Jog Sanjog - 20 books and stories free download online pdf in Gujarati

જોગ સંજોગ - 20

(20)

અંશુમન ને પહેલે થી જ ટેકનોલોજી માં રસ હતો અને એમાં પણ કોમ્પ્યુટ અને આઇટી રિલેટેડ વર્ક માં . એને સ્કુલ ના 10 માં ધોરણ સુધી આવતા ક્લિયર થઈ ગયું હતું કે એને કઈ લાઇન પકડવી છે બિલકુલ એના બાપ ની જેમ અને એને કોમ્પ્યુટર સાયન્સ માં ગ્રેજ્યુએશન અને પછી આઇટી માં ભણતર પૂરું કર્યું. અને એ દરમિયાન એણે ઈન્ટરનેટ ઉપર એક આકસ્મિક રીતે ન્યુઝ નોટ વાંચી અને એને પોતાના ભવિષ્ય નો બિઝનેસ મળી ગયો. ન્યુઝ માં એને વાંચ્યું કે કઈ રીતે 2016 માં બાંગ્લાદેશ ની આખી બેન્ક સિસ્ટમ ને હેક કરી ને કારોડો રૂપિયા લૂંટ કરી ..

બસ આ સમાચાર એ અંશુમન ને નવો રસ્તો સુજાડ્યો. અને હવે એને હેકિંગ ની ટ્રેનિંગ લેવા ની શરૂ કરી અને પોતાના પિતા ના ઓછયા હેઠળ સરકારી કામો, તેમજ પર્સનલ કામો માટે હેકિંગ નો ઉપયોગ કરતો હતો.

શીતલ એ બીજા અમુક દિવસો માં ચોરી છુપે પ્રધાન ના લેપટોપ ની ip કાઢી ને સિસ્ટમ ની અમુક વિગતો કાઢી ને અંશુમન ને આપી દીધી સાથે એક સિક્રેટ બગ પણ એની ચેમ્બર ના ખૂણા માં ફિટ કરી દીધું. જેથી તામામ વાતો ની જાણકારી મળે અને આ ટેક્નિક બાદ બીજા 3 મહિના ની રાહ જોયા બાદ જાણકારી મળી કે "મરાઈન ગોલ્ડ" નું કલેક્શન બહામાસ થી આવા નું છે અને એનો એક ભાગ સીધી કોલંબો જશે અને બીજો ઇન્ડિયા માં પોરબંદર ખાતે ઉતરશે.

ધર્મેન્દ્ર ને હથોડો મારવા નો સમય અને જગ્યા મળી ગઈ. હવે એ મરાઈન ગોલ્ડ શુ છે એ જાણવા નો વારો હતો અને એની માટે અનુકૂલ બેનરજી અને લોકેશ મહાપાત્ર સાથે મિટિંગ અને ડીલ કરવા નો સમય હતો.

3 દિવસ પછી મુંબઈ ની તાજ હોટેલ માં ત્રણે જણ ની મિટિંગ થઈ અને રાજનૈતિક શક્તિ સામે વ્યાપારિક શક્તિ નબળી પડી ગઈ અને હવે આવનાર આ એમ્બરગીસ કઈ રીતે પોતાના સ્થળે આવશે એ નક્કી થયું અને એમ્બરગીસ કયા કઈ રીતે ઉપયોગી થાય છે એ અનુકુળ પાસે થી જાણી ને એને દુનિયાભર માં કઈ રીતે ઉપયોગ કરવો એ વિચારી અને પ્લાન કર્યો. સાથે સાથે લંકા સિવાય બીજે ક્યાં અને કઈ રીતે અત્યારે એમ્બ્રગીસ યુઝ કારી રહ્યા છે એ જાણ્યું અને એક જગ્યા મળી ફ્રાન્સ માં ... એક પરફ્યુમ શોપ..

L'air de l'amour.

હવે આ બિઝનેસ માં દુનિયાભર માં પોતાના પોલિટિકલ પોઝિશન નો યુઝ કરી એક ચક્રી શાસન નો વ્યુ બનાવી દીધો હતો ધર્મેન્દ્ર એ.

બસ હવે પ્રધાન ને આખેટે લેવા નો હતો પણ જાનમાલની નુકસાની કરવા નહોતો માંગતો તેથી એને વચલો રસ્તો કાઢ્યો.

હવે એમ્બરગીસ ની આવવા ની રાહ જોવા ની હતી પછી ની કાર્યવાહી ની તૈયારી અત્યાર થી ધર્મેન્દ્ર એ શરૂ કરી દીધી હતી. ..

આ બાજુ પ્રધાન ને ગંધ પણ ન આવી કે શીતલ નામક ટ્રોજન એ એના આટલા વર્ષો ના સિક્રેટ ને ખોલવા નો રસ્તો બનાવી દીધો છે અને બસ હવે કંસાઈનમેન્ટ આવે એની જ રાહ જોવાતી હતી

ધર્મેન્દ્રબે પોતાની કેરિયર પોરબંદર થી જ શરૂ કરી હતી અને એ જેમ જેમ સફળતાની ઊંચાઈ સર કરતો ગયો એમ એ જમીન સાથે પણ જોડતો ગયો અને એનોજ ફાયદો એને અહીં મળ્યો.

એ ત્રણ મહિના ના ગાળા માં એમ્બરગીસ ની પ્રોસેસ, એના યુઝ અને એને વધુ ઇફેક્ટિવ કઈ રીતે બનાવાય એની નોલેજ ભેગી કરવા માં આવી અને એ પણ અનુકુલ બેનરજી દ્વારા. અનુકૂલ અને મહાપાત્રા ને પોતાના આર્ક માં લઇ ને ધર્મેન્દ્ર એ પ્રધાન ને સાવ લુલો બનાવી દીધો હતો.

હવે એ ધારે ત્યારે એમ્બરગિસ નો લંકા નો બિઝનેસ ખેંચી શકતો હતો. પણ જે વ્યક્તિ ની જાસૂસી કરી ને એ આ ધંધો લેવાનો હતો એને સાવ રેઢિયાળ કરવા નહોતો માંગતો એટલે ભારત ના અમુક હિસ્સા ઓ માં જ્યાં હાલ એનો વ્યાપાર ચાલે છે ત્યાં અને લંકા માં એનો ધંધો એમનો એમજ રાખવા માંગતો હતો પણ હવે એમ પાર્ટનર તરીકે પોતે જોડાઈ ને..

અને બાકી ના દેશો માં પોતાની રીતે પોતાના કોન્ટેક્ટ્સ થી આ બિઝનેસ ને વધારવા ના પ્લાનિંગ માં હતો જેમા માત્ર એ જ માલિક થવા નો હતો. પણ આની જાણકારી હવે થી ત્રણ મહિના બાદ એક ઘટના થી પ્રધાન ને મળવા ની હતી.

હવે રાહ જોવાતી હતી એ દિવસ ની જ્યારે બહામાસ થી "દરિયાઈ સોનુ " પોરબંદર લાંગવા નું હતું. અને ત્યાં સુધી માં પ્રધાન એ સુરેન્દ્રનગર માં ગિરધર જીમાણી ને સંદેશ પહોંચતો કર્યો કે " માલ નો મસાલો એકઠો કરવા મંડજો, ગમે ત્યારે માલ આવશે."

અને ગિરધર એ પોતાના ડાબા હાથ કેશવ ને આજ સંદેશ ફોરવર્ડ કર્યો અને યુદ્ધ ના ધોરણે કામ ચાલુ થયું એ મસાલા ને રેડી કરવા નું.. કામ ચાલુ થયું લગભગ 300 કિલો "અફીણ " રેડી કરવા નું..

વધુ આવતા અંકે..