Rajvi - 5 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 5

(૫)

(ધારિણીદેવીને માતા તરીકે રાજુલના વિચારો તેમને એક બાજુ ગમે છે અને એક બાજુ તેની ચિંતા પણ થાય છે. હવે આગળ...)

કુદરતની માનવજાત માટે એક મોટી મજાક છે કે માનવીના મનમાં એક વિચાર લાંબો કયારે પણ ટકતો નથી. એક વિચારનો મનમાં જન્મે અને ગાઢ થાય તે પહેલા જ એની પાછળ ને પાછળ વિરોધાભાસી વિચાર જન્મ લે છે. અને મનમાં આવો ને આવો વિરોધાભાસ ચાલતો જ રહે છે.

આવું પણ રાજુલ જોડે થયું.

'મને પણ છે ને... એક પણ વખત મારું મન જ નથી સમજાતું, તો પછી માતા પિતાની વાત તો શું કરું? જેવો ચંદ્રોદય જોઉં છું અને મારા મનનો મોર નાચવા માંડે. રોજ સાંજે સરોવર તટે ફરવા જાઉં અને ચક્રવાકીને તેના પ્રિયતમથી છૂટી પડતા નિહાળું તો મને લાગે કે મારો ચક્રવાક પણ કયાંક હશે તો ખરો જ ને? અને જો વિધાતાએ એનું નિર્માણ કર્યું હોય તો પછી મારી પાસે મોકલતા એને શું થાય છે! એ મારી અગ્નિપરીક્ષા કરવા માંગે છે કે શું?

પરંતુ મને ચક્રવાકી એકલીની જ દયા શા માટે આવે છે? ચક્રવાક પણ એટલો જ દુઃખી થતો હશે ને! તો પછી મારે પણ એમ જ વિચારવું જોઈએ કે બે આત્માઓ સરખી જ અકળામણ અનુભવે છે. યોગ થશે એટલે આપોઆપ એ ભેગા થઈ જવાના.

અને એવો યોગ... કયારે થશે? જયોતિષ તો ઘણું બધું કહે છે, છતાં ભાવિ તો સદાય અસ્પષ્ટ જ રહેવાનું. જો કેવળજ્ઞાની મળે તો જુદી વાત.

પણ મને થાય છે કે.... જીવનમાં એવા જ્ઞાનની  જરૂરિયાત જ શી છે? અસ્પષ્ટ ભાવિદર્શનમાં જે મજા છે, એ મજા જાણ્યા પછી થોડી આવે. આમ પણ જીવનનો સાચો આનંદ જ અજ્ઞાનમાં સમાયેલો હોય એવું મને લાગે છે.'

એટલામાં એને કૃષ્ણ યાદ આવી ગયા.

'મા પણ એમને જોયા પછી મને લાગ્યું હતું કે મા એમની રિધ્ધિ જોઈ આકર્ષાઈ ગયેલી, કદાચ વૈભવથી પણ અંજાઈ ગઈ હોય. પણ એમાં માનો દોષ તો ના જ કઢાય કેમ કે મને પણ મનમાં એવો વિચાર આવેલો જ કે 'આમને કોઈ નાનો ભાઈ નહીં હોય!'

હું પણ... શું વિચારો કરું છું એક બાજુ વિધાતા પર શ્રદ્ધા અને એક બાજુ મનની ચંચળતાને શું કરવું... આ પ્રીત એ વસ્તુ જ ભારે ભયાનક છે.'

નાક મ્હોં ચડાવી એણે પેલા પક્ષીઓ તરફથી મોં ફેરવી લીધું.

"હજી પરણ્યા પણ નથી, તો પણ આટલા ગંભીર બની જાવ છો. તો પછી પરણીને કોણ જાણે શું કરશો? સમાધિ લગાવ શો કે શું?"

પાછળથી દાસીએ ખભેથી હલાવતા બોલી કે,

"કયારનું આ દૂધ મૂકયું છે, એ ઠંડુ પણ થઈ જશે. અને તમે જાણે કોઈની છબી ચીતરવા બેઠા હોય તેમ બેસી ગયા. આ તો ના રહેવાયું એટલે બોલાવ્યા."

"મારી ભૂલ થઈ ગઈ... માધવી."

"શું થયું...." રાણીએ પૂછ્યું.

"કંઈ નહીં રાણીજી, આ કુંવરી બા કયારના વિચારમાં બેઠા છે. કોણ તેમની પાસે આવીને ઊભું રહે છે, એની પણ એમને ખબર નથી પડતી."

ધારિણીદેવી એ કંઈ પણ બોલ્યા વગર માધવીના હાથમાંથી દૂધનું સુવર્ણપાત્ર લઈ લીધું.

"પી લે, દિકરી."

કહીને રાજુલની આગળ દૂધનું પાત્ર ધર્યું અને રાજુલ દૂધ ગટગટાવી ગઈ. માધવી ખાલી પાત્ર લઈને જતી હતી ત્યાં જ ધારિણીદેવી એ કહ્યું કે,

"પૂજાનો થાળ તૈયાર છે, હું હમણાં જ આવું છું."

"જી...."

માધવી જતી રહી એટલે તેમને રાજુલને પૂછ્યું કે,

"તું મારી સાથે દેરાસર આવે છે?"

"કેમ, મા?"

"મને એકલીને આજે કંઈ નથી ગમતું, તો તું જોડે ચાલ."

રાજુલે માની વાત સ્વીકારી અને દેરાસર ગઈ. પૂજા કરીને બંને પાછા આવ્યા ત્યારે બંનેના હૈયામાં હળવાશ તો હતી. પણ છતાં રાજુલના અંતરમાં એકનો એક વિચાર મનમાં રમી રહ્યો જ હતો કે મારો હ્રદયસ્વામી કયાં.....!

���

વસંતઋતુના વધામણાં ચોમેર ફેલાઈ રહ્યા હતા. દ્રારિકામાં  શિવાદેવી મહેલની અટારીમાં બેઠા બેઠા ઉદ્યાનનું નિરીક્ષણ કરતા હતા. દૂર દૂર આંબાની ડાળે કોયલા ટહુકા કરતી હતી અને સમય એવો હતો કે મન ઊંડું ઊંડું ઊતરી જાય. શિવાદેવી ભૂતકાળ યાદ કરી રહ્યા હતા.

એ જમના નદીનો કાંઠો, એ વૃંદાવન, એ ગોકુળ અને એ મહારાજ કંસની મથુરા નગરી.

પોતાના પતિનું નામ રાજા સમુદ્રવિજય અને શૌરીપુર તેમની નગરી.

પોતાના પતિ રાજા સમુદ્રવિજયને નવ ભાઈઓ અને એમાં સહુથી નાના વસુદેવ. વસુદેવ ભારે તરવરિયા, રાજા કંસે પોતાની બહેન દેવકી તેમને આપી. પણ રાજકાજમાં કોણ કોનું સગું? એમાં વળી સગાંનો જ વિશેષ ડર!

કંસને કોઈએ બહેન બનેવી માટે મનમાં કંઈ ભરાવ્યું અને રાજા કંસે વસુદેવ અને દેવકીને કારાગૃહમાં પૂર્યા. એમના સંતાનોને નાશ કરવા માંડયો. અરર, અત્યાચારની તે અવધિ આવી અને વાડ જ ચીભડાં ગળવા બેઠી.

શિવાદેવી વ્યગ્ર બની ગયા. એક કાગડો પતંગિયાને પકડી અને ઊડી ગયું, એ જોઈને એમને આંખો જ બંધ કરી દીધી. થોડીવારે ખોલી તો વળી, પાછી દૂર દૂર નજર ગઈ અને સ્મૃતિનું પંખી વિશેષ ટહુકા કરી રહ્યું. નિર્માણ થોડું ખોટું પડે, કંસના હજાર ધમપછાડા નકામા થયા અને દેવકીના પેટે કૃષ્ણનો જન્મ થયો.

તે ગોવાળોમાં ગોવાળ બનીને ઉછર્યો, મોટો થયો. જોર માય નહીં એટલે અન્યાયી કંસ સામે બકરી બાંધી. આખરે કૃષ્ણે કંસને માર્યો અને રાજ લીધું. કંસના પક્ષમાં મોટા મોટા રાજા એટલે તેમની જોડે પાકાં વેર બંધાયા અને ખાસ કરીને તો મગધસમ્રાટ જરાસંઘ જોડે.

આખરે કૃષ્ણ અને રાજા સમુદ્રવિજય મથુરા અને શૌરીપુર નગરી છોડી સૌરાષ્ટ્ર આવ્યા. સિંહ અને શૂરવીર પુરુષો નો સ્વભાવ એક જયાં જાય ત્યાં પરાક્રમથી પૃથ્વીને પોતાની કરવાની. દ્રારિકામાં રાજ સ્થાપ્યું અને રાજા બન્યા કૃષ્ણ.

કૃષ્ણ, બલદેવ અને મારો પુત્ર નેમની ત્રિપુટી. નેમને કોઈ અરિષ્ટનેમિ કહે તો કોઈ