Ispector ACP - 1 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 1

શીર્ષક - ઈન્સ્પેક્ટર ACP.
એક કાલ્પનિક ક્રાઈમ સ્ટોરી.
રોચક અને પ્રેરક વાર્તા.
શ્રેણી - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર.
શંકાની સોય જેના પર જાય તેવા અઢળક, પરંતુ આવશ્યક પાત્રો.
શહેરને અડીને આવેલા એક નાનાએવા ગામમાં, રહસ્યમય સંજોગોમાં થયેલ એક ખૂન, અને તેની સાથે સાથે થયેલ, ખૂબ મોટી રકમની ચોરીનો ભેદ ઉકેલવા,
એ બધા પાત્રોની વચ્ચે, ઈન્સ્પેકટર AC, અને સાથે-સાથે ઈન્સ્પેકટર ACની પત્ની નંદની.
( જે મીડિયા રિપોર્ટર છે )
ઈન્સ્પેક્ટર AC અને મીડિયા રિપોર્ટર નંદની,
બંને આ કેસનું પગેરું શોધવા, એક પછી એક તમામ પાત્રોની ઝીણવટથી તપાસ આરંભે છે.
ને તેમની સામે આવે છે, અસંખ્ય શકમંદ, જે ઈન્સ્પેક્ટર ACની સાથે સાથે, આપણને પણ પહેલી નજરે જ એવું લાગે કે, બસ આજ આરોપી હોવો જોઈએ,
છતાં,
તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ
એક પછી એક બધા શકમંદ બેકસૂર સાબિત થતાં જાય છે.
છેલ્લે
ઘણી તપાસને અંતે, આ કેસમાં કોઈ પગેરું નહી મળતા, ને ACને એક બીજા જૂના કેસમાં તપાસ આગળ વધારવા મળેલ એક પુરાવા માટેના ફોન થકી,
AC હાલ આ કેસને થોડો સમય સાઈડ પર રાખી, પેલા બીજા કેસના પુરાવા માટે આવેલ એક ફોન કરવાવાળી વ્યક્તિને મળવા નીકળે છે,
ને રસ્તામાંજ ACની નજર સામે એવું કંઈક આવે છે કે........
ત્યાજ મીડિયા રિપોર્ટર નંદનીનો પણ AC ને ફોન આવે છે કે.......
વાચક મિત્રો,
આ વાર્તા ( સ્ટોરી ) શરૂઆતથી વાંચવાનું ચૂકતા નહીં,
કેમકે,
જો રહસ્યમય ને સાથે સાથે સામાજિક વાંચન વાંચવું, જો તમને ગમતું હોય તો આ વાર્તા, ફક્ત ને ફક્ત તમારી માટેજ છે.
આ વાર્તા તમને ખૂબજ ગમશે.
કેમકે, આ વાર્તામાં મે ઘણો સમય આપ્યો છે, અને દરેક શ્રેણીના વાચકોને ગમે તે રીતે તૈયાર કરી છે.
માટે જો,
આટલી સુંદર વાર્તા, મારા ટેબલના ખાનામાં પડી રહે, એના કરતા થિયેટરના દર્શકોથી પણ વિશેષ, મને મારા માતૃભારતી પ્લેટફોમ પર, વાચકો મળી રહેશે, એની મને ખાત્રી છે.
માતૃભારતીના વ્હાલા વાચકો વાંચે, સેર કરે, ને પ્રોત્સાહન આપે,
પછી બીજું શું જોઈએ ?

ઈન્સ્પેકટર અશ્વિન ચંદ્રકાંત પટેલ,
ઉર્ફ
ઈન્સ્પેકટર ACP
ઈન્સ્પેકટર ACP પોલીસ સ્ટેશનમાં બેઠા છે, ને વહેલી પરોઢે,
નજીકનાજ ગામ તેજપુરથી,
ગામના સરપંચ એવા શિવાભાઈના દીકરા, જીગ્નેશનો ફોન આવે છે.
AC ફોન ઉપાડે છે.
( જીગ્નેશ, હમણાજ પોતાના ઘરમાં બનેલ અઘટિત બનાવની, ગભરાહટને કારણે ડર, ચિંતા અને ગળગળાના મિશ્ર પ્રતિસાદ સાથે,
જીગ્નેશ :- હલો,
AC :- હેલો, હું તાલુકા પોલીસ સ્ટેશનથી ઈન્સ્પેકટર AC બોલું છું, તમે કોણ ?
જીગ્નેશ :- સાહેબ, હું તેજપુર ગામનાં સરપંચ, શિવભાઈનો દિકરો જીગ્નેશ બોલું છું.
AC :- હા બોલો,
જીગ્નેશ :- સાહેબ, મારા પપ્પાનું ખૂન થઈ ગયું છે, ને ઘરમાં ચોરી પણ થઈ છે.
AC :- જીગ્નેશભાઈ, ક્યારે બન્યો આ બનાવ ?
જીગ્નેશ :- સાહેબ, એ તો ખબર નથી, પપ્પા ઘરમાં સૂતા હતા, અને હું બહાર ઓસરીમાં સૂતો હતો,
સવારે પપ્પાના મિત્ર, રોજની જેમ સવારે ચાલવા માટે, ઘરની બહારથીજ પપ્પાને બૂમ મારી જગાડી રહ્યા હતા, અને
એમના અવાજથી, હું જાગી ગયો, અને પપ્પાને બોલાવવા ઘરમાં ગયો, ને ને....
( જીગ્નેશ ફરી રોવા લાગે છે )
AC :- તમે ચિંતા ના કરો જીગ્નેશ ભાઈ, અમે હમણાંજ તેજપૂર આવવા નીકળીએ છીએ, ત્યાં સુધી બનાવની જગ્યાએ કોઈને જવા ના દેતા, અને પ્લીઝ, કોઈપણ વસ્તુ, જરા સરખી પણ આઘી પાછી ના કરતા.
( આટલું કહી, AC ફટાફટ બે હવાલદાર, અને ડ્રાઈવર સાથે તેજપુર જવા નીકળે છે.
જેનું ખૂન થયું છે, એવા સરપંચ શિવાભાઈ,
દરેક ક્ષેત્રે આગળ પડતા, અને ભલા માણસ, સમાજના આગેવાન તેમજ રાજકીય પણ બહુ મોટા આગેવાનો સાથે જોડાયેલ હોવાથી,
આ કેસમાં બને તેટલા ઝડપી પરિણામ, અને ગુનેગારને વહેલામાં વહેલી તકે પકડવા માટે, ACને તેજપુર પહોંચતાં પહેલાજ રસ્તામાં કમિશનર, મંત્રી અને શહેરના નામી લોકોના ફોન આવે છે.
આ વાર્તા હું ટુંક સમયમાં જ માત્રુભારતી પ્લેટફોમ પર લઈને આવી રહ્યો છું,
તો વાચક મિત્રો, તમારો અભિપ્રાય, અને તમારો આતુરતા રૂપી ઉત્સાહ મને તમારા પ્રતિભાવ રૂપે આપશો, જે મારો ઉત્સાહ વધારશે.
શૈલેષ જોષી.