Dhup-Chhanv - 45 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 45

ઈશાન: અરે યાર, તારા અને મારી ભાભીના તો મારે આશિર્વાદ લેવા જ પડશે ને ! (અને તે અક્ષતના પગમાં પડી ગયો)

પણ અક્ષતે તો તેને વ્હાલથી પોતાના ગળે વળગાડી દીધો અને બોલી પડ્યો કે, " યાર, તું તો મારો જીગરજાન છે તારી અને અપેક્ષાની ખુશી એજ મારી ખુશી છે બસ બંને જણાં ખૂબ ખૂબ ખુશ રહો એવા મારા તમને બંનેને આશિર્વાદ છે. "

અને તેની આંખમાં તેમજ અપેક્ષાની આંખમાં પણ આંસુ આવી ગયા સાથે સાથે ઈશાન અર્ચનાના પણ પગમાં પડી ગયો તો અર્ચનાએ પણ તેને તેમજ અપેક્ષાને પોતાની ખુશીઓથી વધાવીને ગળે વળગાડી લીધાં... અને ત્યારબાદ ઈશાનના પપ્પા તરત જ બોલી ઉઠ્યા કે, " ચાલો હવે, બધાની "હા" થઈ ગઈ હવે એન્ગેજમેન્ટની ડેટ નક્કી કરી લઈશું ? "

અને એક અઠવાડિયા પછીની એનગેજમેન્ટની તારીખ નક્કી કરવામાં આવે છે.

જોતજોતામાં એક અઠવાડિયું તો ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર પડતી નથી અને એન્ગેજમેન્ટનો દિવસ આવી પણ જાય છે.

શાનદાર હોલમાં ખૂબજ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે સ્ટેજ ઉપર રાજા અને રાણીની બે ખુરશીઓ ગોઠવવામાં આવી છે.
ઈશાને અને તેના મમ્મી-પપ્પાએ આમંત્રણ આપવામાં કોઈને પણ બાકી નથી રાખ્યા. ઈશાનના ફ્રેન્ડસ તેમજ તેના મમ્મી-પપ્પાના મિત્ર વર્તુળમાંથી બધાજ હાજર છે આ હોલમાં... ધીમું ધીમું સ્વીટ મ્યુઝિક વાગી રહ્યું છે.

ઈશાનની તેમજ અપેક્ષાની ખુશી આજે ચરમસીમાએ પહોંચી ગઈ છે. અપેક્ષાએ તો સ્વપ્નમાં પણ કલ્પના નહોતી કરી કે તેની લાઈફમાં આટલો ઈનોસન્ટ અને પ્રેમાળ છોકરો આવશે અને તેની લાઈફ આટલી બધી બ્યુટીફુલ બની જશે.

આજે અક્ષત પણ ખૂબજ ખુશ હતો કારણ કે તેની બેન તેના પરિચિત એવા તેના બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે જઈ રહી હતી અને અર્ચના તેમજ લક્ષ્મી બા પણ ખૂબજ ખુશ હતા.

અક્ષત તેમજ અર્ચનાની ઈચ્છા લક્ષ્મી બાને આ પ્રસંગમાં બોલાવવાની ખૂબજ હતી પરંતુ એટલું બધું જલ્દીથી બધું ગોઠવાઇ ગયું હતું કે એવો કોઈ સમય જ રહ્યો ન હતો.

ઈશાન અને અપેક્ષા બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને હોલમાં એન્ટ્રી લે છે એટલે તેમના બધાજ ફ્રેન્ડ ચીચીયારીઓ કરીને તેમને વધાવી લે છે.

ઈશાને ક્રીમ કલરના કુર્તા પાયજામો પહેર્યા છે ઉપર મરુન કલરની રેેશમી કોટી પહેરી છે અને અપેક્ષાએ લાઈટ ક્રીમ કલરનું ફ્લોરલ ગાઉન પહેર્યું છે જેમાં તે પરી જેવી સુંદર લાગી રહી છે.
બંને સ્ટેજ ઉપર પહોંચી જાય છે અને ત્યારબાદ ઈશાન બધાની સામે ઘુંટણિયે બેસે છે અને અપેક્ષાને લગ્ન માટે પ્રપોઝ કરે છે. શરમથી અપેક્ષાની આંખો ઝુકી જાય છે અને ગાલ લાલ થઈ જાય છે તેમજ હ્રદય હા માં જવાબ આપે છે અને આંખોમાં અનેરી ચમક સાથે તે પોતાનો ડાબો હાથ આગળ લંબાવે છે અને ઈશાન પોતાના પોકેટમાંથી એક નાનું ડેલિકેટ બોક્સ કાઢે છે અને તેમાં રહેલી સુંદર ડાયમંડ રીંગ અપેક્ષાની ડાબી આંગળીએ પહેરાવે છે જે આંગળી સીધી દિલને ટચ કરે છે અને અપેક્ષા પણ પોતાની પાસે રહેલી ડાયમંડ રીંગ ઈશાનને પહેરાવે છે અને બંને એકબીજાને ભેટી પડે છે. આખાય હોલમાં ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. ત્યારબાદ અક્ષતે ડબલ ડેકર કેકનો ઓર્ડર કર્યો હોય છે જે આવી જાય છે એટલે ઈશાન તેમજ અપેક્ષા બંને સાથે મળીને કેક કટ કરે છે. બધાજ મિત્રો તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. બંને એકબીજાને કેક ખવડાવીને મોં મીઠું કરાવે છે.

અક્ષત પણ ઈશાનના મમ્મી-પપ્પાને કેક ખવડાવીને તેમનું મોં મીઠું કરાવે છે.પછી બધા સાથે જ ડિનર લે છે અને છૂટા પડે છે.

બીજે દિવસે ફરીથી શેમના માણસો ઈશાનની શોપ ઉપર આવે છે અને તોડફોડ કરે છે તેમજ ઈશાનને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપીને જાય છે.

ઈશાન આ ધમકીથી ડરી જઈને કેસ પાછો ખેંચી લેશે કે નહીં ખેંચે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/12/2021