Vagdana Phool - 15 books and stories free download online pdf in Gujarati

વગડાનાં ફૂલો - 15

ભીમો ને મોહન એક બીજાથી દુરી બનાવતા કોઈને શંકા ન પડે તેમ મોહનનાં ઘર તરફ જઈ રહ્યા હતા. ભીમા અને મોહન ઉપર ચાંપતી નજર રાખવા બજારના ઓટલે બેસેલો કાળું બંનેને એક બીજાની આગળ પાછળ ચાલતા જોઈ ગયો.

" નક્કી બેય નો રસ્તો એક જ છે." કાળું પણ ધીમા પગલે ચાલતો બંનેની ગતિ વિધિ પર નજર રાખવા લાગ્યો.

ભીમો મોહના ઘરથી સહેજ દૂર પોતાની નજર પહોંચે એ રીતે વડલાના છાયે બેઠો. મોહન ઘરમાં પ્રવેશ્યો. કડવીબેન, અને કંચન વાતો કરી રહ્યા હતા. મોહનને આવેલો જોઈ કંચન સાડલો માથે ઓઢી પોતાના ઓરડામાં ચાલી ગઈ. ફળિયામાં ખાટલો ઢળતા મોહન બોલ્યો.

" ભાભી! તમે વાડીએ જાવ. હું ઘરે સુ. મને પેટમાં હરખું નથી. તમને બાં એ જવાનું કીધું સે. કડબ હારવાની સે બાં બિચારી એકલી કેટલુંક કરે."

" તમે કા ઘરે આવી ગયા. બા હારે રેવું તું ને તમારે." કડવીબેન ગુસ્સા પર કાબૂ રાખતા બોલ્યા.

" હું જ હતો ને હ્યાં. એક વાર તો કીધું કે મને પેટમાં દુઃખે છે. એટલે હવે જાવ. હ્યાં મારા ભાગનું ભાત તમિ ખાઈ લે જો." મોહન પડખું ફરી સૂવાનો ડોળ કરતા બોલ્યો.

" તો પસી બાં ને હારે લેતું અવાય ને! કડબ તો કાલેય વઠાઈ જાત." કડવીબેન આંખોના ડોળા બહાર કરતા બોલ્યા.

" આ જેવીતેવી માયા નથી. કેમ કાઢવી આ..ને.. ઘરમાંથી બહાર હમજાતું નથી." મોહન મનમાં બબડ્યો.

"તમને વધારે દુઃખે છે પેટમાં, મોહનભાઈ" કડવીબેને પડખું ફરીને સૂતા મોહન ઉપર દયા આવતા કહ્યું..

" હા! દુઃખતું હોય તયે જ ને. કઈ શોખનો નથી ઘરે આવ્યો." મોહને માથું ફૂટતા કહ્યું.

" થોડો અજમો ચાવી જાવ." કડવીબેને ઓસરીની કોર પાસે ઊભા રહી કહ્યું.

" મારે અજમો નથી ખાવો. મને ઘડીક સુવા દયો. તમે જાવ વાડીએ બાં એકલા સે. હ્યાં કડબ ઠેકાણે પાડે છે. તમે જાવ બાં ને ટેકો કરાવો."

" આ માણસ નક્કી કંઈ ગોટાળો કરે છે." કડવીબેન મનોમન બબડ્યા.

" જાવ છો કે તમે?" કડવીબેનનો જવાબ ન આવતા મોહન રઘવાયો.

કડવીબેન ગડમથલમાં પડ્યા. શું કરવું? જાવું કે ન જાવું. "પારેવડીને ભૂખ્યા વરુની પાહે કેમ રેઢી મેલીને જાવી." કડવીબેન મનોમન બબડ્યા.

કંચન, કડવીબેન અને મોહનની વાતો સાંભળી થરથર ધ્રૂજતી હતી. પોતાની જાતને પોતાનામાં સંકોળતી કંચન પગને છાતી સુધી લઈ મો છૂપાવી ધ્રૂજતી હતી. એના ડૂસકાં ગળા સુધી આવીને અટકી જતાં હતાં.

" કંચન! " કડવીબેને કંચનના કાન પાસે મોં લઈ જઈ કહ્યું.

" હમમ.. " કંચન ધ્રુજતાં સ્વરે બોલી.

કડવીબેને કંચનનો હાથ પોતાના હાથમાં લઈ, કંચનને આશ્વાસન આપતા કહ્યું. " બી..તી .. નઇ. દરવાજો અંદરથી બંધ કરી દે! ગમે એ થાય પણ તું દરવાજો ખોલિશમા! બંધ કરી દે દરવાજો હું જઈ આવું. "

કંચન કડવીબેનને વળગીને રડી પડી. " હિંમતથી કામ લે!" કહેતા કડવીબેને ઓરડાનો દરવાજો બંધ કર્યો. અને કંચને અંદરથી સાંકળ દઈ દીધી.

કડવીબેનનાં ઘરમાંથી નીકળતાની સાથે, મોહન પથારીમાંથી ઉભો થઇ ગયો. વડલના છાંયે સંતાઈને બેસેલો ભીમો કડવિને વાડીએ જાતી જોઈ મનોમન હરખાયો. ભિમાએ પોતાની નજર મોહનના ઘર તરફ ખોડી દીધી. આ બાજુ કાળું પણ ભીમાની ગતિવિધિ જોઈ રહ્યો હતો. કડવીબેનને ઘરની બહાર નીકળતા જોઈ કાળું સતર્ક થઈ મોહનના ઘરના વાડાની પાછળની દીવાલ ઠેંકી કૂવાની પાછળ સંતાઈ ગયો.

મોહને ડેલીની બહાર નીકળી ચારે તરફ નજર ફેરવી જોઈ. માણસની કોઈ અવર જવર ન દેખાઈ. એટલે મોહને હાશ! કારો કર્યો. અને ભીમાને ઘરની અંદર આવવા ઈશારો કર્યો.

ભીમો ઠુંઠા હાથ ઉપર બીજા હાથની હથેળી ફેરવતો ચોર પગલે મોહનના ઘરમાં પ્રવેશ્યો. મોહને ઈશારો કરી છુપાઈ જવા કહ્યું.

" કંચનભાભી થોડો અજમો આપો ને! પેટમાં બહુ દુઃખે છે. " મોહને કણસતા આવજે કહ્યું.

કંચન બારીમાંથી બહાર ડોકિયું કરી ઊભી રહી ગઈ. એની નજર સિમેન્ટની ટાંકીની પાછળ હથેળી વગરનો હાથ દેખાયો. કંચન મોહનની ચાલ સમજી ગઈ અને બારી બંધ કરી ઓરડામાં ટૂંટિયું વાળી સુઈ ગઈ.

" ભાભી અજમો આપો ને મને. દુ:ખાવાથી હમણાં જીવ નીકળી જાહે એવું લાગે છે." મોહને ફરી વાર સાદ કર્યો.

અંદરથી કાંચનનો કોઈ જવાબ ન આવતા મોહન ભડક્યો. ખાટલેથી ઊભો થઈ મોટી બલાંગો ભરતો કંચનના ઓરડા પાસે ઊભો રહી ગયો. દરવાજામાં લાતો મારતો મોહન દરવાજો હચમચાવા લાગ્યો. દરવાજાની સાંકળ હલબલવા લાગી. કંચને ઊભા થઈ સાંકળને પકડી દરવાજા તરફ પોતાની પીઠ દઈ ઊભી રહી ગઈ.

( ક્રમશ..)