Dhup-Chhanv - 51 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 51

ઈશાનના સ્ટોર ઉપર અપેક્ષાએ કામ કરવાનું શરૂ કર્યું ત્યાર પછી જ્યારે જ્યારે અપેક્ષા કોઈ કારણસર ઈશાનના સ્ટોર ઉપર ન જઈ શકી હોય ત્યારે ત્યારે ઈશાન પોતાની કાર લઇને તેને લેવા માટે તેના ઘરે ગયો છે અને અપેક્ષાનો ઈન્કાર હોવા છતાં તેને જબરજસ્તીથી તૈયાર કરીને તે સ્ટોર ઉપર લઈ આવ્યો છે.


પણ આજે ઈશાન તેને જબરજસ્તીથી લેવા માટે આવશે અને અપેક્ષા તેને તેના વર્તન બદલ માફ કરી શકશે ?


ઈશાન નમીતાને કારણે એટલો બધો બીઝી થઈ જાય છે કે તે આજે અપેક્ષાને લેવા માટે જઈ શકતો નથી.


તે અવાર-નવાર અપેક્ષાને ફોન કર્યા કરે છે પરંતુ અપેક્ષા તેના એકપણ ફોનનો જવાબ આપતી નથી છેવટે તે અક્ષતને ફોન કરીને નમીતાને હવે ઘણું સારું છે અને તે તેને પોતાના ઘરે લઈ આવ્યો છે તે વાત જણાવે છે અને ત્યારબાદ પોતાની ભૂલ પણ કબૂલ કરે છે કે, પોતે અપેક્ષાને પોતાના ત્યાં કામ કરતી વ્યક્તિ બતાવી જેને કારણે તે પોતાનાથી નારાજ છે અને પોતાની સાથે આજે સવારથી જ વાત કરી રહી નથી તેમ પણ જણાવે છે અને અપેક્ષાને સમજાવવા રિક્વેસ્ટ કરે છે કે, અપેક્ષા મારી સાથે વાત કરે અને તો હું તેને સોરી કહેવા ઈચ્છું છું.


અક્ષત અપેક્ષાને ફોન કરે છે અને સમજાવવાની કોશિશ કરે છે પરંતુ અપેક્ષા પોતાની વાત ઉપર અડીખમ રહે છે અને કોઈની પણ વાત સાંભળવા કે માનવા તૈયાર નથી.


********************


નમીતા પોતાના ઘરે જવાની જીદ કરે છે એટલે ઈશાન ભાડુઆતને તેનું ઘર ખાલી કરવા માટે જણાવી દે છે.


નમીતાને ખુશ રાખવાના ઇરાદાથી ઈશાન તેને ફરવા માટે બહાર લઈ જાય છે અને તે બંને અવાર નવાર જે જગ્યાએ મળતાં હતાં તે જગ્યાએ જાય છે.


સુંદર રમણીય જગ્યા અને બિલકુલ એકાંત બંનેને વળી પાછા ખૂબ નજીક લાવી દે છે અને જૂની યાદો તાજી થતાં નમીતા ઈશાનને ખૂબજ પ્રેમથી ભેટી પડે છે ઈશાન પણ પોતાના પહેલા પ્રેમને પોતાની બાહોમાં કશોકશ જકડી લે છે અને તેનાં હોઠ નમીતાના હોઠ ઉપર ચુસ્ત રીતે ગોઠવાઈ જાય છે અને ઘણાં વર્ષો બાદ તેને આ સ્વાદ ચાખવા મળ્યો હોય તેમ તે તેના હોઠોનો આસ્વાદ માણી રહ્યો છે. ઈશાન નમીતાને છોડવા તૈયાર નથી અને નમીતા પણ પોતાના પ્રેમને પોતાની બાહુપાશમાં જકડી રાખવા માંગે છે.


ઘણો સમય આમજ પસાર થઈ જાય છે અને એટલામાં ઈશાનના સેલફોનની રીંગ વાગે છે જે બંનેના રંગમાં ભંગ પડાવે છે અને ભંગ પડાવનાર પણ બીજું કોઈ નહીં અપેક્ષા છે..! અર્ચનાએ અપેક્ષાને ખૂબ સમજાવી માટે તે ઈશાન સાથે વાત કરવા માટે તૈયાર થાય છે.

મોબાઈલ સ્ક્રીન ઉપર અપેક્ષાનું નામ વાંચતાં જ ઈશાનની મતિ ઠેકાણે આવી જાય છે અને તે એકદમ ચોંકી જાય છે અને બોલી પડે છે કે, " ઑહ, અપેક્ષા "


અને મોબાઈલ હાથમાં લઈને નમીતાથી થોડે દૂર ચાલ્યો જાય છે.


અને ખૂબજ પ્રેમથી અપેક્ષા સાથે વાત કરે છે.


ઈશાન: બોલ ડિયર, શું કરે છે તું ?


અપેક્ષા: કંઈ નહીં બસ તારી રાહ જોતી હતી. મને એમ કે, દર વખતની જેમ આજે પણ તું મને લેવા માટે મારા ઘરે આવીશ.

ઈશાન: સોરી યાર, હું થોડો બીઝી હતો એટલે ન આવી શક્યો અને બીજી વાર સોરી કે મેં તારી ઓળખાણ નમીતા સાથે ખોટી રીતે કરાવી. પણ નમીતાની માનસિક હાલતને લઈને હું થોડો સીરીયસ હતો તેથી મારે એવું કહેવું પડ્યું માટે તું ખોટું ન લગાડતી ઓકે ?


અને બોલ શું કરે છે આજે ? આવે છે ને તું સ્ટોર ઉપર ?


અપેક્ષા: ના, આજે મારી તબિયત થોડી બરાબર નથી માટે હું નહીં આવી શકું.


ઈશાન: આવતીકાલે તો આવીશને ?


અપેક્ષા: હા, આવતીકાલનું જોવું હું તને ફોન કરીને કહીશ.
ઈશાન: ઓકે.

હવે અપેક્ષા ઈશાનના સ્ટોર ઉપર આવવાનું કન્ટીન્યુ કરે છે કે નહિ ??
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
17/1/22