Dhup-Chhanv - 50 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ  - 50

ઈશાનને પણ અપેક્ષાના આ વર્તનથી ખૂબ દુઃખ થાય છે પણ તે સમય આગળ મજબુર છે નમીતાને અત્યારે તેના પ્રેમ અને હૂંફની ખૂબ જરૂર છે માટે તેને એકલી મૂકવા માટે તે બિલકુલ તૈયાર નથી. હવે અપેક્ષાને આ વાત સમજાવવી કઈ રીતે ??

નમીતા તેનો પહેલો પ્રેમ છે તો અપેક્ષા તેનો બીજો પ્રેમ...!!

આજે ઈશાનની ઊંઘ ઉડી જાય છે અને તે વિચારી રહ્યો છે કે, આ તો મારી અગ્નિ પરીક્ષા થતી હોય તેવું મને લાગે છે. શું કરવું કંઈજ સમજાતું નથી... અને આમ વિચારતાં વિચારતાં ક્યારે તેની આંખ મળી જાય છે તેની તેને પણ ખબર પડતી નથી...

બીજે દિવસે સવારે પણ ઉઠીને તરત ઈશાને અપેક્ષાને ફોન કર્યો પરંતુ અપેક્ષાએ ઈશાનનો ફોન ન ઉઠાવ્યો તે ન જ ઉઠાવ્યો.

ઈશાન વિચારી રહ્યો હતો કે, આટલું બધું પણ કોઈ નારાજ હોતું હશે ? અપેક્ષા પણ સાવ પાગલ છે તે મારી જગ્યાએ હોત તો શું કરત ? તેણે મારી પરિસ્થિતિનો વિચાર કરવો જોઈએ ને ? બસ, શું આટલો જ લવ કરે છે અપેક્ષા મને ? તેના પ્રેમની સીમા શું આટલી મર્યાદિત છે ? સીચ્યુએશન સમજવાની પણ તેનામાં સમજશક્તિ નથી ? બસ આમજ તે વિચારી રહ્યો....
*******************
દરરોજ કરતાં અપેક્ષાની સવાર આજે થોડી મોડી જ પડી હતી. અર્ચના અને અક્ષત અપેક્ષા તેમજ ઈશાનની આ બધીજ વાતોથી સાવ અજાણ હતાં. તેથી અર્ચના અપેક્ષાના રૂમનું બારણું ખખડાવી રહી હતી અને તેને કહી રહી હતી કે, " અપેક્ષા, ગેટ અપ, યુ આર ગેટીંગ લેટ ટૂડે..."

અપેક્ષાએ બારણું ખોલ્યા વગર જ જવાબ આપ્યો કે, " ભાભી, ટૂડે આઈ એમ ફીલ નોટ સો ગુડ, આઈ કાન્ટ ગો એનીવ્હેર..! "

અર્ચના અપેક્ષાનો જવાબ સાંભળીને પાછી વળી ગઈ તેને પાછી વળેલી જોઈને અક્ષતે પણ પૂછ્યું એટલે અર્ચનાએ તેની તબિયત નથી બરાબર તેમ કહ્યું.

અપેક્ષા વિચારી રહી હતી કે દરવખતે મારી સાથે જ કેમ આવું થાય છે ? મેં એવા શું પાપ કર્યા છે તો મારો સંસાર શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જાય છે ? અને તે આજે પણ ખૂબ રડે ખૂબ રડે છે.

અપેક્ષા બેડના એક ખૂણામાં બેઠી બેઠી રડ્યા કરે છે અને તેની બાજુમાં પડેલો તેનો સેલફોન વાઈબ્રેટ થયા કરે છે... ફોન ઉપર ગુસ્સો કાઢવાના ઈરાદાથી તે સેલફોનને છુટ્ટો ફેંકવાના ઈરાદાથી હાથમાં લે છે અચાનક તેની સ્ક્રીન ઉપર નજર પડે છે તો માં નો ફોન આવ્યો છે પણ અત્યારે તે કોઈની પણ સાથે વાત થાય તેવી પરિસ્થિતિમાં નથી.

અને માં યાદ આવતાં તે વધારે રડવા લાગે છે અને વિચારવા લાગે છે કે, ઈશાન મને કેમ નહીં સમજી શકતો હોય, એક સ્ત્રી માટે એ વાત સ્વીકારવી કેટલી મુશ્કેલ છે કે જેને પોતે હ્રદયના ઊંડાણથી ચાહતી હોય તે તેનાં દેખતાં જ કોઈ પારકી છોકરી સાથે પોતે તેને અતિશય ચાહતો હોય તેવો વ્યવહાર કરે તો તેની ઉપર શું વિતે...!!

અને તેને ફક્ત પોતાની માં જ નહીં પોતાનો દેશ પણ યાદ આવી ગયો અને આ દેશ માટે તેને નફરત થવા લાગી. જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈને ચાહવા લાગે ત્યારે સામેની વ્યક્તિની તમામ વસ્તુઓને, વાતોને, આદતોને તમામને તે ચાહવા લાગે છે, તેની ખરાબ આદતો અને ભૂલોને પણ તે ક્ષમ્ય કરી દે છે અને જ્યારે તે તેને નફરત કરવા લાગી જાય ત્યારે તેની સારી વાતો પણ તેને યાદ રહેતી નથી..!!

ઈશાનના સ્ટોર ઉપર અપેક્ષાએ કામ કરવાનું શરૂ કર્યું ત્યાર પછી જ્યારે જ્યારે અપેક્ષા કોઈ કારણસર સ્ટોર ઉપર ન જઈ શકી હોય ત્યારે ત્યારે ઈશાન તેને પોતાની કાર લઇને તેને લેવા માટે તેના ઘરે આવ્યો છે અને અપેક્ષાનો ઈન્કાર હોવા છતાં તેને જબરજસ્તીથી તૈયાર કરીને તે સ્ટોર ઉપર લઈ ગયો છે.

પણ આજે ઈશાન તેને જબરજસ્તીથી લેવા માટે આવશે અને અપેક્ષા તેને તેના વર્તન બદલ માફ કરી શકશે ? શું ખબર આગળ હવે શું થશે ? ઈશાન, અપેક્ષા અને નમીતાના ત્રીકોણીય પ્રેમનાં જંગનું શું પરિણામ આવશે ? અપેક્ષા ઈશાન સાથેની સગાઈ તોડી કાઢશે અને પાછી ઈન્ડિયા જવાનું વિચારી રહી છે ??

અપેક્ષા આગળ હવે શું નિર્ણય લે છે. જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/1/22