Ispector ACP - 8 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 8

ભાગ - ૮
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
પોતાની સ્વર્ગસ્થ માતા, આચાર્ય સીતાબહેનની ઈચ્છા પ્રમાણે, તેજપુર ગામની સ્કૂલના બાળકો માટે,
એક ઓડીટોરિયમ બનાવવાનું કામકાજ ચાલુ કરાવી,
મુંબઈ પરત ફરેલ તેમના દીકરા રમણીકભાઈ,
બાકી ખર્ચ પેટેના, રૂપિયા પચાસ લાખ તેમની પાસે જમા થઈ જતાં,
તેઓ તેજપુર ગામનાં, અને તેમની કંપનીમાંજ કામ કરતા એવા, બે કર્મચારી,
અવિનાશ અને વિનોદ સાથે, તે રકમ તેજપુર, સરપંચને પહોચાડવા માટે, તમેજ, બીજે દિવસે સાંજે,
તેજપુર ગામનાંજ, અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા, ભુપેન્દ્રની લકઝરીમાં, સ્કૂલના બાળકો, અને સ્કુલના સ્ટાફને લઈને મુંબઈ આવવા જણાવે છે. હવે આગળ.....
એ રાત્રે,
અવિનાશ અને વિનોદ, બંને રૂપિયા પચાસ લાખ રોકડા લઈને, મુંબઈ થી તેજપુર આવવા રવાના થાય છે.
વહેલી સવારે, તેઓ અમદાવાદ ઉતરતા, અગાઉથી જાણ કરી હોવાથી, ભુપેન્દ્ર તેની જીપ લઈને એ લોકોને લેવા આવી ગયો છે.
આ બાજુ ગામમાં, સરપંચ શીવાભાઈ, અને તેમના પત્ની પાર્વતીબહેન,
ઘરના આંગણામાં બેસીને વાતચીત કરી રહ્યા છે.
પાર્વતી બહેન :- ( ઊંડો નિસાસો નાખતા )
કહું છું, આ બહેન વિના, બહુ સૂનું સૂનું લાગે છે, નહી ?
સરપંચ :- વાત તો સાચી છે તારી,
( પછી ઉપર નજર કરતા કરતા )
પણ એની મરજી આગળ આજ સુધી ક્યાં કોઈનું ચાલ્યું છે ?
પાર્વતી બહેન :- કેટલા સાજા સારા, કોઈ સ્વપ્નેય ના વિચારી શકે, કે આમ અચાનક, આવું કંઈક થઈ જશે.
જેટલાં ભલા માણસ, ને એટલાજ ભલા એમના વિચારો.....
( થોડી વાર બંને શાંત, પછી આગળ, પાર્વતી બહેન )
બે વર્ષ, ખાલી બે વર્ષમાં તો એ, એમનાં આચાર્ય પદેથી નિવૃત્ત થવાના હતા, ને આતો જિંદગીથીજ.....
સરપંચ :- ( તેમની પત્નીને હીંમત આપતા )
બહુ મન પર ના લે, જે થવાનું હતું, તે થઈ ગયું.
ભગવાન એમના આત્માને શાંતિ આપે, આપણે તો, એમના જેટલાજ ઉત્સાહથી, એમના એ બે સપના પરીપૂર્ણ કરી લઈએ, એટલે એમનો આત્મા રાજી.
પાર્વતી બહેન :- એ તો થઈ જશે,
જુઓને આ મજૂરોને પણ, એમને સીતાબહેનની આ વાત ખબર પડી, એટલે એ મજૂરો પણ, કેટલા ભાવથી કામ કરે છે.
એમનો કામ કરવાનો સમય આમતો,
સવારે આઠ થી સાંજે છ વાગ્યાનો છે, બાકી સાચું કહું,
એ લોકો સવારે વહેલા, સાત વાગ્યે સ્કૂલ પર આવી જાય છે, ને સાંજે છેક સાત સાડા-સાત સુધી ઘડિયાળ સામે પણ જોતા નથી.
બોલો, એ બિચારા પણ કેટલા સારા કહેવાય, કે જેમણે આપણા આચાર્યબહેનને જોયા પણ નથી, છતાં....
મને તો લાગે છે કે, કદાચ એમનું ખોદકામનું જે કામ છે,
એ તો કદાચ, એ લોકો બે ત્રણ દિવસ વહેલું પૂરું કરી દેશે.
સરપંચ :- કોઈ ચીંતા નહીં,
કેમકે, ખાલી ખોદકામજ નહીં, પરંતુ આપણુ ઓડિટોરીય પણ ધાર્યા કરતા પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે.
કારણ કે, રમણીકે પણ બાકીનાં પૈસા લઈને, અવિનાશ અને વિનોદને ગઈકાલે મુંબઈથી રવાના કરી દીધા છે, એ લોકો પણ હમણાં પૈસા લઈને પહોંચતાંજ હશે.
એક્વાર પૈસા આવી જાય, એટલે ફટાફટ કોન્ટ્રાકટરને બોલાવી, મટીરીયલ પણ મંગાવી દઈએ, તો ઓડોટરિયમ પણ વહેલામાં વહેલી તકે તૈયાર થઈ જાય.
ત્યાંજ, ભુપેન્દ્રની જીપ, અવિનાશ અને વિનોદને લઈને સરપંચના ઘર પાસે આવી પહોંચે છે.
અવિનાશ, સૌથી પહેલા પચાસ લાખ વાળી બેગ, સરપંચ શીવાભાઈના હાથમાં આપતા....
અવિનાશ :- લો સરપંચ કાકા,
આ મોટી જવાબદારી હવે તમે સંભાળો.
સરપંચ :- હા, ભાઈ લાવ, હું પહેલા એને ઠેકાણે મૂકી દઉં, ને કોન્ટ્રાકટરને પણ બોલાવી લઉં, જેથી આ પૈસા સાચવવાનો મારો ભાર પણ થોડો હળવો થાય, ને આપણુ કામ પણ આગળ વધે.
( આટલું કહી, સરપંચ પૈસાની બેગ ઠેકાણે મૂકવા ઘરમાં જતા-જતા, તેમની પત્નીને.....)
સરપંચ :- જો તું, આ લોકોને બેસાડ, એમને રાતનો ઉજાગરો થયો હશે, અને પછી તુ એમનાં માટે ચા બનાવ.
સરપંચ પચાસ લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ઘરમાં જઈ રહ્યા છે.
( અત્યાર સુધી, સરપંચ શીવાભાઈ અને તેમના પત્ની પાર્વતી બહેન વાત કરી રહ્યા હતા, ને
આ લોકોના આવ્યાં બાદ, સરપંચ શીવાભાઈ અને અવિનાશે થોડી ઔપચારિક વાતચીત કરી, જ્યારે......
બાકી અહીં હાજર લોકોમાંથી, સરપંચનો જુગારી દીકરો જીગ્નેશ, અવિનાશ સાથે મુંબઈથી આવેલો નિરુત્સાહી અને ઈર્ષાળુ વિનોદ, અને ગામનો ટ્રાવેલ્સવાળો, એટલેકે, અત્યારે અવિનાશ અને વિનોદ ને જીપમાં લઈને આવેલ ભુપેન્દ્ર,
આ ત્રણે ચૂપચાપ આ બધું જોઈ રહ્યા છે. )
બાકી ભાગ નવમાં