Ek Pooonamni Raat books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ-72

એક પૂનમની રાત

પ્રકરણ-72

સિધ્ધાર્થ પુસ્તક લઇને એનાં બેડ પર બેઠો અને પુસ્તક ખોલી વાંચવાનું શરૂ કરવા જાય છે ત્યાં એને મહેસુસ થાય છે કે એનાં ખભા પર વજન લાગે છે એણે જોયું કોઇનો હાથ છે એ એકદમ ચમક્યો અને પાછળ જોયું તો એક ઓળો ઉભો છે એણે એની રીવોલ્વર લેવા હોથ લંબાવ્યો અને બોલ્યો કોણ છો ? અહીં શું કરો છો ? પેલા ઓળાએ કહ્યું સર તમારી રીવોલ્વર મારાં ઉપર કામ નહીં કરે અમને મરેલાને શું મારવાનાં ? એમ કહે અટ્ટહાસ્ય કરે છે. એ ઓળો એનાં પગ તરફ ગયો હવે સિધ્ધાર્થને બરાબર સ્પષ્ટ દેખાતો હતો.

સિધ્ધાર્થે પૂછ્યું તમે કોણ છો ? શા માટે અહીં આવ્યા છો ? પેલા ઓળાએ રડમસ અવાજે કહ્યું તમારી મદદની જરૂર છે એટલે તમારી પાસે આવી છું સિધ્ધાર્થે આર્શ્ચયથી પૂછ્યું આવી છું એટલે ? કોણ છે તું ?

પેલીએ કહ્યું તમારી મદદની જરૂર છે હું અવગતે ગયેલી કોઇની પ્રેમીકા છું એનાં વિરહમાં તડપી રહી છું મને ખબર છે આ પ્રેતયોનીમાં હું એને નહીં મેળવી શકું અને હું એને મારવા પણ નથી ઇચ્છતી મારાં લીધે એની આસપાસનાં વધારે હેરાન થાય છે પણ મારી પાસે બીજો વિકલ્પ નથી મારો આત્મા એને તરસી રહ્યો છે.

સિધ્ધાર્થે કહ્યું સમજાય એવું બોલ કોણ છે એ ? અને અહીં અમારાં શહેરમાં રોજ કંઇને કંઇ ઘટનાઓ બને છે એની પાછળ તારો તો હાથ નથીને ? પણ હું શોધીને રહીશ એ મારો નિર્ણય છે તારે શું મદદ જોઇએ છે ? તારી શું મદદ કરી શકું ? અને મને એનાંથી શું ફાયદો ?

પેલીએ ઘરની બધીજ લાઇટો બૂઝાવી દીધી. બધે અંધકાર છવાયો સિધ્ધાર્થે કહ્યું આ શું કરે છે ? ત્યાં પવન ફૂંકાયો બંધ કરેલી બારીઓ ખૂલી ગઇ અને પવનનાં જોરને કારણે અથડાવા લાગી. સિધ્ધાર્થનાં બેડ પર બધુ ઉડવા લાગ્યું અને પેલા ઓળાનો માત્ર ચહેરો દેખાયો. સિધ્ધાર્થનાં અંગ જાણે શિથિલ થયાં એનું લોહી જાણે ઠંડુ પડવા લાગ્યું પેલો ચહેરો ખૂબ સુંદર હતો એની આંખમાં આંસુ હતાં એણે કહ્યું મારું નામ હેમાલી અધ્વર્યું હતું અત્યારે પ્રેતયોનીમાં કોઇ નામ નથી હોતાં પણ તમે હેમાલી તરીકે જાણી શકે છો છું તમારાં કમીશ્નરનાં પુત્ર દેવાંશની ગત જન્મની પ્રેમીકા છું દેવાંશને એટલો ચાહું છું કે મારાં અપમૃત્યુ પછી પણ હું એને છોડી ના શકી એની પાછળ પાછળ ભટકું છું એની આ જન્મની પ્રેમિકા જેની સાથે લગ્ન કરવાનો છે એ વ્યોમાં એનાં શરીરમાં હું અનેકવાર પ્રવેશી ચૂકી છું અને મારી અતૃપ્ત વાસના મેં સંતોષી છે પણ એનાં વૈદીક વિધીથી લગ્ન થયાં પછી હું વ્યોમાને વશ નહીં કરી શકું... મેં દેવાંશને અનેકવાર સમજાવવા પ્રયત્ન કર્યો છે પણ એ જાણીને અજાણ્યો થાય છે એને બધીજ ખબર છે મારી એનાં ઘરમાં એનાં બેડ પર એની સાથે સૂઇ જઊં છું પણ લગ્ન પછી નહીં થાય મારાંથી કંઇ... એ ઘરમાં તાંત્રિક વિધી કરાવી લીધી છે હું વિવશ થતી જઊં છું તમે દેવાંશને કહો મારી આખરી ઇચ્છા પુરી કરે આવતી પૂનમનાં દિવસે એટલે કે કાલથી નવરાત્રી ચાલુ થાય છે શરદપૂનમની રાત્રે એ જંગલમાં રહેલાં મહેલમાં એકલો આવે મને મળે મારી સાથે વાતો કરે પછી હું કદી એને પજવીશ નહીં... અને એનાં જીવનમાં એનાં વ્યવસાય કામમાં એનો ખાસ મિત્ર મીલીંદનાં જીવનમાં... આ ઘણાં પ્રશ્નો વણઉકલ્યા છે એમાં હુંજ મદદ કરી શકીશ...

સિધ્ધાર્થ ક્યારનો એને ધ્યાનથી સાંભળી રહેલો પેલી બધી વાતો કરી રહેલી એનો અવાજ ઘણીવાર ઊંચો ઘણીવાર શાંત અને ઘણીવાર પુરુષ જેવો ધોધરો થઇ જતો હતો એ સમસમી ગયેલો કે આવું પણ હોય ? આ કેવી અગોચર સૃષ્ટ્રિ છે ? અને જીવતા માનવ સાથે આટલો લગાવ ? ગત જન્મની વાતો સાચી હોય છે ?

સિધ્ધાર્થે કહ્યું હું દેવાંશને તો સમજાવી શકું પણ વ્યોમાને શા માટે હેરાન કરે છે ? તને ખબર છે દેવાંશ વ્યોમાને ખૂબ ચાહે છે. તારા અવગતીયા જીવની ગતિ થાય એવી દેવાંશ પૂજાવિધી કરાવશે તું આ યોનીમાંથી મુક્ત થઇ જઇશ અને બીજા પ્રસંગો જે અણધાર્યા દુઃખદ પીડાદાયક બન્યાં છે એનાં વિશે તું શું જાણે છે ? એ બધામાં તારોજ હાથ છે ? એકબાજુ દેવાંશને ખૂબજ પ્રેમ કરે છે બીજી બાજુ આવા પાપી કામ કરે છે ? દેવાંશ તને કદી માફ નહીં કરે.

આવું સાંભળી પેલીને ખૂબ ક્રોધ આવ્યો એની ભ્રમરો ઊંચી થઇ ગઇ એની આંખો લાલ લાલ થઇ ગઇ જાણે અંગારા વરસાવી રહી અમાપ ક્રોધ સાથે આંખમાંથી આંસુ નીકળી આવ્યાં. એનો ક્રોધ શમાતો ન્હોતો એણે કંઇ એય મોં સાંભળીને બોલ મેં કોઇ પાપ નથી આચર્યુ નથી કોઇનું મૃત્યુ નીપજાવ્યું એમાં બીજા લોકો બીજી શક્તિઓ અને બીજા અવગતિયા પાપી જીવોનો હાથ છે એ બધી મને ખબર છે કારણ કે ક્યાંકને ક્યાંક મારો દેવાંશ એમાં સંકળાયેલો છે તમને કલ્પના પણ નહીં હોય એવી વ્યક્તિઓની મેલી મુરાદ અને સ્વાર્થ છુપાયેલાં છે.

અને સાંભળ સિધ્ધાર્થ.... એ તું તા ઉપર આવી ગઇ અને બોલી દેવાંશ મને ત્યાં મહેલમાં મળે તો એ પછી હું બધાંજ રહસ્ય ખોલી નાંખીશ દેવાંશને બધીજ કડી એ કડી મેળવી આપીશ અને તમે બધાં ભેદ ખોલી અસલી ગુનેગારને પકડી શકશો બાકી તમે ઉપરથી નીચે પડશો તોય તમે કંઇ નહીં કરી શકો કારણ કે તમારી પાસે સાચી માહિતીજ નથી.

સિધ્ધાર્થ વિચારમાં પડી ગયો.... એણે થોડું વિચારીને ક્હું હું દેવાંશને મનાવી લઇશ શરદપૂનમે તને ત્યાં મળવા આવશેજ. પણ મારી એક શરત છે કે બીજી કોઇ ઘટના શહેરમાં બનવી ના જોઇએ અને દેવાંસને કોઇ પણ રીતે શારીરિક માનસિક કે આર્થિક નુકશાન ના પહોચવું જોઇએ ના વ્યોમાને કંઇ થવું જોઇએ.

હેમાલીનો ચહેરો ખીલી ઉઠ્યો એણે કહ્યું તમે વચન આપો કે તમે દેવાંશને ત્યાં મોકલશો સમજાવશો એનો વાળ વાંકો નહીં થાય... હું તમારી પાસે આમેજ કેમ આવી છું ખબર છે ? દેવાંશનાં પાપાએ વ્યોમા સાથે લગ્ન કરવા નક્કી કર્યું અને બીજું કે દેવાંશને અત્યારે પુરાત્વ ખાતાની જે નોકરી કરે છે એ છોડાવી દેવાનાં છે એમનો અત્યારનો આજનો આ નિર્ણય છે.

સિધ્ધાર્થે આર્શ્ચથી પૂછ્યું એમણે નિર્ણય લીધો તને કેવી રીતે ખબર ? સર મને બધુજ કહે છે એમણે મને કંઇ કીધું નથી.

હેમાલીનાં પ્રેતે કહ્યું એમણે નિર્ણય લીધો છે એ દેવાંશની મંમીને કહ્યો છે તમને કહેવું હતું પણ તમે તમારો ફોન સ્વીચ ઓફ કરેલો છે કાલે કહેશે અને થોડીવાર પહેલાં દેવાંશ પણ ફોન કરેલો તમને પણ એ સમયે પણ ફોન સ્વીચ ઓફ હતો.

સિધ્ધાર્થને યાદ આવ્યું કે કાર્યાલયથી નીકળ્યા પછી ફોન સ્વીચ ઓફ કરેલો એને આર્શ્ચ થયુ અને હેમાલીનાં પ્રેતની વાત પર વિશ્વાસ પડ્યો.

સિધ્ધાર્થે કહ્યું તું દેવાંશને આટલો પ્રેમ કરે છે તો એનાં ખાસ મિત્ર મિલીંદને કેમ ના બચાવ્યો ? એને કેમ મારી નાંખ્યો ? એનાં નોકરનું કાસળ વાવ પર કાઢી નાંખ્યું. વ્યોમાને વારે વારે હેરાન કરી ? અને પેલાં બે...

સિધ્ધાર્થ હજી આગળ બોલે પહેલા હેમાલીનાં પ્રેતે કહ્યું મેં અગાઉ કીધુજ કે મેં કોઇને નથી માર્યા મેં કોઇ પાપ નથી આચર્યું હાં મેં દેવાંશને પ્રેમ કર્યો છે હું પામી છું વ્યોમાનાં શરીરમાં પ્રવેશ કરીને એ ગણો તો પાપ કે ભૂલ છે પણ દેવાંશ વિના હું આ યોનીમાં પણ સળગી રહી છું શું કરું પૂનમ પછી કંઇ નહીં થાય... પૂનમ તો આવવા દો...

અને બીજી ખાસ વાત તમે પોલીસમાં છો અને દેવાંશનાં પિતા કમીશ્નર થયા હું તમને જસ મળે એવા કામમાં મદદ કરીશ એ વચન આપું છું અત્યારે દેવાંશ એનાં ઘરે પાછો જઇ રહ્યો છે.

અને આ પ્રેતની દુનિયામાં હું એકલી અભાગણી નથી તમને ચક્રવ્યૂહમાં ફસાવનારાં બીજા અવગતીયા જીવ છે એમાં એક અઘોરી તાંત્રીક પ્રેત ઝંખનાં અને બીજી ફરીદા... એમનાં ષડયંત્રમાં બધાં ફસાયા છો અને.....

વધુ આવતા અંકે - પ્રકરણ - 73