Jog Sanjog - 14 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 14

(14)

અબ્દુલ કરીમ બલોચ નામક વેપારી જે પોરબંદર માં પોતાની ચિકન ની અલગ અલગ વેરાયટી ઓ બનાવવા માટે લોકલ લેવલ પર જાણીતો હતો એને છેલ્લા 2 મહિના માં ધંધાકીય નુકસાન જઈ રહ્યું હતું. એની જાણકારી ધરમેન્દ્ર ને એને ખુદ આપી હતી કારણ કે ધર્મેન્દ્ર ત્યાં દર રવિવારે પોતાના માછીમારો થી લઈ ને ડિસ્ટ્રીબ્યુટર્સ સુધી સહુ ને લઈ જતો અમે લઝીઝ ચિકન ના ચટકા કરાવતો. અને એમાં અબ્દુલ કમાયો પણ ખૂબ. પણ 1991 ના મુંબઈ ના સિરિયલ બ્લાસ્ટ પછી આખા દેશ માં દરેક "અબ્દુલ" સાથે ઓરમાયું વર્તન થવા માંડ્યું હતું અને એટલે જ આ વર્તન નો ઉપયોગ ધર્મેન્દ્ર એ પોતાના સરકારી એલાઇન્સ ને સ્ટાર્ટ કરવા માટે કર્યો.

આજે રવિવાર ના દિવસે ધર્મેન્દ્ર માત્ર એકલો જ હતો એને જોઈ ને અબ્દુલ ની આંખ માં ચમક તો આવી પણ સત્ય જાણતો હોવા થી 100 150 ગ્રાહક મળવા ની અપેક્ષા નહોતી. પણ એ અપેક્ષા કરતા વધુ મોટું કાંઈક મળવા નું હતું.

"સ્પાઈસી ટેસ્ટ" નામક એક રેસ્ટોરન્ટ પોરબંદર માં હમણાં 8 એક દિવસ પહેલા ખૂલી હતી અને એમાં ખાવા પીવા નો શોખીન ધર્મેન્દ્ર પહેલા જ દિવસે ગયો અને અબ્દુલ ના હાથે છેલ્લા અર્ધા દાયકા થી ટેસડા લેતો ચિકન કબાબ નો ત્યાં ઓર્ડર આપ્યો અને જમ્યા પછી ખ્યાલ આવી ગયો કે આ હોટલ નું વેજ ફૂડ સારું છે પણ નોનવેજ નહીં. અને કેમ કે બ્લાસ્ટ ના પડઘા અહીં સુધી પડ્યા છે એટલે બેસ્ટ ને પણ વેસ્ટ કરવા ની વૃત્તિ થી લોકો લઝીઝ ચિકન નો સ્વાદ માણી નહીં શકે . એટલે એને હોટેલ ના માલિક મનોહર ઘાંચી ને એક ઓફર મૂકી.

"હું તમને ચિકન ની 12 જાત ની લઝીઝ વાનગી ઓ ઇનસોર્સ કરાવું તમારે તમારા ભાવ એડ કરી અહીં પીરસી દેવાની. વેજ તમારા રસોઈયા બનાવે નોન વેજ મારા સાથીદારો અને વેચાતી લઈ તમારે તમારો માર્જિન લગાવી વેચી દેવી. નફા માં 10 ટકો હિસ્સો મારો. "

ઘાંચી ને સરળ અને ફાયદેમંદ રસ્તો લાગતા એને હામી ભરી. અને એના વિશે અબ્દુલ ને જાણકારી આપી. અબ્દુલ આ વાત સાંભળી ધર્મેન્દ્ર ના હાથ ચૂમી લીધા.

પછી ના દિવસ થી રેસ્ટોરન્ટ ની પાછળ ના હિસ્સા માં એક નાનો અલાયદો ભાગ અબ્દુલ ને આપી દીધો અને ઘાંચી ને એના ધંધા થી મતલબ હોવા થી એ અબ્દુલ છે કે અમર એના થી કોઈ વાંધો નહોતો.

થોડીક ટેસ્ટ માં ફેરફાર કરી ને અબ્દુલ એ પોતાની સ્પેશિયટલીટી સ્પાઈસી ટેસ્ટ ને વહેંચવા ની શરૂ કરી અને હોટેલ એ એમાં 30 ટકા નો નફો જોડી ને વહેંચવા ની શરૂ કરી અને મહિના દિવસ માં વેજ નોનવેજ કમબાઇન હોટેલ્સ માં પોરબંદર માં સ્પાઈસી ટેસ્ટ અવલ દરજે આવી ગઈ.

હવે ચિકન સિવાય સી ફૂડ પણ વહેંચવા માંડ્યું એ પણ ધર્મેન્દ્ર ની ટ્રિક ને કારણે.

એણે એક ધંધાદારી ને બીજા લાગતા વળગતા ધંધાર્થીઓ સાથે મરજિંગ કરાવી બને માં થી નફા ના હિસ્સા લેવા ની ટેકનિક શરૂ કરી. જેથી ઠંડા પડી ગયેલા નાના વેપારી ઓ માં પ્રાણ ફૂંકાયો અને મોટા વેપારીઓ ને લોકલ સર્કિટ માં સફળતા મળી અને આ બધા માં થી મલાઈ ધર્મેન્દ્ર ખાતો ગયો અને આમ લોકલ પબ્લિક માં ધર્મેન્દ્રસિંહ એક મસીહા રૂપે આવતો ગયો અને એ ત્યાં ના MLA રાજકમલ ચુડાસમા ના ધ્યાન માં આવ્યો અને એને મળવા બોલાવ્યો જોકે વિરોધી પક્ષ (જે હાલ 2021 માં રુલિંગ પાર્ટી છે) ના નેતા અશોક યાજ્ઞિક એ પણ એમનો એપ્રોચ કર્યો હતો .. હવે ધર્મેન્દ્રસિંહ ના બને હાથ ઘી માં હતા. એણે વિચારી લીધું હતું કે કોનો હાથ પકડવો અને કેમ.?? અને અહીં થી શરૂ થઈ ધરમેન્દ્રસિંહ ની બિઝનેસ ની સાથે ની પેરેલલ ઇનિંગ.

અહીં એજ સમય દરમિયાન પ્રધાન એ પણ પોતાની ફિશરીઝ ને ગ્રો કરવા માટે ની નોલેજ અપડેટ કરતો રહ્યો. ખાસ કરી ને બ્રિડિંગ ની. કારણ કે બહુ દરિયો ખેડવો ન પડે, ઋતુ ઉપર વધારે ડીપેન્ડ ન રહેવું પડે અને દરિયો ખેડવા ના ખર્ચા માં દરિયા માંથી ઉપજતી માછલીઓ ની સંખ્યા કરતા 3 ગણી સંખ્યા માં માછલીઓ પ્રોડ્યુસ થતી. ઓછા ખર્ચે વધુ નફો મળતો સાથે ડિલર્સ અને બાયર્સ બંનેને પણ ફાયદો થતો.

માર્કેટ માં જોર ટકાવી રાખવા પડતર કિંમત ના 10 ટકા પ્રધાન પોતે અને 10 ડિલર્સ એમ એડ કરતા અને તેથી સેમ જાત ની માછલી માર્કેટ ના બીજા વેપારી ઓ કરતા ગ્રાહકો ને સસ્તા માં પડતી. જેને કારણે બીજા વેપારીઓ તૂટતા ગયા અને તૂટેલા વેપારી ઓ ને પોતાના સાથે વિલીન કરી એમને એમનીજ દુકાન સાથે પોતાના સેલિંગ પાર્ટનર બનાવી ને આખું પોરબંદર એકવાયર કરી લીધું.

હવે પોરબંદર માં સિફૂડ બિઝનેસ માં એક ચક્રી શાસન DP ફિશરીઝ નું હતું.

હવે સેમ પેટર્ન ને પોરબંદર બહાર યુઝ કરવા માટે પ્રધાન અને ધર્મેન્દ્રસિંહ રેડી હતા..

ધર્મેન્દ્રસિંહ અને પ્રધાન એ કઈ રીતે પોરબંદર પછી આખા ગુજરાત નું અને પછી મહારાષ્ટ્ર અને યુપી બિહાર નું માર્કેટ એકવાયર કર્યું, કઈ રીતે ધર્મેન્દ્રસિંહ એ એમાટે પોતાનો પોલિટિકલ કોન્ટેકટ લગાવ્યો અને કઈ રીતે ધર્મેન્દ્રસિંહ પોલિટિકલી આગળ આવ્યો સાથે સાથે પ્રધાન એ ફિશરીઝ ને નવી ઊંચાઈ ઉપર પહોંચાડવા બીજું શું કર્યુ અને આ અતીત અત્યાર ના વર્તમાન સાથે કઈ રીતે સંલગ્ન છે એ વાર્તા પ્રકરણ 15 મા....