Padmarjun - 35 books and stories free download online pdf in Gujarati

પદમાર્જુન - (ભાગ-૩૫)

સારંગ કલ્પ પાસે ગયો અને તેનાં હાથમાંથી તલવાર લઇને કહ્યું, “તમે જે સાંભળ્યું એ અને રાજવૈદ્ય મને ખબર મળી છે કે તમારો એકમાત્ર પુત્ર ગોવિંદ પણ ઘાયલ સૈનિકોનો ઇલાજ કરવાં માટે મલંગ ગયો છે. પરંતુ જો એણે કઇ થઇ ગયું તો એનો ઇલાજ કોણ કરશે?”

“અને પદમા તારો પ્રેમી શાશ્વત પણ યુદ્ધમાં ગયો છે ને?જો એને કંઇ થઇ ગયું તો?”

“શાશ્વત બહાદુર છે.”

“હા, એ તો હું જાણું છું. પણ જો મલંગરાજે આપણાં સૈનિકો સાથે મળીને જ એને જાળમાં ફસાવી લીધો તો?”સારંગે હસીને પૂછ્યું.

“તાત્પર્ય?”

“પદમા,તું ન સમજી શકે એટલી ભોળી નથી."

“એટલે કે તે જાણીજોઇને શાશ્વત અને સોમકાકાને યુદ્ધ કરવાં મોકલ્યા છે?”

પદમાની વાતનો જવાબ દેવાને બદલે સારંગ જોશ-જોશથી હસવા લાગ્યો.

“સારંગ હું તને નહીં છોડું.”કલ્પે સારંગ પાશેથી પોતાની તલવાર છીનવવાનો પ્રયાસ કર્તા કહ્યું.

“ઠીક છે જેવી તમારી મરજી.”સારંગે કહ્યું અને તલવાર છીનવી રહેલ કલ્પને ધક્કો માર્યો. તેથી કલ્પ નીચે પડી ગયો અને તેનું માથું સ્તંભ સાથે અથડાયું.

“પિતાજી…”પદમા ચિલ્લાઈ અને કલ્પ તરફ દોડી પરંતુ સારંગે તેનો હાથ પકડી લીધો. પદમા પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ કરવા લાગી.

“ભાનુ,મને લાગે છે કે પદમા નહીં માને. માટે તું રેવતીને બંધી બનાવીને રાજમહેલમાં લઇ આવ અને મલંગરાજને સંદેશો પહોંચાડી દે કે હવે આપડી યોજનાને અનુસરવાનો સમય આવી ગયો છે. સારંગની વાત સાંભળીને પદમાએ પોતાનો હાથ છોડાવવાનો વ્યર્થ પ્રયાસ બંધ કર્યો અને નીચે બેસી રડવા લાગી.

સારંગે ભાનુને કહ્યું, “ભાનુ,મારા ભાવિ સસરાને સુરક્ષીત ઘર પહોંચાડી દે અને પદમા માટે એક અલાયદો કક્ષ તૈયાર કરાવડાવ જ્યાં બધી જ સુવિધાઓ અને કડક પહેરો હોય.”

“હા મિત્ર.”

સારંગ કલ્પ પાસે ગયો અને કહ્યું, “તમે ચિંતિત ન થાવ. હું તમારી પુત્રીનું હંમેશા ધ્યાન રાખીશ અને તેની મરજી વિરુદ્ધ તેની સાથે વિવાહ નહીં કરું.”

ભાનુ ઘાયલ કલ્પને લઇને તેનાં ઘરે પહોંચ્યો.કલ્પનાં માથા પરનો ઘાવ જોઈને રેવતી અને પદમાની માતા અંજલિ ગભરાઇ ગયાં.

“શુ થયું તમને?”અંજલીએ ચિંતિત સ્વરે પૂછ્યું.

“ચિંતાનો કહી જ વિષય નથી. તેઓને માથા પર માત્ર સામાન્ય ઈજા થઇ છે.ભાનુએ કહ્યું અને કલ્પ સામે જોઇને રાજમહેલ તરફ ચાલ્યો ગયો.અંજલીએ કલ્પનાં ઘાવ પર મલમ લગાવ્યો.

“પિતાજી, પદમા પણ તમારી સાથે જ ગઇ હતી ને?એ ક્યાં?”રેવતીએ પૂછ્યું.

જવાબમાં કલ્પે મૌન ધારણ કર્યું.

“હા કલ્પ, પદમા ક્યાં?”

કલ્પ તરફથી કંઇ જવાબ ન મળતાં રેવતી અને અંજલિ ચિંતામાં મૂકાઈ ગઈ.

“કલ્પ, તમે કઇ બોલતાં કેમ નથી?મારી પુત્રી ક્યાં છે?”

કલ્પે રાજમહેલમાં જે કંઇ પણ બન્યું એ બધું રેવતી અને અંજલીને જણાવ્યું.

“નહીં…”કહેતાં અંજલિ અને રેવતી બંને ભાંગી પડ્યાં.

“અંજલી, રેવતી સંભાળો ખુદને.”

“કલ્પ, તમે કંઇ પણ કરો પરંતુ મારી પુત્રીને પાછી લઇ આવો.”

“પિતાજી, એ મને બંધી બનાવવા માંગે છે ને?હું તૈયાર છું.હું મારાં બદલામાં પદમાની માંગણી કરી લઇશ.”રેવતીએ રડતાં-રડતાં કહ્યું.

“રેવતી,હું પદમાને બચાવવામાં તો નિષ્ફળ રહ્યો પરંતુ આવી વાત કરીને એક પિતાને વધુ લાચાર ન બનાવ.”કલ્પે કહ્યું અને એ પણ ભાંગી પડ્યો.

....

આ તરફ બીજે દિવસે સવારે વિદ્યુતને આ બનાવ વિશે જાણ થઈ. એ અને શાશ્વત બંને હમઉમ્ર હોવાથી સારા મિત્રો હતા અને પદમા શાશ્વતની વાગદત્તા હતી.તેથી જેવી તેને ખબર પડી કે તેનાં જ્યેષ્ઠે પદમાને કેદ કરી છે એટલે એ તરત જ ક્રોધિત થઈને સારંગના કક્ષ તરફ ગયો.ત્યાં પ્રવેશદ્વાર પાસે ઉભેલા ભાનુએ એને રોક્યો.

“મારે જ્યેષ્ઠ ભ્રાતાને મળવું છે.”


“સારંગ અત્યારે આરામ કરી રહ્યો છે.”

“મારે જયેષ્ઠને મળવાં માટે તારી પરવાનગી લેવાની કોઇ આવશ્યકતા નથી.”વિદ્યુતે કહ્યું અને સારંગના કક્ષ તરફ આગળ વધ્યો પરંતુ ભાનુએ તેને રોકી લીધો.


“ક્ષમા કરજો રાજકુમાર.મિત્રની આજ્ઞા છે તેથી હું તમને અંદર નહીં પ્રવેશવા દવ.”


“ઠીક છે. તો તમારાં મિત્રને કહી દેજો કે હું પદમાને મુક્ત કરવાં જાવ છું.”વિદ્યુતે કહ્યું અને પદમાનાં કક્ષ તરફ આગળ વધ્યો.