Ispector ACP - 10 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 10

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 10

ભાગ - ૧૦
વાચક મિત્રો,
આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
કોન્ટ્રાક્ટર અશોકભાઈને, ઓડીટોરીયમનાં બાંધકામનો સામાન બીજેથી લેવાની સરપંચ શીવાભાઈની વાત મંજૂર નહી હોવાથી,
તે સરપંચ પાસેથી, મટીરીયલ માટેના એડવાન્સ પૈસા લીધા વગરજ,
મોઢું બગાડીને ત્યાંથી નીકળી જાય છે,
ને જતા-જતા,
ઓડીટોરીયમ માટે, જરૂરી મટીરીયલનું લીસ્ટ, અને એમની મજૂરીની થતી રકમ,
આ બંને તૈયાર કરીને, બે દિવસમાં મોકલાવવાનું કહેતા જાય છે.
આ બાજુ, સરપંચ શીવાભાઈને,
કોન્ટ્રાકટર અશોકભાઈએ અત્યારે કરેલ વર્તનથી,
પહેલાતો નવાઈ લાગે છે, ને સાથે-સાથે, તેમને થોડું દુઃખ પણ થાય છે.
કેમકે,
આશોકભાઈ આવું કંઈક કરશે, તેની તો શીવાભાઈને બિલકુલ જાણ તો શું, એમને આવો અણસાર પણ ન હતો.
પરંતુ.....
કોન્ટ્રાકટરના હાલના વર્તન થકી, અત્યારે તો, સરપંચ શીવાભાઈ થોડા ટેન્શનમાં જરૂરથી આવી ગયા છે.
એટલે શીવાભાઈ.....
તુરંત તેમના દીકરા જીગ્નેશને, હાલનેહાલ અવિનાશને બોલાવવા મોકલે છે.
કેમકે,
આ વાતની જાણ મુંબઈ રમણીકભાઈને કરવી પણ અત્યંત જરૂરી હતી.
એટલે.....
શીવાભાઈને મનમાં થાય છે કે, અવિનાશને બોલાવી કોન્ટ્રાકટરની સઘળી હકીકત જણાવી દઉં,
એટલે, અવિનાશ આ બધી વિગતવાર વાત, કાલે મુંબઈ પહોંચી રમણીકને જણાવે.
થોડીવારમાં અવિનાશ આવી જતા,
સરપંચ શીવાભાઈ તેને સઘળી વાત જણાવતા કહે છે કે......
સરપંચ :- જો અવિનાશ,
હમણાં કોન્ટ્રાક્ટર અશોકભાઈ, મટીરિયલ માટે એડવાન્સ લેવા આવ્યા હતા, પરંતુ.....
મેં જ્યારે મટીરીયલ, આપણા ગામના હાર્ડવેરના વેપારી પાસેથી ખરીદી કરવાનું કહેતા,
તે એડવાન્સ લીધા વગરજ નીકળી ગયા છે, અને હવે તે સ્કૂલનાં ઓડીટોરીયમનું કામ, ખાલી લેબરથી કરશે,
એટલે એ, એક-બે દિવસમાં મટીરીયલનું લિસ્ટ અને તે આ કામ કરવાની મજૂરી કેટલી લેશે, તેનું લીસ્ટ આપે,
એટલે, આપણે એમને મટીરીયલ મંગાવી આપીશું.
તો તું કાલે સવારે મુંબઈ પહોંચી,
સૌથી પહેલા, આટલી વાત રમણીકને જણાવી દેજે.
એક-બે દિવસમાં મટીરીયલનું લિસ્ટ અને એમની મજુરીનું લીસ્ટ, એ મને આપી જશે, પછી એ લીસ્ટ, હું રમણીકને મોકલી આપીશ.
બરાબર ને અવિનાશ ?
અવિનાશ :- હા કાકા, બરાબર,
આપણેતો વ્યાજબી ભાવે, અને સારો સામાન જ્યાંથી મળતો હોય, ત્યાંથીજ લઈએને ?
તમે જે વિચાર્યું હશે, એ આપણાં ફાયદાવાળુંજ હશે.
સરપંચ :- બાકી, સાંજે મુંબઈ જવાની બધી તૈયારી થઈ ગઈ છે ને ?
અવિનાશ :- હા કાકા, સાંજે છ વાગ્યા સુધીમાં બન્ને લક્ઝરી ગામનાં પાદરે આવી જશે, અને લગભગ અડધો કલાક પછી, એટલેકે સાડા છ વાગે અમે મુંબઈ રવાના થઈશું.
બીજું કંઈ કામ હોય તો, બોલો કાકા, નહીતો અત્યારે હું નીકળું, હજી મારે મારી બેગ તૈયાર કરવાની છે.
આટલું કહી અવિનાશ, સરપંચના ઘરેથી નીકળી જાય છે.
સાંજનો સમય છે,
ગામના પાદરે, બે લક્ઝરી આવીને ઉભી રહી ગઈ છે.
મુંબઈ જવાવાળા સ્કૂલના બાળકોને, તેમના વાલીઓ મુકવા આવી રહ્યા છે.
બાળકોની સાથે-સાથે, સ્કૂલનો સ્ટાફ પણ આવી ગયો છે.
અમુક બાળકો બસમાં બેસી પણ ગયા છે,
બાકીના બાળકો, લકઝરીની ડેકીમાં પોતાની બેગ ગોઠવી રહ્યા છે.
થોડીવારમાં,
બધા લોકો પોતપોતાની સીટ પર ગોઠવાઈજતા, ભગવાનનું નામ લઈને બન્ને લક્ઝરી, મુંબઈ જવા રવાના થાય છે.
અત્યારે ગામના પાદરમાં,
સ્કૂલના બાળકો, અને સ્ટાફને વિદાય આપવા લગભગ આખું ગામ ભેગું થયું છે.
બંને લક્ઝરી કાચા રસ્તા ઉપર હોવાથી, ધૂળની ડમરીઓ ઉડાડતી, બંને લક્ઝરી રોડ પર ચઢે છે.
ગામનું પાદર થોડું ધૂળિયું, અને કાચા રસ્તાવાળું હોવાથી, અત્યારે ધૂળની ડમરી ઊડી રહી છે, જેથી ગામલોકોને લક્ઝરી બરાબર દેખાઈ નથી રહી.
છતાંય,
અત્યારે, હરખ સાથે ગામલોકો લક્ઝરી સામે જોઈ રહ્યા છે.
ધૂળની ડમરીઓ વચ્ચેથી જ્યારે ગામલોકોને,
જેવી લક્ઝરી દેખાતી બંધ થાય છે, એજ ધૂળની ડમરી ચીરતી સામેથી એક ગાડી ગામમાં એન્ટર થાય છે.
ગાડી નજીક આવતા, ગામલોકોએ જોયું કે......
આ ગાડીમાં, સરપંચ શીવાભાઈની હમણાંજ લવમેરેજ કરેલ દીકરી સીમા, અને કદાચ સીમાની સાથે તેનો પતિ આદર્શજ હોવો જોઈએ, એનું અનુમાન આવી જાય છે.
એટલે,
ગામલોકો પણ એ ગાડીની પાછળ-પાછળ, સીમા અને આદર્શને જોવા માટે, છેક સરપંચના ઘરે પહોંચી જાય છે.
સરપંચ પણ, ઘણા દિવસે દીકરી સીમાને જોતા, તેઓ પણ ખુશ થઈ જાય છે.
સીમા સરપંચની બહુ લાડકી દીકરી,
અને એમને એમની દીકરી સીમાના પ્રેમલગ્ન સામે કોઈ વાંધો ન હતો, પરંતુ..... સીમાએ કરેલ આ પ્રેમલગ્ન,
સીમાની મમ્મી, એટલેકે, પાર્વતીબહેનને નહોતા ગમ્યા.
એટલે,
સરપંચ શીવાભાઈ તેમની પત્ની પાર્વતીની બીકે, એમની ઘણી ઈચ્છા હોવા છતાં, સીમાને બોલાવી શકતા ન હતા.
આજે પાર્વતીબહેન મુંબઈ ગયા, એટલે સરપંચે પહેલેથીજ જાણ કરી હોવાથી,
દીકરી સીમા પપ્પાને મળવા આવી હોય છે.
પરંતુ, દીકરી અને જમાઈને મળવાનો,
સરપંચનો નંબર તો રામ જાણે ક્યારે આવે,
અત્યારે તો, ગામની છોકરીઓ, અને અન્ય ગામલોકો,
સીમા અને આદર્શ ને ઘેરી, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે.
ગામલોકોને, સીમા અને આદર્શ સાથે વાતચીત કરતા કરતા જાણવા મળ્યું કે,
આદર્શ એક સુખી ઘરનો, સંસ્કારી અને દેખાવડો યુવાન છે.
પરંતુ.....
પાર્વતીબહેનની જેમજ, આદર્શના મમ્મી-પપ્પાને પણ, આ લગ્ન મંજૂર ન હતા, અને એટલેજ.....
સીમા અને આદર્શનાં લગ્નના બીજા દિવસેજ,
આદર્શના મમ્મી-પપ્પાએ, આદર્શને ઘરની બહાર કાઢી મૂક્યો છે.
તેમજ.....
કાયદેસર, તેમની મિલકતમાંથી પણ આદર્શને બેદખલ કર્યો છે.
આદર્શ પોતે, અમદાવાદમાં એના પપ્પાએ બનાવેલી, એક મોટી રેસ્ટોરન્ટ ચલાવતો હતો.
પરંતુ અત્યારે......
અત્યારે આદર્શ, બિલકુલ ઘરબાર અને નોકરી ધંધા વગરનો છે.
અત્યારે આદર્શ, સીમાને લઈને એના મિત્રને ત્યાં રહે છે, અને અત્યારે તેઓ જે ગાડી લઈને આવ્યા છે, તે ગાડી પણ આદર્શના મિત્રની છે.
આમતો, આદર્શને ધંધાનું સારું એવું જ્ઞાન છે, પરંતુ.....
અત્યારે જો એક સારી રેસ્ટોરન્ટ બનાવવી હોય તો,
ઓછામાં ઓછા ૪૦ થી ૫૦ લાખ રૂપિયા હાથ પર જોઈએ.
અને હાલ આદર્શ માટે એ શક્ય નથી.
વધુ ભાગ અગિયારમાં.