Ispector ACP - 4 books and stories free download online pdf in Gujarati

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 4

આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
સરપંચ શિવાભાઈ, તેમના મિત્ર ભીખાભાઈ સાથે મોર્નિંગ વોક કરતા હોય છે, ને તેમના કાને.....
સ્કૂલમાં વાગી રહેલ દેશભકિતના ગીતો સંભળાતા જ,
તેઓ એટલેથી જ ફટાફટ પાછા વળે છે.
આ બાજુ,
સ્કૂલમાં પણ ધ્વજવંદન, અને અન્ય કાર્યક્રમોની છેલ્લી ઘડીની તડામાર તૈયારીઓ થઈ રહી છે.
જે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે, તેમાંથી અમુક બાળકો,
સ્ટેજની પાછળના ભાગે રિહર્સલ કરી રહ્યા છે.
અમુક બાળકો, પોતાના ગેટપમાં આવવા હજી તૈયાર થઈ રહ્યા છે.
જ્યારે સ્કૂલના બાકીના બાળકો, કે જેમણે કોઈ એક્ટિવિટીમાં ભાગ નથી લીધો, તે તમામ બાળકો,
સ્કૂલના મેદાનમાં જ્યાં ધ્વજવંદન થવાનું છે, ત્યાં લાઈનસર ને સિસ્તબધ્ધ ગોઠવાઈ ગયા છે.
આચાર્યની ઓફિસમાંથી, પ્યુન આચાર્યબહેનને ફોન લગાવી રહ્યો છે, ને ત્યાંજ
આચાર્ય સીતાબહેન, ઓફિસમાં એન્ટર થાય છે, ને પ્યુનને ફોન લગાવતો જોતા,
આચાર્ય :- કોને ફોન લગાવે છે ?
( પ્યુન ફોન મુકતા )
પ્યુન :- તમનેજ ફોન કરતો હતો, બહેન.
આચાર્ય :- તને ગઈકાલે જે કામ સોંપ્યા હતા, એ બધા કામ બરાબર થઈ ગયા છે ને ?
એમાંથી કોઈ કામ બાકી કે અધૂરું નથી રહ્યું ને ?
પ્યુન :- ના બહેન, તમે મને કહ્યું હતું, તે પ્રમાણેની બધીજ તૈયારી મેં કરી લીધી છે, કોઈ જ કામ બાકી નથી.
( આટલું બોલી, પ્યુન ફરી ફોન લગાવવા જાય છે, ત્યાજ )
આચાર્ય :- કેમ, હવે ફરી પાછો કોને ફોન લગાવે છે ?
પ્યુન :- નંદની મેડમને
આચાર્ય :- રહેવા દે, એને પણ ફોન કરવાની જરૂર નહીં પડે.
એ મારી સ્ટુડન્ટ થઈ ચૂકી છે, એ એના સમય પર આવી જશે.
( એટલામાં સીતાબહેનને, ઓફીસની બારીમાંથી નંદનીની ગાડી આવતી દેખાતા જ )
આચાર્ય :- જો હમણાંજ મે તને કહ્યુંને કે,
એ એના સમયે આવી જશે, જો આવી ગઈ નંદની, એની પૂરી ટીમ સાથે, અને હું જાણું છું, બહુ સારી રીતે જાણું છું કે,
તને આજે નંદની સમય પર આવી જાય તેની ઉતાવળ નથી, પરંતુ શાની ઉતાવળ છે.
( પ્યુન હસતાં હસતાં )
પ્યુન :- ના ના બહેન, એવું કંઈ નથી.
આચાર્યબહેન :- ભાઈ, હું તને સારી રીતે ઓળખું છું, કે તારા મનમાં અત્યારે શું ચાલી રહ્યું છે.
કે,
ક્યારેય નંદની આવે ?
ક્યારે આપણો પ્રોગ્રામ સૂટ કરે ?
અને
ક્યારે ટીવીમાં દેખાડે ?
પોતાને ટીવીમાં જોવાની ઉતાવળ આવી છે તને ?
( આ સાંભળી પ્યુન હસતા હસતા ત્યાંથી નીકળી જાય છે )
આ બાજુ સ્ટેજ પર, ગામના સરપંચ શિવાભાઈ, એમના મિત્ર ભીખાભાઈ, બીજા ગામના બે આગેવાન, પોતાના સ્થાન પર આવી ગયા છે, ત્યાજ.....
આચાર્ય બહેન, અને પાર્વતીબહેન પણ આવી જાય છે.
હવે, સ્ટેજ પરના તમામ મહાનુભાવો પોતપોતના સ્થાન પર આવી ગયા છે.
સ્ટેજની સામે, બાકી તમામ બાળકો પણ પોતપોતાની જગ્યા પર બેસી ગયા છે.
આ બધાની સાથે સાથે, અમુક ગામલોકો પણ સ્કૂલની કમ્પાઉન્ડ વોલ પાસે ઊભા રહીને, આજનો પ્રોગ્રામ નિહાળી રહ્યા છે.
સૌપ્રથમ સ્કૂલના એક શિક્ષક,
કે જે આ પ્રોગ્રામનું એંકરિંગ/સંચાલન કરવાના છે,
તે માઈક લઈને સ્ટેજ પર આવે છે.
તેઓ સ્ટેજ પર આવીને સૌથી પહેલાં,
બધા બાળકોને મોટા અવાજે,
ત્રણવાર ભારતમાતાની જય બોલાવે છે.
ત્યારબાદ તેઓ, પોતાનું પ્રારંભિક વક્તવ્ય રજૂ કરે છે.
સૌ પ્રથમ તેઓ સ્ટેજ પરના અતિથિ વિશેષ લોકોનું બે શબ્દોમાં આભારવાદન કરે છે, પછી
સ્કૂલનાં બાળકોને.....
શિક્ષક :- વહાલા બાળકો, આજે આપણે આપણી સ્કૂલમાં,
૨૬ જાન્યુઆરી નિમિત્તે, ધ્વજવંદનની સાથે સાથે,
આપણે હંમેશની જેમ, અન્ય કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરેલ છે.
જે આપણે બધા સાથે મળીને માણીશું.
તો હવે હું, આજના વિશેષ દિવસના, તમામ કાર્યક્રમોની શરૂઆત કરવા જઈ રહ્યો છું, તો.....
સૌપ્રથમ તો, સદાય આપણા ગામની પ્રગતી, અને ભલું ઈચ્છતા એવા,
આપણા આદર્શ ગામના, આદરણીય સરપંચ એવા,
શ્રી શિવાભાઈને
આજે અતિથિ વિષેશ તરીકે અહી ઉપસ્થિત રહેવા બદલ, સ્કૂલ અને સ્કૂલનાં સમગ્ર સ્ટાફ વતી,
હું એમનું સ્વાગત કરું છું, અને દિલથી તેમનો આભાર માનું છું.
આજે ધ્વજવંદનની સાથે-સાથે,
હંમેશની જેમ આપણે જુદા-જુદા કાર્યક્રમોનુ પણ સુંદર આયોજન રાખેલ છે, કે જેમાં.....
સૌપ્રથમ તો સદાય આપણા ગામની પ્રગતી અને ભલુ ઈચ્છા આદરણીય એવા,
આપણા ગામના સરપંચ શ્રી શીવાભાઈ, જે તેમના શુભ હાથોથી આપણને ધ્વજવંદન કરાવશે.
ધ્વજવંદન એ આપણાં માટે બહુ મોટી, અને ગૌરવ લેવા જેવી વાત છે, અને
આજે કદાચ એટલાજ ગર્વની બીજી એક વાત, જે મારે તમને જણાવવી છે, એ વાત
કદાચ અત્યારે તમને થોડી અતિશયોક્તિ જેવી લાગશે,
પરંતુ... હું તમને વિશ્વાસ આપુ છું કે,
ધ્વજવંદન કરતા આપણને જે ગર્વ થાય છે,
તેવું અને તેટલુંજ ગર્વ આપણને થાય, તેવી એ બીજી વાત પણ છે, અને તે વાત એ છે કે,
આપણી સ્કૂલના આચાર્ય એવા સીતાબહેન,
કે જેઓ, પોતે આપણા ગામમા એકલા જ રહે છે.
આપણે એ પણ જાણીએ છીએ કે,
એમના દીકરા રમણીકભાઈ, કે જેઓ મુંબઈમાં રહે છે, અને ખૂબ સફળ પણ છે.
સીતાબહેનની આપણા ગામની સ્કૂલ, અને વિદ્યાર્થીઓ માટેની જે લાગણી છે,
તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, છતાં આજે ફરી હું જણાવી દઉં કે,
આજ સુધી સરકાર તરફથી મળતા એમના વેતનમાંથી,
સીતાબહેન, એ વેતનમાંથી પોતને જરૂર જેટલા પૈસા પોતાની પાસે રાખી,
બાકીના બધાજ પૈસા તેઓ, આપણી સ્કૂલના જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચતા આવ્યા છે, અને આજે......
આજે તેઓ, સ્કૂલ માટે આપણે માની ન શકીએ,
કે
વિચારી ન શકીએ, તેવી એક ગિફ્ટ લાવ્યા છે, અને તેનું મુહૂર્ત પણ આપણા લાડીલા સરપંચ શ્રી ના હસ્તે કરાશે, અને ત્યારબાદ.....
આપણે સ્કુલના બાળકોએ તૈયાર કરેલ નૃત્ય, નાટક અને ખેલકૂદ વગેરે જેવા કાર્યક્રમો માણીશું.
તો હવે હું, સરપંચ શ્રી ને નિવેદન કરીશ કે, તેઓ આપણને ધ્વજવંદન કરાવે.
ધ્વજવંદન કરાવવા માટે શીવાભાઈ પોતાની જગ્યાએથી ઉભા થાય છે, તેમની સાથે સાથે,
બધા બાળકો, અત્રે હાજર તમામ મહાનુભાવો, શિક્ષકો અને ગામવાસીઓ પણ પોતાની જગ્યાએ ઉભા થાય છે.
શિવાભાઈ ધ્વજવંદન કરાવે છે.
બધા સલામી આપે છે.
રાષ્ટ્રગીત ગવાય છે.
ને પછી સરપંચ શ્રી, બે શબ્દો બોલવા માટે માઈક પાસે આવે છે.
સરપંચ :- મને આટલું માન આપવા બદલ, અહી ઉપસ્થિત તમામનો ધન્યવાદ, અભિનંદન, આભાર
સાથે-સાથે, આટલા સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ, સ્કૂલના તમામ સ્ટાફ પ્રત્યે હું ગર્વ અનુભવું છું,
અને.....
આ કાર્યક્રમમાં બીલકુલ શાંતિ અને શિસ્ત જાળવવા બદલ,
સ્કૂલનાં તમામ બાળકો પ્રત્યે, આજે મને અત્યંત હર્ષની લાગણી થઈ રહી છે.
આજે મારે તમને બીજી એક ખાસ વાત જણાવવી છે કે,
આજનાં આપણાં આ કાર્યક્રમની શરૂઆતમાં શિક્ષક મહોદયે આપણને જણાવ્યું તે પ્રમાણે.....
કે ધ્વજવંદન કરતા આપણને જે ગર્વ થયો, એટલોજ ગર્વ થાય તેવી આજે બીજી પણ એક ખાસ વાત છે.
એ વાત, એટલે કે,
હું હવે જે બાળકોની ગિફ્ટ ખોલવા જઈ રહ્યો છું, જે ગિફ્ટ, સ્કુલના બાળકો માટે, આચાર્ય શ્રી સીતાબહેન લાવ્યા છે.
એક એવી ભેટ કે જેને જોઈને,
તમે સૌ આશ્ચર્યચકિત થઈ જશો.
આપણા ગામની સ્કૂલના આચાર્ય શ્રી સીતાબહેન,
આજે એક અતિ મૂલ્યવાન, અને એમની આપણી સ્કૂલનાં બાળકો પ્રત્યેની લાગણીથી તરબતર એક ગિફ્ટ, એક ભેટ લાવ્યા છે, તે હું તમારી સમક્ષ ખોલીશ અને એ લાવવા માટેનું એમનું સાચુ કારણ, અને એમની સાચી ભાવના વિષે પણ ઊપસ્થિત સૌને જણાવીશ.
પરંતુ એ ગિફ્ટ કઈ છે ?
તે તમને જણાવું એ પહેલા.....
તે ગિફ્ટ શું છે ?
તે કેવી રીતે આવી ? અને
તે લાવવા પાછળનો સીતાબહેનનો આશય શું ?
ખરેખર,
તમે આ બધી હકીકત જ્યારે જાણશો,
ત્યારે સીતાબહેન પ્રત્યે, તમારા દરેકની છાતી પણ ગદગદ થઈ જશે, અને પૂરી વાત જાણ્યા પછી,
તમને બધાને થશે કે,
શરૂઆતમાં શિક્ષક મહોદયે જે કહ્યું હતું, એ વાત ખરેખર અતિશયોક્તિ ભરી ન હતી.
આટલું બોલી, સરપંચ એ ગિફ્ટ પાસે આવે છે.
ગિફ્ટ સાઈઝમાં ઘણી મોટી છે, અને સ્ટેજની બાજુમાંજ રાખેલ છે, તેમજ હાલ તેના પર એક લાલ કપડું ઢાંકી, તેની ઉપર રીબીન બાંધેલ છે.
સરપંચ શ્રી, ને સાથે સાથે સ્ટેજ પર હાજર તમામ લોકો સ્ટેજ પરથી નીચે ઉતરી, સ્ટેજની બાજુમાં રાખેલ, એક મોટી ગિફ્ટ જે ઢાંકેલી છે, તેનું મુહૂર્ત કરવા તેની નજીક પહોંચે છે.
અહીંયા આ પ્રસંગે,
મીડિયા રિપોર્ટર નંદની,
કે જે હમણાં સુધી શાંતિથી, તેની ટીમ સાથે આ પ્રોગ્રામનું કવરેજ કરી રહી હતી,
અત્યારે નંદનીનો હરખ એની ચરમસીમાએ પહોંચી ગયો છે. નંદની, આ ઘડીને પોતાના કેમેરામાં કંડારવા તો, ક્યારનીયે થનગની રહી હતી.
મિડિયા રિપોર્ટર નંદની,
એકવખતના એના ક્લાસ ટીચર એવા,
સીતાબહેનના આ પરોપકારી કામની સુવાસને, પોતાની ન્યુઝ ટીવી ચેનલના માધ્યમથી, દૂર દૂર સુધી પ્રસરાવા માંગતી હતી. જે ઘડી હવે આવી ગઈ હતી.
રીબીન કાપવા માટે, એક શિક્ષક સરપંચના હાથમાં કાતર આપે છે.
સરપંચ જેવા કાતરથી રીબીન કાપે છે, ને ત્યાજ.....
તાળીઓનો ગડગડાટ થાય છે, ને એ તાળીઓના ગડગડાટથી, સ્કૂલનું સમગ્ર મેદાન ગાજી ઊઠે છે.
તાળીઓનો ગડગડાટ થોડો ઓછો થતા,
શિવાભાઈ સરપંચ હસતાં મોઢે, એ ગિફ્ટ પર રાખેલ લાલ કપડું હટાવે છે.
કપડું હટતાજ,
અહી ઉપસ્થિત તમામ લોકોની નજર સામે,
એક નવી નક્કોર, ચકાચક સ્કૂલબસ જોતાં જ,
મોટાઓ તાળીઓ, અને નાના બાળકો અત્યંત હરખમાં આવીને, તાળીઓની સાથે સાથે, કિક્યારીઓ લગાવવા લાગે છે.
અમૂક ક્ષણ પછી, ફરી વાતાવરણ થોડું શાંત થતાં,
સરપંચ :- મિત્રો, આ હતી ગૌરવ લેવા જેવી બીજી વાત.
આ સ્કૂલ બસ, સીતાબહેન પોતાના નામ પર લોન કરીને લાવ્યા છે.
આ સ્કૂલ બસ લાવવા માટે,
પહેલીવાર જ્યારે તેમણે મને જાણ કરી, તો એ વખતે મે સીતાબહેનને એક સવાલ કર્યો હતો.
ને મે જેવો સવાલ સીતાબહેનને કર્યો હતો,
તેવોજ સવાલ હમણાજ,
મને આપણા ગામની દીકરી, ને હાલ જે ન્યુઝ ચેનલમાં પોતે કાર્ય કરે છે એવી, નંદનીએ મને કર્યો,
મારો અને નંદનીનો, સીતાબહેનને એકજ સવાલ હતો કે, ગામડાગામમાં, સ્કુલબસ શા માટે ?
અને એ વખતે સીતાબહેને, મને જે જવાબ આપ્યો હતો,
જે જવાબ ખરેખર આપણી કલ્પના બહારનો હતો.
ખરેખર, એમના વિચારો અને લાગણીને સો સો સલામ કરવાનું મન થઈ જાય.
એ વખતે મારા સવાલની સામે, એવોજ એમનો જવાબ હતો.
ગામડાની સ્કુલમાં સ્કૂલ બસ શા માટે ?
આ સવાલની સામે,
સીતાબહેનનો જવાબ હતો કે,
આપણા ગામની બહાર, ખેતરમાં રહેતા ખેતમજૂરના પાંચ સાત છોકરા છોકરીઓ, કે જેઓ
એક દિવસ સ્કૂલ આવે, અને એક દિવસ ના આવે,
ચોમાસામાં વરસાદના કારણે, અને શિયાળામાં ઠંડીને કારણે તેઓ રજાઓ પાડે,
જેને કારણે, એમનું ભણતર અને ભવિષ્ય ન બગડે, એટલે તેમના માટે આ બસ લાવવાનો મને વિચાર આવ્યો.
ખરેખર, એમના જેટલી નહીં, પણ એમના જેવી ભાવના, અને લાગણી ભગવાન દરેકને આપે,
તો આવનારી પેઢી, અને આવનારા સમયમાં આપણો દેશ દરેક સારી બાબતમાં પહેલા નંબર પર આવી જાય.
સાથે સાથે,
એમનું આગળનું સપનું શું છે ?
તે પણ મને કાલે રાત્રે જાણવા મળ્યું.
તો હું સીતાબહેનને વિનંતિ કરું છું કે, તે અહી માઈક પર આવે, ને એમના એ સપના વિશે,
આજે અહી હાજર બધા લોકો વચ્ચે, એમના મોઢેજ એમના આગળના એ સપના વિશે જણાવે.
સીતાબહેન પોતાનીજગ્યાએથી ઊભા થઈ માઈક પાસે આવે છે.
સીતાબહેનના પોતાની જગ્યાએથી ઊભા થતાંજ,
ફરી બાળકો તાળીઓનો ગડગડાટ વરસાવે છે.
ફરી પાછું વાતવરણ શાંત થતાં.
સીતાબહેન :- મારા વ્હાલા બાળકો, મારી ગિફ્ટ ગમી ?
બધા બાળકો એકસાથે ને મોટ્ટા અવાજમાં
બાળકો :- હા હા
સીતાબહેન :- બસ, બાળકોનો આજ હરખ, મને એમના માટે કંઈક વધારે સારું કરવાની પ્રેરણા આપે છે.
બાળકોની આજ ખુશીથી, મને તેમના માટે કંઈક કરવા માટેના, નવા નવા વિચારો આપે છે.
હું જોવું છું કે, દરેકે દરેક વિદ્યાર્થીઓમાં,
કંઈક ને કંઈક, મારા દરેક વિદ્યાર્થીમાં મને ટેલેન્ટ દેખાય છે, પરંતુ
એ ટેલેન્ટ સાબિત કરવા, જે સાધન સામગ્રી જોઈએ, તે તેમને નથી મળી રહી.
બસ આજ વાતને ધ્યાનમાં રાખીને,
મેં એક સપનું જોયું છે કે,
મને મારા આચાર્ય પદેથી રિટાયર્ડ થતાં,
સરકાર શ્રી તરફથી, મને જે પૈસા મને મળશે,
તેમાંથી હું મારી સ્કૂલમાં એક નાનું ઓડિટોરિયમ, અને અમુક રમત ગમતના જરૂરી સાધનો વસાવવા માંગુ છું.
બસ,
હું આ બે મોટા કામ, મારી સ્કૂલ માટે કરવા માંગુ છું.
જેમ એક મોટા શહેરની ઈન્ટરનેશનલ સ્કૂલમાં ત્યાંના બાળકોને જે ફેસિલિટી મળતી હોય છે, તે તમામ સવલતો,
મારે મારી સ્કૂલના બાળકોને આપવી છે.
નંદની રિપોર્ટર :- બહેન, એના માટે તો તમારા દિકરા રમણીકભાઈ, અને ગામમાં અન્ય લોકો ધારે તો પણ, સ્કૂલમાં એ ફેસીલીટી કરી શકે.
સીતાબહેન :- એવું નથી બેટા, કોઈ સ્કૂલને કંઈ આપે, એ વાત અલગ છે, બાકી, સાચું કહું નંદની બેટા,
હું મારી જરૂરિયાતો ઓછી કરીને, જે કરકસર કરી પૈસા બચાવીને, સ્કુલ પાછળ વાપરું છું, તેનો મને એક અલગજ આનંદ મળે છે.
હજી તો મારે મારું બીજું એક સપનું પણ પૂરું કરવું છે.
નંદની :- બીજું સપનું ?
આચાર્ય બહેન :- હા, બીજું સપનું, મારું બીજું સપનું એ છે કે,
મારી સ્કૂલના અમુક વિદ્યાર્થીઓ,
કે જે, પૈસાના અભાવે, બાજુના શહેરમાં પણ સરખું ફરવા નથી જઈ શકતા,
તેમને સ્કૂલના સ્ટાફ સાથે, ચાર થી પાંચ દિવસ માટે
મારે એમને મુંબઈ ફરવા લઈ જવા છે.
બહેનની આ ભાવના, અને લાગણી ભરી વાતો સાંભળી સૌ શાંત અને આશ્ચર્યચકિત થઈ ગયા છે.
થોડીવાર શાંતિ, પછી આચાર્ય બહેન એટલાજ શાંત સ્વરે
સીતાબહેન :- બસ આ બે સપના છે મારા, બાકી ઉપરવાળાની મરજી.
એમની વાત પૂરી થતાં, સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે મહાનુભાવોને, ને ગામલોકો
બધાજ, આચાર્ય સીતાબહેનને તાળીઓથી વધાવે છે.
આ સાથે, આજના 26 જાન્યુઆરીના કાર્યક્રમનુ સમાપન થાય છે.
એજ રાત્રે,
ગામ આખું ઘાઢ નિદ્રામાં છે.
ઘડિયાળમાં રાત્રીના બે વાગ્યાના ટકોરા પડી રહ્યાં છે.
સીતા બહેન પોતાનાં ખાટલામાં બેચેન થઈ, પડખા ફેરવી રહ્યાં છે.
એમને ગભરામણ થઈ રહી છે.
સીતા બહેનને કોઈ શારીરિક તકલીફ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.
કદાચ એમને, હાર્ટ એટેક આવ્યો હોય એવું લાગી રહ્યું છે.
એટલે, સીતાબહેન,
જેમ તેમ કરી, તેમના ખાટલામાં બેઠા થઈ જાય છે.
તેમનાથી બોલાઈ નથી રહ્યું, તેઓ ખાટલામાં ઊભા થવા જતા, નીચે પડી જાય છે.
છતા,
તે જેમ તેમ કરીને, ઘસડાતા ઘસડાતા,
એમની બાજુમાં સુઈ રહેલ, પાર્વતીબેનના ખાટલા સુધી પહોંચે છે, અને જેમ તેમ કરીને પાર્વતીને જગાડવાની કોશિશ કરે છે.
સીતા બહેન :- ( બીલકુલ દબાયેલા અવાજે )
પાર્વતી પાર્વતી
પાર્વતીબેન જાગી જતાં
પાર્વતી :- શું થયું બેન ? તમે કેમ નીચે બેઠાં છો ?
સીતા બહેન :- પાર્વતી મને ગભરામણ જેવું કંઈક થાય છે.
પાર્વતીબેન ફટાફટ ઊભા થઈ, સીતાબહેનને પોતાના ખાટલામાં બેસાડે છે. પછી.....
પાર્વતીબેન :- બેન, તમે ચીંતા ના કરો, હું હમણાંજ એમને જગાડું છું.
આટલુ કહી, પાર્વતીબેન ફટાફટ, અંદરના રૂમમાં જઈ શિવભાઈને જગાડે છે.
શિવાભાઈ :- શું થયું પાર્વતી ?
પાર્વતીબેન :- ખબર નથી, પણ બહેને મારા ખાટલા સુધી આવીને મને જગાડી, ને કીધું કે મને ગભરામણ જેવું કંઈક થાય છે.
શિવાભાઈ :- તુ ચિંતા ના કર, હું હાલ જ ડોકટરને ફોન કરીને બોલવું છું.
શિવાભાઈ ડોકટરને ફોન લગાવે છે, ફોન લાગી રહ્યો નથી, એટલે
શિવાભાઈ તેમના દીકરા જીગ્નેશ ને જગાડી, ગામના ડોકટરને બોલાવવા મોકલે છે.
ને પછી, શિવાભાઈ અને તેમના પત્ની પાર્વતીબેન બંને સીતાબહેન પાસે આવે છે. ત્યાંજ.....
ગામનાં કોઈ કૂતરાનો જોરશોરથી રડવાનો અવાજ આવે છે.
કૂતરાનો રડવાનો અવાજ સાંભળી,
પાર્વતીબેન શિવાભાઈને,
પાર્વતીબેન :- કહું છું, આ કૂતરું કેમ આટલું બધું રડે છે ?
મને તો ડર લાગે છે.
શીવાભાઈ :- ( પાર્વતીબેનને હીંમત આપતા )
અરે એતો, અત્યારે સિતાબહેનને તકલીફ થઈ ને, એટલે એ રડી રહ્યું છે.
બેન રોજ એને રોટલી નાખે છે ને, એટલે એ એની વફાદારી નિભાવી રહ્યું છે.
આ સાંભળી સીતાબહેન
સીતાબહેન :- એવું નથી ભાઈ, એ કૂતરું તો મને એવું જણાવે છે કે, મારા રામજીનું તેડું આવી ગયું છે.
શીવાભાઈ :- એવું ના બોલો બેન, હજી તો આપણ આખી સ્કૂલ ને લઈને મુંબઈ ફરવા જવાનું છે.
ત્યાં સુધીમાં તો ડોક્ટર આવી જાય છે.
ડોકટર સીતાબહેનને ચેક કરે છે. પરંતુ.....
સીતાબહેનની આંખો મીચાઈ ગઈ છે.
શરીર ઠંડું પડી ગયું છે. ને પછી.....
ડોક્ટર સાહેબ શીવાભાઈને
ડોકટર :- સરપંચ, આપણે સીતાબહેનને બચાવી ન શક્યા.
એ આપણને મૂકીને, એમના રામ પાસે પહોંચી ગયા છે.
આટલુ સાંભળી.....
શીવાભાઈ પોતાની માતા મૃત્યુ પામી હોય, એવું આક્રંદ કરતા પોક મૂકે છે.
ડોકટર શિવભાઈને આશ્વાસન આપી શાંત કરે છે, ને બાકીના આડોશ-પાડોશ, તેમજ મુંબઈ રમણીકભાઈને ફોન કરી જાણ કરવા કહે છે.
વધુ ભાગ પાંચમા
વાચક મિત્રો,
આ વાર્તાના આગળના ભાગ, ખરેખર આપના વાંચનના શોખને વધુ મજબૂત કરશે, જેની હું તમને ખાતરી આપુ છું, તો તમારા સંપર્કમાં જેટલા વાંચનના શોખીન હોય, સાહિત્ય પ્રેમી હોય, તેને આ વાર્તાની લિંક સેર કરવા મારી વિનંતિ.
આભાર સહ
શૈલેશ જોષી.