Letter to darling books and stories free download online pdf in Gujarati

પ્રિયતમને પત્રનામ : દિલમાં વસેલ દિલદાર
તારીખ: તું તારી રીતે નક્કી કરી લેજે
સરનામુંઃ અજનબી ગલી
શીર્ષક: પ્રેમની યાદ

પ્રિય સાગર,

"યાદ આવતા લઈને બેસી કાગળ,બોલપેન
લખી રહી એક પ્યારથી પ્રેમપત્ર પ્રિયતમને."

પ્રિય સાગર,

પર્વતની ગિરિમાળામાં રહીને તને યાદ કરી રહી છું. આજુબાજુમાં સુંદર હરિયાળું વાતાવરણ છે. એક સરસ મજાની નદી વહી રહી છે. પક્ષીઓનો કલરવ તારી યાદ અપાવી રહ્યા છે. વનરાઈ માં જાણે કે કંઇ જીવ પુરાયો હોય એવી અનુભૂતિ થાય છે. મારી હાથમાં પ્રેમભરી પેનને કાગળ છે અને આજે તને દિલથી એક પત્ર લખી રહી છું.

પ્રિય કેવા દિવસો આવી ગયા કે તું આજે મારાથી દૂર છે. હું તને ખૂબ યાદ કરું છું કઈ દુનિયામાં ખોવાઈ ગયો છે તને ક્યારે મને મળવાની ઈચ્છા નથી થતી ? ક્યારેક તો મળવાનો પ્રયત્ન કર ...

"જિંદગીની રાહ માં તું ક્યાં ખોવાઈ ગયો.
યાદ આવે તારી તું બેપરવાહ થઈ ગયો.
સુખની એ ક્ષણની એ પળો યાદ આવી ગઈ
તારી હાજરી વિના હુ એકલી થઈ ગઈ"

મેં જ્યારે પ્રથમ વખત તને જોયો ત્યારે કલ્પના નહોતી કે' હું તારા પ્રેમમાં પડી જઈશ હું દૂર ભાગતી હતી ,કારણકે હું શરમાતી હતી. તારા અવાજના રણકારમાં મને મીઠો પ્રેમ દેખાતો હતો છતાં પણ હું શરમાઈને ભાગી જતી હતી .પહેલી નજરમાં તો મને બિલકુલ પ્રેમની ભાષા સમજાઈ નહોતી. બસ તારી સાથે વાતો કરવી ગમતી. મજા આવતી ધીમે, ધીમે ક્યારેય પ્રણય શરૂ થયો એની કલ્પના જ ન રહી. એ મધુર મીઠી ક્ષણો ખૂબ યાદ આવે છે. ફરીવાર આપણે ફરીથી પાગલ બનીને મસ્તી કરતા થઈ જઈએ. ફરીથી હાસ્યનો ફુવારો આવીને રેલાવી જાને.. ક્યારેક તો તું મીઠી શાયરી પણ કરી લેતો એક શાયરી મને હજુ યાદ છે.

"યાદ આવી રહી એક મીઠી પ્રેમની તો તું ક્યાં સંતાઈ ગઈ.
મળવા માટે આતુર હું તને દિલમાંથી પોકાર કરી રહ્યો." તું ક્યાં સંતાઈ ગઈ.

મુલાકાત હોય ત્યારે હું તારી ખૂબ રાહ જોતી .ક્યારેક તે મને સિટીમાં બોલાવી હોય તો હું એકલી ક્યારે આવવાનો પ્રયત્ન ન કરતી કારણકે મને બહુ ડર લાગતો. ક્યારેક તો ગુસ્સે થતો અને બોલી નાખતો એકલા આવતાનો ડર લાગે છે પણ આ જમાનામાં તારે બધું શીખવું જોઈએ.

હું એ દિવસની રાહ જોતી પ્રયત્ન કરતી કે એકલી સ્થળે પહોંચી જવું અને ધીમે, ધીમે કરતા હું એકલી તને મળવા આવવાનું શીખી ગઈ .કોઈના ડર વિના. મને ડર લાગતો હતો પરંતુ તારા પ્રેમને કારણે ડરને હું ભૂલી ગઈ અને બિન્દાસ તને મળવા માટે આવી. રાહ જોતી ...ફરીથી તે મિલનનો દિવસ આવી જાય અને હું તારી સાથે તને મળવા આવી જાઉં. ખબર નહિ તારો સહવાસ મીઠો લાગતો હતો. આજે હું એક પર્વતમાળામાં તને યાદ કરતી પત્ર લખી રહી છું કે વીતી ગયેલી સોનેરી ક્ષણો ફરીથી પાછી નથી આવતી . આપણે બિન્દાસ થઈ ગયા હતા કોઈનો ડર કે ના કોઈ વિચાર મને પણ ખબર નથી કે તારા પ્રેમમાં હું કેવી રીતે પાગલ બની ગઈ .તું પણ મારો દિવાનો હતો જ આપણે બંનેને પછી જ ખબર પડી કે એકબીજાના પ્રેમમાં છીએ. બાકી ખાલી એમ જ હતું આપણે વહેમમાં છીએ . આપણે એકબીજાને ગમીએ છે.એવું લાગ્યું જ્યારે તે મને પ્રેમનો એકરાર કર્યો ત્યારે મને પણ ખબર નથી કે હું તને કહીશ હું તને ચાહું છું, પછી તો આપણે એટલા આગળ વધી ગયા એકબીજામાં ખોવાઈ ગયા સવાર પડે અને તારું મુખ જોવા અધીરી રહેતી.તું જોવા ન મળે તો દુઃખ થતું ગમે તે બહાને તને જોવા માટેનો પ્રયત્ન ચાલુ જ રહેતો .મજા આવતી હતી . ખરેખર ચોરીછૂપીથી કરેલા પ્રેમમાં કેટલી બધી મજા હોય છે, એ તો આપણે બંને અનુભવ કરેલો જ છે .શું તમને આ બધું યાદ આવે છે કે તું મને ભૂલી ગયો છે મને ખબર છે! તું ક્યારે મને ભૂલી શકે નહિ.! તને પણ એ બધી મીઠી ક્ષણો યાદ આવતી હશે મારી ઈચ્છા છે કે તું મારો આ પત્ર વાંચે અને તારા પ્રેમની એકરાર પત્ર મારી પાસે લખીને મોકલીશ અને તારો પત્ર આવશે તો હું સમજી શકે તે મારા પ્રેમને અકબંધ દિલમાં સમાવી રાખ્યો છે તારા પત્રની રાહ જોતી તારી પ્રીત

પ્રિયાની યાદ...નામ : દિલમાં વસેલ દિલદાર
તારીખ:જયારે તું વાંચે ત્યારે
સરનામુંઃ અજનબી ગલી
શીર્ષક: પ્રેમનું દર્દ

પ્રિય સાગર,

તારો પત્ર મને મળ્યો ,વાંચ્યો અને દુઃખ પણ થયું કારણકે મને ખબર છે કે તું દેશની સરહદ પર છે .રાત ,દિવસ તું ત્યાં લડાઈ કરી રહ્યો છે પરંતુ મને એમ કે' તું મને ભૂલી ગયો હોઈશ. કેટલા બધા દિવસો વીતી ગયા તારો કોઈ સમાચાર કે ફોન નહોતો એટલા માટે મેં તને પત્ર દ્વારા જ વર્ણન કરવાનું કહ્યું. તે મારું માન રાખ્યું એ બદલ તમારો ખૂબ આભાર.

સાગર તે મને કેમ જણાવ્યું નહીં કે ,તને સરહદ પર દૂર દેશની રક્ષા માટે મૂક્યો છે તો હું તને ક્યારે આવા કઠોર શબ્દો વાપરીને પત્રના લખત. મને એમ કે તું મારા દિલમાંથી ગાયબ થઈ ગયો છે. અથવા તને કોઈ રૂપસુંદરી મળી ગઈ હશે અથવા તો તું કોઈ બીજી દુનિયામાં ખોવાઇ ગયો હોઈશ .સાગર તારા સુવાળા શબ્દોએ મને ફરીથી આશ્વાસન આપ્યું. ખરેખર મને દિલથી ગર્વ થાય છે કે તું દેશ માટે લડી રહ્યો છે તારા પત્રમાં તે જણાવ્યું કે તું પણ મને એટલો જ પ્રેમ કરે છે રાત- દિવસ મારી રાહ જોવે છે કે હું તને ક્યારેય ફોન કરું! પરંતુ કેવી રીતે ફોન કરું તે ફોન નંબર તો મોકલાવ્યો ના હતો . પત્ર મે તારા મિત્ર સુનિલ મારફતે તને મોકલ્યો હતો પરંતુ સુનિલે પણ જણાવ્યું નહિ.એને મને ફોન નંબર પણ ના આપ્યો. ફક્ત કહ્યું પત્ર મોકલાવી દઈશ .કદાચ તારા મિત્ર ફોન નંબર આપવાનું ભૂલી ગયો હોય કદાચ કે જાણી જોઇને મને આપ્યો ન હોય. તારી શાયરી વાંચી મને ખૂબ જ દુઃખ થયું મારી આંખોમાંથી આંસુ સરી પડ્યા તે લખ્યું હતું.

"દિલમાં રહેનારી પ્રિયતમ પ્યારી તારા વિના બની ગઈ અધૂરી.
તું બની હતી મારી દિલની લાગણી આજે કેમ દૂર થઈ ગઈ "

પણ હું પણ દૂર નથી થઈ હું તને બધી જગ્યાએ તારા સંસ્મરણોને યાદ કરી રહી હતી એટલે તો પત્ર લખ્યો તને કે તું કેમ ભૂલી ગયો ? આપણા બંને માટે એવું હોતું જ નથી આપણે બંને એકબીજા માટે લાગણીથી બંધાયેલા છે પ્રેમમાં ત્યાગ અને બલિદાન હોય છે એ મેં સાંભળ્યું છે પરંતુ હું એટલી દિલદાર બનવા નથી માંગતી. હું કોઈ ત્યાગ કે બલિદાન આપવા નથી માંગતી .હુ ફક્ત તને ચાહું છું તમે મેળવવા માગું છું તારો સાથ ઝંખતી રહું છું કે તું ક્યારે મને મળે. મને વિશ્વાસ છે કે હું તને આ પત્ર ફરીથી મોકલી રહી છું તો તું સરહદ પર ત્યાંની લડાઈ નું વર્ણન મને ચોક્કસ મોકલજે મારે પણ જોવું છે કે તું દેશ માટે લડી રહ્યો છે ત્યાંની ઘટનાનું વર્ણન તો મને જણાવજે. મને ખરેખર ખૂબ જ આનંદ થશે.

"દેશના વીરોને હું દિલથી સલામ કરું છું"

કારણ કે અહીંયા રહેનારા મોજથી જીવી રહ્યા છે અને રાત- દિવસ તમે લોકો મહેનત કરીને દેશ માટે લડી રહ્યા છો મને ગર્વ છે કે મારો પ્રિયતમ દેશ માટે લડી રહ્યો છે.
તારા પત્રની રાહ જોતી..
તારી પ્રિયા.
નામ : દિલમાં રહેલ હમસફર
તારીખ:જયારે તું વાંચે ત્યારે
સરનામુંઃ દેશની સરહદ
શીર્ષક: દેશપ્રેમ અને નિસ્વાર્થ પ્રેમની વ્યથા

પ્રિય સાગર ,

તમારો પત્ર મળ્યો તમે મારા પત્રનો જવાબ આપ્યો એ બદલ પહેલા તો હું તમારો "આભાર "વ્યક્ત કરું છું. તમે મને લખ્યું છે કે હ સ્વાર્થી છું. હું પ્રેમમાં ત્યાગ અને બલિદાન આપવા નથી માગતી એ શબ્દથી તમને દુઃખ થયું. તમને મારો પ્રેમ સ્વાર્થી લાગ્યો પરંતુ દરેક પ્રેમ કરનાર વ્યક્તિ તેના પ્રેમને પોતાનાથી દૂર કરવો ક્યારેક ગમતું નથી.

તમે સરહદનું વર્ણન કર્યું છે કે, તમે "સરહદ "પર દેશપ્રેમીઓ માટે લડી રહ્યા છો હું ફક્ત તમેને પ્રેમ કરું છું પરંતુ તમે મને તો ખૂબ જ પ્રેમ કરો છો પરંતુ દેશની સરહદ પર દેશવાસીઓ દેશમાં નિરાંતે સુઈ રહે તે માટે રાત -દિવસ લડી રહ્યા છો. તમારો દેશપ્રેમનો નિસ્વાર્થ પ્રેમ વાંચતા મારું હૈયું ભરાઈ ગયું મને દુઃખ પણ થયું કે ' ખરેખર હું સ્વાર્થી બની ગઈ.
સાગર બીજા તમારા શબ્દો હતા કે હું જીવું છું તો દેશની સેવા કરવા માટે અને દેશની સેવા કરતા-કરતા દેશપ્રેમ માટે મારા શરીરનો ત્યાગ આપવો પડે તો પણ હસતા મૂખે આપીશ. ખરેખર મને મારા પ્રેમ પર અભિમાન થાય છે કે મેં તારા જેવા બહાદુર સેનિકને પ્રેમ કર્યો છે જે ખરેખર દેશ માટે વફાદાર છે તમારા ત્યાંના સરહદનું અંધારી રતનું વર્ણન વાંચ્યુ કે એક દિવસ અંધારી રાત હતી પાંદડુ પણ હાલતું નહોતું.ઠંડી અને હિમવર્ષા થઇ રહી હતી એ વખતે દુશ્મન દેશના ભણકારા વાગતા હતા કે દેશ પર કોઈ સૈન્ય આવી રહ્યું છે તમે બધા જ એકદમ તૈયાર હતા જ્યારે તમે દેશની સરહદ પર લશ્કર સામે બંદૂક તાણીને ઊભા હતા .ઠંડીમાં તમે પોતાની પરવા કર્યા વિના સરહદ પર ઊભા હતા અને અમે અહીંયા મીઠી નિંદર માણી રહ્યા હતા.પરંતુ સાગર તમારા કારણે દેશવાસી મીઠી નીંદર મળી રહે છે. તમે એ પણ લખ્યું હતું કે એ અંધારી રાતમાં તમને કંઈ દેખાતું પણ ન હતું એના ભણકારા દૂરથી આવવા લાગ્યા તમે બધા એકદમ સજાગ થઇ ગયા અને સડક ઉપર બંદૂક લઇને ચાલવા લાગ્યા એ અંધારી રાતમાં તમને પગ નીચે કંઈ દેખાતું નહોતું કોઈ જીવજંતુ પણ તમારા પગ નીચેથી ચાલી જાય એવી પરિસ્થિતિ હતી હિમવર્ષા થઇ રહી હતી તમને તમારૂ લક્ષ્ય દેખાતું હતું કે આવનાર દુશ્મનની સામે પડકાર ફેંકું અને તમે લોકોએ દેશની સીમા પર રહીને ભૂખ્યા તરસ્યા રહીને લશ્કરને અંધારામાં પણ રંગોળી નાખ્યું .એ જાણીને મને ખરેખર આનંદ થયો કે પ્રેમ કરવો અને પ્રેમની વફાદાર રહેવું એ ખૂબ અઘરી બાબત છે તમે દેશને પ્રેમ કર્યો છે અને તેને વફાદાર રહ્યા છો ખરેખર હું માનું છું કે તમારો પ્રેમ ધન્યવાદને પાત્ર છે પરંતુ થોડીક મારી સામે અને મારા પ્રેમને પણ દિલમાં સમવતા રહેજો.

"હૈયું હાથ નથી રહેતું સાગર તારા પ્રેમ વિના.
જાણે હું બની ગઈ પ્રેમ પૂજારણ તારા પ્રેમ વિના'

"યાદ કરું છું દિલથી કે ક્યારે પિયુ મારા આવે ઓરડે.
ઓરડે આવી પ્રેમથી તરબોળ કરે હૈયું ભરી"

જ્યારે નિરાંત મળે ત્યારે ચોક્કસ મને યાદ કરતા રહેજો તમે લખ્યું છે કે દિવાળીની અમાસે તમે મારે પાસે ચોક્કસ મળવા આવશો અને દરેક ફરિયાદને તમે યાદગાર બનાવશો. પત્રનો જવાબ આપશો એને હું રાહ જોઈ રહી છું અરે પત્રની સાથે તમે પણ આવજો દિવાળીની અમાસે રાહ જોઇશ.

"શું કરું ફરિયાદ, ફરિયાદના કોઈ શબ્દ નથી .
તમે રહ્યા સરહદ પર હું ત્યાં કોઈની ઓળખાણ નથી."

પ્રેમની વાતો રૂબરૂ કરીશ સરહદ સાથે દેશપ્રેમ યાદ કરીશ.

સરહદ પર મને યાદ કરીને પત્ર લખજો.સૈનિક ડરતો નથી પણ તમે લખ્યું છે કે તારો પ્રેમ મને સરહદ ઉપર મજબૂત બનાવે છે દેશ માટે લડીશ મારો પહેલો પ્રેમ દેશ પ્રેમ છે અને પછી પ્રિયા તારો પ્રેમ છે હા હું તને પૂરો વફાદાર છું તો ક્યારેય મારા પ્રેમ પર શક ના કરતી. જીવીશ કે મરીશ તો પણ તારા પ્રેમને યાદ કરીને દિલમાં સમાવીને પરંતુ હંમેશા સરહદ પર લડતા જ રહીશ પછી અંધારી રાત હોય કે અજવાળી રાત મારે માટે દેશપ્રેમ એ જ પ્રથમ લક્ષ્ય...

દેશપ્રેમની પરાકાષ્ઠા અને મારા પ્રેમની પરાકાષ્ઠા વાંચીને ખૂબ જ આનંદ થયો તમારા આગળના પત્રની રાહ જોઇશ.

લિ.

તમારી પ્રિયા .

નામ : પ્રિય દોસ્ત સાગર

તારીખ : પત્ર મળે તે તારીખ જાણવી

સરનામુંઃ અજનબી ગલી

શીર્ષક: દોસ્તીનું વચન અને દેશપ્રેમપ્રિય સાગર,

તારો પત્ર મળ્યો પણ હું તને લખી રહી છું જવાબ તે તારી પ્રિયા નથી પણ હું પ્રિયાની વચને બંધાયેલ તેની સખી શ્વેતા છું.

સાગર તું આ પત્ર વાંચીને દુઃખી ન થઈ જતો.હું તને તારી પ્રિયાએ કહેલ પ્રેમના એક ,એક શબ્દો લખી રહી છું.પ્રિયા તને ખૂબ પ્રેમ કરે છે. તે તારી સાથે પત્ની બનીને નહી એક માસૂમ પ્રેમિકા બનીને જીવવા માગે છે..તેને પણ તારી જેમ દેશસેવા કરવાનું વિચાર્યું અને તે દેશમાં ફાટી નીકળેલો દહેશત કોરોના માં સેવા કરવા ચાલી નીકળી.એને મે ખૂબ સમજાવી તો એને કહ્યું મારો સાગર આખા દેશની સેવા કરવા સૈનિક બની અંધારી રાતે બંદૂક ચલાવી રહ્યો છે.તો હું તેનું અસ્તિત્વ છું.એટલે એ મારું માની નહિ.અને દૂરદર્શન પર જોયું તારી પ્રિયા કોરીનાની મહામારીમાં લોકોની સેવા કરવા લાગી જ્યાં કોઈ પોતાના સગાને અગ્નિદાહ નહોતું આપતું ત્યાં પ્રિયા એક સ્ત્રી બનીને અગ્નિદાહ આપવા લાગી.નોધારા બાળકોની માતા બની રાત દિવસ સેવા કરવા લાગી.વધારે તો એને લોકોની ચિંતા કોરી ખાવા લાગી મને ફોન કરીને કીધુ કે હવે હું મારા સાગરને તારા ભરોશે છોડી રહી છું.તું પણ તેને ચાહતી હતી પણ તમારા વચ્ચે હું આવી ગઈ.પણ શ્વેતા મારા સાગરને પ્રેમ ભરપૂર કરજે કારણકે હું આ કોરોનાનો શિકાર બની ગઈ છું અને સાગર અંધારી અમાસના દિવસે આવી રહ્યો છે એટલે તું મારા પત્રનો જવાબ આપી દેજે.અને હા ,એને ઘણી તૈયારી કરી છે.એને તમારો ઓરડો સુંદર રીતે સજાવીને મૂકેલો છે અને તેમાં તમારા પ્રેમની પ્રથમ રાત્રિની યાદો એને એક ડાયરીમાં અકબંધ મૂકી છે મને એને કહ્યું હતું કે; એ ડાયરી ફક્ત સાગર સિવાય કોઈને પણ જણાવતી નહી.મે ફોન મૂકીને તરત જ એ ડાયરી વાંચવાનો પ્રયત્ન કર્યો છે. હું મારી સખીના વચન પ્રમાણે પત્ર લખી રહી છું. પણ ડાયરી વાંચતા મારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં.


સાગર તને જે લખી રહી છું એ તને ડાયરના શબ્દોને લખી રહી છું. તને એમ થતું હશે કે શ્વેતા કેમ અત્યારે ડાયરી મારી સામુ પત્ર દ્વારા રજૂ કરી રહી છે પરંતુ મારું હૈયું હાથ રહેતું નથી અને તારી પ્રિયા હોસ્પિટલમાં છે મને એના ડાયરીમાં રહેલા તેના પ્રેમ ભર્યા દિલના પ્રણયને રજુ કરવા માગું છું. સાગર પ્રિયા એક ડાયરીમાં તો પહેલા પેજમા જોયું તો લખ્યું હતું


પ્રિય જીવનસાથી.

હું દિવાળીના અમાસની રાહ જોઈ રહી છું તમે ઘણા બધા વાયદા કર્યા પરંતુ હવે છેલ્લો વાયદો દિવાળીનો કર્યો છે એટલે મને એમ થયું કે હું મારા સાગર માટે થોડો દિલની વેદનાને લખી દઉં.


"અંધારી રાત મને તારા વિના સુની લાગે

વિયોગ ની વેદના દિલમાં દુઃખ ભરી લાગે

અંધારીરાતમાં તારા સ્પર્શ વિના દુઃખી લાગે

કોને કહેવી હૈયાની તડપનતું ખૂબ દૂર લાગે


સાગર હું તારા માટે દિવસો ગણી રહી છું હવે ફક્ત પંદર દિવસ જ બાકી હોય એવું મને લાગી રહ્યું છે પરંતુ મને તો જાણે કે વર્ષો લાગે બાકી હોય એમ લાગે છે તારી મુલાકાત વિના જ અધૂરી રહીશ. સાગર તુ જેટલો દેશને પ્રેમ કરે છે એટલો જ પ્રેમ હું તને કરું છું અને એટલા માટે કરી રહી છું કારણકે તું દેશપ્રેમી છે અને પછી તું મારા પ્રેમી છે.


"અંધારી રાતો મેં તમને યાદ કરીને વિતાવી છે.

તમે અંધારી રાતોમાં દુશ્મનોને સામે પડકાર ફેંકીને વિતાવી છે."


સાગર તમારી સાથે પત્ર લખી લખીને મને પણ જાણે કે દેશ પ્રત્યે પ્રેમ ઉભરાતો હોય એમ લાગી રહ્યું છે. તમે આવો ત્યારે હું તમને પ્રથમ તો મારા હૈયા થી મારા દિલમાં રહેલા પ્રેમથી તરબોળ કરી દઈશ.


સાગર કદાચ તમને યાદ નહીં હોય પરંતુ લગ્નની પ્રથમ રાત્રે આપણી સુહાગરાત હતી પરંતુ અચાનકજ લાઈટ જતી રહી હતી અને હું ખૂબ જ ડરતી હતી .એ રાત મને હજી યાદ છે. તમે મને ખુબ જ રાહ જોવડાવી હતી શિયાળાની કડકડતી ઠંડી હતી અને હું ઘૂમટો તાણીને તમારી રાહ જોયા કરતી હતી. ચારે બાજુ ભૂત-પ્રેતની બીક લાગતી હતી અને તમે ઓરડામાં જલ્દીથી પધાર્યા નહોતા. અને જેવા વધારે એવી શું ચીસ પાડીને તમને વળગી પડી હતી આપણું સુહાગરાતનું પ્રથમ મિલન હંમેશા યાદ રહી જાય તેવું હતું અને હજુ પણ હું યાદ કરું છું અને તમને પણ યાદ કરતા હશો. સાગર હું જાણું છું કે તમે મને ખૂબ જ પ્રેમ કરો છો પરંતુ મારી અંદર દેશ સેવા કરવાની ઇચ્છા જાગી છે એટલે હું તમને આ પત્ર દ્વારા એ જણાવવા માગું છું કે કદાચ દેશ સેવા કરતા ,કરતા હું મારા પ્રાણ ગુમાવી દઉં તો ' તમે મારી મિત્ર શ્વેતા સાથે ફરીથી લગ્ન કરજો કારણ કે એમાં જ મારી છબી હશે એ તમને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ તમારા બંને પ્રેમ વચ્ચે હું આવી ગઈ છું ભગવાન ન કરે મને કંઈ થયું તો નથી જ.. પરંતુ કદાચ થઈ જાય તો મારી આ છેલ્લી ઈચ્છા તમે ચોક્કસ પૂરી કરશો. સાગર આ બધા શબ્દો તમારી પ્રિયાના છે. તમે એવું ન વિચારશો કે પ્રિયા આવું કેમ લખ્યું છે પરંતુ પ્રિયા કોરોના મહામારીમાં દેશસેવા માટે નીકળી તે પહેલા

આ ડાયરીમાં લખીને ગઈ છે પરંતુ મારાથી રહેવાયું નહીં એટલે મેં વાંચીને તમને પત્રમાં જણાવ્યું છે કે તમે જલ્દી થી પાછા આવી શકો, કારણ કે મારી સહેલી પ્રિયા તમને એટલો બધો પ્રેમ કરે છે કે તમે જે દેશ પ્રેમ માટે લડી રહ્યા છો તે દેશ પ્રેમ માટે અહીંના લોકો સામે મદદ કરીને રહી છે અને તરફ એક દેશ સેવાનો ઝુંબેશ ચાલી રહ્યો છે. પત્ર મળે તો તમે જલ્દી પ્રયાણ કરો .


પત્રનો જવાબ જરૂર લખજો.કારણકે પ્રિયા રાહ જોતી હશે એ હોસ્પિટલમાં છે.પણ જીવ તારી પાસે છે.હું હવે તારા પત્રની રાહ જોઈ રહી છું ફકત પ્રિયા માટે

લિ.

શ્વેતાના પ્રણામ.


નામ : પ્રિય દોસ્ત સાગર
તારીખ : ખબર નથી
સરનામુંઃ અજનબી ગલી
શીર્ષક: દોસ્તીનું વચન અને દેશપ્રેમ

પ્રિય દોસ્ત સાગર,

પ્રિય દોસ્ત સાગર તે મને પત્રનો જવાબ મોકલ્યો ,મને આનંદ થયો . તારો પત્ર હું વાંચી રહી છું તું તારી પ્રિયાને જોવા માગે છે. ગમે તે કરીને ફોનથી એની સાથે વાત કરવા માગે છે. તે લખ્યું છે કે દેશપ્રેમની સેવા મા એટલો તો પાગલ બની ગયો કે હું મારી પ્રિયાના પ્રેમને જાણી ના શક્યો .બિચારી પ્રિયા પત્ર લખતી રહી પરંતુ અહીં દેશપ્રેમને સમજાવતો રહ્યો પણ તેના પ્રેમને સમજી ન શક્યો . મને પણ ખબર નહીં કે એનામાં પણ દેશપ્રેમ ભરેલો છે ખરેખર દેશ સાથે પ્રિયાનો પ્રેમ પણ જરૂરી છે . હું ખરેખર એને આવી અંધારીરાતમાં જાણે તેને ભૂલી ગયો હોય એવો અહેસાસ કરાવી રહ્યો હતો. પરંતુ શ્વેતા તું જાણે છે કે હું પણ પ્રિયાને ખૂબ જ પ્રેમ કરું છું એની ડાયરીના શબ્દો આજે તે જણાવ્યા છે ,પરંતુ આપણા બંને વચ્ચે પ્રિયા ક્યારે આવી નથી કારણ કે હું પહેલેથી જ પ્રિયાને પ્રેમ કરતો હતો અને કરું છું તું ગમે તે કરીને મને પ્રિયા વિશે જણાવીશ તો હું તારો ઉપકાર જીવનભર નહિ ભૂલું .કારણ કે પ્રિયા વિનાની જિંદગી મારા માટે અધૂરી છે અંધકારમય જીવનમાં મારે પ્રકાશ ફેલાવવો હોય તો મારે પ્રિયાના પ્રેમની જરૂર છે હું મારા અંધકાર ભરેલી દુનિયામાં ફક્ત પોતાના પ્રેમને જખું છું .દેશપ્રેમ તો કરતો જ રહીશ અને કરીશ .લડતો રહીશ અને લડીશ. પરંતુ મારા પ્રિયના પ્રેમ સામે પણ હું જીતવા માંગુ છુ. ગમે તે કરીને હું એના પ્રેમને પામવા માગું છું .હું કેટલો મૂર્ખ છું કે એની વેદના અને દર્દને સમજી ન શક્યો.એના દર્દ ભર્યા વચનોને જાણી ના શક્યો ન ખરેખર હું કેટલો નિષ્ફળ પ્રેમી છું . દેશપ્રેમની એવી સમજ આપી કે પોતે આજે દેશસેવા કરવા નીકળી પડી પરંતુ શ્વેતા હવે હું તારા ભરોસે મારા જીવનનું દર્દ મુકું છું તું ગમે તે કરીને મને પ્રિયા સાથે વાત કરાવીશ તો તારો ઉપકાર ક્યારે નહિ ભૂલી શકું. શ્વેતા તું પણ મારી એક સારી એવી દોસ્ત છે અને મારા દર્દને સમજી શકે છે. દિવાળીની અમાસે આવો ત્યારે બની શકે તો મને પ્રિયાને મારી સામે લાવીશ તો તારી અમૂલ્ય ભેટ સમજીશ. તું ગમે તે કરીને મને જો પ્રિયા સાથે વાત કરાવીશ તો સરહદ ઉપર પ્રેમના સહારે જીત મેળવી લઈશ.હું પત્રને વિરામ આપીને દેશની સેવા કરવા જાઉં છું દુશ્મનોનો કાફલો આવીને ઊભો છે આ અંધારી રાતોમાં મારે એમનો સામનો કરવાનો છે પરંતુ મારો પ્રેમ સાથે છે એટલે સરહદ પર તો હું જીત મેળવીને જ જંપીશ પરંતુ ત્યાં સુધી તું મારી પ્રિયાને ગમે તે કરીને શોધીને પણ મારી સાથે વાત કરાવીશ તો મને અને મારા આત્માને શાંતિ થશે. તો હું મારા પ્રેમની તડપ અને યાદોમાં અત્યારે ખૂબ જ દુઃખી થઈ રહ્યો છું .મારો પ્રેમ મને દેશસેવા કરવામાં પણ ઉત્સાહિત કરે છે હું ક્યારેય પણ પીછેહઠ કરવા માગતો નથી પરંતુ પ્રિયાના પ્રેમને પણ ગુમાવવા નથી માગતો. તારા પત્રમાં મેં જોયું કે ખરેખર પ્રિય મને ખૂબ જ પ્રેમ કરે છે અહેસાસને સ્પર્શી શકું છું તું મારી દોસ્ત છે એટલે મને વિશ્વાસ છે કે તું મને આમાં નિરાશ નહીં કરે હું તારા પત્રની રાહ જોઈશ અને ફોન કરજે હું રાહ જોઇશ બની શકે એટલો મને ચોક્કસ જવાબ આપજે દિવાળી પહેલા તો હું આવી જવાનો છું .દીવાળીની અમાસ મારી અંધારી અમાસ ન બની જાય એટલું વિચારજે કારણ કે અંધારી અમાસ દીવડાનો પ્રકાશ ફેલાવીને દીવાળીની ખુશીઓ ભરે છે. હું પણ મારા અમાસની દિવાળીએ પ્રિયાને જોઈને મારા પ્રેમના દીવાનો પ્રકાશ ફેલાવવા માગું છું બસ હું મારા પત્રને વિરામ આપું છું કારણકે મારે અત્યારે દેશની સરહદ ઉપર લડવા જવાનું છે અને દુશ્મનોને હરાવવાના છે અને દુશ્મનોને હરાવીને વહેલામાં વહેલી તકે પ્રિયા જોડે આવવા માગું છું
બસ લિ.
તારો દોસ્ત તને તારી પ્રિયાનો પ્રિયતમ સાગર
બસ આ તારા પત્રના શબ્દો વાંચી રહી છું અને મારા આંખમાંથી અશ્રુધારા ટપકી રહી છે. શું કરું તને શું જવાબ આપુ એ સમજાતું નથી હવે તો સાગર સત્ય છુપાવીને કેટલું છુપાવી શકુ પરંતુ તને હું આ પત્રમાં તારો જવાબ સાથે મોકલી રહી છું. કદાચ આ પત્ર વાંચીને તારું હૈયું હાથ પણ ન રહે પરંતુ મને માફ કરજે દોસ્ત! કારણકે હવે હું વધારે સત્ય છુપાવીને તને અને મારા દિલને પણ અંધારામાં રાખવા નથી માગતી ખૂબ દુઃખ થાય છે પણ સત્ય જણાવવું ખૂબ જરૂરી છે.
સાગર સત્ય એ છે કે તું જેની રાહ જુએ છે એ દિવાળીની અમાસના દિવસે કદાચ તારા જીવનમાં અંધકાર ફેલાઈ ગયો હોય એવું કુદરતે તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. કારણ કે પ્રિયા હવે આ દુનિયામાં નથી હું કેટલું છુપાવું મને પ્રિયાએ તો મને કહ્યું હતું કે તું સાગર ને ક્યારે જણાવતી નહીં પરંતુ તારો આ પત્ર વાંચીને મને પણ હવે થયું કે આ સત્ય તને જણાવવું ખૂબ જ જરૂરી છે.
પ્રિયાના પ્રેમમાં એટલો બધો તું પાગલ છે કે હવે તને ખોટું બોલીને તારા દિલને વધારે દુઃખી કરવા માગતી નથી .સાગર આ દિવાળીની અંધારી અમાસ તારા માટે અંધારું લઈને આવી ગઈ પ્રિયા દેશમાં કોરોનાની સેવા કરવામાં પોતાના જીવનને ખોઈ બેઠી છે અમે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો કે એના જીવનને બચાવવાનો પણ ના બચાવી શક્યા. અત્યાર સુધી મેં તારાથી ઘણું બધું છુપાવ્યું છે, પરંતુ આ પત્રમાં હકીકત જણાવી રહી છું કે પ્રિયાને કોરોના માં લોકોની સેવા કરતા, કરતા એને પોતાને કોરોનાનો ચેપ લાગી ગયો અને એ દિવસે એને ઓક્સિજનની ખૂબ જ જરૂર હતી અમે બધાએ ખૂબ જ તપાસ કરી ઘણી બધી જગ્યાએ ફોન પણ કર્યા તને પણ ફોન કર્યો હતો કદાચ તમારા કોઈ મિત્રને ઓળખાણ હોય તો મળી જાય પરંતુ તે દિવસે તે પણ ફોન ઉઠાવ્યો ના હતો અજાણ્યો નંબર હતો એટલે કદાચ તે ઉઠાવ્યો નહિ હોય .અમે દરેક જગ્યાએ ખૂબ જ તપાસ કરી અને ત્યારે અમને ઓક્સિજન મળ્યો પરંતુ ખૂબ જ લેટ મળ્યો હોસ્પિટલો પણ કોરોના દર્દીથી ખૂબ જ ઉભરાઈ ગઈ હતી કોઇ જગ્યાએ પ્રિયાને સારી સારવાર ન મળી અનેછેલ્લા શ્વાસ લેતા એને મને કહ્યું હતું કે મારી ઘરે જે ડાયરી છે એ તું સાગરને આપજે.ડાયરી પ્રમાણે સાગર વચન નિભાવે તેની જાણ તેને કરજે એ ડાયરીમાં મેં તને હકીકત જણાવી દીધી છે. મેં વાંચી હતી હવે મારી પાસે બીજા કોઈ શબ્દો નથી તને શું કહું પરંતુ તારી પ્રિયા હવે આ દુનિયામાં રહી નથી. તારા જીવનમાં અંધકારરૂપી અંધારું મૂકીને ગઈ છે. દોસ્ત મને માફ કરજે હવે તને લખી શકું તેટલા શબ્દો નથી મારી પાસે મારા આંખોમાંથી અશ્રુધારા રોકાતી નથી .હું મારા પત્ર અને અહીં પૂર્ણ વિરામ મુકું છું. બસ દોસ્ત ભૂલ થઈ હોય તો હું માફી ચાહું છું .પ્રિયાની પણ કોઈ ભૂલ હોય તો એના માટે હું માફી માગું છું દેશની સરહદ કરવામાં સેવા કરવામાં ક્યારેય કોઈ વિરોધ કરતું નથી પરંતુ દેશની સરહદ પર સેવા કરતાં ,કરતાં તમારું સ્વજન તમારુ પ્રિય પાત્ર રાહ જોતું હોય છે એના પ્રેમને સમજવો જરૂરી છે. એને પણ ક્યારેક સમયે પત્ર સાથે જવાબ મોકલવો જરૂરી છે કારણ કે એને પણ લાગણી સભર જીવન જીવવાના સપના હોય છે દેશપ્રેમ અને પ્રેમ બંને જોવા જઈએ તો સરખું જ છે બંનેમાં પ્રેમ, બલિદાન જ અને ત્યાગ ભરેલા છે બસ હવે હું પત્ર માંથી વિદાય લઈ રહી છું.

લિ.
તમારી પ્રિય દોસ્ત,
શ્વેતાના પ્રણામ.


આભાર

ભાનુબેન બી પ્રજાપતિ "સરિતા"