Ispector ACP - 20 in Gujarati Motivational Stories by Shailesh Joshi books and stories PDF | ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 20

ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 20

સળંગ વાર્તા

ઈન્સ્પેક્ટર ACP ભાગ - ૨૦

વાચક મિત્રો, સૌથી પહેલાં તો,
આ મારી સળંગ વાર્તામાં, બે મહિનાનાં અંતરાલ બદલ, હું આપની ક્ષમા ચાહું છું, મને વિશ્વાસ છે કે, આપના સહકારની કૃપા નિરંતર આપશો.
ધન્યવાદ
શૈલેશ જોષી

હવે આપણે આ વાર્તાને આગળ વધારીએ,
ભાગ ઓગણીસમાં આપણે જાણ્યું કે,
ઈન્સ્પેક્ટર AC ને,
સરપંચ શિવાભાઈનાં થયેલ ખુન, અને લૂંટવાળા કેસ બાબતે,
રમણીકભાઈ એ, બે શંકાસ્પદ વ્યક્તિના નામ આપ્યા છે.
એકતો,
મૃતક શિવાભાઈનાં પત્ની, પાર્વતીબહેનનાં કહયા પ્રમાણે,
કોન્ટ્રાકટર અશોકભાઈ,
અને
પાર્વતીબહેનનાં, જમાઈનાં કહેવા પ્રમાણે,
પેલાં બે મજૂર, જે બનાવની રાત્રિએ, એમની ગાડીમાં હાઈવે સુઘી ગયાં હતાં.
બસ, AC આ બે બાતમીનાં આધારે, આ બે શંકાસ્પદ લોકોની તપાસ કરવા, અને એ પણ, સાદા ડ્રેસમાં,
શહેરમાં એક નવી બની રહેલ બિલ્ડિંગનાં ગેટ પર પહોંચે છે,
ને ત્યાંજ,
એ નવી બની રહેલ બિલ્ડિંગનાં માલિક, મતલબ કે,
એ બિલ્ડરની ગાડી, AC પાસે આવીને ઊભી રહે છે.
આ બિલ્ડર, AC નાં મિત્ર છે, એટલે AC ને જોઈ ગાડી ઊભી રાખતાજ એ બિલ્ડર AC ને....
બિલ્ડર :- અરે AC, તું અહીંયા ક્યાંથી ?
AC :- મારે થોડું કામ હતું, પણ તમે અહીંયા,
શું આ બિલ્ડિંગવાળા ભાઈ, તમારા મિત્ર છે ?
બિલ્ડર :- હા, AC, એ મારા અને તમારા, બંનેના મિત્ર છે.
AC :- મારા મિત્ર, ના યાર
હું ઓળખતોજ નથી એમને, તો પછી, એ મારા મિત્ર કેવી રીતે થાય ?
બિલ્ડર :- તમે ઓળખો છો યાર, અને બહુજ સારી રીતે ઓળખો છો એમને.
AC :- અરે યાર, હું મજાક નથી કરતો, ખરેખર હું નથી ઓળખતો.
બિલ્ડર :- હું પણ મજાક નથી કરતો AC, તમે એમને સારી રીતે ઓળખો છો.
AC :- સારી રીતે ઓળખું છું ?
કોણ છે એ ? શું નામ છે, એમનું ?
બિલ્ડર :- જગદીશ પટેલ નામ છે એમનું, ને એ તમારા સારા મિત્ર પણ છે.
( AC, થોડું વિચારીને, અચાનક )
AC :- અરે એમ કહો ને કે, આ તમારીજ સાઈટ છે.
( બિલ્ડર હસતાં-હસતાં )
બિલ્ડર:- યસ, યુ આર રાઈટ AC.
AC :- પણ, આ સ્કીમનું તો કંઈ અલગ જ બોર્ડ લાગેલું છે.
બિલ્ડર :- હા, આ સ્કીમના ભાગીદારો વચ્ચે થોડો મતભેદ થયો હતો, અને તે બધાં ભાગીદારો છૂટા પડવા માંગતા હતા,
એટલે,
આપણે આ સાઈટ ખરીદી લીધી, આમેય, 80% કન્સ્ટ્રકશન પૂરું થઈ ગયેલું હતું, એટલે મેં આખે-આખો પ્રોજેક્ટ લઈ લીધો.
અને હવે તું જણાવ કે,
તારે અહીંયા કેમ આવવું પડ્યું ? અને
તું આજે રજા પર છે, કે શું ?
AC :- ના યાર, ઓન ડ્યુટી પર છું, એક કેસની તપાસ માટે અહીંયા આવ્યો છું.
બિલ્ડર :- કેસની તપાસ, અહીંયા શું તપાસ કરવાની છે ?
આ સાઈટના જુના ભાગીદારો વિશે કંઈ.......
AC :- ના ના, કોઈ માલિક કે ભાગીદાર, એવું કંઈ નથી.
હું એક કોન્ટ્રાક્ટરની, ખાનગી તપાસ માટે અહીં આવ્યો છું.
બિલ્ડર :- કોન્ટ્રાક્ટર, શું નામ છે ?
AC :- કોન્ટ્રાકટર અશોકભાઈ
બિલ્ડર :- અશોકભાઈ કોન્ટ્રાક્ટર ?
( ત્યાં સુધીમાં AC, બિલ્ડર મિત્રને, અશોકભાઈનો ફોટો બતાવે છે, ફોટા જોતાં, બિલ્ડર AC ને )
બિલ્ડર :- કેમ, શું થયું છે ? તને આની પર, કેવો શક છે ?
AC :- તેજપુર ગામના સરપંચનું ખૂન, અને 50 લાખની ચોરી થઈ છે, અને એ કેસને લઈને, એક શક, આ વ્યક્તિ પર જાય એમ છે.
( બિલ્ડર AC ની, આટલી વાત જાણી, મનમાં હશે છે, અને પછી, AC ને કહે છે કે )
બિલ્ડર :- એક કામ કર AC, બેસ ગાડીમાં,
આપણે ઓફિસમાં જઈને, ચા-કોફી પીતા-પીતા વાત કરીએ.
( AC, બિલ્ડર મિત્રની ગાડીમાં બેસતા, બિલ્ડરની ગાડી ઓફિસ તરફ જઈ રહી છે, ગાડીમાં જ AC બિલ્ડર મિત્રને, )
AC :- અહીંયા કોઈને કહેતા નહી કે, હું પોલીસ ખાતામાં છું.
( બિલ્ડર અને ઈન્સ્પેકટર AC, બન્ને ઓફિસ પર પહોંચે છે, ચા પિતા-પિતા બિલ્ડર AC ને કહે છે કે, )
બિલ્ડર :- જો AC, તું અશોકભાઈ કોન્ટ્રાકટર વિષે, તારી તપાસ શરૂ કરે, એ પહેલા,
હું અશોકભાઈ વિષે, તને એક વાત જણાવી દઉં, અને... પછી...
કદાચ...તારે અશોકભાઈ વિષે, મને કંઈ વધારે પૂછવું નહીં પડે.
સાંભળ AC,
તેજપુરવાળી આખી વાત તેણે મને કરી છે.
એ લગભગ બધી વાતો મને કરે છે, પછી એ વાત, એના ઘરની હોય, સગા-સબંધીની હોય, કે પછી કોઈપણ વાત હોય.
એના વિશે, બીજુ ખાસ તને કહું તો,
છેલ્લા 18 વર્ષથી, એ મારી સાથે કામ કરે છે.
મારા બંગલે, મારા ફાર્મ પર, મારી બધી સાઇટ ઉપર, અરે
મારા સંબંધી, અને મિત્રોને ત્યાં પણ આટલાં વર્ષોથી એ કામ કરે છે.
વધારેમાં તને કહું તો, તુતો જાણે છે કે, મારા ભાઈને, જ્વેલર્સના ચાર શો-રૂમ છે.
એ ચારે શો-રૂમનું કામ પણ અશોકભાઈએજ કર્યું છે,
AC, મારા કહેવાનો મતલબ, મારો આટલાં વર્ષોનો અનુભવ કહે છે કે,
અશોકભાઈ કદાપી, આવું કૃત્ય ના કરે, એની ગેરંટી હું તને આપું છું.
કેમકે,
જ્યારે સરપંચનું ખૂન થયું, ત્યારે તે મારી સાથે જ હતો.
અને આ ખૂનના થોડાક જ કલાકો બાદ, જ્યારે આ દુઃખદ સમાચાર....
ટીવી પર આવ્યાં, ત્યાં સુધી એ મારી પાસે જ હતો, અને AC, તને અશોકભાઈ પર ગર્વ થાય એવી, એક વાત જણાવી દઉં કે,
ટીવીમાં આ સમાચાર જોઈને તુરંત,
અશોકભાઈ મારી આગળ બોલ્યા કે, સાહેબ,
શિવાભાઈ માણસ તરીકે ખૂબજ ભલા માણસ હતા, અને એમના સ્વભાવને લીધેજ,
મેં મારા જીવનમાં પહેલીવાર, કોઈ સાઈટ પર, મટીરીયલ વગર ખાલી લેબરથી કામ કરવાની એમને હા પાડેલી.
પણ હવે," આ સમાચાર સાંભળ્યા પછી, એક રૂપિયો પણ લીધા વગર, હું આ તેજપૂરવાળું કામ પૂરું કરીશ "
AC, હવે તુંજ કહે, આવો માણસ ખૂની હોઈ શકે ?
AC :- ના યાર, તારી વાત તદ્દન સાચી છે કે, આ વ્યક્તિ આવું ના કરી શકે.
( ત્યારબાદ AC, બિલ્ડર મિત્રની રજા લઈને, ત્યાંથી નિકળી રહ્યાં છે, ને.....
માંડ, ચાર ડગલા હજુ ભર્યા નહીં હોય ને, ઈન્સ્પેકટર AC ને અચાનક કંઈ યાદ આવતાં, પાછા ફરે છે, અને ફરી....
એ બિલ્ડર મિત્રને કહે છે કે.....
વધું ભાગ ૨૧ માં

વાચક મિત્રો, આ વાર્તામાં બે મહિનાની બ્રેક આવવાનું કારણ,
મે તમને જણાવ્યું એ પ્રમાણે, મે નવી યૂટ્યુબ ચેનલ શરૂ કરી છે, એટલે હવે, આપણે માતૃભારતી પર વાંચનનો, ને યુટયુબ પર, શોર્ટ ફિલ્મો, શોર્ટ વિડિયો, કવિતાઓ, તેમજ અલગ-અલગ વિષયોમાં, અવનવા આર્ટિકલ વિડીયો રૂપે માણીશું,
મારી યુટયુબ ચેનલનું નામ છે,

Joy And Social By Shailesh Joshi

https://youtu.be/mOBxteGkS-0
આની લિંક પણ, રોજે રોજના, માતૃભારતી પરના, મારા Bites/સુવિચાર વિભાગમાં, મળી રહેશે.
તો તમે માતૃભારતી જેટલો સહકાર, ત્યાં પણ આપતા રહેશો, એજ વિશ્ર્વાસ સાથે, તમારો ખુબ ખુબ ધન્યવાદ
શૈલેશ જોષી
Share