ડેડને વળગી પડે છે.

ત્યારે ડેડ તેને કહે છે કે, " હવે આ તારી અપેક્ષા પણ હાજર છે અને તેના ભાઈ ભાભી પણ હાજર છે, પૂછી લે તેમને તારે જે પૂછવું હોય તે.."

અક્ષત: ભાઈ, એમ કશુંજ નહીં ચાલે ઓકે..? અત્યારે તો તારે ઘૂંટણિયે નમવું પડશે અને મારી બેહેનનો હાથ માંગવો પડશે..અને પછી બધા ખડખડાટ હસી પડે છે.

ઈશાનને હવે ઘૂંટણિયે નમ્યા વગર છૂટકો જ ન હતો (ઈશાનની મોમ ઈશાનના હાથમાં રેડ રોઝ આપે છે.) અને ઈશાન નાટકીય ઢબે જમીન ઉપર બેસે છે અને રીતસરનું અપેક્ષાની સામે નમે છે અને પોતાના ફેસ ઉપર એક સુંદર મીઠાં સ્માઈલ સાથે અને આંખમાં એક અનેરી ચમક સાથે અપેક્ષાને પ્રપોઝ કરતાં પૂછે છે કે, " વીલ યુ મેરી મી ??"
અપેક્ષાનો ચહેરો પણ એકદમ ખીલેલો ખીલેલો છે... તેના ચહેરા ઉપર એક અદમ્ય લાલી પથરાયેલી છે અને તે થોડી શરમાયેલી પણ દેખાય છે અને શરમને લીધે તેની આંખો પણ ઢળેલી છે અને તેના મોંમાંથી શબ્દો નીકળતા ન હતા તેણે ફક્ત હા માં જવાબ આપવા માથું જ ધુણાવ્યું અને આખાય વાતાવરણમાં જાણે ખુશીની લહેર છવાઈ ગઈ....

એટલું તો હજી પૂરતું ન હતું ત્યાં અક્ષત બોલી ઉઠ્યો કે, " ઓ ભાઈ ફક્ત એની જ પરમિશન નહીં ચાલે મારી અને આ તારી વ્હાલસોયી ભાભીની પણ પરમિશન લેવી પડશે. "

ઈશાન: અરે યાર, તારા અને મારી ભાભીના તો મારે આશિર્વાદ લેવા જ પડશે ને ! (અને તે અક્ષતના પગમાં પડી ગયો)

પણ અક્ષતે તો તેને વ્હાલથી પોતાના ગળે વળગાડી દીધો અને બોલી પડ્યો કે, " યાર, તું તો મારો જીગરજાન છે તારી અને અપેક્ષાની ખુશી એજ મારી ખુશી છે બસ બંને જણાં ખૂબ ખૂબ ખુશ રહો એવા મારા તમને બંનેને આશિર્વાદ છે. "

અને તેની આંખમાં તેમજ અપેક્ષાની આંખમાં પણ આંસુ આવી ગયા સાથે સાથે ઈશાન અર્ચનાના પણ પગમાં પડી ગયો તો અર્ચનાએ પણ તેને તેમજ અપેક્ષાને પોતાની ખુશીઓથી વધાવીને ગળે વળગાડી લીધા... અને ત્યારબાદ ઈશાનના પપ્પા તરત જ બોલી ઉઠ્યા કે, " ચાલો હવે, બધાની "હા" થઈ ગઈ હવે એન્ગેજમેન્ટની ડેટ નક્કી કરી લઈશું ? "

હવે એનગેજમેન્ટની કઈ તારીખ નક્કી થાય છે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/12/2021