Padmarjun - 16 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૧૬)

“પેલી યુવતી કોણ છે?એને માન સાથે સભાખંડમાં લઇ આવો.”શોર્યસિંહે કહ્યું.

“જી દાદાશ્રી.”તે સૈનિક બહાર ગયો અને અન્ય બે સૈનિક સાથે તે યુવતીને સભાખંડમાં લઇ આવ્યો.

“શ્વેત નકાબ પહેરેલી, સુંદર આંખોવાળી અને પોતાનાં હૃદયમાં વમળો ઉત્પન્ન કરવાં વાળી યુવતીને જોઇને અર્જુન ચોંકી ગયો પરંતુ વિરાટની વિરાટ સભામાં ઉભેલી પદ્મિનીનું હજુ સુધી અર્જુન તરફ ધ્યાન પડ્યું નહતું.

તેની આંખો થાકનાં લીધે ઝુકેલી હતી.તેણે પોતાની આંખો ઊંચી કરી અને ધીમે-ધીમે બધા તરફ ફેરવી.તેની જ સામે ઉત્સુકતાથી જોઇ રહેલ અર્જુન પર તેની નજર થોડી વાર ઉભી રહી.કિંમતી વસ્ત્રો અને આભૂષણો,માથાં પરનો મુકુટ અને સભામાં તેનું સ્થાન જોઈને પદ્મિનીને અંદાજો આવી ગયો કે અર્જુન અહીંનો રાજકુમાર જ છે. સ્થળનું ભાન થવાથી,કદાચીત અર્જુન પોતાને મળી ચુક્યો છે એ વાત જાહેર ન કરવી હોય અથવા તો પોતાનાં લીધે રાજકુમાર પર કોઈ મુસીબત ન આવે તેવું વિચારી પદ્મિનીએ અર્જુન તરફથી નજર ફેરવી લીધી. પરંતુ તે વિસ્મય અને શોર્યસિંહનાં ધ્યાનમાં આવી ગયું.

અર્જુને પોતાને ઔષધિ આપનાર યુવતીનું વર્ણન કર્યું હતું તેથી પદ્મિનીની વેશભૂષા જોઈને વિસ્મયને થોડો ઘણો અંદાજો આવી ગયો.

“જ્યેષ્ઠ ભ્રાતા અર્જુન, આ પેલી ઔષધિ વાળી યુવતી જ છે ને જેનાં તમે સ્વપ્ન જોતાં હતા?”વિસ્મયે અર્જુનની ટીખળ કરતાં પૂછ્યું.

અર્જુને પદ્મિની તરફથી પોતાનો હસતો ચહેરો હટાવી વિસ્મય સામે આંખો કાઢી.

“આ કોણ છે?”વિરાટે સૈનિકને પૂછ્યું.

સૈનિક પોતાની વાત રજૂ કરવા લાગ્યો. સૈનિકની વાત સાંભળીને પદ્મિનીને એક દિવસ પહેલા બનેલી ઘટના યાદ આવી ગઈ.

પદ્મિની ઘણાસમયથી સતત જંગલમાં મુસાફરી કરવાનાં લીધે થાકી ગઈ હતી.તેથી તે રહેવાં માટે કોઇક સ્થાન શોધી રહી હતી. તે જ્યારે શાંતિ આશ્રમમાં હતી ત્યારે તેણે સુંદર અને શાંત રાજ્ય વિરમગઢ વિશે સાંભળ્યું હતું.વિરમગઢ પાડોશી રાજ્ય હોવાનાં કારણે તેણે થોડો સમય ત્યાં રહેવાનું વિચાર્યું.માટે તે વિરમગઢ જવા નીકળી પડી.
સુર્યાસ્ત થવાં આવ્યો હતો માટે તે રાત્રી માટે કોઇક સુરક્ષિત જગ્યા શોધી રહી હતી.ત્યાં જ તેનું ધ્યાન દૂરનાં એક આશ્રમ તરફ ગયું.તે આશ્રમ તરફ ગઈ.તેણે દુર ઊભાં રહી આશ્રમનું નિરીક્ષણ કર્યું.ત્યાં બહાર ચાર સૈનિકો પહેરેદારી કરી રહ્યાં હતાં.અંદરની તરફ ઘણી બધી કુટિરો હતી. થોડાં સૈનિકો કુટિરમાં નહીં પરંતુ બહાર મેદાનમાં જ આરામ કરી રહ્યા હતા.

“હું સૈનિકોને પૂછીને રાત્રીરોકાણ માટેની પરવાનગી લઈ લવ.”પદ્મિનીએ વિચાર્યું.

“પરંતુ એ સૈનિકો બીજા રાજ્યને હશે અને આ આશ્રમ પર અનીતિથી કબજો જમાવ્યો હશે તો?અને મને કોઈક ખબરી સમજીને પકડી લીધી તો?શું કરું સૂર્યાસ્ત થવાં આવ્યો છે. હવે ન આગળ વધી શકું ન પાછળ જઈ શકું.”

“એક કામ કરું,આશ્રમ ખુબ વિશાળ છે. પાછળનાં ભાગેથી બગીચામાં પ્રવેશી જાવ. ત્યાં કોઈક મોટા ઝાડની પાછળ આજ રાત્રી પૂરતો વિશ્રામ કરી લઈશ અને પ્રાતઃકાળ કોઈને ખબર ન પડે એ રીતે નીકળી જઈશ.”

પોતાનાં વિચારને અમલમાં મૂકવા માટે પદ્મિની ચોરીછુપીથી પાછળનાં ભાગેથી આશ્રમમાં પ્રવેશી.બગીચામાં જઇ થોડે દુરનાં ઘટ્ટ વૃક્ષની પાછળ સંતાઈ ગઈ.બાજુનાં વનસ્પતિમાંથી ભરાવદાર ડાળખીઓ તોડી પોતાની ફરતે ગોઠવી દીધી.એ વૃક્ષની થોડે આગળ પોતાની પાસે રહેલ ગુલાબનાં છોડમાંથી નાની-નાની કાંટાળી ડાળખીઓ કાઢી રાખી દીધી.જેથી કરીને કોઇ સૈનિક પોતાની તરફ આવે તો અંધારાનાં કારણે કાંટાળી ડાળખી પર તેનો પગ પડે અને તેની ચીસથી પદ્મિનીની ઊંઘ ઊડી જાય.
પોતાની આસપાસ એક ઔષધિ છાંટી દીધી જેની સુવાસથી જીવજંતુઓ તેનાથી દૂર રહે.બધું સુનિશ્ચિત કર્યા બાદ તે આશ્રમનાં બગીચામાં સુઈ ગઈ.

...

શા માટે સૈનિકોએ પદ્મિનીને પકડી હશે?


શું અર્જુન સભાને પદ્મિનીએ પોતાને કરેલી મદદ વિશે જણાવશે ?

જાણવા માટે વાંચતા રહો પદમાર્જુન...