Prem Kshitij - 49 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૯

સવારની એકાંતમાં શ્યામા જોડે વાત કરતા શ્રેણિક લગ્નની વાત છેડી, શ્યામાની મશ્કરી ભરેલી વાતથી શ્રેણિક મૂડમાં આવી ગયો અને લગ્નની વાતને યાદ કરાવી, શ્યામાએ આપેલું વચન સિદ્ધ કરવાની એને તાલાવેલી હતી.

"મને તો ખૂબ યાદ છે કે આપણા બીજી વારના લગ્ન બાકી છે, પણ તું ભૂલી ગઈ લાગે છે!"- શ્રેણિકે શ્યામાને કહ્યું.

"જરાય નથી ભૂલી જનાબ...મને બધું યાદ છે!"

"તો પછી કેમ વાત નથી કરતી ઘરમાં?"- શ્રેણિકે શ્યામાને પૂછ્યું.

"તો તમે જ તો કીધું હતું કે હું હા પાડીશ પછી તમે જોઈ લેશો અને ઘરના ને મનાવી લેશો, તો હું તો તમારી રાહ જોઈને બેઠી છું."- શ્યામા હસી.

"અરે વાહ...એવું થોડી હોય? તારે સાથ તો આપવો પડે ને?"- શ્રેણિક શ્યામા સામે જોઇને બોલ્યો.

"હું સાથ આપીશ ને તમને પૂરો ..ફેરા ફરવામાં!"- શ્યામા ખળખળાટ હસી પડી.

"હોશિયાર! સારું મારે નથી કરવા લગ્ન હવે!"- શ્રેણિક જરાક નારાજ થતાં બોલ્યો.

"રિસાઈ ગયા એટલામાં? જો જ મને મનાવતા નથી આવડતું...તો તમારે આમ ખોટું નહિ માની જવાનું...."- શ્યામા શ્રેણિકને મનાવતા બોલી.

"પણ આવ્યા છીએ ત્યારથી પિયરમાં જ છે તું...મારી જોડે વાત કરવાનો સમય પણ નથી મળતો...તો હું એકલો કેવી રીતે આગળ વધુ?"- શ્રેણિક એના મનની વાત કહેતા બોલ્યો.

"હું જાણું છું....મને ખબર છે તમારા મનની બધી વાત ...પણ તકનો લાભ લઈએ તો એક વાતમાં જ બધું સમેટાઈ જાય અને તમારે કોઈને મનાવવા પણ ના પડે! હું લાગ જોઈને જ બેઠી છું કે કાકીને વાત કરું....અને ચાલતી વાતમાં તમે સાથ આપશો તો વધુ સારું!"

"આઈ એમ અલવેઝ વીથ યુ....તું કહે એ કરીશ બસ મને મારી પહેલાં વાળી શ્યામા જોઈએ જે મેં સાત વર્ષ પહેલાં જોઈ હતી!" શ્રેણિક બોલ્યો અને એના આ વાક્ય સાથે શ્યામા શરમાઈ ગઈ.

એમની વાત ચાલી રહી હતી ત્યાં નીચેથી માહી આવી, "એલ્યા...તમે લોકો અહી છો? બધા તમને ક્યારુના નીચે ગોતે સે!"

"હા...માહી, અમે તો ક્યારના અહી જ છીએ, યોગા કરતા હતા...!"- શ્યામાએ ફટ દઈને જવાબ આપ્યો અને વાતને વાળી દીધી.

"હા ઇ તો કયા યોગા એ તો તમને ખબર...પણ હાલ્યો હવે નીચે..."- કહીને માહી હસી પડી, સાવ નાનકી લાગતી માહી પણ જાણે મોટી થઈ ગઈ હતી, એને બધું સૂઝ પાડવા માંડી હતી, એની આગળ હવે કઈ બોલાય એમ નહોતું.

"ભલે... આવીએ અમે...!"- શ્રેણિકે જવાબ આપ્યો.

"ઝટ આવજો હા..નહિ તો નીચે બધાયને કહી દેવું પડશે તમારા યોગા વિશે!"- માહી ફરી હસતાં હસતા બોલી.

"એલી... જાને હવે વાયાડી....આવી ગઈ મોટી....હાલ્ય તારી ભેગુ જ આવુ છું બસ..."- શ્યામાએ એની જોડે જઈને એનો હાથ પકડી લીધો અને ચાલવા લાગી.

"અરે દીદી...તમે તો ગુસ્સે થઈ ગયા....હું તો મજાક કરતી હતી....મારો હાથ ક્યાં પકડ્યો...જીજાજીનો હાથ પકડીને આવો એ સારું રહેશે..."- માહીએ હાથ છોડાવતા કહ્યું.

"એ તો પછી પકડીશ...આજે તો તારો વારો બસ...!"- કહીને શ્યામાએ ઈશારામાં હસ્તમેળાપની વાત સાનમાં કહી.

શ્રેણિક ખુશ થઈ ગયો, શ્યામા મલકાઈને ત્યાંથી જતી રહી, હવે શ્રેણિકને વિશ્વાસ આવ્યો કે શ્યામા એનું પ્રોમિસ સારી રીતે નિભાવશે, એને અગાસી પર શાંતિથી આંટા મારવા માંડ્યા અને એની પાળીએથી એ નજર લંબાવીને મોર અને કુદરતી નજારો જોવા મળ્યો, દૂર દેખાતાં વડલાની વડવાઇઓએ ઝૂલી રહેલી ચકલીઓ અને બીજા પક્ષીઓનો કલરવ હવે એને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો,સવારે ઉગતો સૂરજ વાદળ ભેગુ સંતાકૂકડી રમતાં નજારાને જોવાની એને મજા પડી, વરસાદી વાતાવરણમાં થોડી ઠંડક વેરાઈ હતી એ નિહાળીને થોડી વારમાં નીચે ગયો.

નીચે જઈને તૈયાર થઈને એ બધા ભેગુ બેઠો, નાસ્તાની તૈયારી થઈ રહી હતી, ચા ઉકળવાની સુગંધ આખા ઘરમાં વેરાઈ ગઈ હતી, શ્યામા દેખાઈ નહિ માટે એ બધામાં શ્રેણિકની નજર શ્યામાને શોધી રહી હતી.


Share

NEW REALESED