Atitrag - 26 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 26

અતીતરાગ-૨૬

‘સીન વન.. ટેક વન ..મૂહર્ત શોટ ,... કલેપ’

આવું બોલવામાં આવે છે, કોઈપણ ફિલ્મનો કોઈપણ શોટ શૂટ કરતાં પહેલાં.
ક્લેપ આપીને આવું બોલતાં હોય છે, ક્લેપર બોય.

સુપર સ્ટાર રાજેશ ખન્નાની એક સુપરહિટ ફિલ્મના મુહુર્ત શોટ માટે કલેપ આપ્યો હતો, બોલીવૂડના એક લીજન્ડ કલાકારે. એક આઇકોનિક અદાકાર જેઓ ક્લેપર બોય બન્યાં હતાં.

કોણ હતાં એ દિગ્ગજ કલાકાર જે યશરાજ બેનરની સ્થાપનાના શ્રી ગણેશની યાદગાર ક્ષણના ભાગીદાર બન્યાં હતાં ?

જાણીશું આજની કડીમાં.

ફિલ્મનો શોટ શૂટ કરતાં પહેલાં ક્લેપ આપવામાં આવે છે. જે ક્લેપ પર શોટ નંબર અંકિત કરેલાં હોય છે. ફિલ્મમાં જેટલાં શોટ, એટલાં ક્લેપ.

આ પ્રક્રિયાના કારણે ફિલ્મના એડિટરને તેમનુ કામ કરવામાં ઘણી સરળતા રહે છે.

મોટા ભાગની અલ્મોસ્ટ કોઈપણ ફિલ્મની શરૂઆત કરતાં પહેલાં એક મુહુર્ત શોટ લેવામાં આવે છે. અને તે મુહુર્ત શોટ માટે કોઈ સેલિબ્રિટીને આમંત્રિત કરવામાં આવે.

જે ફિલ્મ માટે મહાન કલાકારે ક્લેપર બોયની ફરજ બજાવી હતી, તે ફિલ્મના મુખ્ય કલાકારો હતાં રાજેશ ખન્ના, રાખી અને શર્મિલા ટાગોર. એ ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું યશ ચોપરાએ.
આપનું અનુમાન સાચું છે.. ફિલ્મ હતી ‘દાગ’.વર્ષ હતું ૧૯૭૩.

‘દાગ’ એ યશ ચોપરાના કારકિર્દીની માઈલ સ્ટોન મૂવી બની ગઈ.

આ ફિલ્મની સાથે ‘યશરાજ’ બેનરની પણ સ્થાપના થઇ.
૧૯૭૦માં યશ ચોપરા તેમના મોટા ભાઈ બી.આર.ચોપરાથી અલગ થયાં. ૧૯૭૩માં ‘યશરાજ’ની સ્થાપના કરી અને ‘દાગ’ ફિલ્મ થકી પ્રથમવાર ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ બન્યાં.

આ પહેલી ફિલ્મના પહેલાં મુહુર્ત શોટ માટે સેટ પર આવી, જે લીજન્ડ અભિનેતાએ ક્લેપર બોયનું કામ કર્યું તેનું નામ હતું... ‘દિલીપકુમાર’

દિલીપકુમારે ક્લેપર બોય બનવાનું એટલા માટે સ્વીકાર કર્યું કે, યશ ચોપરા અને દિલીપકુમાર બંને વચ્ચે વર્ષો જૂની ગાઢ મિત્રતા કારણભૂત હતી.

તેઓની વચ્ચે દિલોજાન દોસ્તીની દાસ્તાનનો આરંભ થયો હતો, બી.આર.ચોપરાની ફિલ્મ ‘નયા દૌર’ના સેટ પર. બી.આર.ચોપરા ‘નયા દૌર’ના ડીરેક્ટર હતાં અને યશ ચોપરાને જવાબદારી સોંપવામાં આવી હતી સેટ પર દિલીપકુમારની દેખભાળ કરવાની.

અને ટૂંક સમયમાં બન્ને પરસ્પર એકબીજાના પરમ મિત્ર બની ગયાં. ગણતરીના દિવસોમાં ગાઢ મિત્રતામાં બંધાઈ જવા માટે એક કોમન ફેક્ટર હતું,. ‘ઈંડા’
ઈંડાનું ભોજન બન્નેને પ્રિય હતું.

જે સમયે ‘નયા દૌર’નું આઉટડોર શૂટિંગ ભોપાલમાં થઇ રહ્યું હતું ત્યારે..રોજ સવારે ઈંડાનો બ્રેકફાસ્ટ દિલીપકુમાર જાતે બનાવતા અને બન્ને તેનો લુફ્ત ઉઠાવતાં.

શૂટિંગ પછીના ફાજલ સમયમાં દિલીપકુમાર અને યશ ચોપરા યુનિટના બાકી લોકો જોડે ફૂટબોલ પણ રમતાં.

એ અજીજ દોસ્તીનું અનુસંધાન મળ્યું છેક વર્ષ ૧૯૭૩માં ફિલ્મ ‘દાગ;ના સેટ પર.

અને દિલીપકુમાર યશ ચોપરા માટે એટલાં લકી સાબિત થયાં કે, ‘દાગ’ ફિલ્મે બોક્સ ઓફીસ પર એવી ધમાલ કરી કે, યસ ચોપરાની તિજોરી તો છલકાવી દીધી.પણ પહેલી જ ફિલ્મ દ્વારા યશ ચોપરાએ બેસ્ટ ડીરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ તેના નામે કરી લીધો.

જે ‘યશરાજ’ બેનરની સ્થાપના દિલીપકુમારે વર્ષ ૧૯૭૩માં કરી હતી તે ‘યશરાજ’ બેનરની ફિલ્મમાં દિલીપકુમારને કામ મળતાં ખાસ્સા વર્ષો નીકળી ગયાં.

યશ ચોપરા અને દિલીપકુમારે એક સાથે એક ફિલ્મમાં કામ કર્યું..
વર્ષ હતું ૧૯૮૪નું... ફિલ્મ હતી ‘મશાલ’.

આગામી કડી.

આપ શત્રુઘન સિંહાની પહેલી બે ફિલ્મો જોશો તો તેમાં આપને ફિલ્મી પરદા પર શત્રુઘન સિંહાનું નામ વાંચવા નહીં મળે...

કારણ કે, તે બંને પ્રારંભિક ફિલ્મોમાં તેમનું નામ શત્રુઘન સિંહા નહતું.
તેમણે જે નામ રાખ્યું હતું તે નામ અને તેમની ઈમેજ સાથે કોઇપણ જાતનો તાલમેળ નહતો બેસતો.

શું નામ હતું શત્રુઘન સિંહાનું ? અને એ બે ફિલ્મોના શું નામ હતાં ?

તે આપણે જાણીશું હવે પછીના નેક્સ્ટ એપિસોડમાં.


વિજય રાવલ
૨૯/૦૮/૨૦૨૨