Ispector ACP - 7 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 7

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 7

ભાગ - ૭
વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
તેજપુર ગામની સ્કૂલમાં, એક નવું ઓડીટોરીયમ બનાવવાનું નક્કી થઈ ગયું છે.
સ્કૂલનાં આચાર્ય એવા, સ્વર્ગસ્થ સીતાબહેનના દીકરા રમણીકભાઈ,
પોતાની સ્વર્ગસ્થ માતાની અધૂરી રહી ગયેલ બે ઈચ્છાઓ પૂરી કરવા માટે,
શીવાભાઈ સરપંચના હાથમાં પાંચ લાખ રૂપિયા આપીને, સહપરિવાર મુંબઈ જવા નીકળી ગયા છે.
અગાઉ નક્કી થયા મુજબ,
બીજે દિવસે સવારે જ,
કોન્ટ્રાકટર અશોકભાઈ, બે-ત્રણ મજૂરોને લઈને શીવાભાઈ સરપંચના ઘરે પહોંચે છે.
કોન્ટ્રાકટર અશોકભાઈ, મજૂરોને લઈને જેવાં શીવાભાઈ સરપંચના ઘરે પહોંચે છે, તો તેમને, સરપંચના ઘરમાંથી ઊંચા અવાજે કોઈને ઝગડતા, શીવાભાઈનો અવાજ કોન્ટ્રાકટરને કાને આવે છે.
પછીથી, કોન્ટ્રાકટરને એ ઝઘડાનું સાચુ કારણ જાણવા મળે છે કે,
હમણાં ગઈકાલે રાત્રેજ, સરપંચ શીવાભાઈને,
રમણીકભાઈ જે રોકડા પાંચ લાખ રૂપિયા આપીને ગયા હતા, તેમાંથી સરપંચના જુગારી દીકરા જીગ્નેશે, તેની જુગારની આદત પૂરી કરવા, તેનાજ ઘરમાં ચોરી કરી હતી, ને તેની એ ચોરી પકડાઈ પણ ગઈ હતી.
બસ, તે વાતને લઈનેજ, અત્યારે સરપંચ તેમના દીકરા જીગ્નેશને ખખડાવી રહ્યા હતા.
ત્યાંજ, સરપંચના પત્ની પાર્વતીબહેન, બહારથી ઘરમાં આવીને સરપંચને જાણ કરે છે કે,
બહાર, મજૂરોને લઈને કોન્ટ્રાકટર આવેલ છે.
એટલે શીવાભાઈ બહાર આવી કોન્ટ્રાકટર ને......
સરપંચ :- આવી ગયા, અશોકભાઈ
કોન્ટ્રાકટર :- હા, સરપંચ સાહેબ,
જુઓ, હું મજૂરોને સાથે લઈનેજ આવ્યો છું, એટલે આપણી વાત થયા મુજબ,
હું આજથીજ સ્કૂલ પર ખોદકામ ચાલુ કરાવી દઉં છું, જેથી કરી અઠવાડીયા પછી, આપણે પાયાથી બાંધકામ ચાલુ કરાવી શકીએ.
સરપંચ :- બહુ સરસ અશોકભાઈ, તમારી વાત સાચી છે.
કોન્ટ્રાકટર :- સરપંચ સાહેબ, તમે આવતા અઠવાડિયા સુધીમાં પૈસાની તૈયારી રાખજો, જેથી કરી, આપણે સમયે મટીરીયલ મંગાવી શકીએ, ને આપણુ કામ રોકાયા વગર આગળ વધે.
સરપંચ :- અશોકભાઈ, એની તમે બિલકુલ ચિંતા ના કરો, રમણીક મને કહીનેજ ગયો છે કે,
તે, બે-ચાર દિવસમાંજ બાકીના પૈસા મોકલી આપશે.
પાંચ લાખ રૂપિયા તો એ કાલે, મુંબઈ જતી વખતેજ આપીને ગયો છે.
તમારે અત્યારે કંઈ એડવાન્સ જોઈએ છે ?
કોન્ટ્રાકટર :- ના ના સાહેબ, મારે અત્યારે પૈસાની કોઈ જરૂર નથી, બાકીના પૈસા આવી જાય, એટલે તમે મને મટીરીયલ મંગાવવાના સમયે આપજો.
સરપંચ :- કંઈ વાંધો નહીં, તમ તમારે ભગવાનનું નામ લઈને, શાંતિથી કામ ચાલુ કરાવો.
ને મારી જ્યાં જ્યાં જરૂર પડે, તો વિના સંકોચ મને કહેતા રહેજો.
કોન્ટ્રાકટર :- ચોક્કસ સાહેબ, એવી કોઈ પણ જરૂરીયાત કે પૂછવા જેવું મને લાગશે,
તો હું જરૂરથી તમને જણાવતો રહીશ.
બાકી હાલતો, ખાલી આ મજૂરોને રોકવા માટેની વ્યવસ્થા કરી આપો, તો એ મજુરોનેય શાંતિ અને આપણને ય શાંતી,
આ મજૂરો, જો અહી રોકાશે, તો એમને આવવા-જવાનો સમય અને ભાડું બંને બચશે, ને કોઈવાર મોડે સુધી કામ કરવું પડે તો, એમને પણ ચિંતા નહીં.
સરપંચ :- એ વાત બિલકુલ સાચી કરી તમે, કંઈ વાંધો નહીં,
હું હમણાજ, એમના રોકવાની વ્યવસ્થા કરી આપુ છું.
એમ કહી, સરપંચ એમના દીકરા જીગ્નેશને બોલાવવા સાદ પાડે છે.
સરપંચ :- જીગ્નેશ.....
જીગ્નેશ ઘરમાંથી બહાર આવતા.....
જીગ્નેશ :- હા પપ્પા
સરપંચ :- બેટા, પેલી સામેની ઓરડીમાં આ મજૂરોને રોકાવાની વ્યવસ્થા કરી આપ, ને એમને જે જે જરૂરી ચીજવસ્તુ જોઈતી હોય તેની પણ વ્યવસ્થા કરી આપ.
જીગ્નેશ :- હા પપ્પા
જીગ્નેશ મજૂરોને લઈને ઓરડી તરફ જાય છે.
કોન્ટ્રાકટર અશોકભાઈ પણ, સરપંચની રજા લઈને નીકળી જાય છે.
કોન્ટ્રાકટરના જતાંજ, ગામના એક વ્યક્તિ સરપંચને મળવા આવે છે.
એ આગંતુકને જોતાંજ સરપંચ.....
સરપંચ :- આવો આવો નટુભાઈ, આજે કેમ આ બાજુ ભૂલા પડ્યા ?
નટુભાઈ :- ભૂલો નથી પડ્યો શીવાભાઈ, તમનેજ મળવા આવ્યો છું.
સરપંચ :- આવો આવો,
આટલું બોલી, સરપંચ અને નટુભાઈ, બંને જણા હીંચકા પર બેસે છે, ને નટુભાઈ પોતાની વાત ચાલુ કરે છે.
નટુભાઈ :- શીવાભાઈ, મેં સાંભળ્યું છે કે, રમણીકભાઈ આપણાં ગામની સ્કૂલમાં ઓડિટોરિયમનું કામ ચાલુ કરાવે છે ?
સરપંચ :- હા, સાચું સાંભળ્યું છે તમે.
નટુભાઈ :- જુઓ કાકા, હું પંદર દિવસ બહાર ગયેલ, હજી ગઈકાલેજ ઘરે આવ્યો, ને આચાર્ય બહેન વિષે પણ મને ગઈકાલેજ બધી વાત જાણવા મળી.
આ વાત જાણી, મને બહુ દુઃખ પણ થયું, ને સાથે-સાથે જ્યારે મે આચાર્ય બહેનના દિકરા રમણીકભાઈની,
સ્કૂલમાં ઓડીટોરીયમ બનાવવા વાળી વાત જાણી, એટલેજ આજે તમને મળવા દોડી આવ્યો.
સરપંચ, તમે તો જાણો છો કે, શહેરમાં મારી બહુ મોટી, હાર્ડવેરની હોલસેલની દુકાન છે, એટલે મને થયું કે,
જો રમણીકભાઈ આપણા ગામની સ્કૂલના બાળકો માટે આટલો મોટો ખર્ચો કરતા હોય, તો આપણા ગામવાળાની પણ કોઈ ફરજ બને છે.
સરપંચ, સ્કૂલનાં બાંધકામને લગતું કોઈ પણ મટીરીયલ, જયારે પણ જોઈતું હોય, જેટલું જોઈતું હોય,
તો લો આ મારું કાર્ડ, મને ખાલી એક ફોન કરી જાણ કરજો,
હું દરેક material, મારી પડતર કિંમતે, અને એ પણ છેક સ્કૂલ સુધી પહોંચતુ કરાવી દઈશ.
સરપંચ નટુભાઈના હાથમાંથી કાર્ડ લેતા.....
સરપંચ :- હા જરૂરથી, કેમ નહીં.
જુઓ કોન્ટ્રાક્ટર હમણાં જ ગયો છે, આજથી મજૂરો તેમનું કામ ચાલુ કરવાના છે.
બે દિવસમાં પૈસા આવી જાય, એટલે માલ-સમાન પણ લેવાનોજ છે, એટલે હું એ કોન્ટ્રાકટરને પૈસા અને તમારું આ કાર્ડ આપી દઈશ.
પહેલો ચાન્સ ગામવાળાને.
નટુભાઈ :- શીવાભાઈ, રમણીકભાઈ મુંબઈ ક્યારે ગયા ?
સરપંચ :- એ કાલે રાત્રેજ નીકળ્યા.
અત્યારે તો એ મુંબઈ તેમનાં ઘરે પહોંચી ગયા હશે.
આટલી વાત કરી, નટુભાઈ રજા લે છે.
આ બાજુ રમણીકભાઈ હજુ વહેલી સવારે જ મુંબઈ પહોંચ્યા હોવા છતાં, નાહી-ધોઈ રોજ કરતા વહેલા તેમની ઓફિસ પહોંચે છે.
ઓફિસ પહોંચી રમણીકભાઈ, અવિનાશને ફોન કરે છે.
અવિનાશ :- હેલો
રમણીકભાઈ :- અવિનાશ, જો આજે તું એક કામ કર, તુ ઘરેથી નીકળી, સીધો મારા ઘરે જજે, મે તારી ભાભીને ત્રણ ચેક લખીને આપ્યા છે, તે ચેક મારા ઘરેથી લઈ, બેંકમાંથી પૈસા ઉપાડી, ને પછી ઓફિસ આવજે, ને સાંભળ.....
વિનોદને સાથે લેતો જજે, ને બેંકમાં પૈસા ઉપાડવા બાઈક પર ના જતા, ઘરે ગાડી પડી છે, એ ગાડી લઈ બેંકમાંથી પૈસા ઉપાડી, તમે બંને સાથે ઓફિસ આવજો.
ફોન પૂરો થતાં......
અવિનાશ અને વિનોદ શેઠના ઘરે પહોંચે છે.
શેઠાણી પાસેથી ચેક, ખાલી બેગ અને ગાડીની ચાવી લઈને, અવિનાશ અને વિનોદ બેંક જવા નીકળે છે.
રસ્તામાં વિનોદ અવિનાશને.....
વિનોદ :- કમાલ છે, અવિનાશ, તુ તો હજી હમણાંજ, છ મહિના પહેલાજ મુંબઈ આવ્યો છે, પણ આટલા ટૂંકા સમયમાં, તુ તો શેઠનો જબરો વ્હાલો ને વિશ્વાસુ બની ગયો.
આ સાંભળી અવિનાશ......
અવિનાશ :- કેમ એવું બોલે છે, વિનોદ ?
તુ જે સમજે છે, વિચારે છે, એવું કંઈ નથી.
હું અને તું, આપણેબંને, શેઠ માટે સરખાજ છીએ.
વિનોદનો આવું કહેવા પાછળનો મતલબ, કે કારણ, અવિનાશ સારી રીતે જાણે છે.
વિનોદને મુંબઈ આવ્યે, બે વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. ને પાછું.....
રમણીકભાઈ શેઠ, વિનોદના કૌટુંબિક કાકા પણ થાય, છતાં, વિનોદ મુંબઈ આવ્યાને બે મહિના પણ થયા ન હતાં, ને વિનોદ મુંબઈના રંગે પૂરેપૂરો રંગાઈ ગયો હતો, અને તેથી રમણીકભાઈ વિનોદનો પગાર પણ, હાથ ખર્ચ જેટલા રૂપિયા વિનોદને આપી બાકી પગાર ડાયરેક્ટ વિનોદના ઘરે ગામડે મોકલી દેતા.
અવિનાશ અને વિનોદ બેંકમાંથી પૈસા ઉપાડી, ઓફિસ પહોંચે છે, એટલે
રમણીકભાઈ અવિનાશને......
રમણીકભાઈ :- અવિનાશ, જઈ આવ્યો બેંકમાં ?
લઈ આવ્યો પૈસા ?
અવિનાશ :- હા સાહેબ.
એમ કહી અવિનાશ, પોતાના ખભે ભરાવેલ રૂપિયાની બેગ રમણીકભાઈને આપવા જાય છે. ત્યાંજ રમણીકભાઈ.....
રમણીકભાઈ :- અવિનાશ, અત્યારે એ પૈસા તારી પાસેજ રહેવા દે, અને લે આ બીજા દસ લાખ.
ત્રીસ લાખ તુ બેંકમાંથી લાવ્યો એ, અને આ બીજા દસ લાખ, એટલે ટોટલ થયા 40 લાખ.
બાકીના દસ લાખ, હમણાંજ આપણી એક પાર્ટી,
જે બેસણામાં આવી હતી તે, એ બધા લોકોએ ભેગા થઈને, દસ લાખ જમા કર્યાં છે, તે હમણાં આપી જશે, એટલે ટોટલ થયા, પચાસ લાખ.
તુ અને વિનોદ, આ પચાસ લાખ લઈને આજે રાત્રેજ, તેજપુર જવા નીકળો, અને આ પૈસા શીવાકાકાને આપી મને ફોન કરાવજો.
ને બીજું ખાસ કે,
શીવાકાકાનો ફોન હતો કે, આ શુક્રવારે આખર તારીખ હોવાથી, સ્કૂલનાં બાળકોને આ શુક્ર/શનિ/રવી મુંબઈ મોકલવા હોય તો, તેઓ વ્યવસ્થા કરવા માટે મને કહેતા હતા,
તો આ પૈસા એમને આપીને, પેલા ભુપેન્દ્રની લક્ઝરીનું ગોઠવાતું હોય તો તુ મને જણાવજે.
વધુ ભાગ આઠમાં

Rate & Review

Hema Patel

Hema Patel 5 months ago

yogesh dubal

yogesh dubal 8 months ago

Balramgar Gusai

Balramgar Gusai 8 months ago

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified 10 months ago

Indu Talati

Indu Talati 11 months ago

Share