Ispector ACP - 15 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 15

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 15

ભાગ - ૧૫
વાચક મિત્રો,
આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,
તેજપુર ગામનાં સરપંચ શીવાભાઈનું ખૂન, તેમજ મોટી રકમની ચોરી થયાનો ફોન આવતા,
ઈન્સ્પેકટર AC, ( અશ્વિન ચંદ્રકાંત ) બે હવાલદારને લઈને તેજપૂર જવા માટે નિકળી ગયા છે.
થોડીવારમાંજ, પોલીસની ગાડી તેજપુર ગામમાં આવી પહોંચે છે.
અગાઉથી જાણ કરી દીધી હોવાથી,
ડોગસ્કવોડ પણ આવી ગઈ છે, ને તેમણે, તેમનું કામ પણ ચાલુ કરી દીધું છે.
મીડિયાની ગાડી પણ તેમના પુરા સ્ટાફ સાથે આવી ગઈ છે, ને મીડિયા રિપોર્ટર નંદની.....
ઘટના સ્થળની આસપાસના ફોટોગ્રાફ, તેમજ ઝીણામાં ઝીણી માહિતી જાણવા પ્રયાસો કરી રહી છે.
તેજપુર આમતો, નંદનીનું વતન હોવાથી,
સૌ ગામવાળા નંદનીને સારી રીતે ઓળખે છે.
આ બધાની સાથે-સાથે, ઍમ્બ્યુલંસ પણ આવી ગઈ છે.
બધા તપાસ અધિકારીઓ, અને કર્મચારીઓએ, પોતપોતાનું કામ ચાલુ કરી દીધું છે.
ઈન્સ્પેકટર AC સાથે આવેલ બે હવાલદાર પણ,
ઘટના સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે, ને ઈન્સ્પેક્ટર AC પોતે,
મૃતક શીવાભાઈ સરપંચના પાર્થિવ દેહ પાસે, ઊભા પગે બેસીને,
ડેડબોડી પર ઝીણી નજર કરીને, ગુનેગાર વિશે, કોઈ જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આમ જોવા જઈએ તો,
આટઆટલા અધિકારીઓ, આટઆટલી તપાસ એજન્સીઓ, અને લગભગ આખું ગામ અત્યારે અહીં ભેગુ થયું છે,
પરંતુ,
નાના-મોટા કોઈ કામકાજનાં અવાજ સિવાયનો, બીજો જરા પણ અવાજ આવી રહ્યો નથી, બિલકુલ શાંત માહોલ, જાણે કે,
"બેસણામાં હોય તેવી શાંતી"
પરંતુ,
આટલી શાંતી વચ્ચે, અચાનક,
એક એવો નિર્દોષ, પણ કર્કશ અવાજ આવે છે, કે અહી હાજર બધાજ,
એક સાથે તેમનું ધ્યાન એ અવાજ જ્યાંથી આવ્યો હતો, તે બાજુ પોતાનું ધ્યાન કરવા મજબૂર થઈ જાય છે.
એ કર્કશ અવાજ, એટલે,
બાજુના ઘરના ઊંચા ઓટલે બેઠેલ એક નાનો છોકરો,
તે ઓટલા પર, ગામની કોઈ સ્ત્રી, ધોયેલા વાસણનું કતેડું મૂકીને,
આ બનેલ બનાવ જોવા ઊભા રહે છે, ત્યાંજ,
પેલા ઓટલા પર રમી રહેલ નાના બાળકનો પગ વાગતા,
એ વાસણ ભરેલું કતેડું, ઊંચા ઓટલા પરથી નીચે મારબલ વાળા ફ્લોરિંગ પર પડતાં,
બે ત્રણ મિનિટ, ગમે તેને ડિસ્ટર્બ કરી નાખે, તેવો એ કતેડામાના વાસણોનો કર્કશ આવાજ આવે છે, અને તેનાં લીધે,
અહીં હાજર બધા લોકો, થોડીવાર માટે, ઘ્યાનભંગ થઈ જાય છે.
પરંતુ.....
એ બધાજ, થોડીવારમાંજ ફરી પાછા, એકાગ્રતા સાથે, પોતપોતાના કામમાં લાગી જાય છે.
ત્યાજ,
ઈન્સ્પેકટર ACની બિલકુલ પાછળથી કોઈનો અવાજ આવે છે, તે અવાજ હતો, મૃતક શીવાભાઈના દીકરા જીગ્નેશનો,
જીગ્નેશ ઈન્સ્પેકટરને કહી રહ્યો હતો કે,
જીગ્નેશ :- સાહેબ, કંઈ પણ કરો, બાકી, એ લૂંટારા/હત્યારાને મારી સામે લાવો.
AC જીગ્નેશની સામે જુએ છે અને કહે છે,
AC - તમે જીગ્નેશભાઈ ?
એટલામાં બાજુમાં ઉભેલ ભીખાભાઈ ઈન્સ્પેકટરને,
ભીખાભાઈ :- હા સાહેબ, આ જીગ્નેશ,
સરપંચ શીવાભાઈનો દીકરો, એની મમ્મી હજી કાલે સાંજેજ બહાર ગઈ, ને રાત્રે આ બધું બની ગયું.
AC :- ઘરમાં કોણ કોણ રહે છે ?
અને
તમારા મમ્મી ક્યાં ગયા છે, જીગ્નેશભાઈ ?
જીગ્નેશ :- સાહેબ, કાલે હું અને મારા પપ્પા, અમે બેજ ઘરે હતા, મારા મમ્મી સ્કૂલટીચર છે, તો તેઓ ગઈકાલે સાંજેજ, સ્કૂલનાં વિદ્યાર્થીઓને લઈને, અમારા ગામના ભુપેન્દ્રભાઈની લક્ઝરીમાં મુંબઈ પ્રવાસે ગયા છે.
AC :- એમને આ બનાવની જાણ કરી ?
જીગ્નેશ :- હા સાહેબ, મે તમને સવારે ફોન કર્યો, એ વખતેજ મારી મમ્મીને પણ જાણ કરી દીધી હતી.
એ લોકો મુંબઈ પહોંચવા જ આવ્યા હતા, પરંતુ હવે, એ બધા અહીં આવવા માટે, પાછા વળી ગયા છે.
AC :- જીગ્નેશભાઈ, ઘરમાં આટલી બધી મોટી રકમ, મતલબ કેશ, કેમ રાખો છો ?
કોઈ પ્રસંગ આવે છે ?
જીગ્નેશ - ના સાહેબ, આ પૈસા અમારા ગામની સ્કૂલના ઓડિટોરિયમ માટેના હતા,
અમારા ગામના રમણીકભાઈએ, જે મુંબઈ રહે છે, તેમને તેમની મમ્મીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે મોકલાવ્યા હતા.
AC :- આ લોકો ગઈકાલે મુંબઈ રવાના થયા, અને તમે લોકો રાત્રે સુઈ ગયા, ત્યાં સુધીની ઝીણામાં ઝીણી પૂરી વાત વિગતવાર મને જણાવી શકશો ?
જીગ્નેશ :- જુઓને સાહેબ,
કાલે સાંજે 6:30 થી 7 વચ્ચે એ લોકોની લક્ઝરી મુંબઈ જવા રવાના થઈ, એમની ગાડી જેવી ગામમાંથી બહાર નીકળી, ત્યાંજ મારી બહેન, કે જેણે,
હમણાંજ પ્રેમ લગ્ન કર્યા છે, તે તેનાં પતિ સાથે, પપ્પાને મળવા આવી.
તેઓ કલાક દોઢ કલાક રોકાઈને, અમારી સાથે ભોજન, અને વાતચીત કરીને, પાછા નીકળી ગયા.
પછી મારા પપ્પાના કહેવાથી, મેં મમ્મીને ફોન કર્યો, ફોન પૂરો થતાં, થોડીવાર પછી હું બહાર ખાટલામાં સુવા ગયો, ને પપ્પા પણ એમના રૂમમાં સુઈ ગયા હતા.
પછી છેક, સવારે જ્યારે મારા પપ્પાનાં મિત્ર, ભીખાભાઈ, રોજની જેમ, મારા પપ્પાને મોર્નિંગ વોક માટે બોલાવવા માટે, બૂમો પાડતા હતા, અને ભીખાભાઈનાં અવાજથી હું જાગી ગયો, ને પછી પપ્પાને જગાડવા એમના રૂમમાં ગયો, ને ને.....
આટલું બોલી જીગ્નેશ ફરી રડવા લાગે છે.
ભીખાભાઈ જીગ્નેશને શાંત પાડી રહ્યા છે, ને એટલામાં......
ઈન્સ્પેકટર ACને કોઈનો ફોન આવે છે.
એ ફોન બીજા પોલીસ સ્ટેશનથી, ઈન્સ્પેક્ટર ભટ્ટ સાહેબનો છે.
AC ફોન ઉઠાવતાં.
AC :- બોલો ભટ્ટ સાહેબ.
ભટ્ટ સાહેબ :- હા AC, તમે ક્યાં છો અત્યારે ?
AC :- ભટ્ટ સાહેબ, હું અત્યારે તેજપુર આવ્યો છું.
અહીંના સરપંચનું ખૂન થઈ ગયું છે, ને રૂપિયા ૫૦ લાખની ચોરી પણ થઈ છે.
બસ તેની તપાસ માટેજ, હમણાંજ અમે લોકો તેજપુર પહોંચ્યા છીએ.
ભટ્ટ સાહેબ :- AC એના માટેજ તને ફોન કર્યો છે.
ઈન્સ્પેક્ટર ACને.....
યોગ્ય અને ઝડપી તપાસ માટે પહેલાજ, બેચાર ફોન, મંત્રી અને કમિશનર સાહેબના આવી ગયા હતા, ને અત્યારે, ભટ્ટ સાહેબના મોઢે, તેજપુર વાળા કેસની વાત સાંભળી
ઈન્સ્પેકટર AC પૂરેપૂરા ડિસ્ટર્બ, અચંબિત અને ગંભીર થઈ જાય છે.....
વધુ ભાગ ૧૬ માં


Rate & Review

yogesh dubal

yogesh dubal 7 months ago

Varsha Prajapati

Varsha Prajapati 8 months ago

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified 10 months ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 10 months ago

Rimaa

Rimaa 11 months ago

Share