Prem Kshitij - 12 in Gujarati Fiction Stories by Setu books and stories PDF | પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૨

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૧૨

દાદાની સામે બેઠેલો શ્રેણિક એક પછી એક બધાને અભિવાદન કરતો ગયો, આવા મોટા કુટુંબનો પરિચય મેળવતા તો જાણે એને સાંજ પડી જવાની હોય એમ લાગ્યું, એના મનમાં અધિરાઈનો હવે અંત આવતો જણાયો!
" જો દીકરા મારા ચાર પુત્રો અને એમનેય સંતાનો, હંધાય મળીને ચાલીસ જેવા થઈએ, મને ખબર છે હું હમણાં બધાને ઓળખાવવા જઈશ તો તુંય હેબતાઈ જઈશ!"- દાદા જાણે શ્રેણીકના મનને ભણી ગયા હોય એમ બોલ્યાં.
" ના એવું કંઈ નહિ..." - કહેતાં શ્રેણિક જરા હસ્યો પણ મનમાં તો એમ જ હતું કે ક્યારે આ સિલસિલો પતે.
"પ્રયાગ દીકરા, જા તો સરલાવહુને બોલાવી આવો તો એ શ્રેણીકના દૂરના માસી પણ થાય છે!"- દાદાએ મેડી પાસે ઉભેલા પ્રયાગને ઈશારો કરતાં કહ્યું.
' પાછી બીજી ઓળખાણ? હે ભગવાન આમ કરતા તો આખુંય ગામ ઓળખતું થઈ જઈશ!' શ્રેણિક મનમાં બબડ્યો.
" જી દાદા!"- પ્રયાગ સરલાવહુના ઓરડા તરફ ગયો.
" હવે તને એમ થતું હશે કે હું કે કામ માટે આવ્યો એની વાત કેમ કોઈ નથી કરી રહ્યું?"- દાદાએ ફરી શ્રેણીકને હલાવ્યો.
" આવી ને મુદ્દાની વાત! ક્યાં છે છોકરી?"- નયને ફટ દઈને શ્રેણિકના મનની વાત જે એ કહી શકે એમ નહોતો તે એણે કહી દીધી, બધા હસવા માંડ્યા.
" બસ અમે તો તમારા મોઢાથી આ જ સાંભળવા માંગતા હતા, ક્યારના દાદા આડીઅવળી કર્યે જાય છે ને તમે કશુંય બોલ્યાં વગર એમને મજા પણ લેવા દો છો! માની ગયા બોસ જબરું ધૈર્ય છે!"- રાધેભાઈ જે શ્યામનાં સૌથી નાના કાકા એ બોલ્યાં, એમનો સ્વભાવ રમૂજી હતો એટલે તેઓ દાદા માટે એવા શબ્દો બોલી શક્યા અને વાતાવરણ હળવું બની ગયું.
" અંકલ, ઇટ્સ ઓકે! દાદાની વાત રાખવી એ અમારા માટે વધારે મહત્વનું છે ને!"- શ્રેણિક બોલ્યો.
"હા ભઇલા, બાકી દાદા વીફરે તો શ્યામા જોયા વગર જવું ના પડે!"- કાકાએ ફરી મજાક કરી ને શ્રેણિક ગંભીર થયા વગર હસી પડ્યો, એક બાજુ એને હસું પણ આવતું હતું ને બીજી બાજુ એને શ્યામા જોવાની ઉતાવળ પણ હતી.
" એલ્યા રમિલાભાભી, લેતા આવજો ને આપણી શ્યામાને!"- રાધેભાઈએ જરા ઉભા થઈને મેડી ઉપર બૂમ પાડી, ત્યાં તો ઘરની બધી સ્ત્રીઓ આવી ગઈ શ્યામા પહેલાં જાણે એ કોઈ રાજકુંવરી ના હોય!
મેડીએથી આવતી એક આકૃતિ જાણે એક જાન લઈને આવતી હોય એમ લાગ્યું, બે ત્રણ સખીઓ અને કાકી જોડે આવતી એક અજાણી છોકરી એની રુમઝુમ ઝણકાર લઈને આવતી હતી, આગળ ઊભેલો ભાર્ગવ જાણે એની છબીને ઢાંકી રહ્યો હતી, અજાણતા આડ બનેલો જાણે એ કન્યા પધરાવો સવધાનવાળું અંતરપટ બની રહ્યો, શ્રેણિક એ શ્યામાને જોવા આતુર અને અધીરો બની ગયો હતો, જોવાની ક્ષણ સામે હતી છતાંય એને અધૂરપ હતી, એણે એની આંખોને જરા વધુ આગળ લંબાવી ત્યાં તો પિંકકલર ની સુંદર સલવારની ઓઢણી લહેરાતી દેખાઈ અને એની લહેરખી જાણે એના આગમનને આવકારી રહી હતી.
રમિલાકાકીએ એમની સરસ મજાની બાંધણી સાડીને પાછળ લહેરાતી ઓઢણીની પાછળની આકૃતિ સામે આવવા જાણે શ્રેણિકની કસોટી લઈ રહી હતી, "જય શ્રી કૃષ્ણ શ્રેણિક બેટા!" કાકીએ આવકાર સાથે શ્યામા આગળથી પોતાનો પડદો હટાવ્યો.
કામળગારી અને અણિયાળી એ જ આંખો ને લહેરાતાં વાળની એ જ અદા જે સવારે જોઈને શ્રેણિક સ્તબ્ધ થઈ ગયો હતો, એ વખતે પણ જોઈને મોઢું ખુલ્લું રહી ગયું હતું ને આંખો સ્થિર અને અત્યારે પણ! કહેવા માટે શબ્દો જ ક્યાં હતા? બસ એને જોઈને અવાક્ રહી ગયો.

Rate & Review

Usha Patel

Usha Patel 2 months ago

darshana dalal

darshana dalal 4 months ago

Vaishali

Vaishali 5 months ago

Vaishali

Vaishali 5 months ago

Parash Dhulia

Parash Dhulia 6 months ago