Ek Pooonamni Raat - 67 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ -67

એક પૂનમની રાત
પ્રકરણ -67


વ્યોમા અને દેવાંશ પ્રેમ પરાકાષઠા ભોગવી ઊભાં થયાં. અંકિત અને અનિકેત સામેથી આવતાં દેખાયાં અને વ્યોમાનાં હોઠ પર સ્મિત આવી ગયું ગયું. અંકિતાએ કહ્યું વ્યોમા હવે ભૂખ લાગી છે પહેલાં જમી લઈએ વ્યોમાએ હસતાં કહ્યું વાહ હવે બીજી ભૂખ લાગી ગઈ? એક ભૂખ મટે બીજી ઊઘડે કેવું છે બધું?

અંકિતાએ કહ્યું વ્યોમા.... આવું આખું ઊઘાડું ના બોલ અમે એવું કઈ નથી કર્યું કે એક ભૂખ મટે બીજી ઊઘડે. વ્યોમાએ દેવાંશ સામે જોયું દેવાંશે કહ્યું વ્યોમા એ લોકો હમણાં મળ્યાં છે આપણાં જેવાં અનુભવમાંથી પસાર નથી થયાં હજી વાર લાગશે.

અનિકેતે કહ્યું એવાં કેવાં અનુભવમાંથી તમે પસાર થયાં છો? જે તમે તમારાં પ્રેમ અને વાસના સાથે જોડો છો? સાચું કહું દેવાંશ એકવાર પ્રેમ થયાં પછી જરૂરી નથી કે તરતજ શરીર સંબંધ બંધાય દરેક પ્રેમ અને એની જરૂરીયાત આનંદ આપમેળે નક્કી થાય એવું હું માનું છું અમે આજે મળ્યાં રસપાન કર્યું પણ આગળ નથી વધ્યાં.

દેવાંશ સાંભળીને થોડો ઝન્ખવાયો એણે વ્યોમા સામે જોયું વ્યોમાની આંખો કોરી હતી કોઈ ભાવ જ નહોતો પણ અત્યારે એ આ લોકોની સાથેજ નહોતા દેવાંશને નવાઈ લાગી એણે વ્યોમાને પૂછ્યું વ્યોમા તું ક્યાં છું? કેમ કઈ પ્રતિભાવ નથી આપતી?
વ્યોમા સામેજ જોતી રહી એ કંઈ બોલી નહીં એટલે દેવાંશે એને ખભેથી પકડી ઝનઝોળી અને વ્યોમા એનાં હાથથી સરકી નીચે પડવા ગઈ પણ દેવાંશે એને મજબુતીથી ઝીલી લીધી.

અંકિતા ચીસ પડી ઉઠી અરે વ્યોમાને શું થયું હમણાં તો એ કેવી...દેવાંશને વ્હેમ પડ્યો પણ બોલ્યો વ્યોમા...વ્યોમા.... એ વ્યોમાને લઇ ત્યાં બાંકડે બેસી ગયો. અંકિતાએ એની વોટર બોટલથી પાણી છાંટ્યું અને વ્યોમાએ આંખો ખોલી એણે દેવાંશને જોયો અંકિતા અંકિતને જોયાં.

આજુબાજું જોઈને બોલી દેવું આપણે અહીં આવી ગયાં ? અને મને શું થયું છે? આપણે જમવા નથી જવાનું ? દેવાંશ હતપ્રત્ત થયો એણે કહ્યું વ્યોમા તું ક્યાં હતી ? આપણે તો હમણાં સાથ સાથ... વ્યોમાં દેવાંશ સામે આષ્ચર્યથી જોઈ રહી હતી એ દેવાંશને વળગી ગઈ અને બોલી દેવું મારા શરીરમાં કંઈક અજબ અનુભૂતિ હતી પછી મને કંઈજ ખબર નથી.

દેવાંશનો ચેહરો ઉતરી ગયો એણે ભય લાગ્યો એણે આજુબાજું જોવા માંડ્યું કોઈને શોધતો હોય એમ જોઈ રહ્યો હતો. અનિકેતે કહ્યું દેવાંશ શું થયું ?

દેવાંશે કહ્યું પેલી એનું કામ કરી ગઈ. એવું સાંભળી અનિકેતે કહ્યું દેવાંશ તું શું કેહવા માંગે છે ? કોણ એનું કામ કરી ગયું? અને વ્યોમાને શું થયું ?

દેવાંશે કહ્યું પછી કહીશ ચલો જમી લઈએ અને વ્યોમાને કહ્યું તું બરોબર છે ને ? જમી લઈએ ? આપણે વ્યોમાં આનો કાયમી ઉકેલ લાવવો પડશે...વ્યોમાએ કહ્યું હું સમજી ગઈ... ફરી પછી હું... માધ્યમ બની. પણ દેવાંશ તારી સાથેજ ? આપણી સાથેજ કેમ આમ ?

અંકિતાએ કહ્યું તમે લોકો શું વાત કરો છો ? સમજાતી નથી આટલાં ઉત્સાહથી અહીં આવેલાં અને અત્યારે વ્યોમાનો ચેહરો સફેદ રૂ ની પૂણી જેવો સાવ ઉતરેલો છે શું બની ગયું? કંઈ ફોડ પાડીને વાત કરોને અમે બાંકડે થી આવ્યા ત્યારે વ્યોમાં કેવી એનરજેટીક હતી અને હમણાં સાવ થાકેલી હતાશ છે.

દેવાંશે કહ્યું અહીં હમણાં કંઈ બોલવું બતાવવું યોગ્ય નથી આપણે જમીને અહીંથી નીકળી જઈએ પછી વાત કરીશ બધીજ સવિસ્તારથી. દેવાંશ વ્યોમાને કેડથી પકડીને ચાલી રહેલો એણે ગુસ્સો આવી રહેલો વિચારોમાં પડી ગયેલો એ કોની સાથે ક્યારે શું ભોગવે છે એણે ખબરજ નહોતી પડતી.

અનિકેત અને અંકિતા આ બધું જોઈ સાંભળીને રીતસર ડરી ગયેલાં અને આ લોકો સાથે શું બની રહ્યું છે એ સમજી નહોતાં રહેલાં

**********

સિદ્ધાર્થે સીટી હોસ્પીટલમાંથી બહાર નીકળવા જઇ રહ્યો હતો અને સામેથી ભવરસિંહ અને એમની પત્નીને આવતાં જોયાં અને એમને સામેથી મળવા ગયો. ભવરસિંહએ પૂછ્યું મારી દીકરી વંદનાને શું થયું ? એને કેવું છે ? એની સાથે અકસ્માત કેવી રીતે થયો? કોણે કર્યો ?

ભવરસિંહે એક સાથે ઘણાં પ્રશ્નો પૂછી નાંખ્યા અને સિદ્ધાર્થે કહ્યું હું તમને બધું કહું છું તમે શાંતિથી બધું સાંભળો પહેલી વાત વંદના બચી ગઈ છે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે હજી ભાનમાં નથી આવી પણ આવી જશે કોશિશ ચાલુ છે એની સાથે કોઈ અજાણી જીપ અથડાઈ હતી પણ એલોકો એ અકસ્માત કરીને ભાગી છૂટ્યા છે અમારી તપાસ ચાલુ છે.

વંદનાની મમ્મી સિદ્ધાર્થ સામે જોઈને બોલી સર હવે તો આ હદ્દ થાય છે પહેલાં મારો છોકરો ગુમાવ્યો હવે મારી વંદનાને...અકસ્માત કોણ છે અમારાં દુશ્મનો? શા માટે અમારી પાછળ પડી ગયાં છે? અમે કોઈનું શું બગાડ્યું છે ? મને કંઈ સમજાતું નથી એક એક દિવસ વીતે એમ અમારો ડર વધતો જાય છે તમે અને તમારી પોલીસ શું કરી રહી છે ? ગુનેગારોને પકડતા કેમ નથી ? શા માટે બધી તપાસ આટલી ઢીલી ચાલી રહી છે ? એમાં કોનો ફાયદો છે? અને અમનેજ નુકશાન પહોંચાડી રહ્યાં છે ?

વંદનાની મમ્મીની આંખોમાં ખુબ રોષ હતો એ એમનો ઉકળાટ સિદ્ધાર્થ પર કાઢી રહેલાં. સિદ્ધાર્થ બધું સમજી રહેલો એણે વિનમ્રતાથી કહ્યું મેડમ બધીજ તપાસ ખુબ ઝડપથી ચાલી રહી છે કયાંય ઢીલાશ કે કચાશ નથી પણ પોલીસ પણ શું કરે અમે એક કોયડો ઉકેલવા જઈએ બીજી ઘટના ઘટી જાય છે અમે બધાને એક કડીમાં પરોવી ઉકેલવા પ્રયત્ન કરી રહ્યાં છીએ મને ખબર છે તમને મારાં જવાબથી સંતોષ નહીં થાય પરંતુ હું ખાતરી આપું છું આજથી એક મહીનાની અંદર બધાં કેસ ઉકેલી નાખીશું અને ગુનેગારોને એમનાં કૃત્યની કપરી સજા ભોગવવી પડશે. તમે વંદનાને મળી શકો છો પણ થોડી ધીરજ રાખજો.

સિદ્ધાર્થે આગળ વધી ભંવરસિંહને કહ્યું સર હું આશા રાખું છું કે તમારા તરફથી બધી રીતનો સહકાર મળશે. અને અમારી અહીં હોસ્પીટલ અને બીજી તપાસ પર તાશીર નજર છે અને માણસો ગોઠવેલાં છે બીજી એક વાત કે વંદના ભાનમાં આવશે એવું અમે એનું સ્ટેટમેન્ટ લઇ લઈશું પણ એ જીપ ચલાવનારને એક લારીવાળાએ બરાબર જોયો છે અને એનાં નિવેદન અને એનાં કરાવેલ સ્કેચ પરથી અમે ગુનેગારોને શોધી વળીશું એમાં કોઈ શંકા નથી ક્યારેક પરિસ્થિતિ અમારા કન્ટ્રોલની બહાર પણ હોય છે છતાં અમે ક્યારેય પ્રયત્ન નથી છોડતાં.

ભંવરસિંહ શાંતિથી સાંભળી રહેલાં વારે વારે એમનાં ચહેરાનાં હાવભાવ બદલાઈ રહેલાં એ સિદ્ધાર્થની નજરમાં હતાં. સિદ્ધાર્થે કહ્યું તમારે અડધી રાત્રે પૂછવું હોય કંઈ કે મદદ જોઈતી હોય મને સીધો ફોન કરી શકો છો મારે બીજું કામ છે હું અહીંથી નીકળું છું હવે રાત્રી પણ થવા આવી છે તમે વંદનાને જોઈ અહીં રહી શકો છો અથવા જઇ શકો છો તમે નિર્ણય કરી લેજો.

આમ કહી સિદ્ધાર્થ ત્યાંથી નીકળી ગયો. કાળુભા અહીં હાજર રહેતાં એ સેલ્ફ દ્રાઇવ કરીને સીધો સીટીની પ્રસિદ્ધ લાઈબ્રેરી તરફ ગયો અને એનાં આષ્ચર્ય વચ્ચે લાઈબ્રેરીનો સમય પૂરો થઈ ગયો હોવાં છતાં અંદર લાઈટો ચાલુ હતી. એણે જીપ પાર્ક કરી અને લાઈબ્રેરીમાં પ્રવેશ કર્યો તો એનાં આષ્ચર્ય વચ્ચે કાર્તિક ત્યાં કોઈ પુસ્તક વાંચી રહેલો અને એની બાજુમાં બેઠેલો ભેરોસિંહ કોઈ મુદ્દા કાગળમાં લખી રહેલો.

સિદ્ધાર્થને લાઈબ્રેરી હોલમાં જોઈ કાર્તિક ઉભો થઈ ગયો અને બોલ્યો સર આપ અહીં ? સિદ્ધાર્થે સામે પ્રશ્ન કર્યો તમે બંન્ને અહીં લાઈબ્રેરી બંધ થવાનો સમય થઈ ગયો છતાં શું કરો છો ? શું વાંચો છો લખો છો? અને લાયબ્રેરીયન તપનભાઈ ક્યાં છે? ત્યાં કાર્તિકે પુસ્તક બંધ કરી દીધું ભેરોસિંહ કાગળ ફોલ્ડ કરી ખીસામાં મુકવા જાય છે ત્યાં ....


વધુ આવતા અંકે પ્રકરણ -68


Share

NEW REALESED