Ek Pooonamni Raat - 71 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-71

એક પૂનમની રાત
પ્રકરણ-71


વ્યોમાને મૂકીને દેવાંશે અનિકેત પાસે જવા નીકળી જવું પડ્યું અને વ્યોમા એનાં પાપા મમ્મીનાં રૂમમાં આવી એ આવી ત્યારથી ગભરાયેલી હતી પણ દેવાંશ સાથે બેઠો હતો એટલે વિનોદભાઇએ મીરાંબેનને રૂમમાં બોલાવી લીધાં હતાં.

વ્યોમા રૂમમાં આવી એટલે મીરાંબહેને એને વહાલથી પૂછ્યું વ્યોમા દીકરા શું થયું છે ? દેવાંશ સાથે કંઈ થયું? ઓફિસમાં કે કંઇક શું બન્યું છે ? તું ખુબ ઉદાસ ગભરાયેલી છે જે થયું સાચું કહે દીકરા વ્યોમા એની મમ્મી મીરાંબહેનને વળગીને ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડી બોલી મમ્મી દેવાંશ સાથે કંઈ નથી થયું એતો મારી ખુબ કાળજી લે છે પણ મમ્મી ----એ શબ્દો ગળી ગઈ અને બોલી મમ્મી તને શું કહું ? એણે પાપા સામે નજર પછી આંખો નીચી કરી દીધી.

વિનોદભાઇએ કહ્યું બોલ દીકરા કોઈ સંકોચ ના કર હું તારો બાપ છું શું થયું છે ? તું કહીશ તો કંઇક ઉપાય થશે હવે તો તમારાં લગ્ન પણ થશે પણ તારો ડર પીડા કંઇક બીજુંજ કહી રહ્યો છે.

ત્યાં મીરાંબહેને વ્યોમાનું માથું ખોળામાં લઈને બેડ પર બેસી પડ્યાં એ ઊંડા વિચારોમાં ગરકાવ થયાં એમણે વિનોદભાઈ સામે જોયું એ વ્યોમાનાં કપાળે હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યા "તમને યાદ છે ? મારાં પાપાએ મીરાં ૮ વરસની હતી આપણે એકલા લગ્ન પ્રસંગે ગયાં હતાં ત્યારે એની કુંડળી જોઈ શું કહેલું ? વ્યોમા ૨૦-૨૧ની થશે ત્યારે એના જીવનમાં કોઈ અગમ્ય શક્તિ એણે વશમાં કરીને...એમણે વ્યોમા સામે જોઈ કહ્યું વ્યોમા કહેને કોઈ એવી વાત છે ? શું થયું તારી સાથે ?

વ્યોમાએ એની મમ્મીની આંખમાં આંખ પરોવીને કહ્યું મમ્મી..અને ફરી રડી પડી એણે રડતાં રડતાં ઈશારામાં હા પાડી પછી બોલી મમ્મી તને શું કહું ?

મમ્મી હું અને દેવાંશ એકબીજાને ખુબ પ્રેમ કરીએ છીએ હવે લગ્ન પણ થવાનાં છે...મમ્મી અમે સાથે પ્રોજેક્ટ પર હોઈએ કે પછી પેલી વાવ પાસે જંગલમાં ત્યારે એકાંતમાં અમે...વિનોદભાઈની સામે જોયું અને વિનોદભાઈ સમજી ગયાં હોય એમ રૂમની બહાર નીકળી ગયાં...વ્યોમાએ પાપાને બહાર જતાં જોયાં અને મમ્મીને રડતાં રડતાં કહ્યું મમ્મી આજે પણ અમે નદી કિનારે રિસોર્ટમાં ગયાં હતાં..અગાઉની જેમજ હું અને દેવાંશ એકબીજાને પ્રેમ કરી રહેલાં ત્યારે કોઈ પ્રેત મારાં શરીરમાં પ્રવેશ કરે છે અને મારાં શરીરને માધ્યમ બનાવી એ દેવાંશ સાથે પ્રેમ કરે છે વાસના સંતોષે છે મમ્મી આઈ એમ સોરી મારે તારી સાથે આવી વાત કરવી પડે છે પણ...મીરાંબહેને કહ્યું તું નિખાલસતા અને સંકોચ વિના બધુજ કહે મને...

વ્યોમા કહે શરૂઆતમાં તો મને દેવાંશ માટે કંઈજ નહોતું ના પ્રેમ ના આકર્ષણ ત્યારે એકબીજા સાથે કલીગની જેમ કામ કરતાં સાથે હતાં ત્યારે અચાનક મારાં શરીરમાં ધ્રુજારી શરૂ થાય મને મારાં વર્તનનું કે ક્રીડાનું ખબરજ ના હોય મારામાં કોઈ સ્ત્રીનું પ્રેત પ્રવેશે અને એ દેવાંશને પ્રેમ કરવા મજબુર કરે શરીર મારુ હોય અને સંતોષ કોઈ બીજું લે...આવું બે વાર થયું અને આજે કેટલાયે સમય પછી ફરીથી રિસોર્ટમાં થયું દેવાંશને હું પૂછું છું કે દેવાંશ આ શું છે ?

મમ્મી હું દેવાંશને પ્રેમ કરું છું પણ શારીરીક પ્રેમ કોઈ બીજી કાળી શક્તિ આવીને પ્રવેશ કરી પછી એ વાસના સંતોષે છે. મમ્મી દેવાંશને પણ ખબર પડી ગઈ છે એ મારી ખુબ કાળજી લઇ રહ્યો છે બીજી પણ ઘણી ઘટના એવી બની રહી છે એમાં માણસ નહીં કોઈ કાળી શક્તિ કાળો જાદુ કે કંઇક છે જે કોઈને કહીએ સાચું ના માને પણ એજ સત્ય છે માં હું કંટાળી છું હવે આનાથી...

મીરાંબહેને વિનોદભાઈને અંદર બોલાવ્યા અને કહ્યું વિનોદ તમે પાપાને ફોન કરો અને એમને કહો એ કાલે તાત્કાલીક અહીં આપણાં ઘરે આવે અને એમને કહો અહીં રૂબરૂમાં ચર્ચા કરીશું એમની પાસે આપણાં બધાંની કુંડળી છેજ એમને ખ્યાલ આવીજ જશે અને કેહજો મારાંથી ફોનમાં કંઈ કહી શકાય એવું નથી કોઈ ચોક્કસ કાળી શક્તિ મારી દીકરીમાં પ્રવેશ કરી છે એનો ઉપયોગ થઇ રહ્યો છે.

વિનોદભાઈ વાત સમજી ગયાં એમણે કહ્યું હું હમણાંજ પાપાને ફોન કરું છું અને વહેલી સવારે અંકોલા થી અહીં આવા નીકળી જાય એમ જણાવું છું અને એ રૂમથી બહાર નીકળી ગયાં...

શહેરના સિમાડે આવેલા કબ્રસ્તાનમાં ગંજેરી ચીલમ પી રહેલો એને કબ્રસ્તાનનાં દરવાજાનો અવાજ આવ્યો એણે જોયું કે સામેથી બે જણા અંદર આવી રહ્યાં છે એ ઉભા થઈને આંખોનાં ડોળા કાઢી ગુસ્સામાં બોલ્યો નીકળો તમે અહીં કેમ આવ્યાં છો ? નીકળો નીકળો...

આવનાર બે જણા એ કહ્યું તમે કોણ છો ? તમે અહીંથી હાંકનાર કોણ અહીં અમે મૌલવીને મળવા આવ્યાં છીએ અને તમે બાબા થઈને અહીં કબ્રસ્તાનમાં શું કરો છો ? મોલવીજી ક્યાં છે? અમે એમને કામ સોંપેલું છે એનાં અંગે આવ્યાં છીએ.

પેલો ગંજેરી બાવો ગુસ્સો થુંકી ખડખડાટ હસવા માંડ્યો ... પછી એણે પેલાં બે જણાં સામે હાથનો પંજો આગળ કર્યો અને ગોળ ગોળ ફેરવવા માંડ્યો સાથે સાથે કોઈ મંત્ર ભણી રહેલો ત્યાંજ કબ્રસ્તાનમાં જોરથી પવન ફૂંકાયો ચારે બાજુ કચરો પાંદળા બધું ઉડવા માંડ્યું અને અચાનક બધી કબરમાંથી લોહીથી ખરડાયેલા હાથ બહાર નીકળવા માંડ્યા અને કારમી ચિસોનાં અવાજ આવવા લાગ્યાં. પેલાં બે જણાં પહેલાં ગભરાયા પણ પછી એક જણે કહ્યું ઓ બાબા અમે આવું બધું ઘણું જોયું છે અમે ડરતાં નથી તમારાં નાટક બંધ કરો કે તમેજ મૌલવી છો અને સાધુનો વેશ કાઢ્યો છે ? અમે તમને માંગ્યા એટલા પૈસા આપ્યાં છે અમારું કામ પૂરું થયું કે નહીં ?

પેલો ગંજેરી ત્યાં ઉભો ઉભો હસવા લાગ્યો અને બોલ્યો વાહ બચ્ચા હવે તને ડર નથી લાગતો આ નાટક લાગે છે અને તારું સોંપેલું કામ...હવે તો બધુંજ પૂરું થવા ઉપર છે એક વાત સાંભળી લે હવે તો બધુજ પૂરું થવા ઉપર છે એક વાત સાંભળી લે હવે મારાં હાથમાં બાજી નથી રહી પેલી ચુડેલો એમની રીતે એમનાં હિસાબ કરે છે એ આહવાન પછી પણ હાજર નથી થતી એનું કારણ તમે એનાં માટે કામ કરો છો એણેજ કોઈ નવી ચાલ ચાલી છે અને તમે એનેજ માનો છો અમે બનાવટ મારી સાથે કરો છો જાવ એની પાસે એજ મોટી તાંત્રિક છે નીકળો...


કાળુભા ઘટનાં સ્થળે પહોંચ્યા અને કીધું ઓહ દેવાંશ આ લોકો અહીંયા સહેજમાં બચી ગયાં. કાળુભાએ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો અને રીક્ષાવાળાને મોકલી આપ્યા. દેવાંશને કહ્યું તમે આ અંકિતાને પણ ડ્રેસીંગ કરાવી લો. હું પણ હોસ્પીટલથીજ આવેલો હું હમણાં પોલીસ સ્ટેશન જઉં છું..હું સમજું છું અહીં ઘટના સ્થળે આવી કેસ નોંધી શકાય પણ મારે પોલીસ સ્ટેશન જવું પડશે ત્યાં ડ્યુટી છે અને મનિષ રાઉન્ડમાં છે એમ કહી કાળુભા ગયા.
દેવાંશે કહ્યું અનિકેત હું ખૂબ થાકી ગયો છું અને પાપા પણ ઘરે રાહ જુએ છે તું જીપ લઈજા અને તું અંકિતાને પહોંચાડી શાંતિથી ઘરે પહોંચ હું રિક્ષામાં પહોંચું છું કાલે સીધા ઓફીસ મળીએ. એમ કહી દેવાંશે જીપની ચાવી આપી રીક્ષા પકડી ઘરે ગયો.
સિદ્ધાર્થ પોતાનાં ઘરે પહોંચ્યો જીપ પાર્ક કરી એ પુસ્તક લઇ ઘરનું લોક ખોલ્યું અંદર પ્રવેશી પાછો દરવાજો બંધ કરી પુસ્તક ટેબલ પર મૂક્યું અને એ બાથ લેવા ગયો. એકલરામ હતો એ બાથ લઈ ફ્રેશ થઇ એ કિચનમાં ગયો ઇંડાની આમલેટ બનાવી અને બ્રેડ ગરમ કરી ડાઈનીંગ પર મૂકી અને કપડાં બદલવા ગયો.

નાઈટડ્રેસ્સ પહેરી આવીને જુએ છે એનું અડધું ખાવાનું ડીશમાં હતું નહીં એને થયું મેં હમણાં તો અહીં મૂક્યું છે એને થયું બીલાડી આવી હશે? કોણે એમાંથી ખાધું એણે બધે ફરીને ચેક કર્યું પણ કોઈ દેખાયું નહીં કિચનની બારી ખુલ્લી હતી એ પણ એણે બંધ કરી અને જે હતું ડિશમાં ખાઈ લીધું.

એ પુસ્તક લઈને એનાં બેડ પર બેઠો અને હજી પુસ્તક ખોલવા જાય છે ત્યાં એણે મેહસૂસ થયું કે એનાં ખભા પર કોઈનો હાથ છે અને એણે જોયું કે ....વધુ આવતા અંકે - પ્રકરણ 72